ધોનીએ જેને શિસ્તભંગ માટે કાઢી મૂકેલો એ ક્રિકેટરે કેમ પાછળથી માહીને મહાન કહ્યો ? સ્વભાવ બાબતે શીખવા જેવું સત્ય !
~ જય વસાવડા #jv
#msd #gautamgambhir #life #cricket
Jay Vasavada
Jay Vasavada is Gujarati language writer, orator and columnist from India. Born in Bhavnagar and brought up in Gondal, Gujarat, he writes columns in various publications since 1996. He has published several books compiling his columns. More on Wikipedia
-
jay vasavada JV
@jayvasavada
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બધા ક્યાં ગયા ? ક્યાં ગયા બધા ?
અઢી વર્ષના બાળકને શું કહેવું ? તહેવાર? વહેવાર? વિચારતા કરી મૂકે એવો આ વીડિયો અચૂક જુઓ ને ગમે તો શેર કરજો.
~ જય વસાવડા #jv
#diwali #family #friends #festivitiesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
भारत शरिया के मुताबिक नहीं, संविधान से चलनेवाला देश है... ધાર્મિક લાગણીઓ દુભાવવાનો રોગ અહીંથી શરૂ થઈ ફેલાયો છે...any act of rigidity in name of any religion must be criticised that's how educated society can progress.
~ Jay Vasavada #jv
#saifalikhan #kareenakapoor #freedom #modernlivingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
લાભ પાંચમે લાભ બાબતે જય વસાવડાના પાંચ ઉપયોગી ફંડા જુઓ..
~ જય વસાવડા #jv
#diwali #festival #life #learningThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Zip is more important than Chip.😂 જેન્સન હુઆંગે તો અંતે વિશ્વની ટોચની કંપની Nvidia માંથી રાજીનામું આપ્યું. પણ પદ, પૈસો અને પ્રતિષ્ઠા દાવ પર લાગવા છતાં જગતના ટોચના લક્ષ્મીવંતો લફરાં કેમ કરે ? ઉપદેશ નહીં, પણ વાસ્તવિક જવાબ જાણો આ રીલમાં.
~ જય વસાવડા #jv
#billionaire #affairs #romance #funThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
कुछ ढपोरशंख "नेगेटिवासुर" नई "रामायण पार्ट 1" फिल्म के पीछे हाथ धो कर पड़े है लेकिन सिनेमा के करिश्मे के बारे में आंखे मूंद रखी है इन्होंने ! त्यौहार के बाद भारत में बॉक्स ऑफिस पे neverbefore शाहकार मचा रही इस फिल्म के समीक्षक कुरान कि तरह सिर्फ वाल्मीकि रामायण को ही अक्षरशः फाइनल मानने कि जेहादी जिद के कॉपीकैट्स है. जब कि राम को वो भगवान मान के आहत होते रहते है जिन को महर्षि वाल्मीकि ने तो उच्च गुणों से विभूषित मनुष्य माना है ! फिल्म अपने तरीके से coming of age ( युवावस्था में क्रमिक विकास ) कहानी बुनती है राम के चरित्र के आसपास. और निर्देशक नितेश तिवारी ने रावण को लाउड रख कर राम को सटल लेकिन सिद्धान्तों पे अटल रख के कॉन्ट्रास्ट रचा है. जिसे देखने के लिए आँखो के अलावा दिमाग चाहिए. जैसे रावण मंदोदरी के पिता से फिल्म में कहते है कि "मंदोदरी मेरी हुई" मगर राम जनक को भाव से पुत्री के वियोग कि पीड़ा के बात करके एकपत्नीव्रत का वचन देते है ! नजर के सामने है ये एक दूसरे से विरुद्ध चरित्रलेखन लेकिन दृष्टि चाहिए अच्छी फिल्म देखने के लिए ! राम खर दूषण को भी युद्ध में मारने से पहले चेतावनी देते है, लेकिन रावण जीजा विद्युतजीव को भी आलिंगन देते हुए छल से मारता है ! शक्तिशाली अवतारी राम restrained या बंधे हुए से अगर लगते है तो कमज़ोर नहीं है, उसूलों का पालन उनके स्वभाव में है जिनमें रावण त्रिलोकस्वामी होने के बाद नहीं मानता. खैर, ऐसी बहुत सी बातों के साथ सवा घंटे से ज्यादा लंबा वीडियो planetjv यूट्यूब पे डाल ही दिया है, साहित्यिक अभिरुचि विकसीत करनी हो तो देख लेना. मगर, इतना वक्त भी नहीं हो तो उसके कुछ निरीक्षण को रौशन करती यह यह रील पूरी देखो. रामपंथ क्या है, समझ में आ जाएगा !
~ Jay Vasavada #jvmovies
#ranayana #cinema #learning #artThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભાઈ બીજે ભાઈ બહેન બાબતે મારો દૃષ્ટિકોણ...
~ જય વસાવડા #jv
#diwali #life #brothers #sistersThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવા વર્ષે જૂનાને બદલે નવીનતા તરફ કુદરતી આકર્ષણ અનુભવતા મારા સ્વભાવની વાત વર્ણવતી રીલ સાથે નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક હેપી ન્યૂ ઇયર બધાને. 😊
~ જય વસાવડા #jv
#diwali #joy #modern #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
✨ નૂતન વર્ષાભિનંદન 🌟
-
jay vasavada JV
@jayvasavada
😜🤔
-
jay vasavada JV
@jayvasavada
કોઈને પરાણે મળવા કરતા ટેસથી સુઈ જવા કે ફિલ્મ જોવા જવા જેવા વિશ્રામને મહત્વ અને એમાં નડનાર નવરા બુલી બુધ્ધિબુઠ્ઠાઓને એમની ઔકાત બતાવતી નિષ્પક્ષ ધોકાવાળી ( એટલીસ્ટ શબ્દોથી ) આ બેઉ ધોકા ઉર્ફે પડતર દિવસના મર્મ સાથે જોડાયેલા પર્સનલ એપ્રોચ છે. જેની વાત આ દિવાળી ફંડા સિરીઝ રીલમાં. 😁
~ જય વસાવડા #jv
#diwali #life #rest #fightThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
To the ultra religious and over perfectionist ppl who don't watch cinema as an art of storytelling and new interpretation of the old theme like Nolans of the world does 😜😁😂
#jv #ramayana #dhurandhar #satire
N.B. As a film it's fantastic and as predicted on day one collection is rising too as normal moviewatchers don't have prefixed psycho agenga, but seeking of an enjoyable intresting theatre experience only. And globally getting 93% on the rotten tomatoes is rare for any film. Matter of pride for India and our heritage of creative storytelling. -
jay vasavada JV
@jayvasavada
દિવાળીની મજા ફાઇવ સ્ટાર પાર્ટીઓ નથી. એ તો ગમે ત્યારે થાય. પણ થેવરોને આપણે ત્યાં સામાન્ય માણસ ટકાવી રાખે છે. ઉત્સવનો ઉત્સાહ તો એને હોય છે. મિત્રો તો બહાર ફરવા જતા રહ્યા હોય ત્યારે બહાર નીકળો શેરીઓમાં, મેદાનોમાં તો બે ઘડી પરીવાર બાળકો સાથે મોજ કરતા સાધારણ પરિવારોનો અસાધારણ ઉમંગ તમને જલસો કરાવે. રાજકોટની એવી એક દિવાળી નાઇટ માણો અહીં.
~ જય વસાવડા #jv
#diwali #festival #vibes #funThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Festiv feel ! #diwali
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Happy Diwali. આ રહ્યો આજનો લક્ષ્મી ( નાણા ) વિષયક મારો અભિગમ સમજાવતો પર્સનલ ફંડા. ये रहे आज लक्ष्मी ( money ) के बारे में मेरे निजी विचार...
~Jay Vasvada #jv
#diwali #life #money #celebrationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાળી ચૌદશ એટલે કકળાટ નહિ, પણ કરેજ. આત્મવિશ્વાસમાંથી પ્રગટતો અંધકાર સામે લડી લેવાનો અભય ! અભય એટલે ડર કોઈ દિવસ લાગે નહિ, એવી વાસ્તવિકતા નહિ. પણ જીવનમાં ભયભીત કરતી કટોકટીની કસોટીમાં પણ ટકી રહેતી પડકારનો મુકાબલો કરવાની હિંમત. અમુક અકોણાને ખૂંચે તો ખોટી રીતે અભિમાન ઠેરવવા મથે, પણ ખરેખર તો એ મારો ખોટી બાબતો સહન કરવાને બદલે સામું ને સાચું સંભળાવી દેતો અભય છે ! એ અભય એટિટ્યુડ ક્યાંથી આવે છે ? જાણો આજની રીલમાં.
~ જય વસાવડા #jv
#diwali #life #confidence #courageThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તંદુરસ્તી આરોગ્ય બાબતે છે, આપણે એને શરીરના આકાર સાથે જોડી દીધું. એટલે બહારથી ફિટ દેખાતા માણસો ઘણી વાર સ્ફૂર્તિમાં ફૂસ્સ હોય છે. તો ધન્વંતરિની ધનતેરસે જાણો હળવા થઈને હસવા ઉપરાંત સ્વાસ્થ્ય માટેની મારી પાયાની આદતો શું છે !
~ જય વસાવડા #jv
#diwali #life #food #fitnessThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રામાયણમાં દિવાળી ફંડાની વાક બારસની રીલ રહી ગઈ. પણ હજુ સૂર્યોદય થાય એ પહેલા તિથિ ચાલુ ગણાય તો આ રહી એ પહેલા અપલોડ થયેલી.. જુઓ.
~ જય વસાવડા #jv
#festival #life #diwali #knowledge
~ જય વસાવડાThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Kaisi hai ramayan ? First impression here. Detailed review later.
~ Jay Vasavada #jvmovies
#ramayana #film #epic #bollywoodThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજથી શરૂ કરીને આ દિવાળી ઉત્સવ પર રોજેરોજના દિવસ મુજબ જાણો મારા જીવનના અંતરંગ અભિગમને. ફેસ્ટિવ ફંડાની રીલ સિરીઝના આરંભે આજની વાત શું છે ? જુઓ.
~ જય વસાવડા #jv
#diwali #festival #life #celebrationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારતીય સેનાને વીરાંજલિ આપતા શાહરૂખખાને શું કહ્યું થોડા મહિના પહેલા ? વાત SRK said to praise bravery of Indian army few months back ? 🇮🇳 જુઓ આખી એક્સકલુઝીવ બર્થ ડે રીલ એના જન્મદિને... #happybirthday #srk #india #army #peace @iamsrk
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
A gentle giant & A curious kid ! ટબૂકડી પ્રથાના "ઘર"માં એણે ધરાર ખેંચીને બેસાડેલો મહાકાય "જોય" ! 😝😜😉🥳🥰😍😁😂🤣
#jv #pratha #niece #fun #playThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સરદાર પટેલ જેવા બનવું છે ? તો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આ ત્રણ બાબતોથી દૂર રહેતા શીખો ! કઈ ત્રણ ? શા માટે ? જુઓ આખી રીલ.
~ જય વસાવડા #jv
#life #leadership #learning #sardarThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રામાયણમાં રહેમાને મંગલ રંગ ગીતમાં કવ્વાલી પ્રસ્તુત કરી છે ? સોશ્યલ મીડિયામાં કોઈ ગાંડુઘેલું જૂઠ વહેતું કરી દે તો નેગેટિવિટી તરત અભ્યાસ વિનાના ટોળા વાઇરલ કરી દે છે. આ પણ રહેમાનના અગાઉના સ્ટેટમેન્ટથી દુભાયેલાઓનો દાવ લાગે છે, સંગીતનો જ્ઞાતા હું નથી, પણ શ્રોતા જરૂર છું. સચ્ચાઈ સમજવી હોય તો જુઓ આ રીલ છેક સુધી. क्या रामायण में रहमान ने 'मंगल रंग' गाने में कव्वाली पेश की है? सोश्यल मीडिया पर अगर कोई बेतुका झूठ फैला दे, तो बिना किसी जांच-परख के नासमझ भीड़ तुरंत उस नकारात्मकता को वायरल कर देती है। यह भी रहमान के पिछले बयानों से आहत लोगों की ही कोई चाल लगती है। मैं संगीत का कोई ज्ञाता नहीं हूँ, लेकिन एक श्रोता ज़रूर हूँ। अगर सच समझना चाहते हैं तो यह रील पूरी देखिए । Did Rahman present a qawwali in the song 'Mangal Rang' for Ramayana? If someone floats an absurd lie on social media, uninformed crowds immediately make the negativity go viral without doing any research. This also seems like a ploy by those offended by Rahman's previous statements. I am no music expert, but I am certainly an avid listener. If you want to understand the truth, watch this full reel.
~ Jay Vasavada #jv
#ramayayan #arrahman #music #quwwali
@arrahman @shreyaghoshal @arijThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાત રળિયાત છે કે એને આખી સ્કૂલની ગરજ સારે એવા બાળસાહિત્યકારો મળ્યા. લગભગ બધા લાંબુ જીવ્યા ને વિક્રમસર્જક સંખ્યામાં લખતા ગયા. એવા એક અણમોલ બાળસાહિત્યકાર જે છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહ્યા એવા હરીશ નાયકની આજે જન્મશતાબ્દી છે. આપણે યુરોપના રમખાણો વખોડીએ કે અમેરિકાને વિલાસી કહીએ, પણ હરીશ નાયકને સો વર્ષ એ કોઈ દેશમાં પૂરા થયા હોત તો સામાજિક ઉત્સવ જેવો માહોલ હોત. સંસ્કાર આપણે ત્યાં પોથીમાંના રીંગણાની જેમ વાતોમાં છે. બાકી પરિવાર કે અમારા જેવા ચાહકો સિવાય પ્રશાસન કે પ્રજા કોઈને પેઢીઓ જેમની રસાળ વાર્તાઓ વાંચીને મોટી થઈ એ હરીશ નાયક શતાબ્દી પર્વ નિમિત્તે ખાસ યાદ નથી આવતા. આજે એઆઈને પણ શૈલી શીખવાડી શકે એવા એ વાર્તાદાદા હરીશ નાયકને અર્ધ્ય આપતી આ રીલ જુઓ ને શેર કરી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો. 🙏🏼❤️
~ જય વસાવડા #jv #childern #stories #literature #gujaratiThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સ્ટીવ જોબ્સને ગુજરી ગયે વર્ષો થઈ ગયા. પણ હજુ આખી દુનિયા એપલ સ્ટીવ જોબ્સનું ગણે છે. ટિમ કૂકનું પણ નહીં. એપલ બ્રાન્ડનેમ નીચે ઉપર આગળ પાછળ steve job's apple લખવું નથી પડતું. તો ભારતીય વારસાનું જગજાહેર રામાયણ કોઈ ખાનગી પ્રોડ્યુસરનું કેવી રીતે થઈ જાય ? વધુ વાતો રીલમાં.
~ જય વસાવડા #jv
#ramayana #valmiki #tulsi #bollywoodThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
जीवन का अंतिम सत्य ! ~ नाना पाटेकर.
#jv #nanapatekar #life #death #godThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
એક જ ઘરમાં રહેતા બે સેલિબ્રિટીમાં એકને લોકો ચાહે છે ને એકને જોઈને ચીડાઈ જાય છે કારણ કે...
#amitabhbachchan #life #nature #smile #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પરંપરા કે ધાર્મિકતાના નામે જડતા એ મગજ ગિરવે મૂકવાની મૂર્ખાઈ જ છે. આધુનિક યુગમાં જુનવાણી માનસના ફાયદા પણ શિસ્તને પવિત્રતાના નામે ગણાવવા બેસતા બુધ્ધિબુઠ્ઠાઓ વધતા જાય છે. પણ હું અનેક વખત કહી ગયો છું કે બધા ધર્મના કટ્ટરવાદીઓ આમ તો સરખા જ છે. પોતાના ધર્મની રક્ષાના નામે કોઈને ગ્રંથના અપમાન બદલ ( પંજાબમાં થયું છે )કોઈને ખોરાકના ભેદ બદલ ( યુપીમાં થયું છે ), કોઈને વિચારના ભેદ બદલ ( મહારાષ્ટ્રમાં થયું છે ), મારી નાખવા એ પણ અપરાધ હોય ત્યારે કોઈ શાસન સતાવાર ન્યાયના નામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ ક્રૂર રીતે જાહેરમાં ડોકા વધેરવાની સજા કરે એ તો વધુ ગંભીર ગણાય. એના વખાણ નહીં, ટીકા જ હોય. અને એટલે જ વર્ષોથી ધાર્મિક લાગણી દુભાવવાના વાઇરસ સામે કાયમ અડીખમ સ્ટેન્ડ લીધું છે. આ અળસિયું ક્યારે એનાકોંડા થઈ એને પાળનારને ગળી જાય એની ખબર પણ ન પડે. આપણે ચેતવા જેવું છે ઘડી ઘડી આધુનિક ન્યાય, બંધારણ, લોકશાહી સામે ધાર્મિકતાને આગળ કરતી હિંસક માનસિકતા માટે.
તો આટલી જનરલ પ્રસ્તાવના પછી મુદ્દાની વાત. જેની બહુ ચર્ચા થઇ એ સાઉદી અરેબિયાની એકદમ વખોડી કાઢવા જેવી ઘટનાની જ્યાંથી વધુ આકરા વહાબી ઇસ્લામનો ફેલાવો વધુ થયો. કાયમ લખ્યું છે કે કટ્ટરવાદી જેહાદી ત્રાસવાદી માનસિકતા દુનિયાનું તો પછી પહેલા મુસ્લિમોનું નુકસાન વધુ કરે છે. સાઉદીના શરિયાના કાનૂનનો ભોગ બની ફરિયાદ કરનાર બાંગ્લાદેશ અને એ જેમાંથી નીકળ્યું એ પાકિસ્તાનમાં પણ બ્લાસફેમી યાને ઈશનિંદાના કાયદા છે. એમાં પણ મોતની સજા થઈ ચૂકી છે. ઈરાન અફઘાનિસ્તાનમાં પણ. એક સેનાએ મધ્યયુગનું ચર્ચ પણ એ રસ્તે હતું પણ આજે એમાં સુધારો ઘણો આવી ગયો. અબ્રાહમિક રિલિજિયનની આ દેન છે. ઇશ્વરનું અપમાન પણ જઘન્ય અપરાધ ગણવાની. ભારત એનાથી મુક્ત છે પહેલેથી. કે કહો હતું. કારણ કે હવે આ ઝનૂન આપણે પાળીએ છીએ. ભગવાનનું અપમાન થઈ ગયું ધર્મની કાયદાનો ભંગ થઈ ગયો એવા ઉધામા કરીને. આપણે ભવિષ્યમાં કેવું હોય તો ભૂતકાળની ખોટી બાબતો છોડતાં શીખવું પડશે. હિન્દુ ધર્મનો ઇતિહાસ આ બાબતે સૌથી ઉદાર ને સુધારાવાદી રહ્યો છે. ભવિષ્ય પણ એ દિશામાં હોવું જોઈએ. આ ઈશનિંદા એ ભારતનો વારસો પણ નથી ને સંવિધાન પણ નથી. માનવમૂલ્યો ધર્મના આદેશોથી ઉપર ન ગણે એમને સેક્યુલર સલાહો દેવાનો કે સમાનતાની માંગ કરવાનો હક પણ નથી. આટલી ભૂમિકા પછી હંમેશની જેમ આ બહુ ગાજેલો સમાચાર બાબતે આપણી રોકડી વાત આ રીલમાં.
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વારસો.
પપ્પાએ 2021 માં ઘરની પથારીમાં અંતિમ શ્વાસ લીધા એ પહેલા આઇસીયુમાં હતા એ વખતે હું રોજ આખી રાત ત્યાં જાગતો બેસતો. એ ઘણી વાર એના નરમ કરચલીવાળા હાથમાં મારો હાથ પકડી રાખતા. કોઈ સંવાદ નહીં, બસ, હૂંફાળો સ્પર્શ. પપ્પા પાસે પહેલથી જ કોઈ વારસો નહોતો આપવા માટે. દેવું હતું. એ કરજની કથા અત્યારે અસ્થાને છે. પણ આર્થિક બાબતો ઉપરાંત પણ એ આમ.ઓછું બોલે. વાતો કરે. મજાક કરે. પણ કોઈ સલાહો, આજ્ઞાઓ, ઉપદેશો ના આપે. જેની ભારતીય બાપુજીઓને બૂરી આદત હોય છે. રોકવાટોકવાની તો વાત જ નહીં. મિલકત નહીં, મર્દાના અહં નહિ. બીજા પપ્પાઓ જેવી સ્માર્ટનેસ નહીં, કદાવર કાયા નહીં. એવા ખાસ હેન્ડસમ પણ નહીં. દુનિયાદારીની પૂરી સમજ નહીં. સેલ્ફ ડિસિપ્લિનમાં માને એટલે કડક અનુશાસન પણ નહીં.
એટલે ઉંમરના એક તબક્કે એવું થતું કે પપ્પાએ આપણને એટલે એકના એક સંતાનને શું વારસામાં આપ્યું ? ના બ્યુટી, ના બેન્ક બેલેન્સ, ના બ્રાન્ડનેમ, ના બોધ. પણ પછી સમજાતું ગયું કે ઘણા પપ્પાઓ ના આપી શકે એવું પપ્પાએ આપ્યું. કોઈ બોજ વિના જ્ઞાનની ખોજ. વિસ્મયની મોજ. એમણે ઘેર ભણાવી કોઈ બંધન વિનાની ઉડાન આપી. એમણે એકમેકથી અલગ ફ્લેવરનું એવું મેઘધનુષી વાચન આપ્યું. જગતના સાહિત્યનો ખજાનો એકઠો કરી ખોલ્યો ને એ માટેની પ્યાસ જગાડી.
મૌન રહીને એમણે જે વારસો આપ્યો એ એક આયુધ બની ગયો. અને કવચ પણ. ગમે તેટલો ગોકીરો કરે, જોયું છે અંદરખાનેથી લોકો નોલેજથી રીતસર ડરે ! સમજાય નહીં તો પણ એટલી ખબર પડે કે આ કશુંક જાણે છે. એની એક અદૃશ્ય ધાક હોય છે. ધારદાર હથિયાર જેવી. પપ્પા તો ચૂપ રહી સહન કરનારા ને જૂઠ સામે ઝૂકી જનાર એવા શાંત. પણ મમ્મી fierce fearless. અખંડ અભય આવ્યો એમની પાસેથી જીન્સમાં. પોતાનાઓને પણ સ્પષ્ટ સત્ય સંભળાવવાનો, કોઈ નિર્દોષનું અહિત થાય એવું ખોટું લાભ કરાવે તો પણ એનાથી દૂર રહેવાનો. ને જગતથી બેપરવા થઈને પોતાની શરતોએ જીવવાની જીદનો. બોલ્ડ એન્ડ બ્રેવ. પપ્પાના જ્ઞાનવારસા સાથે સત્ય ને અભયનું કોમ્બિનેશન થયું એનો "જય" છે !
પપ્પા માટે જીવતેજીવ થાય એ કરવા કોશિશ કરી. મમ્મીની કહાની અધૂરી રહી ગઈ અઢી દસકા પહેલા. પણ એમને જીવનમાં જે હોય એનાથી થાક્યા વિના ઉત્સવ કરવાનો અભિગમ આપ્યો. વિષાદ તો હોય, પણ મા બાપ સંતાનોને જલસા કરતા રોકે એમ નહીં. વિવેકનો વારસો આપ્યા બાદ એમણે જલસા કરતા જોઈ આનંદ અનુભવી એમના માર્ગમાં જાત ઓગાળીને ખસી જાય એ જોયું.
એટલે આજે 20 ઓક્ટોબરે તારીખ મુજબ પપ્પાની વિદાયને બરાબર 5 વર્ષ થયા ને આજે એ જ તારીખે તિથિ મુજબ વિજયાદશમી મારો જન્મદિન છે, તો મિત્ર જયેશ વોરાએ પોતે પરદેશ હોવા છતાં મુંબઈમાં એમની ઘેર ઊજવણી માટે ઉત્સાહ આપ્યો એની ખુશી છે. પપ્પાના વારસામાં વાચન ને જ્ઞાન હતું જેણે ભીતરથી એવી મજબૂતાઈ આપી જે વારસામાં પર્સનાલિટી, પાવર કે પૈસા મેળવનારા પાસે નથી હોતી. મારા રાજીપામાં રાજી રહેનાર સહુનો આભાર. દુઆઓ મેં યાદ રખના. ❤️
~ જય વસાવડા #jv
#birthday #pappa #joy #life -
jay vasavada JV
@jayvasavada
સોનાના ભાવ છપ્પરફાડ ભલે વધ્યા, આ "લગડી" તો ઉત્સવ નિમિત્તે ડિસ્કાઉન્ટ સાથે ખાસ ઓફરમાં મળશે ! વિગતો જુઓ ફોટામાં. બધા જ રંગબેરંગી સજાવટવાળા આકર્ષક પાના, વિચારોના વજન છતાં ઊંચકવામાં આસન અને વાંચવામાં સહેલી એવી કિતાબ અને 365 દિવસ માટે 365 જીવનમાં ઉપયોગી થાય એવા મસ્ત ક્વોટ્સ.ઓલરેડી ખૂબ ગમેલું છે વાચકોને. મીઠાઈઓ ખવાઈ જાય, ફટાકડા ફૂટી જાય, દીવડાઓ ઓલવાઈ જાય, રંગોળીઓ સાફ થઈ જાય પછી પણ પુસ્તક રહેશે સ્નેહની સાક્ષી આપતું. તો પરફેક્ટ ગિફ્ટ બની શકશે આ દિવાળી માટે. એ પણ ફ્રી કુરિયર ને ભાવવધારાની સીઝનમાં વળતર સાથે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદની સાઇટ પર ઉપલબ્ધ. વિગતો માટે જુઓ ફોટો. લિંક પણ છે અહીં.
~ જય વસાવડા #jv #book #gift #diwali #happiness
navbharatonline.com/products/lagadi -
jay vasavada JV
@jayvasavada
गुजरात में नवरात्रि यानि नौ नौ रात को भी प्रकाश कि झगमगाहट, ढोल से थिरकती दिल की धड़कन... जैसे कोई खींचता हो नाचने के लिए... क्या इस के पीछे भी विज्ञान हो सकता है ? कुछ होगा हमारे भीतर जो आकर्षण पैदा करता है रोशनी कि और ? जानिए एक ऐसी विज्ञान कि ख़ोज कि सच्ची कहानी... नवरात्रि कि नौंवीं रील में !
~ जय वसावडा #jv
#navratri #science #light #nobelThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નોરતાં પહેલાં એકસાથે એક શર્ટમાં બધી રીલ રેડી કરી હોય તો પણ બીજાના આનંદમાં ધાર્મિક ધોકો પછાડ્યા કરતા અભણઅસુરો એટલા પ્રેડક્ટેબલ થઈ ગયા છે કે જોનાર ને એવું લાગે કે હમણાંની કોઈ વાયરલ વાત વિશે છે 😆 આખી મૂળ ભારતીય સંસ્કૃતિનું રીતસર મધ્યયુગી અબ્રાહમીકરણ થઈ રહ્યું છે, અને એ પણ કોઈ બહારથી આવનારા નહીં પણ સહજ આકર્ષણ, ફેશન, નાચવાગાવાની ધમાલમસ્તી વગેરેની ડરપોક અને જડસુ એલર્જીને લીધે ખોવાતા સંસ્કૃતિના રેઢિયાળ રખેવાળોને લીધે. એ બધા અધૂરિયાને એવું છે કે આમ સ્પષ્ટ સત્ય બોલનાર કે ગરબે ટકાટક તૈયાર થઈ ચકાચક ઝૂમનાર બધા કેરેક્ટરલેસ જ હોય. એમને જીવનમાં બીજી કશી ખબર જ ન પડતી હોય. આવા બોઘાઘોઘાઓના રવાડે ચડી નવરાત્રિમાંથી યુવા પેઢીની મોજ કાઢી નાખશો તો તાંબાના પતરે કોતરી રાખજો, એની ગ્લોબલ રોનક ગુજરાતમાં જ ઓસરી જશે. પતંગ હોય કે હોળી, ઉત્સવ પહેલા તો જીવનના રૂટિન સ્ટ્રેસ ભૂલીને હળવા થવા માટે છે. કટ ભૂલીને ખોવાઈ જવું કોઈ તાલમાં જેમ કોઈ સાનભાન ન થઈ એ ધ્યાન છે સાચું ! 😍બીજાના કાજી થનાર પાછા માતાજીની આરાધનાની દુહાઇ દેતા હોય છે. ખુદ તો નવે દિવસ ને નવે રાત દૂરબીન લઈને સ્ત્રીઓના વસ્ત્રો માપ્યા કરે છે મોબાઈલ લઈને. ખુદ એવા ભક્તિપૂર્ણ એ હોય તો એમનું ધ્યાન શેનું જાય એમાં. 😜 અને હું તો જેડબેસ્લાક આધાર સાથે ઓળખ કરાવું છે એ ભારતના વારસાની જ્યાં જીવન બધા રંગ ને રસનો ઉત્સવ છે, કેવળ આધ્યાત્મિક મોક્ષની ખોજ નથી. એક અક્ષર સંદર્ભો ને સાબિતીની કોઈ ખોટો સાબિત કરી શકે એમ નથી. જેમ કે ચિદાનંદ રૂપં શિવોહમ્ શિવોહમ્ વાળા મહામેધાવી શંકરાચાર્યને ખુદ શક્તિના સાક્ષાત્કાર બાદ આનંદ અને સૌંદર્યની મુક્ત કંઠે સ્તુતિ કરે છે. બે દસકા પહેલા લખેલું આ. આ અષ્ટમી પર માત્ર. એ શ્લોકની ઝલક માણો રીલ માં જેમ કામદેવના માધ્યમે ભગવતીની પ્રશંસા શંકરાચાર્ય કરે છે ! ઓરીજિનલ શ્લોક પણ મૂક્યા છે ભારતનું જ સંસ્કૃત સરખું આખું ન વાંચતા ને સિલેક્ટેડ ત્યાગ તપની જ વાતો પ્રોજેક્ટ કરી સમાજને મઠમાં ફેરવવા મથતા ઠોઠડા માટે. 😉 સનાતનની વાત મુખે હોય પણ મગજમાં તાલિબાનના ઇસ્લામ ને વિક્ટોરિયન ખ્રિસ્તી મર્યાદાના ઉધાર કોન્સેપ્ટ સ્વદેશના નામે ભરેલા હોય. મસ્તીને જ વિકૃતિ માનતા વાયડાઓ બોરિંગ ઉપદેશો સિવાયના અદ્ભુત ભારતને ઓળખતા જ નથી. જુઓ એની ઝમકદાર ઝલક આ વીડિયોમાં.
~ જય વસાવડા #jv
#navratri #culture #india #loveThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવરાત્રિ દરમિયાન માતાજીના નામે યુવતીઓના વસ્ત્રો ને યુવકોના ધર્મ બાબતે ડંગોરા પછાડતા કેટલાને શક્રાદય સ્તુતિ મોઢે હશે કડકડાટ ? શક્ર એટલે શુક્ર ? કોણે રચી એ જાણો છો ? જવાબ માત્ર દોઢ મિનિટની આ નવરાત્રિ સ્પેશ્યલ રીલમાં.
~ જય વસાવડા #jv
#navratri #shakti #mythology #deviThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિદ્વાનો કહે છે કે આ પંક્તિ આદ્યાશક્તિની આરતીના મૂળ પાઠમાં નથી. એ જુદી ચર્ચા છે. પણ આ પંક્તિને લીધે એવું થોડુંક જાણવા મળશે જે શક્તિની ભક્તિની વાતો કરનારા ઘણાને ખબર જ હોતી નથી. એમને માતાજીના નામનો આસુરી ઈગો છે, આરાસુરી અધ્યયન નહીં ! જુઓ નવરાત્રિ સ્પેશ્યલ રીલ છઠ્ઠા નોરતાની.
~ જય વસાવડા #jv
#navratri #devi #india #mythologyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
बेकार आवारा नादार नमूने खुद हवनअनुष्ठान या माईभक्ति करने बजाय सजीधजी सुंदरियों की तस्वीरें घूर के देखते हुए सोश्यल मीडिया पर संस्कृति के नाम पे गंध मचाने फैले बैठे रहते है. ये बुड़बक एक ऑथेंटिक प्राचीन श्लोक ढूंढ के दिखाए जिसमें रास के लिए कोई ड्रेस कोड या मर्यादा कि तालिबानी सोचवाली बात हो प्राचीन भारत में ! इन संस्कृति के स्वघोषित एटेंशन सीकर राक्षसरक्षकों को सही में कुछ करना है भारतीय संस्कृति कि शान में दुनियामें हमारा परचम लहराने के लिए, तो है इस रील में इसका स्पष्ट निर्देश ! पूरा देखिए.
जय वसावडा #jv
#navratri #culture #india #festivalThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બેકલેસ ચોલી એથનિક યાને સાંસ્કૃતિક આઉટફિટ છે. મારા બચપણમાં મેં સૌરાષ્ટ્રમાં ગ્રામીણ નારીઓને સહજ રીતે એ પહેરતી સગી આંખે જોઈ છે. પણ અમુક ગમારગડબાઓ નવરાત્રિમાં જાણે બેકલેસ ચોળી હમણાં જ એલિયનો શુક્રન ગ્રહમાંથી આવીને ફેંકી ગયા હોય એવા ભડકામણા રિએકશન દર વખતે ઝીંકે છે, એ પણ સંસ્કૃતિના નામે ! એવું જ દર વખતે નવરાત્રિમાં કોન્ડોમ કેટલા વેંચાય એના કકળાટનું છે. આવો કોઈ સત્તાવાર આંકડો ક્યાંય પુરાવા સહિત આવતો નથી. પણ તાલિબાની ચિત્ત ત્યાં જ ચોંટેલું છે સમાજના કહેવાતા ઠેકેદારોનું. સારું ભારતમાં 365 દિવસ કોન્ડોમનો વધુ ઉપયોગ થાય તો. વસતિમાં આપણે નંબર વન છીએ એમાં થોડું ભારણ ઘટે ભવિષ્યનું ! 😜 ગુજરાતીઓ ખુદ જ પોતાને ખોટી રીતે ચીતરે છે આવું નેગેટિવ નેરેટિવનું જૂઠ ગાઈવગાડીને. ઉલટું ગર્વ લેવાનો હોય કે કેવી સલામતીથી એકલી ચણિયાચોળી પહેરી ફરતી યુવતીઓ મધરાતે વિહરે છે આપણે ત્યાં. એને બદલે આપણી ઇમેજ આપણે જ નિરાધાર રીતે માત્ર જુવાન છોકરા છોકરી ભેગા નાચીને જલસા કરે છે એની જલનમાં જગત સામે પોતે જ ખરાબ કરીએ છીએ ! કેટલી બધી છોકરીઓ પ્રેગનેન્ટ થઈ જાય છે ને એબોર્શન થાય છે એ પણ વર્ષોથી ચાલ્યો આવતો આવો જ ગબ્બારો છે. એ ધુપ્પલ સામે સચ્ચાઈનો ધૂપ કરતો આ વીડિયો જુઓ. 😎
~ જય વસાવડા #jv
#navratri #romance #facts #cultureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારતીય તંત્ર ગ્રંથોની આ રસિક કથા થકી શક્તિપૂજનનો કયો વારસો આવ્યો ? મહાદેવને પાર્વતીએ શું દેખાડ્યું કે જેના થકી દેવીભક્તોને અનોખી ભેટ મળી ને દાંપત્યની નવી શીખ પણ... જુઓ ત્રીજા નોરતાની જય વસાવડા નવરાત્રિ સ્પેશ્યલ રીલ !
~ જય વસાવડા #jv
#shiva #shakti #tantra #coupleThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
गरबा हो या गेंद ये दुनिया गोल गोल क्यों घूम रही है ? जानिए जवाब इस रील में !
जय वसावड़ा #jv
#navratri #science #circle #roundThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ વીડિયોમાં તમને મારું નામ.બોલાતું સંભળાશે. પણ ખરેખર એની પાછળ છે એક ભાવુક અને ભડવીર ભેરુનું નામ. આજના દિવસ માટે ખાસ આ રીલ સાચવીને રાખી હતી. કારણ કે ભાઈબંધ જગદીશ ત્રિવેદીએ મને 50મા જન્મદિનની ભેટ તરીકે રાજકોટમાં મારા નામનું પુસ્તકાલય આપ્યું હતું, અને એમનો આજે જન્મદિવસ છે. એમના જન્મને કારણે ઘણા જન્મારા સુધરી ગયા છે. હાસ્યની છોલોથી સમાજનું સ્વાસ્થ્ય સુધરતા 29 કરોડનું જાહેર દાન એમણે કર્યું છે, એ પણ જ્ઞાતિભેદ વિના શિક્ષણ અને આરોગ્ય માટે. મારું આ પુસ્તકાલય કંઈ ન કહેવાય એવા પ્રચંડ સંકલ્પો જગદીશભાઈને લીધે સાકાર થતા જોયા છે. વતન માટે દાન તો મેળવે જ છે, હમણાં આફ્રિકામાં ને અમેરિકામાં સ્થાનિક લોકો માટે પણ ફંડ રેઇઝ કરી આપવાનો નવોનક્કોર ને અનુકરરણીય ચીલો ચાતર્યો છે એમણે ! ધીંગી કોઠાસૂઝ અને નકકર નિર્ણયથી અનેકને મુસીબતમાં માર્ગ બતાવે એવા દિલાવર દાતાર જગદીશ ત્રિવેદીને જેટલા પસાર કર્યા એથી પણ વધુ જન્મદિન સાબૂત તબિયતે માણવા મળે એવી પ્રાર્થના શુભકામના. જુગ જુગ જીયો જગદીશભાઈ. હવે જુઓ આ વરસની મારી એક ચિરંજીવ યાદ એમને લીધે બની, એ અણમોલ ક્ષણોની રીલ.
~ જય વસાવડા #jv
#library #charity #happybirthday #memoriesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવરાત્રિના આ નવરસ જાણો છો ? માણ્યા તો હશે જ. નવેનવના નામ માટે જુઓ રીલ. શુભ નવરાત્રિ.
~ જય વસાવડા #jv
#navratri #shakti #culture #gujaratThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Grand motivational Comeback ! જ્યારે અમિતાભ બચ્ચનનો અંત દાયકાઓ પહેલા જાહેરમાં લખવામાં આવ્યો ! जब अमिताभ बच्चन को दशकों पहले "खत्म" करने कि कोशिश की गई ! When Amitabh Bachchan was lebelled "finished" publically decades back !
Watch this life changing reel when feel down & depressed ! 😎💪🏼🔥
HBD the icon of inspiration @SrBachchan
~ જય વસાવડા #jv
#amitabhbachchan #birthday #motivation #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દૃશ્યમની અલગ હિન્દી ફિલ્મ તરીકે પણ આવી ગયેલી સોર્સ ફાઈલ નવલકથાનું આ જાપાન કનેક્શન જાણો છો ? Do you know japanese source file novel of blockbuster indian and Malayalam Drishyam which is also made in hindi ?
~ જય વસાવડા #jv
#drishyam #cinema #literature #storyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આને કહેવાય એક જ પ્રોફેશનમાં ટોચ પર રહેલા બે સિતારાઓની આત્મીયતા. શાહરૂખ અને નાના એકબીજા વિશે ડાયરેક્ટ દિલ સે. અમિતાભ સિવાય કેટલા આપણા આજના સુપરપોપ્યુલર ફિલ્મસ્ટારો પાસે આવી શાહરૂખે અંજલિમાં લખી એવી ભાષા પણ છે ! This what mutual respect and connection between top stars in same profession ! SRK and Nana straight from the heart. Barring Bachchan, how many our today's super popular filmstars have such articulate language like shahrukh has given his tribute ! Read, listen.
~ જય વસાવડા #jv #srk #nanapatekar #bollywood #loveThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
#nanapatekar in three favorite film scenes. #farewell #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Ding Dong
Akshat
@Cricketmythos
🚨Agarkar was blocking the place of Shami & Bhuvneshwar Kumar - Srikkanth cooked Ajit Agarkar badly🤯
Kris Srikkanth said :🗣️
"Ajit Agarkar only wanted the young pacers in his team. And just look at the performances of our young pacers. Pacers like Gurnoor Brar, Auqib Nabi & Anshul Kamboj don't even fit in the Indian team. They were thrashed by the Windies batters. With Agarkar gone now, suddenly out of nowhere Bhuvneshwar Kumar got selected in the Indian T20 side for New Zealand. It clearly meant that he was blocking the place of pacers like Mohammed Shami & Bhuvneshwar Kumar. His exit from selection paves way for Bhuvi's comeback. Ajit Agarkar was a self obsessed guy, he tried to rule Indian cricket. The selection of Bhuvneshwar Kumar is a masterstroke by the selectors. Hopefully, Shami will be selected in ODIs as well". -
jay vasavada JV
@jayvasavada
ગયા વર્ષે એનો યોગ હતો કે તિથિ મુજબના જન્મદિને પ્રિય બાપુ ઘેર હતા તો "પૂરણની કેક" બનાવી હતી. આ વર્ષે વ્હાલથી તરબોળ આશીર્વાદ એના આવ્યા એ તો એથી પણ વધુ મધમીઠાં લાગ્યા. એમની અમીદૃષ્ટિ અખંડ રહે એ જ પ્રાર્થના. માત્ર બે વાક્યમાં આખા માણસને વર્ણવી દે એ છે પ્રિય બાપુનું માર્મિક ઓજસ !
~ જય વસાવડા #jv
#moraribapu ❤️🙏🏼🥳 -
jay vasavada JV
@jayvasavada
"જોય"નો જન્મદિન ! 🥰
#pratha #niece #birthday #joy #cakeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ ગંદીગોબરી લાગતી સુંદર છોકરી કેમ વર્લ્ડ ફેમસ છે ? ये गन्दी दिखनेवाली खूबसुरत लड़की क्यूं स्टार है ? Why this girl looks dirty instead of pretty and still international celebrity?
Watch the full reel.
~ જય વસાવડા #jv
#pop #girlpower #rebel #menThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે દરેક સમજદાર માણસને ત્રાસવાદી શબ્દથી ચીડ છે. વિચારધારાની ગુલામીમાં પોતાની સાથે અસહમત હોય એને અપરાધી ગણીને ધાર્મિક જડતા આગળ કરીને હિંસક થઈ મારી નાખનાર ત્રાસવાદી ગણાય. પણ એવા આતંકી નથૂડા ગાંડા ને અમુક બેવકૂફો હીરો માને છે. તો પછી ધાર્મિક વિચારોથી દોરવાઈ ને હિંસા કરતા ત્રાસવાદીઓની ટીકા પણ ના થાય એમનાથી. પણ આ જ ગાંધીની કમાલ હતી. એમણે એક એવી રીત બતાવી જેમાં અસહકાર અને સંગઠ્ઠનથી સામે પ્રેશર આવતું હતું. લોહિયાળ હુમલાની જરૂર ન્હોતી. એટલે સ્ત્રીઓ, વેપારીઓ ને બાળકો પણ મોટા પાયે એમ જાહેરમાં જોડાઈ શક્યા. એટલે દુનિયા એ સત્યાગ્રહની સફળતાથી એવી દંગ રહી ગઈ કે એમની હયાતીમાં લગભગ તમામ જાણીતી સેલિબ્રિટી એમને મળ્યા કે જાણ્યા બાદ એમની ફેન થઈ ગઈ. એટલે આપણા જ ત્યારે હયાત પૂર્વજોએ એમને ગમતી નેતાગીરી અંગ્રેજોની હાજરીમાં ને આઝાદી બાદ પણ ચૂંટી. એમને મહાત્માની નિષ્ઠા ખોટી ન લાગી. પણ અત્યારની એક પણ સમસ્યા બાબતે બોલી ન શકતા પોતાની મુસીબતો માટે મા બાપને જવાબદાર ઠેરવતા બેજવાબદાર નગુણા વારસદાર જેવા ટપોરીઓ ગાંધીજી બાબતે ગમે તેમ બોલવા લાગે છે. હકીકત એ છે કે આઝાદ ભારતમાં પણ સત્તાને પ્રેશર આપતા જેપી આંદોલન, વીપી આંદોલન, અન્ના કે સોનમ વાંગચુક અનશન પણ હજુ ગાંધી ચિંધ્યા માર્ગે જ સફળ થયા છે. હથિયાર ઉપાડતા શીખ હોય કે આસામી, નક્સલ હોય કે જેહાદી ક્યાંય કોઈ પરિવર્તન લાવી શક્યા નથી. વર્તમાનમાં પણ રશિયા હોય કે અમેરિકા, ઈરાન હોય કે યુક્રેન, ઇઝરાયેલ કે હમાસ વર્ગથી લડવા છતાં કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું. એના માટે પાછું એ બધાએ વાતચીત તરફ જવું પડે છે છેલ્લે. ગાંધીની કોમી એખલાસ ને નિષ્પક્ષ ન્યાયની વાત જ વિદેશ જઈને વરિષ્ઠ હિંદુવાદી આગેવાનો દોહરાવે છે. કોઈ ગોડસેને સાવરકરને કે એના વિચારને ગ્લોબલી આગળ કરતું નથી. આ ગાંધીનું બોખા મોં નું સ્મિત છે. જુઓ આ રીલમાં કે ઈન્ટરનેશનલ લેવલ પર ત્યારે ને અત્યારે કેવી ઈમ્પેક્ટ છે આ કશું ભેગું કર્યા વિના દેશ માટે સારા વસ્ત્રો પણ છોડીને જીવ કાઢી દેનાર બાપુની. કાન નહીં, મન ખુલ્લું કરીને સાંભળો. રીલ ગમે તો આખો કલાકથી મોટો વીડિયો પ્લેનેટજેવી યુટ્યુબ પર મુકાઈ ગયો છે.
~ જય વસાવડા #jv
#gandhiji #india #history #truthThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વીરનર કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી છે, પણ ભારત બહાર એની ઓળખ એક ભારતીયની છે. અને કર્મ કર્યું એ મુજબ તો એની ખરી પહેચાન એક બહાદૂર ઇન્સાન તરીકે છે, જે જાન જોખમમાં મૂકીને પણ બીજાને બચાવવા માટે લડી શકે છે. આ જ એની "નાત" છે. માણસ હોવાની "જાત". પણ કેવળ ફેક્ટચેક માટે કે એમના પરિવારના સંપર્ક કરનારા પત્રકારમિત્રો પાસે જાણવા મળ્યું કે એ નાગર નહિ પણ બ્રહ્મક્ષત્રિય (ખત્રી) છે, મચ્છર અટક એમાં પણ હોય છે. આ કેવળ નોલેજની ખોજ માટે. પણ આનંદ એ વાતનો કે એમનો પરિવાર પ્રિય બાપુની કથાના ફ્લાવર્સ છે. બાપુને સાંભળતા અભય અને માનવતા ખીલી જ જાય એનો વધુ એક પુરાવો. ❤️ આજે બાપુના આશીર્વાદ મળ્યા એમને. આ રહી એની એક ઝલક. જુઓ.
~ જય વસાવડા #jv
#noraribapu #ramkatha #smitmachchhar #bravery -
jay vasavada JV
@jayvasavada
ભારતના ભાગલા માટે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે... સાંભળો આગળ સત્ય રીલમાં.
HBD cool dude Bapu 🥀
~ જય વસાવડા #jv
#gandhiji #india #history #truthThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હિંમત એમેઝોન પર ઓર્ડર નથી થતી. એ તો કાળની કસોટી આવે ત્યારે એક પળમાં બતાવવી પડે છે. નીરજા ભનોતની માફક "ધ હીરો" કેપ્ટન સ્મિત મચ્છર જેહાદી કો પાયલોટન હુમલા સામે તત્કાળ લડી એટલે શક્યા કે કમિટમેન્ટ ને ફોકસ એમની કાયમી આદત હતી. કર્તવ્ય નિભાવવા અને માનવતાને બચાવવા સમર્પિત રહો, તો ક્યારેક કોઈ ક્ષણ મળશે જીવનમાં જ્યારે તમે આખી દુનિયા માટે હીરો થઈ શકશો. અસલી ધુરંધર કેપ્ટન સ્મિત મચ્છરમાંથી આ પ્રેરણા મેળવવા સાંભળો એમની નિષ્ઠાની વાત એમના જ મુખે ! Courage cannot be ordered on Amazon. It has to be shown in a single instant when the test of the hour arrives. Like Neerja Bhanot, “The Hero” Captain Smit Machchhar was able to fight back at once against the jihadi co-pilot’s attack because commitment and focus were his permanent habits. Stay devoted to doing your duty and protecting humanity, and someday a moment may come in your life when you can become a Hero for the whole world. To draw this inspiration from the real "Dhurandhar" Captain Smit Machchhar, listen to the story of his dedication in his own words.
~ જય વસાવડા Jay Vasavada
#smitmachchhar #pilot #hero #bravery #inspiration -
jay vasavada JV
@jayvasavada
જ્યારે બે જર્મન ભાઈઓના ઝગડાએ દુનિયાની ટોચની ગણાતી બે બ્રાન્ડ્સને જન્મ આપ્યો... જુઓ રીલ.. when rift between two brothers created two huge global brands ! See the reel.
~ જય વસાવડા #jv
#business #puma #adidas #brothersThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જલસાથી જીવવું અને એ અભિગમ માટે ક્યારેય શરમ અનુભવવી નહીં કે કોઈની પણ માફી માંગવી નહીં. કારણ કે...જુઓ રીલ.
~ જય વસાવડા #jv
#life #joy #love #funThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શાહરૂખખાન સાથે મેનેજર પૂજા હોય એમાં ગૌરી કરતા વધુ વાંધો અમુક ગડબાઓને પડે છે ! સ્ત્રી અને પુરુષ સાથે હોય એટલે એકબીજાના પ્રેમમાં જ હોય એવું જરૂરી નથી, આટલી સાદી વાત આપણો સમાજ ક્યારે સમજી શકશે ? વધુ વીડિયોમાં. If SRK and manager Pooja are comfortable together some morons have more problems than his wife Gauri ! When we will be mature enough as a society to understand that if a man is with woman, it doesn't mean they are having an affair? More in reel...
~ જય વસાવડા #jv
#srk #romance #friendship #societyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ શું ? ટુ ટુ ટુ ! સાંભળો સવા મિનિટમાં રિલેશન રિચાર્જ ફોર્મ્યુલા.
~ જય વસાવડા #jv
#motivation #life #relationships #marriedlifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગૌરી કરતા પણ વધુ શાહરૂખખાન જોડે દેખાતી આ રહસ્યમય મહિલા પાસેથી આપણે જીવનમાં આગળ વધવા શું શીખી શકીએ ? 🤔 What can we learn to grow from mystery woman with Shahrukh Khan seen more than wife gauri ? 😊
~ જય વસાવડા #jv
#srk #inspiration #success #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Aahaa !
Namrata Prabhudesai
@Prabhud1Namrata
मजरुह सुल्तानपुरी जीको भारत के सबसे महान गीतकारों में से एक कहा जाए तो अतिशयोक्ति नहीं होगी..!!
यह वीडियो इनके सौ गानों के मुखड़ों का संग्रह है।
सुनिएगा, आपको विश्वास नहीं होगा कि एक ही व्यक्ति इतने सदाबहार गाने लिख सकता है..!!
🙏🏻🌹This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Always !
jay vasavada JV
@jayvasavada
लड़कीका गला रेत देने के लिए जब कोई बदमाश दिनदहाड़े हमला करता है; तब चुप होके तमाशा देखनेवाला नपुंसक समाज जब कोई जवान मियांबीवी भी अपनी मर्जीसे सरेआम प्यारका मीठा चुम्बन करता है, तो उन्हें मारनेके लिए मर्द (?) बन जाता है! सड़ी सोचवाले जलनखोर नामर्दोकी टोली है ये, समझदार समाज नहीं!
-
jay vasavada JV
@jayvasavada
બિહારમાં શું આસપાસ નજર કરો, દેશભરમાં કોમેન્ટ બોક્સમાં પણ આધુનિક દેખાતી છોકરી જોઈને સંસ્કૃતિ ને મર્યાદાના નામે હલકટ કોમેન્ટ કરતા લુખ્ખા છલકાતા દેખાશે. એમાંના કેટલાક મોકો જોઈ રોડ પર રિયલ ગુંડાગીરી પર ઉતરી આવે છે ! આખા દેશમાં સંસ્કૃતિની રક્ષાનું ભૂત જ ઊંધું વળગી ગયું છે, ત્યારે ધન્યવાદ તો એ બાળકોના પેરન્ટ્સને જાય કે એમણે સંતાનોને આવી વાતોનો પ્રતિકાર કરવાના સંસ્કાર આપ્યા. એટલે બેઉ જોડે રહી શક્યા ઘટના વખતે અને પછી પણ. એટલે છોકરો દુનિયા તરફ બેપરવાહ થઈને પોતાની ફ્રેન્ડની સુરક્ષા માટે મક્કમ રહ્યો. બાકી તો "ઘેર ખબર ન પડે" એ માટે જ મોઢા સંતાડી ભાગવું પડે એવો સામાજિક માહોલ છે ને એમાં જ અસામાજિક મવાલીઓ ફાટ્યા ફરે છે ! વધુ વીડિયોમાં.
~ જય વસાવડા
#india #moralpolicing #saftey #woman #cultureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુએ અત્યાર સુધીમાં જે 980+ રામકથા કરી એનું ક્રમબદ્ધ લિસ્ટ સ્થળ ક્રમાંક સહિત હમણાં વ્હાલા નિલેશભાઈએ મૂક્યું. યાદ રહે કે બાપુએ જ રામકથાનું આ લેવલ પર ગાન વ્યાસપીઠ પરથી શરૂ કરેલું ભારતમાં ! એ પહેલા આ રીતે ભાગવતકથા થતી, રામકથા નહિ. આઠ દાયકાના આયખામાં ઓલમોસ્ટ સાત દાયકા બાપુએ રામકથા ગાઈ. કેટલાય વર્ષોથી પોતે કશું જ લેતા નથી. હા, યોગ્ય જરૂરિયાત મુજબ બેશુમાર આપે છે ને દરેક કથામંડપમાં આવનારને નિ:શુલ્ક પ્રસાદ મળે એનો પ્રેમાગ્રહ રાખે છે. આ આંકડાની યાત્રા વાંચવામાં સહેલી લાગે પણ બાપુ ન ભૂતો, ન ભવિષ્યતિ કહેવાય એમ જીવ્યા છે ! એમની જ સમક્ષ એક વરસ પહેલા કહેલું એ યાદ આવ્યું જે આમ પણ જીવનમાં લાયકાત વગર કોઈના લેખજોખા કર્યા કરતા લોકોએ સમજવા જેવું છે. સાંભળો ફક્ત એક મિનિટમાં.
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #motivation #hardworkThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મેરેજ લાઇફમાં સાથે રહેવાને લીધે થતી સ્વાભાવિક માથાકૂટ લંબાય નહીં, એને માટે એક આસાન ઉકેલ ફક્ત એક મિનિટમાં ! જુઓ રીલ આખો વીડિયો પ્લેનેટજેવી યુટ્યુબ પર.
~ જય વસાવડા #jv
#marraige #relationships #communication #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વ્હાલા એમ. એફ. હુસેન લાંબુ જીવ્યા ને જગતને જલન થાય એવા જલસાવાળું જીવ્યા. આજે હયાત હોત તો ૧૧૧ વર્ષના થઈ ગયા હોત ! એમની ગુજરાતીમાં સ્વ.. જગદીપ સ્માર્તે ઉતારેલી સ્મરણાત્મકથા "દાદાનો ડંગોરો લીધો.." તો મેં વાંચેલી ઉત્તમોત્તમ ઓટોબાયોગ્રાફીઝમાંની એક છે. પોતાના વારસા ને વિશ્વની કળા બેઉ બાબતે તદ્દન અભણ અજ્ઞાની અલેલટપ્પુઓ એમણે માટે ગેરસમજ ફેલાવતા ત્યારે પણ સ્ટેન્ડ લઈને ખૂબ લખેલું. પણ ઘણી વાર કોઇને ઊંડા ઉતર્યા વિના પારકા અભિપ્રાયથી જજ કરી લેવામાં એનો અસલી આત્મા જોવાનું ચૂકાઈ જાય છે. મનગમતા કલાકાર જેવા મૂઠ્ઠી ઊંચેરા માનવી સાવ સહજ હતા એના બે માનવીય કિસ્સા નાનકડી રીલમાં હેપી બર્થ ડેના ચીઅર્સ સાથે. સાંભળો કોમેન્ટ કરતા પહેલા આખું.
~ જય વસાવડા #jv
#hussain #mfhusain #humanity #artThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🙏🏼😊❤️
-
jay vasavada JV
@jayvasavada
😳
RobLogic
@RobLogic
Light-years of silence, then this (a young cosmic jet).
A young star’s first breath made of plasma and fury -
jay vasavada JV
@jayvasavada
મુંબઈ નામ સુખ.
-
jay vasavada JV
@jayvasavada
વર્ષો પહેલા લખેલું ને જાહેરમાં કહેલું કે નેતાઓને બદલે અમદાવાદમાં અવિનાશ વ્યાસના નામનું ભવ્ય ઓડિટોરિયમ હોવું જોઈએ. સુરતના સંજીવકુમારની માફક. સ્વ. ગૌરાંગભાઈને પણ નેચરલી આ વાત ગમેલી. બધા સંતાનોના ભાગ્યમાં પ્રતાપી પિતાના પનોતા પુત્ર બનવાનું નથી હોતું. પણ ગૌરાંગ વ્યાસ 88 વર્ષની ઉંમર સુધી દીકરી તો પારકી થાપણ થી સાંવરિયો કેવા ગુજરાતમાં સદાકાળ અમર ગીતો આપી આપણી વચ્ચે હોવા છતાં એમને પદ્મશ્રી જેવું સન્માન ના મળ્યું. એટલે જ કોઈ એવોર્ડ ઉપર બહુ ધ્યાન આપવા જેવું નથી ! મળે તો મહોત્સવ પણ ન મળે તો લાયક લોકોની મોટી ક્લબની મેમ્બરશિપ આપોઆપ મળે. 😄
પણ તાજેતરમાં વિદાય લઈ ગયેલા ગૌરાંગ વ્યાસ જેવાતેવા સંગીતકાર ન્હોતા. કમ્પોઝર એરેન્જર તરીકે લાજવાબ શા માટે હતા એનો એક સબૂત ત્રણ મિનિટની આ રીલમાં છે. વાલીડા અંકિત ત્રિવેદીએ અમેરિકાની સૃજના સંસ્થા માટે આ મુલાકાત લીધેલી એનો અંશ જુઓ. આ રથીન મહેતાએ અમેરિકા બેઠા આપણા વારસાનું જતન કરતું જે પ્લેટફોર્મ બનાવ્યું છે એ ચેનલની મુલાકાત પણ કાયમી લેવા જેવી છે. રીલમાં છેડે એની વિગત પણ છે. ગૌરાંગભાઈની કંઈક અવનવી રચનાઓ છે જેની સરખી પહેચાન જ હજુ ગુજરાતીઓને નથી ! સરળ અને ઓછું બોલનારા મિતભાષી હોઈને ગુજરાતે જોઈએ એટલી કદર ન કરી, પણ ગૌરાંગ વ્યાસ એટલે ઉત્તમ સ્વરકાર હતા કે એમણે શબ્દોમાં સૂઝ પડતી. શ્રોતાઓને સમજીને કામ કરતા. આ રીલમાં એ તાદૃશ જાણવા મળશે. યાદગાર રચનાઓ એમ જ નથી મળતી આપણને. એની પાછળ આવી પરખ હોય છે ઘડાયેલી ચેતનાઓની. જરાક જુઓ, સાંભળો ને શેર કરો એટલે અહેસાસ થાય કે સાત સૂરોનું કેવું સરનામું આપણી વચ્ચેથી અલોપ થયું !
~ જય વસાવડા
#gujarat #culture #music #poetry #gaurangvyasThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જગત આખાની ઝાકઝમાળ વચ્ચે પણ ભૂલાતો નથી બચપણ અને ઊઘડતી જવાનીનો જલસો બનેલો સાતમ આઠમનો મેળો... એ મેળો ખોવાયો કે એ સમય ખોવાયો એ ખબર નથી પડતી ! હજુ તો મોતના કૂવાથી મેંગો ડોલી કેન્ડી, અવાજ કરતા ટકટકિયાથી રંગબેરંગી લાકડી, ગધેડાકૂતરાના ખેલથી જાદુગરના તમાશા જેવી કેટલી ધક્કામુક્કી કરતી યાદો એક રીલમાં રહી ગઈ. તમે કૉમેન્ટમાં લખો તમારી ફેવરિટ મેળા મેમરીઝ !
~ જય વસાવડા #jv
#janmashtami #fair #festival #funThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
💖
-
jay vasavada JV
@jayvasavada
કૃષ્ણએ કહ્યું, ના કૃષ્ણએ કર્યું પણ એમને ઉજવવા માટે આમ આવું કરવાનું ?
#jv #krishna #india #hypocrisy #festivalThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
मोहन से मोहन तक ! Life is a full circle 😊
#india #unity #harmony #peace #gandhiThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મનગમતા મહાનગર ન્યૂયોર્કની અપરંપાર મુલાકાતો લીધી, પણ એક વિશ્વવિખ્યાત જગ્યાએ જવાનું રહી જતું હતું. બ્રુકલીન બ્રિજ ! ગાંધીજીના જન્મસમયે ખુલ્લો મુકાયેલો આ બ્રિજ હજુ ટટ્ટાર અને અડીખમ ઊભો છે ! આ વખતે ઘમરોળી નાખ્યો એને મધરાતે કલાકો સુધી. ડમ્બો વિસ્તાર પણ રખડ્યો. પણ હડસન રિવર પર સીધા પુલ બનાવવાને બદલે તારથી જોડાયેલા સસ્પેન્શન બ્રિજ બનાવવાની કડાકૂટ દોઢસો વર્ષ પહેલા અમેરિકાએ કેમ કરી ? જુઓ આ વિઝ્યુઅલ સફર સાથે વિચારના દરવાજા ખોલતો રસાળ વિડિઓ.
~ જય વસાવડા #jv
#usa #travel #brooklynbridge #nycThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જ્યારે જ્યારે સદભાગ્યે બાપુની સામે હોઉં ને બાપુ હસીને જુએ તો મને લાગે કે મારા સ્વર્ગીય મમ્મી પપ્પા એમની આંખના ખૂણે ભાવની ભીનાશ બનીને મને નિહાળે છે ! અને આ મારી અનુભૂતિ છે, અહોભાવ નથી. બાપુ કથામાં એમના અસીમ અનુગ્રહને લીધે બધાના નામો લઈ વાત કરે એમાં મારા નામનો પોકાર એમના મુખેથી થાય તો મને એવું જ લાગે કે બાપુ આ આ બચ્ચાંને લાડ કરે છે. અસ્તિત્વની કૃપા કે ધરતી પરના આ ફેરામાં પ્રિય મોરારિબાપુની નજીક જવા મળ્યું. હાર્વર્ડ યુનિવર્સિટી ખાતેની રામકથા માનસ ગુરુપ્રસાદમાં સદગુરુનો આ પ્રસાદ મળ્યો એ મારા માટે તો વિશ્વવિખ્યાત હાર્વર્ડના કેમ્પસમાં વીતાવેલા 9 દિવસથી પણ મોટી સ્મૃતિ છે. પહેલે જ દિવસે સવારે મિત્ર નીતિનભાઈના કાર્યક્રમમાં બાપુ આવ્યા અને સનાતન સંવાદમાં હોંકારો આપ્યો ત્યારેથી આજ કથા સમાપન સુધી વધુ એક વખત અમેરિકામાં બાપુની આખી કથા માણ્યાની પ્રસન્નતા. વ્હાલા પાવનની તપસ્યા ફળી અને ગમતા લોકો સાથે સમય પાંખો ફફડાવી ઊડ્યો ! સહુના આભાર અને બાપુને વંદન સાથે એમાંથી મળેલા આ વ્હાલના પ્રસાદની પુરી નહીં પણ થોડીક ઝલક મીઠાશપૂર્વક આ રહી રીલમાં. ❤️
~ જય વસાવડા #jv
#moraribapu #usa #ramkatha #harvardThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામ તો પહેલેથી જ છે, શિવ, કૃષ્ણ અને કાલિ પણ છે, મંદિરદ્વારે મળતી અપ્સરાઓ પણ છે. બસ કથા હવે પહોંચી. પ્રિય મોરારિબાપુ કહે છે એમ યુનિવર્સિટીના લોગો veritas યાને સત્યને મળવા પરમ સત્ય આવ્યું જાણે ! જુઓ હાર્વર્ડમાં આપણા રામ, કૃષ્ણ, શિવ, માતાજીની એક્સક્લુઝિવ ઝલક આ રીલમાં.
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #harvard #usaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુની રામકથા હાર્વર્ડ પહોંચે તો શું થાય ? આ જુઓ નાનકડી ઝલક રીલમાં. આ થાય. ભારત, અમેરિકા, બ્રિટન, જાપાન વગેરે દેશોના વિદ્વાનો સાથે મળીને કૃષ્ણનું ભજન ગાય ! બાપુ નથી મંદિર બનાવતા, નથી કોઈ માળા કંઠી બાંધતા, નથી કથા માટે પોતે એક પણ રૂપિયો લેતા ! પણ સત્ય પ્રેમ કરુણાના સ્પર્શે પરદેશમાં જન્મેલા બાળકો સનાતન ભારતીય વારસો સાથે જોડાઈ જાય છે. વિશ્વની વેદના સામે સંવેદના લઈને નીકળેલા આ સાધુની વ્યાસપીઠ જગતની શિરમોર ગણાતી વિદ્યાપીઠ સુધી પહોંચી એવું અગાઉ ક્યારેય નથી થયું. અને ત્યાં જઈને પણ બાપુએ અહીં આવીને સન્માન મેળવ્યા નથી, આપ્યા છે. કારણ કે એમને માટે તો પોથી એ પ્રવાસ છે, સ્મિત એ શ્વાસ છે. નવીનતા એ નિવાસ છે અને સર્જન એ સુવાસ છે. એ તો કથા વિશે સાંભળ્યા કરવાને બદલે કથા આખી સાંભળે એને કદાચ સમજાય. જુઓ હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે 1876 માં 150 વર્ષ પહેલા પહેલી વાર હાર્વર્ડના સ્ટુડન્ટ્સના ડિગ્રી કમેન્સમેન્ટ યાને દીક્ષાંત સમારંભથી ખુલ્લો મૂકાયો એ સેન્ડર્સ થિયેટરને તુલસીના શબ્દોથી દીક્ષિત કર્યું, એના સાક્ષી બનવાનું સુખ ઝીલ્યું છે આ વીડિયોમાં !
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #harvard #usa
What happens if revered Morari Bapu's Ram Katha reaches Harvard? Witness a short glimpse of it in this reel. This is what happens: Scholars from countries like India, America, Britain, and Japan come together and sing hymns to Krishna! Bapu does not build temples, nor does he make anyone wear sacred beads or necklaces, and he doesn't take a single rupee for himself for the Katha! Yet, through the touch of truth, love, and compassion, children born abroad connect with the eternal Indian heritage.
It has never happened before that the Vyaspeeth (sacred seat) of this saint—who set out with empathy against the sorrows of the world—reached the university considered the crown jewel of the world. And even after going there, Bapu did not come here to receive honors; instead, he bestowed them. Because for him, the holy scripture (Pothi) is a journey, a smile is his breath, novelty is his dwelling, and creation is his fragrance. Perhaps only those who listen to the entire Katha, rather than just hearing about it, can truly understand. Watch this video to experience the joy of witnessing Sanders Theatre—which was opened 150 years ago in 1876 for Harvard students' degree commencement ceremony—being consecrated with the words of Tulsidas at Harvard University!
~ Jay Vasavada
यदि आदरणीय मोरारिबापू की रामकथा हार्वर्ड पहुँच जाए तो क्या होता है? रील में इसकी एक छोटी सी झलक देखिए। यह होता है: भारत, अमेरिका, ब्रिटेन, जापान आदि देशों के विद्वान एक साथ मिलकर कृष्ण का भजन गाते हैं! बापू न मंदिर बनाते हैं, न किसी को कंठी-माला पहनाते हैं, और न ही कथा के लिए खुद एक भी रुपया लेते हैं! लेकिन सत्य, प्रेम और करुणा के स्पर्श से परदेश में जन्मे बच्चे सनातन भारतीय विरासत से जुड़ जाते हैं।
दुनिया की वेदना के सामने संवेदना लेकर निकले इस साधु की व्यासपीठ जब दुनिया की सर्वोच्च समझी जाने वाली विद्यापीठ (हार्वर्ड) तक पहुँची, तो ऐसा पहले कभी नहीं हुआ था। और वहाँ जाकर भी बापू ने यहाँ आकर सम्मान नहीं पाया, बल्कि सम्मान दिया है। क्योंकि उनके लिए तो पोथी ही यात्रा है, मुस्कान ही श्वास है, नवीनता ही निवास है और सृजन ही सुगंध है। जो कथा के बारे में केवल सुनते रहने के बजाय पूरी कथा को सुनता है, शायद उसे ही यह समझ आ सकता है। हार्वर्ड यूनिवर्सिटी में 1876 यानी 150 साल पहले पहली बार हार्वर्ड के स्टूडेंट्स के डिग्री दीक्षांत समारोह से खुले सेंडर्स थिएटर को तुलसीदास के शब्दों से दीक्षित किया गया—इस वीडियो में उस पल के साक्षी बनने का सुख महसूस कीजिए!
~ जय वसावड़ाThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ એટલે વિશ્વનું વિષ પી ને પણ સતત વ્હાલ વરસાવતું વિશ્વવિદ્યાલય ! પથ્થરની ઈમારત વિનાની 9 દિવસની રામકથાની ગામડાથી ગ્લોબલ સુધી હરતીફરતી યુનિવર્સિટી કે જેને ક્દી વેકેશન નથી હોતું. જેના અંતરના સમગ્ર સૃષ્ટિ માટે ખુલ્લા દ્વારમાં કદી તાળું નથી લાગતું ! આજે ભારત માટે કોઈ ઘોંઘાટ વિના પણ એક ઘંટારવ થશે જ્યારે પહેલી વાર જગતની ટોચની હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આઇકોનિક સેન્ડર્સ થિયેટરમાં તુલસી જયંતી ઉજવાશે ! પ્રિય પાવન પોપટના અથાક પ્રયાસો અને બાપુની તિરસ્કારમુક્ત તેજની તપસ્યા થકી પશ્ચિમમાં રહેતી માંડ ગુજરાતી સમજી શકતી ભારતીય મૂળની નવી પેઢી પણ કેટલી હદે આપણા વારસાથી આકર્ષિત જ નહીં, સમર્પિત થાય છે એ તો કાયમ નજરે નિહાળ્યું છે. એમની પહેલા આ સ્કેલ પર રામકથા વ્યાસપીઠ પરથી ગવાતી નહોતી. ભાગવત સપ્તાહ થતી. બાપુની આ મૌલિક દેન થકી તો રામાનંદ સાગરની સિરિયલની પ્રેરણા મળેલી ! કોઈની લીટી નાની કર્યા કે ભૂંસ્યા વિના, આધુનિકતા અને વિજ્ઞાનના સ્વીકાર સાથે, રસિકતા ગુમાવ્યા વિના,પથ્થરને બદલે માનવના મંદિરો ઘડતી અને કશું મેળવ્યા વિના આપવાની ભાવના સાથે બાપુ મારફતે જ્યાં અગાઉ કથા તો શું, ક્યારેય કોઈ ધર્મનો 9 દિવસનો ઉત્સવ ન થયો હોય એવી જગ્યાએ ભારતની સુવાસ ફેલાઈ રહી છે. વિશ્વની ઉત્તમોત્તમ વિદ્યાપીઠમાં વ્યાસપીઠ રચાય એ ધન્ય ક્ષણોના સાક્ષી હોવું એટલે જાણે આંખ સામે અભૂતપૂર્વ ઇતિહાસને આકાર લેતો જોવો ! પણ આપણને નોલાનની ઓડિસી ફિલ્મ થકી જીવતું થતું ગ્રીક કલ્ચર દેખાશે, પણ બાપુની રામકથા દ્વારા પરદેશના પરિવારોમાં પણ જીવતી રહેતી આપણા ઋષિઓની અસલ ઉદાર અને ઉદાત્ત સંસ્કૃતિ નહીં દેખાય ! સહજને ઓળખવાની સમજ ખીલવતા શિક્ષણનો કોર્સ તો હજુ હાર્વર્ડમાં પણ શરૂ નથી થયો ! જુઓ વિડિઓ. જય સિયારામ.
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #harvard #usaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ખરી આઝાદી કોને કહેવાય ? કેવી રીતે 80 વર્ષ પહેલા જે સ્વતંત્ર ભારત ઘડાયું એ આપણા ઇતિહાસમાં અભૂતપૂર્વ અને બેજોડ હતું ? કઈ એવી પરદેશી ઘટના હતી જેને લીધે અનેક દેશો ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી શકે છે ? રજાના દિવસે થોડોક સમય ફાળવી લાંબી વાતોને ટૂંકમાં સમજવા જુઓ આ એક્સક્લુઝિવ વીડિયો!
Happy 80th independence day... 🇮🇳
~ જય વસાવડા #jv #india #freedom #democracy #historyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પેરિસની એક હસીન રંગીન સાંજે આ શું જોયું હતું ? જુઓ તમે પણ વીડિયોમાં.
~ જય વસાવડા #europe #paris #people #life #travelThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
છેલ્લે નિલેશભાઈ બારોટના ઇજનથી કૃષ્ણના વ્યાખ્યાનો માટે અમેરિકા હતો ત્યારે મામીએ એમના હૃદયનો જૂનો ભાવ પૂરો કર્યો. ઘરમેળે પણ રંગેચંગે ભાગવત સપ્તાહ પૂર્ણ કરી. મમ્મી, પપ્પા અને મામા ત્રણે સ્વર્ગસ્થ સ્વજનો માટે સપ્તાહ કરવાનો એમનો ભાવ તો મમ્મી ગયા ત્યારનો હતો. વિધિવિધાનો માટે બધા દિવસો હાજર રહેવું ઘેર હોઉં તો પણ મારા જેવા કર્મપ્રધાન જીવ માટે અસંભવ. એટલે હું નહોતો ત્યારે આયોજન પર પડી ગયું સુખરૂપ. બધું મામી ને એમના ભાઈઓએ ગોઠવી કાઢ્યું. બેઉ પક્ષના પરિવાર ને અમુક મિત્રો હાજર રહ્યા ને યુવાન શાસ્ત્રીજીએ રસપાન કરાવ્યું. સૌથી વધુ મોજ અમારા કાયમી કાનુડા સમી પ્રથાએ કરી. જુઓ ઝલક
~ જય વસાવડા #jv #family #krishna #pratha #bhagvatThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દુનિયાના નવા નવા શબ્દો શીખો તો પણ કેવું અવનવું ને જીવનઉપયોગી જ્ઞાન મળે ! જેમ કે... જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv #words #literature #life #greekmythologyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ સમાચાર મહિના ઉપર જૂના છે. વિડિઓ પણ ત્યારે જ બનાવેલો. પણ પછી હું પરદેશ અને બીજા મોટા સમાચારો છવાઈ ગયા. પણ હમણાં OG ધુરંધર NSA અજિત દોવાલ સાહેબ સન્માન અને નિવેદનોથી ફરી ચર્ચામાં આવ્યા તો યાદ આવ્યું. હિન્દુ મુસ્લિમ વિશ્વાસ એખલાસ બાબતે કેવો ઉત્તમ સંદેશ છે ફિલ્મો જોઈ કાયમ કોમવાદી બાવડાં ફુલાવતા કોમેન્ટકકળાટીયાઓને ધુરંધર દોવાલસાહેબનો. સાંભળો. વિઝ્યુઅલ સબૂત સાથે છે. આ મુસ્લિમ પ્રતિનિધિમંડળમાં બે ફારુકભાઈ ને ઝફરભાઈ જેવા પરીચિત અને પ્રતિષ્ઠિત ગુજરાતી ચહેરાઓ જોઈને પણ ગૌરવ થયું. હવે જુઓ આખો વીડિયો ને અક્કલ થોડી સાબૂત હોય તો સમજો કંઈક બે સારી વાત આપણા ભારત માટે !
~ જય વસાવડા
#dhurandhar #india #harmony #hindu #muslimThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજના ડિજિટલ વિશ્વમાં કેમ વ્હાલ ખોવાઈ ગયું છે? પ્રેમની વાસ્તવિકતા સમજવા સાંભળો માત્ર દોઢ મિનિટ પ્રિય સુભાષ ભટ્ટનું જીવનદર્શન. ❤️
#jv #love #life #mobile #relationshipsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગ્રીક / રોમન વારસો ને ભારતીય વારસો બેઉ ભવ્ય છે. રોમાંચક અને રંગીન છે. બેઉમાં દેવી દેવતાઓ છે, પરાક્રમ છે, યુદ્ધો છે, પ્રેમ છે, આકર્ષણ છે. પણ બેઉની પૌરાણિક મહાગાથાઓમાં પાયાનો ફરક છે. શું ? સાંભળો આ રીલમાં. વધુ રસ પડે તો આખો વીડિયો planetjv યુટ્યુબ પર છે જ.
~ જય વસાવડા #jv #odyssey #sanatan #greece #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ડોલર યુરો પાઉન્ડ સામે નબળા પડતા રૂપિયાને મજબૂત કરવા અનેક પૈકીનો એક વાસ્તવિક ઉકેલ દર ચોમાસે ભારતમાં યાદ આવે છે ! શું ? જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv #road #india #rain #automobileThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Happy Friendship Day, watch & share reel for more... 💛
~ Jay Vasavada #jv #friendship #relationships #bonding #trustThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Right way 👌🏼
Narendra Modi
@narendramodi
Abuses never solve anything.
Let’s guide the misguided.
Let’s work together.
Let’s work for Bharat.This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વરસાદમાં ભસવાનું નહીં, હસવાનું રાખો તો મનમાં હરિયાળી થશે. #jv #rain #monsoon #green #life
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
हमारो प्रणाम ! सनातन सद्गुरु प्रिय बापु के निज सान्निध्य में सहज दिखे इन ११ गुण का विस्तृत वर्णन भी किया है. पूरे वीडियो कि लिंक youtu.be/7I2h_BC1PHc.
मगर सिर्फ तीन मिनिट कि रील में आज गुरु पूर्णिमा में ये ग्याराह आकर्षण जो उन की ओर खींचते है हमें ! ❤️🙏🏼😊
~ जय वसावडा #jv
#moraribapu #ramkatha #guru #sanatanThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નોલાને ઓડિસી બનાવી એના ચાર દસકા પહેલા એ ગુજરાતીમાં આવી ગયેલી એ જાણો છો ? વધુ વાત માટે જુઓ આ વીડિયો...
~ જય વસાવડા
#greek #mythology #troy #odyssey #literatureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જેન ઝી ગંદી ગાળો બોલે છે... જેન ઝીની છોકરીઓ ઉઘાડા કપડા પહેરી ફરે છે... જેન ઝી વામપંથી છે... જેન ઝી દેશવિરોધી હાથો છે...
ખાસ આવા જ નેરેટીવ ફીડ થાય ને તરત નેગેટિવ ઓપિનિયન બને એવા વિડીયો ફોટો જ અમુક લોકો શોધી શોધીને જોયા કરે છે ને પછી કરપ્શન ને બદલે જનરેશન પણ સંસ્કારની શિખામણોના ટોપલા ઢોળ્યા કરે છે. આ દેખીતી વિદ્યાર્થીની લાગતી કોણ છોકરી છે, નામ શું છે, શું ભણે છે એ ખબર નથી. પણ એનો વીડિયો જુઓ. અમુક "જેન છી" થઈ ગયેલા બંધિયાર બુધ્ધિબુઠ્ઠાઓ કરતા કેટલી સ્ટ્રોંગ ઇન્ટેલિજન્ટ વાત કરે છે ! એનાથી ત્રણ ગણી ઉંમરના ઘણા ભણેલા કહેવાતા મેચ્યોર લોકો પાસે પણ આટલી વૈચારિક ક્લેરિટી નથી હોતી ! તમે એની બધી વાત સાથે સહમત ધારો કે ના પણ હો, તો પણ કબૂલવું પડે કે અમુક સિનિયર મંત્રીઓ કરતા તો આનું કોમ્યુનિકેશન વધુ સારું છે ! ભાષા પણ સરસ છે. એ સ્પષ્ટ છે, સહજ છે. ટ્રાન્સપેરન્ટ છે. કન્વિક્શનની સચ્ચાઈનો રણકો પડઘાય છે એના અવાજ, એની આંખમાં. જેન ઝીના આલોચક થઈ બેઠેલા એકાંગી વડીલવાયડાઓ કરતા વધુ ડેપ્થ છે એની વાતમાં. પેલો એક નીરજની કવિતા ગાતો વાઈરલ થયેલો મજૂર કહેતો હતો એમ ભારતના ભાવિ નાગરિક તરીકેની ગરિમા જોવા મળે એમાં. યુવાના નામે જેમને વીણી વીણીને ગાળો શોધવી છે, એમને તો એમની શેરીમાં પણ મળી જશે. આજીવન ગાળો બોલનારા, જ્યાં એ ટોકશે નહિ પણ પોતે બોલશે ! પણ વિચારના સ્પાર્ક્સ જોઈતા હોય તો આ રહ્યા. એટલે જ ઝિંદાબાદ જવાનીમાં રસ પડે ! પૂરી પાંચ મિનિટ નથી. જુઓ વિડિઓ.
~ જય વસાવડા
#genz #youth #india #democracy #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જેન ઝીને અભિનંદન કે ભલે એ ગાંધીને ફોલ્ડરોની ગાળોથી ઓળખતા હશે, પણ હજુ આ દેશમાં ગાંધીનો જ ઈલાજ છે એ બતાવી દીધું. હિંસા કરવાની જરૂર નથી. ભલે દબાણ દમન થાય. માત્ર એક થઇને સત્યને પકડી રાખવાની નૈતિક તાકાત જોઈએ આ ગાંધીવિદ્યા હતી. જે આજે પણ અસરકારક નીવડે છે ! બોખા મોં નું સ્મિત એમને માર્ગે ચાલતા ખાદી ચરખા વગરના જીન્સ ચડ્ડીધારી યુવક યુવતીઓને જોઈ રાજી હશે. સમય રૈનાના સમયની જેન ઝીની ભાષા ને હ્યુમર ભલે ન પચે, આ જનરેશન કંઈ એન્ટી નેશનલ નથી. ( પોતાને ધર્મ સંસ્કૃતિના રક્ષક કહેતા ટપોરીટ્રોલિયાઓની ભાષા કેટલી હદે ગંદી ને હલકી હોય છે એના મને તો પુરાવા સહિતનો પાક્કો અનુભવ છે. પણ એમની દવાનો ડોઝ જેન ઝી તરફથી સામો પીવાનો આવ્યો એ કઠે છે એમને ! ) હા, આ પ્રોટેસ્ટ લાંબો ચાલ્યો હોત તો કોઈ પણ અનિચ્છનીય ઘટના બની શકત. ટોળું વિસ્તરે એમ દરેક પ્રકારના લોકો પોતાનો દાવ લેવા આવી જાય. એટલે માંગણીઓ સ્વીકારી આંદોલનનું સમાપન કર્યું એ સરકારે યોગ્ય નિર્ણય લીધો. પણ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ કાયમી ઉકેલ નથી શિક્ષણના કે અન્ય પ્રશ્નોનો. શિક્ષણપદ્ધતિમાં આમૂલ પરિવર્તનની જરૂર ઇકોનોમિક રિફોર્મ્સ જેટલી છે એવું વર્ષોથી વિગતે લખ્યું કહ્યું છે. પણ એક મંત્રી બદલવાથી બધી નિમણૂકો થઈ હોય એ નથી બદલતી. આયન રેન્ડની ભાષામાં કહું તો સેકન્ડ ગ્રેડના નબળા માણસો જ્ઞાન, સંશોધન, આધુનિકતા ને તેજસ્વીતાને બદલે ઠેર ઠેર લાગવગથી, ખાયકીથી કે કોઈને કોઈ વિચાર પ્રચારની નિકટતાથી ગોઠવાઈ જાય અને ફર્સ્ટ રેટ માણસોનું શોષણ થાય, એમને અન્યાય થાય કે એમને ક્યાંય આગળ કરવાને બદલે ખૂણામાં ધકેલી દેવાય એ મુખ્ય સમસ્યા છે. શિક્ષણમાં ને આમ તો તમામ ક્ષેત્રે. જેન ઝી ને અન્ય સંપન્ન લોકો મોકો મળે તો વિદેશ જાય છે એનું એક કારણ આ પણ છે. કાયદાને બદલે ફાયદા મુજબ લોકો ઉચ્ચ આસને ગોઠવાઈ જાય, ત્યારે જનતાના ફાલુદા થઈ જાય ! આ સુધારા તરફ ધ્યાન આપવાની જરૂર છે કે ખરા વિકસીત દેશોની જેમ "કોને ઓળખે છે" એના પર નહીં, પણ "શું કરી શકે છે" એના પર ભરતી કે નિમણૂક કરો. વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #education #genz #india #politicsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
बंदे में था दम, वंदे मातरम् 🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
તમને કોઈ એક્સ રે કે બ્લડ ટેસ્ટમાં બીમારી શોધીને રિપોર્ટ કરે, અને એના ઇલાજનું સૂચન કરે, તો તમે એનો અભ્યાસ કરી સ્વસ્થ થવા સારવાર કરાવો કે પછી રિપોર્ટ આપનારને ગાળો દેવા લાગો ? કોઈ મહત્વની એક્ઝામ પાસ કરીને કરીઅર બનાવવાને બદલે ટ્રોલિયાટપોરી થવામાં દેશભક્ત ધન્યતા અનુભવતા ફટીચરફોલ્ડરિયા આદત મુજબ નીટવાળા જેન ઝી "કોક્રોચ" સાથે ઊલટા ચોર કોટવાલ કો ડાંટે કરવા ગયા. પણ આ વખતે સામેવાળું ટોળું એમના ધાર્યા બહાર મોટું નીકળ્યું. ઇન્ટરનેટને ગળથૂથીમાં પી જનાર અને મિમ કે રોસ્ટની કૉમેડીનો કોર્સ કરતી આ નવી પેઢીને હેન્ડલ કરવામાં એ હિન્દુ મુસ્લિમ, સોરોસ, ફોરેન ફંડવાળી કોઈ સાબિતી વિના ઘેર બેઠાં એમને સીધા સીઆઇએ ચલાવતા હોય એવા એકસરખા ફીડ કરાયેલા મેસેજ ચાલ્યા. આ એવા મફતિયા બચાવના નમૂના છે નાગરિકહિતોની લડતમાં પોલિટિકલ પક્ષને પકડી રાખનારા, કે હજુ હમણાં સુધી સોનમ વાંગચૂકને ચીનનો એજન્ટ ને બનાવટી સાયન્ટિસ્ટ કહેતા હતા. હવે પૂર્વ ભાજપ પ્રમુખ ને મંત્રી પારણા કરાવી આવ્યા ને સ્વયં વડાપ્રધાને માનપૂર્વક એમને સંબોધી સોનમજી કહી તબિયતની કામના કરી ત્યારે આ દેશદ્રોહી નિર્ધારણ અને પ્રમાણપત્ર વિતરણ સમિતિના "અસભ્યો"નું નાક નહીં કપાય ! કારણ કે નાક છે જ નહીં એ જડભગત સંકુચિત ધાર્મિકોને! આપણા જ ભારતીય નાગરિકો બાળકોને વખોડીને અપરાધી ભ્રષ્ટાચારના બચાવ કરવાની હદે એ ટોળકી નફ્ફટ થઈ જાય છે. આજે મંત્રીઓ અભિજિત દીપકેને મળે એવા પણ સમાચાર છે. હવે અભિજીત કાવતરાંનો હાથો હોય તો એને પકડીને સજા કરવાની હોય કે મીટીંગ કરવાની હોય ? મૂળ જે વાત યુવાવર્ગને પ્રેમથી સાંભળી સમજી, એવોઇડ કરવાને બદલે એકશન લઈ વ્હેલી એક્સેપ્ટ કરવાની હતી. મદમાં એ થયું નહીં. નીટ જ નહીં પણ અન્ય ઘણી બાબતોમાં પરેશાન જનતાનો વગર ચૂંટણીએ પલટાતો પવન જોઈ કોઈ પણ વિચક્ષણ નેતા વ્યૂહ બદલે. કોઈ પણ સત્તાધારી રાજકીય આગેવાનની કે એમને વખાણતા ટીવી મીડિયાની કોઈ પણ મીડિયા પર પોસ્ટ નીચે કૉમેન્ટ્સ વાંચો તો પણ પબ્લિકના બદલાયેલા મૂડ ને સૂરનો અંદાજ આવે. પણ આ ઝોમ્બીજમાત એવી છે કે આજ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ શા માટે ના આપવું એના ફાંકાઠોક નિબંધો લખશે ને કાલ એ આપી દે તો એ કેવો અદ્ભુત માસ્ટરસ્ટ્રોક હતો એની વકીલાત કરશે! નાગરિકોની સમસ્યા સાથે એમને કોઈ લેવાદેવા નથી ને ટોચના નેતાઓ સુધી લોકોની વ્યથાનો અવાજ એ પહોંચવા દે એમ નથી. વડાપ્રધાને નરમાશથી સ્ટુડન્ટ્સની ટીકા વિના વિડિઓ કર્યો, પણ આ "જેન છી" ફોલ્ડર્સ તો એમને ગંદા, અસંસ્કારી પાકિસ્તાની અરાજકતાવાદી કહેતા હતા! આ દરેક સાચી ફરિયાદને દેશવિરોધી ગણવાની કુટેવ બાબતે વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #genz #cockroachjantaparty #youth #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
યું કિ સોચનેવાલી બાત યે હૈ કિ... 😁😂
-
jay vasavada JV
@jayvasavada
પરદેશપ્રવાસ અને એમાં પણ સતત સખત વ્યસ્તતાને લીધે સ્વદેશના સમાચારો પર ઊડતી નજર ફેરવવાનો મોકો પણ માંડ મળે છે. એટલે વિગતોનું વિશ્લેષણ શક્ય નથી. પણ ટૂંકી વાત એટલી જ છે કે ભારતના ઘણાખરા યુવાઓ ઘણા સમયથી " ફ્રસ્ટ્રેટેડ એન્ડ ફ્યુરિયસ" છે. એને કોણ દોરે છે ને શું આંદોલન છે વગેરે તો કામચલાઉ ઘટના છે. કાયમી વાત એ છે કે ઘણા વર્ષો થયા ને પૂર્ણ બહુમત આપ્યા છતાં સમસ્યાઓ પાયાથી ઉકેલાતી નથી. જેટલું ધ્યાન ફોરવર્ડ કરનારા મેસેજ માટે રાજકીય રીતે અપાય છે, એટલું જનતાની હાલાકીના ડેમેજ તરફ અપાતું નથી. નાગરિકોની વ્યથાના ઉકેલની જવાબદારી સરકારની હોય, વિપક્ષ તો મતદાર એને લાયક નથી સમજતા એટલે ચૂંટતા નથી. દરેક સવાલોને, દરેક ફરિયાદને, દરેક મુદ્દાને કોઈ નકકર સાબિતી વિના માત્ર મીડિયામાં દેશદ્રોહ કહી દેવાથી એ દ્રોહ તો નથી બનતો, પણ દાહ જરૂર બને છે. મેડિકલ રિપોર્ટ બરાબર ના આવ્યા છતાં પણ જે સમયસર ઇલાજ કરાવવાને બદલે મેક અપ કરીને સ્વાસ્થ્ય સારું દેખાડે એ દર્દીનો રોગ વકરતો જાય. ઇતિહાસ સાક્ષી છે કે પોતાના જ દેશના યુવાન વિધાર્થીઓને સમજવાને બદલે કચડવા પ્રયાસ કરે એ શાસન અહંકારના માર્ગે જતું રહે છે, ઉપચારના નહિ ! ખેર, મૂળ મુદ્દો પકડવો જરાય અઘરો નથી, ચર્ચા જ નહીં પણ પગલાં એ બાબતે લેવાવા જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં, એ અગાઉના પણ કોઈ શિક્ષણ મંત્રીઓમાં કશું કૌવત દૈવત મીડિયોકર "મામકા:"ઓ ને ગૌતમ ગંભીરની જેમ ગોઠવી દઈને પરફોર્મન્સની પાળ પીટી નાખવા સિવાય દેખાયું નથી. અભ્યાસક્રમમાં ઇતિહાસ બદલી નાખવાથી દેશનું ભવિષ્ય બદલાતું નથી. મૂળ વાત આટલી જ છે કે - જુઓ વિડિઓ. કોમેન્ટનો જવાબ આપવાની ફુરસદ નથી એટલે જેને સત્ય ભણવું ના હોય એ ક્લાસની બહાર જઈ શકે છે.
~ જય વસાવડા #jv #india #education #exam #youthThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
न्यूयॉर्क में क्रिस्टोफर नोलान कि "ओडिसी" देखने के बाद... तुरंत रिकॉर्ड किया ये vlog... फिल्म अच्छी है, सफल भी है, लेकिन, मगर, किन्तु, परंतु .... सुनिये वीडियो में आगे.
#jvmovies #odyssey #greekmythology #christophernolan #filmsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કેવી છે નોલાનની દુનિયાને એડવેન્ચર સ્ટોરીની પહેચાન કરાવતી ગ્રીક કલ્ચરની ઓડિસી ? વિશ્વના સૌથી મોટા ને મોંઘા થિયેટર પૈકીના એકમાં અમેરિકાના ન્યૂયોર્ક ખાતે જોયા બાદ ક્વિક સિક્સ પોઇન્ટસ :
*ફિલ્મ સારી છે, સફળ તો રિલીઝ થયા પહેલા છે, જોવા જેવી છે. પણ મહાન નથી. તૃપ્તિનો ઓડકાર આવે એવી યાદગાર નથી. હા, જોવી જરૂર ગમશે આજે કોઈ ક્લાસિક સાહિત્ય વાંચતું નથી એવા સમયમાં.
* દોડીને મારી જેમ આઈમેક્સ કે મોટા સ્ક્રીન સાઉન્ડમાં ખર્ચો કરી જોવા જેવી બિલકુલ નથી. આઈમેક્સ શૂટિંગ માત્ર પબ્લિસિટી હાઈપ છે. ફિલ્મમાં ગ્લેડીયેટર લેવલનો પણ ગ્રાન્ડ વિઝ્યુઅલ સ્કેલ નથી. હોબિટ કે સ્ટાર વોર્સ લેવલનું ફૅન્ટેસી ઇમેજીનેશન નથી. આથી વધુ ભવ્ય પીરીયડ ફિલ્મો આપણે ત્યાં બને છે. બજેટ આથી વધુ એપિક સિરિયલોના હોય છે. આને જનતા ઇમર્સિવ કહે તો શબ્દકોશ ફેરવવો જોઈએ.
* ફિલ્મમાં મિસકાસ્ટિંગનો ઢગલો છે. મેટ ડેમન એવોર્ડ લઈ જાય એવો અભિનય કરે છે ને સશક્ત લાગે છે, પણ કોઈ રસ્તે મળતી તમામ સ્ત્રીઓ મોહી પડે એવો વિજેતા ગ્રીક રાજવી કરતા વધુ થાકેલો સૈનિક લાગે છે. હેલન તરીકે લુપિતા તો રીતસર મજાક છે.
* હોમરની મૂળ કૃતિને ન્યાય એક ફિલ્મ કરી ન શકે, પણ અલ્ટ્રા વોક ને ફેમિનિસ્ટ ટચ આપવા માટે એન્ટી વોર સાયકોલોજિકલ ટ્રોમાનો આમ તો મગજ કસે એવા ઇન્ટેલેક્ચ્યુઅલને બદલે થોડો પ્રેડિક્ટેબલ નેરેટિવ છે ને ટિપિકલ વાંકીચૂકી નોલાનકથનકળા એ વાહવાહી ને એવોર્ડ્સ અપાવશે.
* નોલાને કંઈક નવું અગાઉ ન કર્યું હોય એવું કર્યું એમાં બધા ઓવારી ગયા છે. પણ આમાં એનો પનો ટૂંકો પડે છે એ જાણભેદુઓ પારખી જાય. જેન ઝીતો પાટિયા ખપાટિયાં જોઈને પણ કૂદકફૂદક થશે. હા, સંવાદો સરસ છે ને ફિલ્મની પેસ ફોર એ ચેન્જ સારી છે, બોર નથી કરતી. સડસડાટ ભાગે છે. એકશન ઓકે છે. લૂક પેલો નોલાનિશ ડાર્ક વધુ છે.
* એન હાથવે ને રોબર્ટ પેટીન્સન સિવાય કોઈના થોબડા કોઈ સરખા દેખાતા પણ નથી. બ્રિટિશર હિમેશ પટેલનો લાંબો રોલ જોતા પાટીદાર સમાજે એનું સન્માન કરવું જોઈએ ! પણ ઠાઠ ઠસ્સો છે ચાર્લીઝ થેરોનનો. મોમ ડેડ જેવા શબ્દો ને મોડર્ન કોસ્ચ્યુમની આખી ફિલ્મમાં પ્રાચીન દેવીતુલ્ય ફક્ત એ જ લાગે છે !
વધુ માટે પહેલા વીડિયોની ને પછી લેખમાળાની રાહ જુઓ.
~ જય વસાવડા #jvmovies #odessy #christophernolan #cinema #literature -
jay vasavada JV
@jayvasavada
How the best seller book "Hidden Hindu" has combination of ancient Indian tales and modern science ? Why orginal indian culture is scientific ? Author Akshat Gupta discussed with Jay Vasavada at the time of Navabharat Sahitya Mandir's Book fair inauguration. Book fair with thousands of english and gujarati titles still open in sushilaben ratilal hall, c g road Ahmedabad every day morning to night. Do visit to find outlr titles!
#books #hiddenhindu #india #science #sanatan -
jay vasavada JV
@jayvasavada
નેધરલેન્ડ્સના રોટરડેમમાં પાણી પર લખાયેલું શું મોટીવેશન મળ્યું ? જુઓ વીડિયો #jv #europe #travel #motivation #success
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જેમ ભાખેલું એમ જ સીરિયસકુમારે કોચ બનીને સફળતાની રફતારમાં ચાલતા ભારતીય ક્રિકેટને બૂચ મારી દીધું છે. ક્રિકેટના નામે ચાલતા ગરબડ ગંધારા પપેટ શો પાછળ એવું શું કારણ કે છે કે બોર્ડ ભલે એમાં ભરોસો મૂકે પણ આ તોબરા ઉપર પહેલેથી જ ભરોસો નહોતો કે ભોગેજોગે કોઈ મોટી મેચ જીતાડે છતાં પણ નહીં હોય ! 🤪😁 જુઓ વીડિયો.
~ જય વસાવડા #jv #cricket #india #gautamgambhir #lifelessonsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પેટ્રોલમાં ઇથેનોલ નાખો કે મુઠ્ઠી ભરીને ખાંડ નાખો, પણ ભારત જેવા નંબર વન વસતિ ધરાવતા દેશમાં "પ્રયોગ"ના નામે રાતોરાત ધરાર એ ફરજિયાત કરી દેવાનું શું લાલુલોજિક છે, વર્ષોની નેતાઓની ફેક્ટરીના લોબીઇંગ સિવાય એ નથી સમજાતું. સાયન્સ સાથે સ્નાનસૂતકનો સંબંધ ના હોય એવી ધડમાથા વગરની દલીલો એના બચાવમાં થઈ રહી છે. અને દિવસે દિવસે ગાંધીજી માટે માન એટલે વધી રહ્યું છે કે દરેક વાહિયાત વાત પણ ચૂપચાપ ગુલામની જેમ સ્વીકારી લેતી આપણી ઊંઘરેટી પરજાને એમણે એકજૂટ કરીને અંગ્રેજોના તરંગી તુક્કા જેવા શોષણખોર કાળા કાયદાઓ સામે બોલતી તો કરી હતી ! 🤔
~ જય વસાવડા #jv #fuel #petrol #india #ethanolThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અત્યારની એક મોટી અછત ઠલવાઈ જવાના વિશ્વાસુ ઠેકાણાની છે. કૃષ્ણે નારદ સાથેની વાતોમાં અંગત રહસ્યો કહેવા માટે કોની પર ભરોસો મૂકવો એની કઈ સનાતન પ્રેક્ટિકલ ટિપ્સ આપી છે ? જુઓ..
~ જય વસાવડા #jv
#krishna #friend #trust #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારત જેવું ચોમાસું જગતમાં બીજે ક્યાંય નથી. આપણું ચોમાસું અનોખું છે, કારણ કે... જુઓ વીડિયો.
~ જય વસાવડા #jv #monsoon #rain #india #festivalThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ સાથે સહજ બેઠા હો એમ જ વાતો થતી હોય અને એમને કશું ગમી જાય તો પણ કેટલા પ્રેમથી ઉલ્લેખ કરીને વ્હાલના આશીર્વાદ વરસાવે એનો અનુભવ હરદ્વારની કથામાં પણ વધુ એક વાર થયો. થોડા દિવસો પહેલાની એક રાત્રે એમ જ બેસવાનો મોકો એમની કૃપાથી મળ્યો એમ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની વાતમાં અમેરિકન રાજનીતિ બાબતે મેં જોયેલા એક કાર્ટૂનને એમણે વાત કરી. બાપુ કોઈ પાસેથી કશું લેતા નથી. પણ આપવા જ બેઠા છે. પણ એમને કાજુ બદામના કટોરા કે સોનાચાંદીના ઘરેણા કરતા પણ કોઈ નવી વાત, કોઈ સારો વિચાર, કોઈ ઉત્તમ કળાનું દર્શન, કોઈ ધારદાર શેર કે કાવ્ય કે કોઈ આનંદ કરાવતી રમૂજ પણ આપો તો એ એમને ગમે, એ મેં વર્ષોથી જોયું છે. આ સાધુની ભૂખ સદવિચાર, સંવેદના ને સર્જકતા છે. પેલા પરદેશી રાજકીય કટાક્ષને પણ એમણે ધર્મથી ધંધો, સાહિત્યથી રાજકારણ, આરોગ્યથી શિક્ષણ સર્વત્ર દરેક ક્ષેત્રે વ્યાપી ગયેલી મિડિયોક્રીટીના સંદર્ભે અખિલાઈમાં મૂકી દીધો ! એ નિમિત્તે એમણે મધુર સ્મરણ કર્યું એ આપણો આઠ પ્રહરનો આનંદ ! જય સિયારામ.
❤️
~ જય વસાવડા #jv #moraribapu #ramkatha #satire #humor -
jay vasavada JV
@jayvasavada
JSK બુક માં લખેલું કે "કૃષ્ણ પરિવર્તનના પ્રભુ છે !" આજના યુગમાં બુકસ માટે પણ સ્માર્ટ સોલ્યુશનની જરૂર છે જ્યાં કિતાબો પિત્ઝા કે રમકડાંની જેમ હાથોહાથ થોડી મિનિટોમાં હાજર થઈ જાય ગિફ્ટ તરીકે ! પુસ્તકોના ઇતિહાસમાં ગુજરાતમાં એક નવી જ પહેલ નવભારતની ! હવે ચૂંટેલા ગુજરાતી પુસ્તકો અમદાવાદ, સુરત અને મુંબઈમાં આંગળીને ટેરવે ચપટી વગાડતા ઝટપટ હાજર થશે સૌપ્રથમ વાર Blinkit પર ! મારું JSK પુસ્તક પણ કૃષ્ણ જેવી રીતે પ્રગટ થતા એમ આવી જશે તમારા હાથમાં. મિત્ર રોનક શાહના આ ટ્રેન્ડસેટર આઇડિયાને બદલતા જમાનામાં વધાવી લેવા જેવો છે. Books હવે ઓર્ડર કરો Blinkit પર અને જો આપણો આમ રિસ્પોન્સ હશે તો આપોઆપ Blinkit પણ ટાઇટલ વધારશે ! જુઓ રીલ. ને કહો આ નવતર વિચાર કેવો લાગ્યો ?
~ જય વસાવડા #jv
#books #change #sevice #giftsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા ને બદલે એક પાયાની સાવચેતી સમજો વીડિયોમાં.
~ જય વસાવડા #jv
#fire #safety #life #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાકા ભત્રીજીના પેઇન્ટિંગના પ્રયોગો ! 🥰😁
~ જય વસાવડા
#pratha #fun #joy #drawing #creativity -
jay vasavada JV
@jayvasavada
મળીએ... થોડી "મીઠી મીઠી" વાતો કરીએ... #jv
-
jay vasavada JV
@jayvasavada
આધુનિક નવી પેઢી લગ્નથી દૂર કેમ ભાગે છે ? મેરેજમાં મોજ ને બદલે મોત સુધી કેમ પહોંચી જાય છે ?
સાંભળો અનેકમાંનો એક મહત્વનો વાસ્તવિક જવાબ જય વસાવડા અને દેવકીની આ ચર્ચામાં.
#marraige #relationships #youth #genz #parentsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ફ્રીડમ, આઝાદી, સ્વતંત્રતા એટલે મનગમતું જીવવાની મોકળાશ, મન ફાવે એમ કરવાની નહીં ! વધુ વીડિયોમાં.
~ જય વસાવડા
#freedom #life #choice #fearless #responsibilityThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે જ્યારે સરળ ને સહજ સ્વભાવ દુર્લભ (rare) છે, ત્યારે એની મહત્તા સમજાવતા આજના મારા અનાવૃતના લેખનો વિષય સૂઝાડતું વિચારબીજ થોડા મહિના પહેલા રાકેશ બેદીના એક ઇન્ટરવ્યુની જે વાતમાંથી મળેલું, એ ક્લિપ જરૂર જુઓ અને સમજો. ગમે તો શક્ય એટલી શેર કરો. બહુ જરૂર છે આ સાચી સમજની સમાજને.
~ જય વસાવડા #jv #relations #toxicity #kindness #smileThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Aah-ha.
Massimo
@Rainmaker1973
Visual representation of someone pretending to help whilst causing pain.
-
jay vasavada JV
@jayvasavada
અંગ્રેજીના નવી જનરેશનના શબ્દોમાં એક બહુ ફેમસ થયો : FOMO યાને Fear Of Missing Out. હાય હાય બધા લઈ ગયા ને અમે રહી ગયા વાળી ફિલીંગ. ઓબ્સેશન જેવી ફિલ્મ હોય કે કોલ્ડપ્લે જેવી કોન્સર્ટ , એમાં જ ભીડ ભેગી કરે છે કે બધાએ આ કરી લીધું / કરે છે તો આપણે શું કામ પાછળ રહીએ. કુંભ જેવો મેળો હોય કે કોઈ નવું ટ્રેન્ડી રેસ્ટોરાં. બધે આમ. જ વધુ લોકો એકઠા થાય. પણ નવા બે એવા શબ્દો છે કે જે આથી સાવ અલગ છે, છતાં ગમી જાય એમ છે. જીવનનો એક જુદો જ મિજાજ, ડિફરન્ટ કલર બતાવે છે. કયા છે એ બે શબ્દો ? કેવી રીતે એ આપણને માનસિક રીતે વધુ cool બનાવે છે ? જુઓ આ વિડિઓ !
~ જય વસાવડા #jv #words #genz #english #trendingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આપણે તો રોજ બાપનો દિવસ, આ એક દિવસનો ફાધર્સ ડે તો પશ્ચિમની સંસ્કૃતિનો છે, જ્યાં પિતાનું કોઈ ધ્યાન નથી રાખતું... આ બધો ગોખેલો પોપટપાઠ કરનાર ને ખરેખર ફાધર્સ ડેની જરૂરિયાત શું એ ખબર જ નથી ! પશ્ચિમમાં મા બાપનું કોઈ ધ્યાન જ નથી રાખતું એ પણ ખોટી માન્યતા છે આપણે જ ધારી લીધેલી ! પણ ફાધર્સ ડે શા માટે ઉજવવો જોઈએ ? સાંભળો વીડિયોમાં.
~ જય વસાવડા #jv
#fathersday #papa #reminder #loveThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
प्रिय मोरारिबापु का धर्मसंदेश ritual नहीं है, spiritual है ! उनकी मुक्ति ही हमें प्रेम के बंधन में बांध के रखती है ! वो सिर्फ भगवान कि कथा नहीं सुनाते, हमारे जीवन कि कथा बनाते है ! वो पारंपरिक नियम कि घुटन नहीं देते, सनातन नीति कि उड़ान देते है। बापु कर्मकांड के स्वामी नहीं है, "मर्मकांड" के साधु है !
~ Jay Vasavada #jv
#moraribapu #ramkatha #freedom #acceptanceThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
सिर्फ 90 मिनट में 40000 से 1.4 करोड़ फ़ॉलोअर्स कैसे बढ़ सकते है ? सुनिये सच्चा सिक्रेट ! 😎😍
~ Jay Vasavada #jv #socialmedia #fifa #performance #motivationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઊઘડતી સ્કૂલ કોલેજે ખાસ અગત્યની શીખ માત્ર દોઢ મિનિટમાં આપણા વારસાની પણ આજે આધુનિક ગણાય એવી !
~ જય વસાવડા #jv
#ram #adventure #career #challangeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બોલમબોલ: ગુજરાતી શબ્દોની મસ્તીભરી ધમાલ ! રીલ જુઓ ને આવા જ અર્થના કોઈ શબ્દો યાદ આવતા હોય તો કૉમેન્ટમાં લખો !
~ જય વસાવડા #jv #gujarati #words #fun #slangThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઈલોન મસ્ક પાસે સંસારમાં કોઈની પાસે ક્યારેય ન હોય એટલા પૈસા થઈ ગયા છે. એનું કારણ ઇન્વેસ્ટમેન્ટ નથી. ઇનોવેશન છે. એ ખાલી ધન નથી કમાતો, આપણી આસપાસની દુનિયા વધુ સારી બનાવે છે. એના નાનામાં નાના કર્મચારીઓને પાર્ટનર બનાવે છે ને કસ્ટમરને નેવરબિફોર પ્રોડકટસ આપે છે ! વધુ રીલમાં..
~ જય વસાવડા #jv
#elonmusknews #money #innovations #successThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
છેલ્લે બોલાતું એક વ્યક્તિગત આચરણમાં ખુદ ઉતારેલું સુત્ર અમલમાં મૂકે દુનિયા તો ઘણા દર્દ ઘટી જાય ! આખો વીડિયો પ્લેનેટજેવી ઉપર..
~ જય વસાવડા #jv #life #integrity #karma #valuesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આપણે ત્યાં નૈતિકતા એટલે સેક્સની આભડછેટ. સ્ત્રી પુરુષ રોમેન્ટિકલી ભેગા ના થાય એના નિયમો કડક રાખવાના. બાકી બધું ચલાવી લેવાનું ! અકસ્માત કહેવા ખાતર , ખરેખર તો બેદરકાર ભ્રષ્ટાચારના મર્ડર છે આ બધા ! નિર્દોષ માણસોનો જીવ જાય એમાં કોઈની લાગણી ન દુભાય કે ના કોઈ હોબાળા થાય ને ક્યારેક પાણી, ક્યારેક આગ તો ક્યારેક હવા ને ક્યારેક ધરતીના ખાડા ખપ્પર બનીને ભોગ લીધા જ કરે ! હા હજુ સામાન્ય માણસ શ્રધ્ધાળુ છે પણ એટલો ધર્મઝનૂની નથી થયો, એમાં ટકેલું છે ઘણું. વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #india #life #intimacy #humanityThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિશ્વના નંબર વન એવા ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલની એક્સક્લુઝિવ આંખો દેખી ઝાંખી ! જુઓ આખો વીડિયો. 💙🩷🧡
~ જય વસાવડા #jv
#cannesfilmfestival #france #europe #movies
@Festival_Cannes @CannesCoverageThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સિક્યુરિટીમાં ફૂલ લઈને જાવ તો જવા દે. પણ ધરાર કાંટા લઈને જવું હોય તો રોકી દે. સરકાર કે સંસ્કાર કશામાં સોશ્યલ મીડિયા પર બીજાની સ્પેસમાં કેમ વર્તવું એની એટીકેટ શીખવાડાતી નથી. ન એનું શિક્ષણ છે, ના સજા. તો આખી દુનિયાના મચ્છરની નાબૂદી આપણાથી ન થાય પણ મારા ઓરડા પૂરતી મચ્છરદાની રાખી શકાય. આ મારી કાયમની સિમ્પલ પોલિસી છે. ના સમજાય એ જાય ગાજતા. આપણે ક્યાં હાજર વરસ જીવવાના છીએ કે સહન કરીએ. એટલે શિસ્તભંગ, બળતરા , જૂઠ, અવૈજ્ઞાનિકતા અને સંકુચિતતા બાબતે અને મુદ્દા મૂકી પર્સનલ થવા ચડી બેસતા બુધ્ધિબુઠ્ઠા જરાય સહનશીલ થવું નહીં 😁 વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv
#socialmedia #descipline #rules #clarityThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય બાપુ સહજ યાદ કરે તો પણ આબાદ થઈ ગયા હોઈએ એવું લાગે. પાલિતાણાની ગયા મહિનાની રામકથા વખતે ગયો ને સાંજે ટેકરી પર બેઠા હતા ત્યારે વહેંચેલા વિચારને કેવી સુંદર રીતે એમણે સરળ શબ્દોમાં સમજાવ્યો ! બાપુ જેવા સમર્થ વિદ્વાન આવી કોઈ વાતને એમ જ કહે તો પણ રાજીપો થાય, પણ બાપુ કોઈની પણ વાત કે વિચાર હોય અચૂક એમણે યાદ કરીને ક્રેડિટ આપીને જ વિસ્તાર કરે ! આ તો કેવી નાની વાત હતી, પણ બાપુ ભૂલે નહીં કે ક્યાંથી જડી. કોઈનું લખાણ કે સર્જન ક્રેડિટ વિના આખેઆખું પરબારું ઉપાડી લેતા ડિજિટલ તફડંચીબાજો ને ઉઠાંતરીન ઉધારિયાઓમાં આટલા સંસ્કાર આવે તો પણ બેડો પાર ! ગીતામાંથી મળેલી આ કામની વાત સાંભળો ને વિચારો, કરિયરમાં દુઃખી કે હતાશ ન થવું હોય તો કામ લાગે એવી વાત છે. ~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #geeta #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાન ફિલ્મ ફેસ્ટિવલની "માર્કેટ"માં એક લટાર... #jv #cannesfilmfestival #france #europe #movies
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આયર્લેન્ડમાં પહાડની ઊંચાઈ પર આવેલું જોની ફોક્સ પબ 1798ની સાલમાં શરૂ થયેલું ! ટાઇટેનિક ડૂબી ગઈ એ વખતનું છાપું પણ ત્યાં ફ્રેમ કરેલું છે ! આખું પબ એન્ટિક મ્યુઝિયમ જેવું છે. એમાં ક્વોલિટી ટ્રેડિશનલ આઇરિશ ડાન્સ થાય છે. ટેપ ડાન્સ, સેલ્ટિક ડ્રમ બધું જ. આઇરિશ ઓડિયન્સની દાદ સહિત અડધી કલાક એ માણ્યો એમાંથી ખાસ ચૂંટેલી 10 મિનિટ તમારા માટે એક્સકલુઝીવ તૈયાર કરીને અહીં મૂકી છે. ઘેર બેઠા માણવા ! જુઓ, આ કોઈ સસ્તાવાળો ખેલ નથી, નાની દીકરી ને મમ્મી પપ્પાનું આખું એક ફેમિલી પણ નાચે છે એમાં ! મજા પડી જશે સંગીત ને સ્ટેપ્સમાં. 🕺🏼💃🏼👯♂️🧑🏼🩰💞
~ જય વસાવડા #jv #ireland #music #dance #pubThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પશ્ચિમના દેશો પાસેથી પોતાના સર્જકોને અમરત્વ મળે સેલિબ્રેટ કરતા શીખવા જેવું છે. આયર્લેન્ડના ડબલિનની વિશાળ નેશનલ લાયબ્રેરી એની સંસદની બરાબર પડખે આવેલી છે. ત્યાં એના સુખ્યાત કવિ ડબલ્યુ બી. યીટ્સને અંજલિ આપતું એક નાનું પ્રદર્શન છે. પણ કેટલું સરસ ! અને આધુનિક છતાં સાંસ્કૃતિક. હાઈ ટેક છતાં વિન્ટેજ. કવિના ફોટા. એમની કવિતાઓનું પઠન સ્ક્રીન પર ઇમેજ સાથે વોઇસ ઓવરમાં થતું હોય, એમની નોંધ, પત્રો, હસ્તાક્ષર, તસવીરો, પહેલી એડીશન દરેક પુસ્તકોની ટાઈમ લાઇન સાથે, એમની કૃતિઓથી પ્રેરિત કૃતિઓ અને ફિલ્મો, જીવન ઝરમર, એમના જીવનમાં આવેલી સ્ત્રીઓ ને દોસ્તો, એમનું સામાજિક યોગદાન, ક્રાંતિમાં ભૂમિકા, સ્વભાવ, શોખ, પ્રવાસોની ઝલક, વાંચવા માટે રચનાઓ, પોસ્ટર્સ, એમની કવિતા પરથી ખાસ તૈયાર કરાવેલા ચિત્રો, એમના કામ પર નિષ્ણાતોની ઓડિયો વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્રી બધું જોવું સાંભળવું ગમે એવી કલાત્મક રીતે ગોઠવ્યું છે. જોઈ લો ઝલક આ રીલમાં. આપણે મંદિરને આપીએ એટલું મહત્વ સાહિત્યનું છે !
~ જય વસાવડા #jv #poet #literature #yeats #europeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રી પોટર બુક અને પછી ફિલ્મની જાદૂઈ લાયબ્રેરી જેમાંથી પ્રેરિત છે એ એ વિશ્વવિખ્યાત લાયબ્રેરી સોળમી સદીની ટ્રિનિટી કોલેજ ( કેમ્બ્રિજ યુકે જેવી ) ડબલિન આયર્લેન્ડમાં છે. હવે મોટા ભાગના પુસ્તકો રિસ્ટોરેશન માટે ખસેડી લેવાયા છે. પણ આ બુલંદ પુસ્તકાલયતીર્થના લોંગ હોલના દર્શન કરો ત્યાં મુકાયેલ પૂતળા ને દુર્લભ ચીજો સાથે ! I
~ જય વસાવડા #jv #harrypotter #library #europe #booksThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જુઓ જુઓ અને આયર્લેન્ડના ડબલિનમાં મને ભારતનું કોણ મળી ગયું ? અને શા માટે એ ત્યાં છે ! ❤️🇮🇪🇮🇳
#jv #ireland #india #europe #tagoreThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઓસ્કર વાઇલ્ડ સહિત અનેક ધરખમ સાહિત્યકારો જગતને આપનાર આયર્લેન્ડના ડબલિનમાં પાર્ક ખાતે એક સપ્તાહનો રૂડો લિટરેચર ફેસ્ટિવલ બાળકોને ધ્યાનમાં રાખીને ચાલતો હતો, જ્યાં ચાલતા ચાલતા હું ગયો તો જુઓ એની ઝલક...
~ *જય વસાવડા* #jv #books #stories #ireland #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તમે નાણાકીય ખેંચમાં હશો, કોઈ સામેથી નહીં પૂછે. તમે ડિપ્રેશનમાં હો, કોઈને ખબર પણ નહીં પડે. તમે બીમાર હો, બહારની દુનિયાને રસ નહીં પડે... પણ જે મિનિટે સ્ત્રી ને પુરુષ, છોકરો ને છોકરી ક્યાંક ભેગા ફરતા કે હસતા દેખાય ત્યાં સ્ટ્રો ઘેરથી લાવીને પણ "જ્યુસ" લેવા એકઠા થઈ જાય એવો આ બાબતમાં ભૂખડીબારશ સમાજ છે કુંઠિત. બીજાની પંચાત કરવામાં પાવરધો. એમાં કોઈ પણ ઉંમર કે કોઈ પણ હોદ્દાને છોડે એમ નથી. ને સ્માર્ટ માણસોને આ મામલે લોકોને રમૂજથી રમાડતા પણ આવડે છે. જેમ કે મોદી ~ મેલોની "મેલોડી"... વધુ વીડિયોમાં એક ફ્રાન્સ ઇટાલી બોર્ડર પર આવેલા સુંદર ગામની ઝલક સાથે. 😊
~ *જય વસાવડા* #jv #narendramodi #meloni #dating #society #travel #europeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ સમાચારમાંથી સમાજે સમજવા જેવું.. જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv #wisdom #india #family #generationgapThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર જેવી હકીકત ચોમેર હોય એમાં NEET જેવી એક નહીં અનેક એક્ઝામમાં ગોબાચારી ચાલે એ કોઠે પડી ગયું હોય ને કોઈને નિર્ણાયક સજા ના થાય, એ તો ગટરનું પાણી ભળી જવાને લીધે માણસો મારી જાય ત્યાં પણ ના થાય તો પછી એનું પુનરાવર્તન થવાનું જ છે પણ એવા કરપ્શનને ઉચ્ચાસીન વડીલો કોક્રોચ નહીં કહે, યુવાનોને કહી દેશે. પણ આ રીલ જુઓ ને વિચારો કે આમાં કેવી રીતે નવી પેઢીને મૂલ્યનિષ્ઠ ઈમાનદાર થવાનો બોધ દેવો ?
~ જય વસાવડા #jv
#corruption #india #news #peopleThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવી રહ્યો છું #dublin #ireland અને એમાં મોકો મળશે ગુજરાતી સમાજ થકી આસપાસના ગુજરાતી મિત્રો સાથે મળવાનો અને અવનવી ઉપયોગી વાતો વહેંચવાનો. કાર્યક્રમની વિગતો કાર્ડમાં અને વધુ માહિતી માટે સંપર્ક : gujaratisamajireland@gmail.com
મળીએ, મજા કરીએ. ~ જય વસાવડા #jv #talk #motivation -
jay vasavada JV
@jayvasavada
સફળતાની યાત્રાના આ ત્રણ તબક્કા સમજવા જેવા છે. કોઈ પોતાના જોરે જરાક આગળ નીકળે ત્યારે... વધુ સાંભળો વીડિયોમાં.
~ જય વસાવડા #jv
#life #success #jealousy #socieryThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
યુદ્ધ કર્યા વિના પણ એનો માર આપણે ખાવાનો લલાટે લખાયેલો છે ત્યારે પબ્લિક તો આમે પોસાશે જ નહીં તો વગર કહ્યે ગોલ્ડ પણ નહીં લે ને મુસાફરી પણ ઘટાડશે ને લગ્ન પણ સાદાઈથી કરવા લાગશે, વર્ક જ નથી એ તો આમ પણ હોમ પર જ બેઠા બેઠા મોબાઈલ મચડ્યા કરે છે. 😁 અને બધું ઘટાડી દો તો પાછા અર્થતંત્રના પૈડા કોવિડની જેમ થંભી જાય. ઠીક છે, બીજું બધું વિશ્લેષણ એક બાજુ, પણ દેખાડા પૂરતી સ્ટંટબાજીને બદલે આપણા ધનવાન જનપ્રતિનિધિઓ સાચે જ દેશ માટે ચિંતા કરે, તો જનતા વતી બધા નાણાસમૃદ્ધ નેતાઓ માટે એક નાનકડું સૂચન છે. આમ તો દિલ કો બહેલાને કો ખયાલ અચ્છા હૈ જેવું જ છે. એટલે હળવાશથી મજાક તરીકે કહ્યું છે. જોક તો ઓલરેડી મિડલ ક્લાસ બની જ ગયો છે તો, હસવું હસાવવું પણ સમાજસેવા છે ને. 😜 લો સાંભળો ખ્વાબની ખીચડી વીડિયોમાં. જનતાની સેવા ટેક્સના પૈસે અપાતી રાહતોને બદલે કરવાનો અમૂલ્ય અવસર વારંવાર નહીં આવે, અરે આપણું દુનિયામાં નામ રોશન થઈ જશે અને કરપ્શનના કલંક ધોવાઈ જશે ! 😉
~ જય વસાવડા #india #life #economy #satire #charity #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
As always.
The Hindu
@the_hindu
📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.
-
jay vasavada JV
@jayvasavada
જય સર, તમે સોશ્યલ મીડિયામાં 'આવું' કેમ શેર કરો છો?" 😉😜😂 મસ્ત જવાબ વિડિઓમાં.
#jv #lavari #beauty #fun #mylifemyruleThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જો જો, ઘરના સમજીને મમ્મીઓને સોરી, થૅન્ક યુ અને લવ યુ કહેવાનું ભૂલાઈ ન જાય. પછીથી બહુ કનડશે એ ઘડીઓ. આગળ વિડિયોમાં, હેપી મધર્સ ડે.
~ જય વસાવડા #jv #mothersday #mummy #love #gratitudeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રીડરબિરાદરમાંથી પારિવારિક સ્વજન બનેલા ડૉ. મીનાક્ષીબહેને આયુર્વેદ અને ખુલ્લા મનથી અન્ય ચિકિત્સાવિજ્ઞાનના અભ્યાસ બાદ પોતાનું ક્લિનિક વર્ષો પહેલા ખોલ્યું ત્યારે વિશ્વપ્રવાસી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદે એના ઉદ્ઘાટનમાં કહેલું કે "બાળક નાનું હોય ત્યારે એને જે કપડાં થાય, એનું માપ ઉંમર વધે એમ ફેરવવું પડે!" કોઈ પણ ધર્મ કે કોઈ પણ ક્ષેત્રમાં પોતાની સામાન્ય બુદ્ધિ ગિરવે મૂકીને કેવળ જૂના ગ્રંથોમાં લખેલો શબ્દેશબ્દ સાચો માને એણે કોઈકના શોધાયેલા મિસાઈલ ખોલીને એની નકલ રૂપે પોતાના મિસાઈલ બનાવવા પડે. એ પછી પર્સનલ થયા વિના, વ્યક્તિગત ઉપાલંભ આક્ષેપ વિના સ્વસ્થ ચર્ચાના તર્કો વિચારી પણ ન શકે. જરાક દુનિયા ડુંગળીની ખીર ને લસણનું દૂધ, ઓરેન્જ સ્મૂધી ને સ્ટ્રોબેરી આઇસક્રીમ, મિક્સ ફ્રૂટ સલાડ ને મેંગો મિલ્કશેક કેટલી બહોળી સંખ્યામાં લાંબા કે ટૂંકા કોઈ ગાળાની સાઇડ ઇફેક્ટ વિના મોજથી ઝાપટે છે એ જુઓ તો પણ ચર્મચક્ષુથી દિવ્યચક્ષુ ખુલી જાય. છતાં પણ જેને સાયન્ટિફીક એન્ગલથી સત્ય સમજવું હોય એના માટે ખુદ આયુર્વેદના સ્કોલર અને દીકરો મોડર્ન મેડિસન ભણે છે અને દાયકાઓથી કેનેડા સ્થાયી છે એવા પ્રણવ ભટ્ટની વર્ષોથી આ વિષય પર લાઇવ સંવાદ કરવાની ઈચ્છા હતી. તો એ લાઇવ થોડું વ્યવસ્થિત કરીને પ્લેનેટજેવી પર મૂક્યું છે. જુઓ આ લિંક પર ક્લિક કરીને એ વિડિઓ. કોઈ અઘરું અટપટું જ્ઞાન નથી. પ્રાથમિક શાળા જેટલું સહેલું છે. ઠસી ગયેલો અંધશ્રધ્ધાળુ ડર બાજુએ રાખો તો. કોમેન્ટબાજીને બદલે પહેલા રસપ્રદ ચર્ચા સાંભળવા માટે કરો ક્લિક.
youtu.be/V1e_nHAJZUQ
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
લેખ ને લેક્ચરની તે શું અસર થાય ? આવી બયાનબાજી એ જ મંદમતિઓ કરતા હોય છે, જેમના લેખન પ્રવચનમાં એવી અસરકારકતા ન હોય અથવા જે મૂઢાત્મા બીજાની આલોચના કરવા સિવાય ક્દી બીજાનું સારું વાંચતા સાંભળતા શીખ્યા ના હોય ! આ ઢીંગલીના પપ્પા રીડરબિરાદર હસમુખભાઇએ સુરતથી આ વીડિયો મોકલ્યો. હમણાં પરીક્ષા સમયે વિધાર્થીઓ માટેના મારા એક મોટીવેશનલ લેખના એક હિસ્સા પરથી ચિ. આર્ચીએ એક સ્પીચ બનાવીને બધા સામે કોન્ફિડન્સથી બોલી. એ માસૂમના ક્યૂટ ક્યૂટ લહેકામાં આ પ્રેરણાદાયી સત્યઘટના સાંભળવી ઓર ગમશે. જુઓ વિડિઓ ! 😊
~ જય વસાવડા #jv #motivation #kids #speech #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સાઉદી અરેબિયામાં પણ જે સ્વીટ સેટાયર ફિલ્મને એડલ્ટ સર્ટિ વિના રિલીઝ કરવામાં આવી, એવી અંગ્રેજી ફિલ્મને ભારતના સેન્સલેસ સેન્સર બોર્ડે કોઈ દેખીતા કારણ વિના એડલ્ટસ ઓન્લીનું સર્ટિ ધરી દીધું ! ( એમાં કિસ સિવાય કોઈ સેક્સ સીન કે વાયોલન્સ પણ નથી છતાં ) હરખ હવે તું સુપરસંસ્કારી હિન્દુસ્તાન ! 😉🤪😜😆😝 વધુ જુઓ વીડિયોમાં !
~ જય વસાવડા #jv #movies #censor #hollywood #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મગર સોચનેવાલી બાત યે હૈ કિ કે આ વરુણદેવ એમને પૂજતા બાપડા ભારતીયો પર જ કાં કોપાયમાન થાય ? 😜🤪😆😁 અનાવૃત સ્નાન કરનારા ( તે ટુવાલ ઓઢીને થોડું કરવાનું હોય આમે ય તે 😉😂) બીજા બધા દેશોમાં તો ખોબલે ને ટોપલે સમૃધ્ધિ વરસાવી દે છે !! 😝🤣🤣🤣 સંદર્ભ માટે જુઓ આ કૂર્તાના મસ્ત કોલર સાથેનો વીડિયો ! 😅
~ જય વસાવડા #jv #bath #fun #india #entertaimentThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જાલમૂડી બહુ ઝાપટી આપણે, ખરેખર તો હવે બંગાળને ફાફડા જલેબી ખવડાવી ગરબે રમતું કરવાની ઘડી આવી છે દાયકાઓ પછી ! 😜 ગુજરાતીઓ સર્વસ્વીકારક ને સર્વસમાવેશક છે. ભલે હથિયારો લઈને કાયમ મેદાનમાં લડવા ન ધસી જાય, પણ ખોટ ખાઈને લાંબા ગાળે ધંધામાં નફો કેમ મેળવવો એ એમની ગળથૂથીમાં છે હોં ! 😎😁 લોહી રેડ્યા વિના હસતા હસતા પણ કાયમ કનડયા કરો તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એ રંગરંગીલા ગુજરાતી, ને આ તો એઆઈ જનરેટેડ મસ્તી અમસ્તી. પાછા પોલિટિક્સમાં ખાલીખોટા સરસવના તેલ જેવા ચીકણા થઈને સિરિયસ ન થઈ જતા. 😉😂🤣
~ જય વસાવડા #jv #gujarat #bengal #fun #power -
jay vasavada JV
@jayvasavada
"તમારા જોખમે ને જવાબદારીએ ડૂબકી મારવાની છે." એ મતલબનું લખાણ સહી કરીને અગાઉ આપી દીધેલું ને દુનિયાના સૌથી વિરાટ પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા ખાતે પાણીમાં ધુબાકો મારવાનો થયો ત્યારે મેં ફોર્મમાં લખ્યું કે તરતા નથી આવડતું અને... જુઓ ફૂટેજ ફોટા સાથે વીડિયોમાં.
~ જય વસાવડા #jv #greatbarrierreef #australia #diving #safetyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
માત્ર ઇલેક્શન જ નહીં, જીવનના ઈમોશનમાં પણ કાયમ કામ આવે એવા માર્કેટિંગ મેનેજમેન્ટના ફંડા આજના ચૂંટણી પરિણામોનું બીજું ભય, જાતિ, ધર્મ વગેરે બધી ચર્ચાઓને બાજુમાં રાખીને સમજવા છે ? નરેન્દ્ર મોદી તો એના ચેમ્પિયન છે. એ તો મહિલા અનામત બિલમાં સામેથી હારીને પણ જીતી જાય એવા બાઝીગર પુરવાર થયા છે. પણ પોલિટિકસ છોડો. ધંધો હોય કે કારકિર્દી, અરે ફેસબુક ઈન્સ્ટાગ્રામ પોસ્ટની રીચ હોય કે ફિલ્મ કે પ્રોડક્ટનું પ્રમોશન, બધે કામ લાગે એવો માત્ર 3 મિનિટનો માસ્ટરક્લાસ છે આ ! એ શીખવા જુઓ આ ખાસ વીડિયો !
~ જય વસાવડા #jv
#promotion #management #modi #electionThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બંગાળમાં જાલમૂડી કામ કરી ગઈ ! ભાજપને જીત માટે અભિનંદન. ખરેખર તો મોદી શાહની જોડીને. જેમણે પહેલેથી જ આ ચેલેન્જ સ્વીકારી તબક્કાવાર કામ કરેલું. અને સફેદ કે લીલા રંગે અંગાયેલા મતદારો પર ભગવા રંગ ચડાવવાની એક દસકાની એકધારી મહેનત કરી. મતદાનની પ્રચંડ ટકાવારી જોતા માત્ર સર કે કેન્દ્ર સરકાર વાળી દલીલ સાચી નથી. મજબૂત વિપક્ષી ચહેરા તરીકે મમતારાજનો અંત આવ્યો ને કદાચ મમતા બેનરજીના જાહેરજીવનનો આ છેલ્લો તબક્કો છે. ઘણું રાજ તારાજ થયું. હવે પરિવર્તન તો થાય ને. નવા મુખ્યમંત્રી તરીકે રાજ કોણ કરશે એ ખબર નથી, પણ જે કરશે એ બંગાળને ફરી વિકાસની બાબતમાં આજે ઝીરો છે એનાથી તો પ્લસ જ કરશે. હા, સાહિત્ય, કળા, અધ્યાત્મ, ક્રાંતિ વગેરેની સર્જકતાની ધરતી પર સાંસ્કૃતિક બાબતોનો સંઘર્ષ તો સમય કહેશે. વધુ ચૂંટણીચર્ચા વીડિયોમાં...
~ જય વસાવડા #jv #bengal #kerala #tamilnadu #election #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ જોશો જોઈ લીધો હશે પણ ન જોયો હોય તો આ રહી લિંક. જુઓ હાઈલાઇટ્સ ને પછી કરો ક્લિક. #jv #jalso
youtu.be/BZ2vSmBYxtsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
NPAFInc is pleased to invite Shree Jay. Vasavada. x.com/i/broadcasts/1qxvvkOXYzBxB
-
jay vasavada JV
@jayvasavada
આપણને આજે પણ ભારતની એ દારુણ દરિદ્રતા વિશે પૂરી ખબર નથી, જે આઝાદી પહેલાં એક ઓલિયાએ સમજી લીધી હતી ! વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #india #poverty #society #gap #helpThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે રાત્રે ભારતીય સમય મુજબ... 😊 જેમનામાં જીદને બદલે જિજ્ઞાસા છે, એવા ખુલ્લા મનના મિત્રો માટે... વિગતો ફોટામાં... અને ચર્ચા આ live આખું સાંભળી લો પછી કરજો 😜 #jv
-
jay vasavada JV
@jayvasavada
શુભ ગુજરાત દિન ! #jv #gujarat
( Double click & Zoom to see full poster ) -
jay vasavada JV
@jayvasavada
બાળકોને ઇંગ્લિશ મિડિયમમાં ભણાવવા કે ગુજરાતી માધ્યમમાં ? લાંબી ચર્ચા થાય એવા સવાલનો ટૂંકો ઉકેલ આ વીડિયોમાં. ~ જય વસાવડા #jv
#education #medium #knowledge #languageThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
લાઈક વાટે ટળવળતા, વાઈરલ થવાના ખ્વાબ જોતા લોકોને અનુભવ જ નથી કે લોકપ્રિયતા કાયમ વરદાન હોય છે એવું નથી, એ શ્રાપ પણ હોય છે. તમે મક્કમ ન રહો તો એ તમારી માસુમિયત છીનવી લે, નકકર ના હો નિજતા છીનવી લે. એમજે હોય કે જેજે. લાગુ બધાને પડે. એમાં કોઈ નશા વિના સમતા ટકાવી રાખવી હોય તો, બે ત્રણ નુસખામાંનો એક છે... જવાબ જુઓ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #michealjackson #moraribapu #popularity #pressureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Micheal: Feelings after the Film ! ❤️ The legend of showbiz, the smart trendsetter enigma ! The mystery of a brand tycoon ! ~ Jay Vasavada #jvmovies #michealjackson #music #cinema #kingofpop
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Gandhi worked on so many fronts alone !
Parimal
@Fintech03
Gandhi was frustrated that even while protesting the British, every time a freedom fighter signed a document, they were using Quink (Parker)/Stephens (British) ink. He saw it as a symbolic defeat. Gandhi personally asked Satish Chandra Dasgupta (a legendary chemist, I will write separately about him) to create an ink that would not betray Indian paper.
Satish Chandra did not want to run a business, so he passed the formula (Krishna Dhara) to 2 brothers, Nanigopal & Sankaracharya Maitra in Rajshahi (now Bangladesh). They started Sulekha (named by Tagore) in a small room with a single stove.
British inks of the 1930s were notorious for being Iron-Gall based. These were highly acidic. If you look at British-era documents today, many have holes where the ink was the acid literally ate through the paper over 50 yrs. The Maitra brothers realized that Indian paper (often handmade/low-quality) would disintegrate under British ink.
They engineered Sulekha to be pH-neutral. They used a secret infusion of tannins from indigenous sources & refined them to ensure the ink was archival. The reason many 1940s Indian revolutionary pamphlets are still readable today, w/o the paper crumbling, is specifically due to the non-corrosive chemistry of Sulekha.
Also, Satyajit Ray, who was a master calligrapher (he designed his own fonts like Ray Roman), preferred Sulekha because of its Matte-Finish density. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાતની મહાનગરપાલિકાઓ ને પાલિકાઓમાં કામગીરી બાબતે રોષ છતાં ભાજપની જીત અમુકને આઘાતજનક લાગી હશે. પણ મને આશ્ચર્યજનક નથી લાગી. ચૂંટણી જીતવાની ફાવટ આવી ગઈ છે એને ને વિપક્ષને તો કેમ્પેઇન કરતાં જ આવડતું નથી. ધાર્મિક અને જ્ઞાતિવાદી લાગણીઓના મૂળિયાં ઊંડા છે એટલે ઘણા મતદારો લોકલ તકલીફોની કાર્યસમીક્ષામાં પડતા પણ નથી. પણ એ બાજુએ રાખો. મારે તો એ કહેવું છે કે હું કાયમ નાગરિકહિતમાં પબ્લિકની પડખે બોલું લખું છું. પર્સનલ પ્રહારો વિના એકેએક અગત્યના મુદ્દે સરકાર કે તંત્રની ટીકા જરૂરી લાગે ત્યાં કરી હોય, ક્લીયર પ્રોગ્રેસિવ સ્ટેન્ડ રાખ્યું હોય ને કોઈ ગેરલાભ ના લેવાની નીતિ પણ. છતાં અંગત ધોરણે ભાજપના કોઈ નેતા જોડે તસવીર પણ મૂકું કે કોઈ મુલાકાત સાહજિક થઈ હોય ક્યાંય પ્રોગ્રામમાં જોડે હોઈએ કે પોલિટિકલ એજન્ડા વિના મળતા હોય ત્યારે અમુક એન્ટીબીજેપી ટપોરીટ્રોલિયા સોશ્યલ મીડિયા પર તવામાં નાખેલી ધાણીની જેમ ફૂટીને ઠેકડા મારતા હોય છે વ્યક્તિગત ટીકામાં. પોતાની ટેલેન્ટ પર આગળ વધેલી પ્રતિભાઓથી બળી મરતા હોય છે. લેખકો ને કલાકારો ને જાણે કોઈ ગુનેગાર હોય એમ એલફેલ ભાંડતા રહે છે. ગુજરાત પૂરતી વાત છે. રાષ્ટ્રીય રાજકારણના સમીકરણની વાત નથી. તો કહેવાનું એટલું જ છે એ પોતાના પોલિટિકસ માટે બીજાની પાછળ શકોરું લઈને પડી જતા એ ઑનલાઇન અસંતુષ્ટો એમનો પાવર કોઈ સેલિબ્રિટીની પોસ્ટ નીચે કૉમેન્ટમાં બતાવે છે તો ઇલેક્શનમાં કેમ નથી બતાવતા ? જાણે જય વસાવડા કે કોઈ લેખક કે કલાકાર જ સરકાર બનાવતા હોય એમ એની પાછળ કરડવા જનાર વોટિંગમાં ક્યાં ધરબાઈ જાય છે ? ને પછી પણ એમના ફ્રસ્ટ્રેશન કાઢવા કેમ પાવરમાં રહેલા પણ એમને ના ગમતા જે તે નેતાઓ સામે બોલવા નથી જતા ? બીજાની મસ્તીમાં ચાટુકાર ને એવું ભરડનારાની ત્રેવડ તો હોતી નથી કે એમને કોઈ ઓળખે ને એ લોકો કોર્પોરેટરની સામે પણ ફરિયાદ કરવા ક્દી હરફ ઉચ્ચારે ! આ પોસ્ટ આવા ભૂત અને ભાવિના પારકે મોઢે પાન ચાવવા મથતા સત્તાવિરોધી ટાણકટ્રોલિયા માટે જ લખી છે. ચૂંટણી વખતે તમે ચટણી થઈ જાવ ને પછી મગજમારી કરવા પેધા પડ્યા રહો તો લોકશાહી જગતમાં ક્યાંય રાજકારણ સોશ્યલ નેટવર્ક પરની કૉમેન્ટ્સ મુજબ નથી ચાલતું, ઇલેક્શનની હારજીત મુજબ ચાલે છે. અસ્તુ.
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
બીજાનો ફોલ્ટ શોધવાની લડાઈમાં એટલા જિદ્દી ન થઈ જવું કે આગળની યાત્રા અટકી જાય ! જો પોઝિટિવ રહેશો, તો જ પોઝિટિવ પડઘો આપોઆપ પડવાની શક્યતા થોડીક પણ રહેશે ! સાંભળો આ અમેરિકામાં મારી સાથે સાચો બનેલો કિસ્સો... 😊
~ જય વસાવડા #jv #travel #life #moveon #letgoThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Good initiative.
Sheela Bhatt शीला भट्ट
@sheela2010
Ajit Doval, real life Dhurandhar that’s India’s National Security Advisor to @narendramodi is highly pragmatic and grounded man.
On 18 April, he invited 14 respected achievers and leaders of Indian Muslim community to the newly built Prime Minister’s office.
It was an exclusive and special interaction at the highest level.
All the Muslims leaders were selected with care and purpose.
These Indians are refusing to be part of so-called ‘vote-bank politics’ where one’s vote becomes merely a tool to defeat or select one party or the other.
They want to lead the movement for better education opportunities and want to create environment for development of entrepreneurial zeal in communities who finds themselves vulnerable.
The team of 14 was lead by Gujjubhai @zafarsareshwala .
He is relentlessly advocating creation of various opportunities for youth.
He says, ‘We demanded to the government that all of us should have level-playing -field. We belong to Naya Bharat.’
The meeting was quite successful because of Ajit Doval’s thoughtful speech delivered in English mixed with perfect Urdu after hearing the guests patiently for 1.5 hours.
Doval won hearts of his audience when he
said, ‘ We (Hindus and Muslims) are in one ship. We sail or sink together!’
The list of Doval’s guests:
1- Zafar Sareshwala -Educationist & Businessman
2- Faruk Patel, Chairman KP Group of companies worth multi-billion dollars. (Renewable Energy & Green Energy)
3- Inamul Raki , CMD German Steel Co (large Steel Company with turnover of around 1 billion dollars )
4- Ibrar Iraki Executive Director German Steel Ltd
5- Juned Sharif , CEO, Niton Valves Ltd
6- Altaf Sadikot (senior Functionary of Dawoodi Bohra Jamaat)
7- Naima Khatoon, VC Aligarh Muslim University
8- Samina Shaikh ( with Zoom TV)
9- Saher Bhamla- Environment Activist
10- Dr Nishat Hussain, Gold Medallist Doctor at AIIMS
11-Dr Zahir Kazi, President Anjuman Islam which runs educational institutes
12- Zaffar M. Lari, GLS Switch gears Ltd
13- Haji Rayama, Kutch
14- Kausar Jahan, Chairperson Haj Committee of India
Click here to see the footage of the meeting:
www.facebook.com/share/v/1E8TMpZaLo/ -
jay vasavada JV
@jayvasavada
ભલે, શક્યતા એવી રહે કે આવા ( વિગત માટે જુઓ વીડિયો ) નિયમોનું વાસ્તવમાં પાલન કેટલું થાય, ગેરકાનૂની હેરાફેરી પછી ડ્રગ/ નાર્કોટિક્સની જગત આખામાં છે એમ ટોબેકો પ્રોડકટસની થવા લાગે. પણ યુકે સાવ આપણા જેવું કાયદાના અમલ અને નાગરિક શિસ્તમાં દાધારંગુ ને ઉઠિયાણ નથી જ. એટલે ચાન્સ એ પણ રહે કે થોડીક સફળતા એને મળે તો તરત યુરોપના બીજા દેશો આ અમલમાં મૂકી દેશે એમાં કોઈ શંકા નથી. આવું થાય તો સ્મોકિંગ સાવ ફિલ્મી ધુમાડો જ બની જશે એવું તો નહીં, પણ ઘટી ઘણું જશે એ ગેરંટી. પશ્ચિમમાં ખાસ્સી સંખ્યામાં નવી પેઢી આલ્કોહોલ તો પ્રસંગોપાત જ લેવા લાગી છે મોટા ભાગની. ડ્રિન્કના નશા રોજ નહીં. આપણે દિવ્યતાની વાતો કરતા કરતા તમાકુ ને દારૂમાં બેફામ હોઈએ છીએ. એક પૂર્ણ નિર્વ્યસની જીવ તરીકે ગંદીગોબરી તમાકુની વાસના ત્રાસ ઘટાડવા માટે જે થાય એને સમર્થન હોય જ આપણું. વધુ વાતો વીડિયોમાં.
~ જય વસાવડા #jv #india #uk #smokingban #tobaccofreegenerationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિશ્વની સૌથી વધારે વસતિ ગણતરી પહેલા જ ધરાવતો દેશ ઓલમોસ્ટ 16 વર્ષે એની સત્તાવાર ગણતરી ( સેન્સસ ) કરશે તો એમાં આ અગત્યના ડેટા એકઠા કરી જ શકાય ! પરીસીમન જેવા મોટા નિર્ણયો એના પછી લેવાય એ તો શોભે જ પણ બીજી કેટલીક અગત્યની વિગત પણ ખબર પડે ભાષા, શિક્ષણ, રસરુચિ, ડિજિટલ ગેજેટ્સ વગેરે બધું તો એક નાની રેલમાં નથી સમાવી શકાયું પણ એક અગત્યનો મુદ્દો છે અહીં. જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv #india #people #citizens #marriageThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિશ્વ પુસ્તક દિને થોડીક જગતની સામે ટક્કર લઈ શકે એવા પુસ્તકો એ પણ કોઈની નકલ વિના ઓરીજિનલ સર્જવાનું એક પોતીકું ઉદાહરણ અને મારા બધા જ પુસ્તકો મને ગમે છે એટલે તો સજાવીને છાપ્યા છે, પણ જય વસાવડા મિજાજમાં, સ્વ–ભાવમાં, ફિતરતમાં, અંતરમનમાં ડોકિયું કરાવતા લલિત નિબંધોની હરોળમાં ઊભા રહે એવા સાહિત્યિક પણ આધુનિક શૈલીના અને સંવેદનશીલ છતાં પ્રેરણાત્મક હોય એવા એક મારા પુસ્તકની ઝલક સાથે વાત. જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv #worldbookday #reading #design #booksThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમે આજના લગભગ "35 થી 65" સુધીના 30 વર્ષના ગાળામાં પોતાની ઉંમર ધરાવતા ધુરંધર જનરેશન છીએ કારણ કે... જુઓ વિડિઓ. 😎
~ જય વસાવડા #jv #dhurandhar #generations #genz #life -
jay vasavada JV
@jayvasavada
એક નહીં અનેક ભણતી તરુણીઓના નાની વયે વધુ અનુભવી એવા "શિકારી" યુવકો સાથેના લવલપાટા ને એના વીડિયો ને બ્લેકમેઇલ વગેરે નવા સમાચાર નથી. ગ્લોબલ અફેર છે આ. ઉપર ઉપરથી જે બીબાંઢાળ રિએકશન બધા આપે છે એમને ના આ મામલાં બાબતે અક્કલ છે, ના કોઈ નક્કર ઉકેલ છે. મોરાલિટીના ઉપદેશ કે મારામારીના આક્રોશ કરતા ઘણી વધુ સમજ માંગી લેતા મુદ્દા પર અગાઉ પણ ઘણી વાર વાસ્તવિક વાતો કહી છે, આ વીડિયોમાં ફરી રિવિઝન કરી લો જો સારી સારી વાતો ને બદલે સાચી વાતમાં રસ હોય તો !
~ જય વસાવડા #jv #attraction #teenage #affair #exploitationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નાનપણથી જ પોતાના સીમિત દાયરાની બહાર ઠેકડો મારતી નવીનતાનો છંદ લાગે, તો એ પછી પ્રગતિમાં કેવી રીતે અચાનક સહાય કરે એનો એક નાનકડો કિસ્સો સાંભળો આશા ભોંસલે પાસેથી ! #jv #ashabhosle #music #movies #inspiration
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Vulnerable અંગ્રેજી શબ્દનું આમ ગુજરાતી નથી. પણ ગાલાવેલા જરૂર કહી શકાય. કોર્પોરેટ નોકરીમાં રેડિકલ જેહાદી મુસ્લિમો દ્વારા દબાણ કરવામાં આવે એ માટે તો એ કાનૂની ગુનો છે જ. પણ એવા દબાણને ચૂપચાપ સહન કરવું એ નૈતિક ગુનો પણ નાગરિક કહેવાને લાયક રાખતો નથી ! ઉદાર રસિક રંગીન હિન્દુ ધર્મ છોડીને આટલા ઈરાનની મુલ્લાશાહીએ કેવી રીતે ખાસ ભણેલી સ્ત્રીઓ અને પુરુષોની પણ આઝાદીની પાંખો કાપી લીધી એ નજર સામે હોવા છતાં અંડર પ્રેશર રેડિકલ જેહાદી ઇસ્લામનો સ્વીકાર એ ચોઇસને બદલે ચક્રમ બનવાની સાબિતી છે. આ લોકશાહી વિચારોનું આકર્ષણ નથી, સ્માર્ટનેસના બુરખામાં જડતાનું આક્રમણ છે. કંપનીઓના ટોપ મેનેજમેન્ટની પણ ક્લિયર પોલિસી જોઈએ આ બાબતે. થોડી વધુ વાતો વીડિયોમાં.
~ જય વસાવડા #jv #tcs #corporate #conversion #conspiracyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વેકેશન બારણે ટકોરા મારે છે ત્યારે બાળકો ને માતા પિતા માટે સમજવા જેવી એક વાત ને પાડવા જેવી ટેવ. જુઓ વિડિઓ.
~ જય વસાવડા #jv
#reading #storytelling #nurture #imaginationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમેરિકા સ્થિત મરમી વિદ્વાન રસિક હૂંફાળા મિત્ર સુશ્રુત પંડ્યાના અવાજમાં રાજેશ ખન્નાની અદાયગી અને અમિતાભ બચ્ચનની રણકનો સમન્વય છે. દોઢ મિનિટથી પણ ઓછા સમયમાં એમણે કેવી ખૂબસુરત અંજલિ આશા ભોંસલે ને આપી છે. સાંભળો ને નિહાળો ! #jv #ashabhosle #tribute #bollywood #songs
-
jay vasavada JV
@jayvasavada
વડોદરામાં યુનિવર્સિટીમાં કોઈ યુવતી માધુરીમસ્તીમાં નાચે એમાં આયોજકો હોય કે વિરોધીઓ જેમના જેમના સંસ્કારમાં પંચર પડી જાય છે, એવા સંસ્કૃતિના રૂઢિચુસ્ત રેઢિયાળ રખેવાળોને અર્પણ. જુઓ ને સમજો આખો વીડિયો 😜
~ જય વસાવડા #jv
#moralpolicing #india #fun #youthThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
ચાલતી ગાડીએ ઝાટકામાં એકધારું નીચે જોઈ ગરદન દુઃખે નહીં માટે ગળે પટ્ટો પહેરી લેવાનો અને અંધારું થાય તો એક હાથે મોબાઇલની ટોર્ચ પકડી રાખવાની. પણ લખવાનું હોય તો લખવાનું. એમના નખરા કેવા ? શ્રમ કરવામાં શરમ કેવી ? ખજૂરાહો પ્રવાસ વખતની એક નાનકડી ઝલક ટચુકડા વીડિયોમાં.
~ *જય વસાવડા* #jv #writing #dedication #travel #commitmentThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજના સમયમાં સંબંધ સાચવવાની એક મોટી સમસ્યા ને એનો રિયલ ઉકેલ... જરૂર સમજો માત્ર દોઢ મિનિટમાં !
~ જય વસાવડા #jv
#relationship #tolerance #friendship #loveThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સંબંધો સાચવવા માટે એક અગત્યની વાત. માત્ર પોણી મિનિટમાં. ~ જય વસાવડા #jv #relationship #work #love #trust
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વધુ એક યુધ્ધવિરામની ઘોષણા વખતે યાદ આવે પ્રિય બાપુ જે કહેતા હોય છે કે યુદ્ધની કથા રમ્ય હોય છે, એના ભોગવવા પડતા પરિણામો નહીં ! અને યુદ્ધ માત્ર રણમેદાનમાં શત્રુ સામે નથી લડાતું, જીવનમાં સંકુચિત માન્યતાઓ સામે પણ લડાય છે ! આપણા વારસાને વિશિષ્ટ બનાવતી વાતો વધુ વીડિયોમાં...
~ જય વસાવડા #jv #moraribapu #war #peace #ramayanThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આર્ટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ. અને ચિત્રો બાબતે અત્યારે ભારતના ટોચના બે બ્લ્યુ ચિપ પ્રીમિયમ નામો છે જેણે જગતમાં નોંધ લેવડાવે એવી હંડ્રેડ કરોડ ક્લબમાં નામ નોંધાવ્યું હોય ! બેઉ હયાત નથી, પણ એમની લેગસી લકઝરી રિટર્ન આપે છે ને દેશના નામનો વાવટો વિશ્વમાં ઊંચો રાખે છે ને અન્ય ભારતીય ચિત્રકારો પણ નામ જોડે દામ દુનિયામાં મેળવે એનો રસ્તો કંડારે છે ! બેઉના એ અનુક્રમે 118 અને 167 કરોડમાં વેંચાયેલા ચિત્રોની થીમ પાછી સાંસ્કૃતિક છે. ભારતના જનજીવન અને વારસાના ધબકાર એમાં ઝીલાય છે એ વિશેષ ગૌરવ કે અજાણ્યા લોકો પણ કુતૂહલથી એ ચિત્રો ન્યૂઝને લીધે નિહાળે તો એમાં આપણી સંસ્કૃતિ વિશે થોડું વધુ સમજશે ! વિશેષ આનંદ કે હાલ તો કૃષ્ણ વર્લ્ડ રેકોર્ડમાં છે ! પણ આપણી કરુણતા એ કે આ બધી બાબતે સાવ અભણ એવા કેટલાક રૂઢિજડ બુધ્ધિબુઠ્ઠા ટોળાઓએ બેઉ સફળ અને એથી લોકપ્રિય ચિત્રકારોને એમની હયાતી દરમિયાન સંસ્કૃતિના નામે જ વગોવ્યા હતા ! પણ કળા નદીની જેમ પોતાનું વહેણ શોધી લે છે ને ક્યારેક સમય સત્યનો ન્યાય અપાવે છે ! આપણને કલાકાર રત્નોની પરખ કે કદર પૂરી હોતી નથી. એ ક્રિએટિવ સોફ્ટ પાવર સમજાતો નથી. પણ રૂપિયાની ભાષા તરત સમજાય છે ! વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #art #painting #mfhussain #rajaravivarmaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મહામોટીવેશન: "બચ્ચા" લોગ, ખંતથી મચી પડો તો ખજાનો 50 વર્ષની મહેનત બાદ રાકેશ બેદીની માફ્ક 71 વર્ષની ઉંમરે પણ જડે ! #jv #dhurandhar #rakeshbedi #motivation #life
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Sarcasm at its best !
-
jay vasavada JV
@jayvasavada
સેક્સવિરોધી બ્રહ્મચર્ય એ આપણે ત્યાં ધર્મક્ષેત્રે સદીઓથી ચાલતું જાહેર "એપ્રિલ ફૂલ" છે ! ~ જય વસાવડા #jv #celibacy #religion #hypocrisy #દંભીસ્તાન
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બંગાળની ચૂંટણી નિમિત્તે ભાજપવિરોધ કરતા કરતા ટીએમસીના ઉચ્ચ સ્તરનું ભણેલાગણેલા સાંસદે ગુજરાતવિરોધ કરી નાખ્યો કે આઝાદીની લડતમાં તો પહેલે નંબરે બંગાળીઓ અને બીજા નંબરે પંજાબીઓ હતા. ગુજરાતીઓ ક્યાં હતા ? ગજબ છે ! બંગાળી પંજાબી ક્રાંતિકારીઓને સલામ પણ એટલે એનું છેક સુધી નેતૃત્વ કરનાર ગુજરાતીઓનો એકડો જ કાઢી નાખવાનો ? અને ગુજરાતમાં કોઈના પેટનું પાણી પણ ના હલ્યું પાછું આ સાંભળીને ! દાદાભાઈ નવરોજીથી સરદારસિંહ રાણા સુધીના બધા નામો તો ત્રણ મિનિટમાં સમાય નહીં, પણ આ રહ્યો એક અભ્યાસુ અને સ્વમાની ગુજરાતી તરીકે આ જૂઠનો જડબેસલાક જવાબ ! ગુજરાતી ખાલી વેપારમાં જ ન્હોતા ત્યારે. વોટ્સએપિયા ગપ્પાની બહાર નકકર જીકે વધારવા માટે પણ ખાસ જુઓ ને ફેલાવો આ રીલ.
~ જય વસાવડા #jv #india #freedom #independence #gujarat
jay vasavada JV
@jayvasavada
Reel
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Vah
Mahesh Pandya
@mahipan
बहुत ही सरल भाषा में सहगल जी की लिखी यह नज़्म बरसो पहले सुनी थी तो जीवन की फिल्सुफी समझा गई ।
स्व.जगजीतसिंहजी ने अपनी अंदरूनी आवाज़ से ऐसे गाई जैसे संत जीवन समझा रहा हो, हर शख़्स की यात्रा एक सी नहीं होती! तुलना मत करिए।
@KANABARDr @jayvasavada @bindasbhidu @JayDwarikadhish -
jay vasavada JV
@jayvasavada
માત્ર સાત સેકંડમાં એક સમજવા જેવી વાત ! ~ જય વસાવડા #jv #motivation #wisdom #life #original
-
jay vasavada JV
@jayvasavada
ટીકા અને બળતરામાં શું ફેર ? માત્ર અડધી મિનિટમાં સમજો.
~ જય વસાવડા #jv #critisism #jealousy #wisdom #public -
jay vasavada JV
@jayvasavada
પડશે એવા દેવાશે, ડરીને થોડું જીવાશે.. અનુશાસન વગરની આઝાદી એટલે ટીમ ને બદલે ટોળા ! અત્યાર માટે અગત્યની વાત સાંભળો...~ જય વસાવડા #jv #panic #war #discpline #india
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
યોગથી ફાયદો લાંબા ગાળે થતો હોય, હસવાથી તો તાબડતોબ થાય. ફ્રેશ થઈ જવાય, મૂડ બની જાય ! 🤪😁😂
તો, રાજકોટમાં પબ્લિકના વાળ કાપતા હતા એમાંથી કોઈ પ્રદીપ ગુરુજી નકલી નોટોનું પોતાની દેખરેખમાં પ્રોડક્શન કરાવીને દેશનું ગજવું કાપતા થઈ ગયો એનું નામ સુધ્ધાં અગાઉ સાંભળ્યું ન્હોતું ! પણ સમાચાર જોઈને એના ઓફિશિયલ પેજ પર એણે પોતે શેર કરેલા વીડિયો જોયા ! કોઈ વાર પોતે રાણા પ્રતાપ બનીને ઘોડા પર બેસે ને ગરબા લેવા લાગે ને એવા ચેટક તો ગુજરાતી ન્યૂઝ ચેનલો પર પણ આવી ગયા ! 😅😅 પણ દરેક લેભાગુ બાબલાઓ જેમ સુધાંશુબ્રાન્ડ જૂઠ કોન્ફિડન્સથી મોટા સાયન્ટિસ્ટની જેમ ફટકારે એવું ઘણું આમાં હતું. તો થયું કે જસકિરતસિંહ રાગીની જેમ આ નકલી નોટોના કારખાને પણ આગ લગાડીએ. પણ એમાં પોલીસ આપણને પકડી જાય એટલે ખાસ સુનિલ ગ્રોવર કરતા પણ વધુ હસાવે એવો કૉમેડી વીડિયો માત્ર 3 મિનિટનો પ્રદીપગુરૂના પાગલ પ્રલાપ જોડી તૈયાર કરી ટેટા ફોડ્યા છે. સંતાનની ચાલતી માર્કેટમાં કેવી કેવી મગજમેટ ભેજાગેપ ક્રેકફ્રોડ આઇટમ ઘૂસી ગઈ છે ને મોજ કરી રહી છે, એ બાબતે સિરિયસ થવાથી તો કોઈને કશી પડી નથી. તો વિડીયો જુઓ, બે ઘડી હસો, ને ફોરવર્ડ કરી બીજાને હસાવવાનું પુણ્ય કમાઈ લો. 😝😃🤣🤣
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઇદ ચોમેર યુધ્ધના ઓછાયામાં આવી છે ત્યારે થોડા દિવસો પહેલા અમદાવાદમાં તેજસ્વી મુસ્લિમ વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે મિત્ર કરીમભાઈ લાખાણીના આમંત્રણે બોલવા ગયેલો ત્યારે કરેલી આ વાતથી વાચનલેખનજ્ઞાનવિજ્ઞાનના ડહાપણનું શિક્ષણ મુબારક! આખો વીડિયો પ્લેનેટજેવી યુટ્યુબ પર.
~ જય વસાવડા #jv #eid #knowledge #kadarkhan #readingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Dhurandhar 2 Revenge : Spoiler Free first impression 💥😎🔥 ~ Jay Vasavada #jvmovies #dhurandhar #ranveersingh #bollywood #adityadhar
-
jay vasavada JV
@jayvasavada
જ્યાં લગ્ન જેવી મૂળભૂત અંગત બાબતે પણ બેરોકટોક જાહેર લુખ્ખાગીરી ચાલે, એ દેશની ખાજો દયા...
જ્યાં કન્યાકેળવણીની ગુલબાંગો બાદ દીકરી વ્યક્તિ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી ગણાય એ દેશની ખાજો દયા...
જ્યાં પૂજા પ્રેમસ્વરૂપ કૃષ્ણ અને શક્તિસ્વરૂપ દુર્ગાની થાય પણ કામ અહંકારી જ્ઞાતિવાદથી કંસ અને મહિષાસુર જેવા થાય, એ દેશની ખાજો દયા...
જ્યાં સામાજિક સંકુચિતતાને સર્વોચ્ચ સંવિધાનથી મહાન ગણવામાં આવે, જુનવાણી જડતા આદર્શ આધુનિકતાથી આગળ મૂકવામાં એ દેશની ખાજો દયા ! નાત સામે દેશ પણ નાનો થઈ જાય ત્યારે અહીં આધાર લીધો એ ખલીલ જિબ્રાનની મકરંદ દવે અનુવાદિત કૃતિ વિશ્વવિખ્યાત છે, એટલું પણ જે અભણોને સમજાવવું પડે એ દેશની ખાજો દયા !
વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #love #marriage #castism #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
SIN of an academy ! #jvmovies #oscars #onebattleafteranother #sinners #2026
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મોકો મળે એટલે મારા ઓરડાના પુસ્તકો ને મારી પેનો અમારી ટબૂકડી ભત્રીજી પ્રથાના ફેવરિટ રમકડાં છે. આજે સાંજે 5.30 કલાકે રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે પદ્મશ્રી ડૉ .જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત જય વસાવડા પુસ્તકાલયનું જાહેર ઉદ્ઘાટન એના કોમળ પવિત્ર હસ્તે થશે એ પણ વિશ્વમાં એક એક ઐતિહાસિક ક્ષણ હશે ! ને ઇતિહાસ છોડો તો પણ કુતૂહલ, માસૂમિયત ને રમતિયાળપણું, curiocity, innocence & playfulness ના હોય તો પુસ્તકોનું જ્ઞાન થોથું બનીને રહી જાય. પધારો, સાંજે પ્રથાનો પ્રિય આઈસ્ક્રીમ ખાતા ખાતા મળીએ. ~ જય વસાવડા #jv #pratha #books #library #reading
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આખા જગતના ઇતિહાસમાં મને તો હજુ એક દાખલો જડ્યો નથી કે કોઈ મોટા ગજાના કલાકારે કેવળ સહજ ભાવથી બીજા લેખકના નામની લાયબ્રેરી બનાવીને બર્થ ડે ગિફ્ટ આપી હોય ! વ્હાલા જગદીશ ત્રિવેદીનું સપનું અંતે એમણે હકીકત કરીને બતાવ્યું. જે જગ્યાએ આ નાનું પણ રળિયામણું પુસ્તકાલય તૈયાર થયું એ ભૂમિ પાછી ગાંધીજીના તપથી સિંચાયેલી. મારા નામનો મને જ સંકોચ હતો, પણ જગદીશભાઈની જીદ કે આ હશે તો જ અલગ દાખલો બેસશે. અમારા બેઉ ઉપરાંત અમારા જગતમાં નેવરબિફોર એવા ઐતિહાસિક ઉદ્ઘાટક પણ તમને આ નિમિત્તે કાલુઘેલું કશુંક કહેવા થનગને છે.😉😜😂🤣 વધુ વિસ્તારથી થોડીક અંગત વાતો સાંભળવા માટે પહોંચી જજો આ રવિવારે સાંજે રાજકોટ રાષ્ટ્રીય શાળાએ. એક સાવ નોખો અવસર ગુજરાતી ભાષામાં વિરલા જગદીશ ત્રિવેદીના પ્રેમથી આકાર લેવાનો છે. સહુ રસિકડાંઓને જાહેર આમંત્રણ છે. 🙏🏼❤️
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
🏆🏏🌟🇮🇳👏🏼❤️
-
jay vasavada JV
@jayvasavada
ઈરાન નું A to Z સમજવું છે ? તો બસ જય વસાવડાનો આ ભારતમાં નેવરબિફોર વીડિયો જુઓ. ક્યાં કેમ ને કેવી રીતે ? શું છે એમાં ? એના માટે આ રીલ જુઓ !
પછી કરો ક્લિક આ લિંક : youtu.be/3b52cPBn5x0
~ જય વસાવડા #iran #war #history #culture #knowledgeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
SGVP છારોડી ગુરુકુળના મરમી ને મીઠડા સ્વામી માધવપ્રિયદાસજી વર્ષોથી અમદાવાદ ખાતેનો વ્હાલનો વિસામો. એમની હેતાળ પ્રકૃતિ જ નિજતાને બંધનમાં રાખવાને બદલે મુક્ત વહેવા દેવાની. વિવિધ વાતોનો ખજાનો. પરંપરાને ચાહે પણ રૂઢિચુસ્ત નહીં. શિક્ષણ અને આરોગ્ય માટે સેવા કરવાની સદવિદ્યા એમના ગુરુજી પાસેથી મેળવી, કાશી ભણ્યા. ખુદ ઉમદા સર્જક, કાવ્યના ભાવ ને વિજ્ઞાનનો વિચાર બેઉ એમની આંખોમાં. સ્પોર્ટ્સ કે ગૌશાળા બધું ખીલવે. ચીલો ચાતરી કન્યા ગુરુકુળ પણ બનાવી જેનું ઉદ્ઘાટન એ વખતે પ્રિય મોરારિબાપુએ કરેલું. એમના બધા સ્ટુડન્ટ્સ પણ દુનિયાભરમાં.
એમની આત્મીયતાની ઓળખ કેવી રીતે થઈ એવું ઘણું અંગત વ્યક્ત થયું એમને માટે મેં લખેલા લેખમાં. સમર્થ કલાકારદાતાર જગદીશભાઈ ત્રિવેદી અને સાધુ યજ્ઞવલ્લભદાસજીએ મળીને અનોખા સ્વામી પર અનેક મહાનુભવોના લેખોનો સુંદર સંગ્રહ તૈયાર કર્યો એમના 75 વર્ષ નિમિત્તે. એ દરેક અર્થમાં વજનદાર પુસ્તકનું નામ અપાયું "અમૃતવંદના". હમણાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ અને જૂના અખાડાના વિદ્વાન સ્વામી અવધેશાનંદજીની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ ત્યારે આમ પણ રજવાડી લાગતા sgvp સંકુલમાં સાત્વિકતાસભર પણ જાજરમાન જલસો થયો.
લેસર શો, આકાશમાં ૐ લખાય એવા ડ્રોન શો, મિકેનિકલ હંસોની પાંખે ગ્રંથ અવતરણ. બારેક હજારથી વધુ લોકોની હાજરી. જેમણે લીધે ગુજરાતી ભાષા ગમતી હોય એવા તો સેંકડો સારસ્વત મંચ પર ! કુમારપાળ દેસાઈ, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, મથુરભાઈ સવાણી અને જગદીશ ત્રિવેદી જેવા પદ્મશ્રીઓ, વિનોદ જોશીથી માધવ રામાનુજ જેવા કવિઓ, બળવંત જાનીથી અશ્વિન આણદાણી જેવા અધ્યાપકો, નિસર્ગ આહિર જેવા યુવા લેખકથી રાજેન્દ્ર શુક્લા જેવા વરિષ્ઠો ! અનેક સંતો ને જાહેરજીવનના અગ્રણીઓ હાજર. ઈશ્વરભાઈ ધોળકિયાથી સવજીભાઇ વેકરિયા સુધીના મિત્રો પણ ખરા.
રંગેરૂપે રૂડો અને હ્રદયના ભાવે ઊંડો ગ્રંથ બન્યો છે. એક સાચા નિર્મળહૃદય સાધુજન જે ભારતની સંસ્કૃતિ માટે ચિંતા પણ કરે ને સહુને સાથે રાખી નવસર્જન પણ કરે એમની ગરિમા ગ્રંથસ્થ થઈ પાને પાને. જો પરિચય હશે આ પ્રજ્ઞાપુરુષના વિનયી આતિથ્ય અને પ્રેમાળ સ્વભાવનો તો અતિશયોક્તિ નહીં લાગે. એક પણ જન્મદિન એમણે આજ સુધી ઉજવ્યો નહીં, પણ બીજાની ખેવના સાચા દિલથી કરી તો સામેથી એમનો આ ઉત્સવ ઉમળકાભેર ઉજવાયો. આયોજનની શિસ્ત અને સર્જનની શીખ સાથે. પ્રસાદી જેવી મધુર ક્ષણોની ઝલક આ વીડિયોમાં.
માધવપ્રિયદાસજી જેવા અલગ તરી આવતા વિશ્વવિહારી અને માનવતામૂલક સ્વીકારક સાધુઓની અછત છે ત્યારે એમને નિરામય દીર્ઘાયુષ્ય મળે અને પ્રેમમય જ્ઞાનયજ્ઞનો પ્રકાશ એમના થકી જીવતર ઉજાળતો રહે એ જ શુભકામના અને પ્રાર્થના.
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ વીડિયો ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધ પર નથી. આવશે એના પર પણ લેખ વીડિયો બધું ફુરસદે. આ તો 2026 કટારલેખનનું 30 મું વર્ષ છે, ત્યારે થોડું રસોડું શેર કરું છું એક તાજા ઉદાહરણથી, કે કેવી રીતે થોડું રીડિંગ ને થોડું લોજીક આજના ફેક ન્યૂઝની ફેક્ટરીના કાળમાં ઉપયોગી બને સાચી વિગતોની ખરાઇ યાને ફેક્ટચેક કરવા માટે. કહો કે પત્રકારત્વનો5 નાનકડો સાહજિક પણ સત્ય માટે અગત્યનો પાઠ છે આ.
~ જય વસાવડા
#iran #war #news #fact #journalismThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
In 2022.
jay vasavada JV
@jayvasavada
Apt case of how our system works is @IamSanjuSamson ! When you have talent, hard work & performance but still not given enough chances on right time- just because someone caught the fancy of top management in spite of all limitations! Thus, we have more NRIz & more Astrologers.😏
-
jay vasavada JV
@jayvasavada
ઘણા લોકોને પ્રશ્ન ને ઘણાને જલન થાય કે આ જય વસાવડા કોઈ ફિલ્મી હીરો નથી, કરોડપતિ બિઝનેસમેન નથી. સેલિબ્રિટી સ્પોર્ટ્સપર્સન નથી, રાજકીય નેતા નથી, વગદાર સામાજિક આગેવાન નથી. તો જયને ઘણા જાણીતા લોકો ઓળખે કેવી રીતે ?
જવાબ છે : જ્ઞાન !
બે વ્યક્તિ મમ્મી અને પપ્પાએ આર્થિક ખસ્તાહાલી વચ્ચે પણ જીવ રેડી દીધો એના બાળકમાં. એ તપસ્યાના ફળ મને મળે છે. એ તો હાજર નથી પણ હેમંતભાઈ નાણાવટીનો શબ્દ માવતર ઉછીનો પ્રિય મોરારિબાપુની આંખમાં હેત દેખાય ત્યારે મને એમની જ હાજરી વર્તાય ! પણ અલગ રીતે ઉછેરેલ ને વિસ્મય, વાચન, વિચાર, વિહારની સાથે વ્હાલ ઠસોઠસ ભરીને આજના વ્યવહારજગતમાં મિસફિટ બનાવી દીધેલ એવા એ છોકરાને લોકો ઓળખતા થયા કારણ કે એ કશીક એવી વાત કહેતો કે લખતો હતો જેમાં રસ પડતો હતો. એ કામ પેલા ઘડતરને લીધે બધાને આસાન લાગતું હતું, પણ એની પાછળ પેલા નિચોવીને કાઢી દીધેલા વર્ષો હતા. સદનસીબે એ સફર હજુ અટકી નથી. અજાણ્યાઓ પોતીકા એમ જ નથી થતાં, એ માટે કોઈ ભેટ લઈ જવાની કે પ્રશંસા કરવાની જરૂર નથી. તમારી પહેચાન તમારું જ્ઞાન, તમારી વાણી કે લેખિની છે.
એમ જ કોલમથી સંપર્કમાં આવ્યા SGVP ના સ્વામી માધવપ્રિયદાસજી. સ્વીકારક વ્યક્તિત્વ. કોઈ ભેદની ભીંત ચણ્યા વિના શિક્ષણ ને આરોગ્ય માટે ધર્મચેતના સર્મપિત કરનાર. હું એમને ઓળખતો થયો એ પહેલાથી એ મને ઓળખતા થયેલા લેખો થકી. એમના 75 વર્ષ નિમિત્તે અમૃતવંદના ગ્રંથ વિમોચન(એ વિશે વિગતે હવે પછી) માં જેમણે વાંચીસાંભળીને હું મોટો થયો હોઉં એવા ઉજ્જ્વળ નામો સાહિત્ય અને કળાજગતના ઉપસ્થિત હતા. સંતોનો ભાવ કે હું ભ્રમણ બાબતે થોડું બોલું.
વેદાંતના પ્રખર જ્ઞાની, સ્વયં પ્રભાવી વક્તા એવા જૂના અખાડાના મહામંડલેશ્વર ( નાગા સાધુઓનું કુંભસ્થાન ગણાય એ ) વિદ્વાન સંત અવધેશાનંદ ગિરી એના ભવ્ય સમારંભમાં અધ્યક્ષ સ્થાને. એ હિન્દી અંગ્રેજી બધી ભાષા જાણે પણ ગુજરાતી સમજતા હશે એ ખબર નહીં. વિષયની શિસ્ત ને સમયના ભાગ રૂપે હું તો કેવળ સ્વામી માધવપ્રિયદાસજી અને મારા અનુભવોને કેન્દ્રમાં રાખીને બોલ્યો. એમની કે અન્ય કોઈની વિશેષ પ્રશંસા પણ સ્વાભાવિક રીતે કરી નહીં.
પણ એમની ઉદારતા જુઓ, કોઈ અહં વિના માત્ર વાણીમાં વરદાન પર એમણે જે સ્નેહની વર્ષો કરી એક ત્યાં સુધી એમને માટે સાવ અજાણ્યા એક વક્તા પર, એ મારા માટે કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રથી કમ નથી. સાંભળો એ અંશો એમના જાહેર વ્યાખ્યાન ને જતા પહેલા ભાવથી કરેલી નાનકડી અંગત મુલાકાતના. એમના સહજ આશીર્વાદ અને આટલી ઊંચાઈ પછી પણ અન્યના શબ્દ-વિચારને વખાણવાની નમ્રતાથી હું હજુ સુખદ આશ્ચર્ય અનુભવું છું.
મમ્મી પપ્પા, ગેબમાં ગાયબ થઈને પણ પ્રેમ વરસાવતા રહે છે આમ !
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Shah rising again ?
-
jay vasavada JV
@jayvasavada
પ્રિય પ્રથા આજે 2 વર્ષની થઈ... એની સમયના ગાલીચે પા પા પગલીની એક તસવીરી ઝલક. ❤️ એના મમ્મી પપ્પા ને દાદીને પણ અભિનંદન એના હોવા માટે ! Thanks to Ghanshyam Parmar
#jv #pratha #niece #birthday #twoyearsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ હોળી 2 માર્ચની જાહેર રજા પહેલાની રાતે એક અભૂતપૂર્વ સંગીતમય જલસો જય વસાવડા અને ચૈતાલી છાયા સંગાથે ઘાટકોપર, મુંબઈમાં ! આવો પોપકોર્ન જંક્શનમાં ગીતો અને વાતોથી ઇશ્કથી ઇકોનોમિકસ સુધીની જાણવા અને માણવા જેવી વાતો. જન્મભૂમિ અને એન્કર ગ્રુપના સૌજન્યથી. ટિકિટોની અને કાર્યક્રમની વિગતો માટે જુઓ વીડિયો...
~ જય વસાવડા #holi #popcorn #love #business #musicThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવતીકાલ તારીખ 26 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડે પ્રેશર ઘટાડવા એક વખાણવા જેવો નિર્ણય લઈને એકાંતરા પેપર રાખ્યા છે. ત્યારે વિધાર્થીઓને શુભકામના સાથે આ એક અગત્યની ટિપ. જુઓ વીડિયો.
~ જય વસાવડા #jv #exam #pressure #caution #readingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઈરાનના હોય કે જર્મની, શાસન લોકોના અંગત જીવનમાં દખલની સુરક્ષા ને સંસ્કૃતિના બહાને શરૂઆત કરે એ ચલાવી લેવાના પરિણામો દુનિયા દઝાડે એવા હોય એ ઇતિહાસનું સત્ય છે. ગુજરાતનો લગ્ન નોંધણી બાબતે સુધારાનો પ્રસ્તાવ યુવા આઝાદી પર આઘાત આપતો કુધારો જ નીવડશે. એક બાજુ વડાપ્રધાન વિકસીત ભારતનું સ્વપ્ન જુએ છે, બીજી બાજુ રાજ્ય સરકાર એવા સુધારા જ્ઞાતિવાદના દબાણમાં કરે છે જેનાથી હજુ પણ વધું યુવક યુવતીઓ વિદેશ વસવાટ કરવા માટે લલચાય ! પરીક્ષાઓના પ્રેશરથી આડકતરા આપઘાત વધે એવું જ જોખમ અહીં પણ છે. આમે નવી પેઢીના એક મોટા વર્ગને લગ્નના કમિટમેન્ટ ગમતા નથી ખાસ. તો લિવ ઇન પણ વધશે. સાંસ્કૃતિક ને કાનૂની કોઈ રીતે સ્વસ્થ લોકશાહીમાં આ ચલાવી ન શકાય. યુવા વર્ગને પુખ્ત વયે કાર ડ્રાઇવ કરતી વખતે કે મતદાન કરતી વખતે માતાપિતાની સહમતી ફરજિયાત હોય છે ? તો જીવનનો સૌથી અગત્યનો નિર્ણય જીવનસાથી પસંદ કરવામાં જ આ શરત કેમ ? મારા જેવાને વ્યક્તિગત તો કોઈ ફરક ન પડતો હોવા છતાં આ ફોરવર્ડ ને બદલે બેકવર્ડ થતી માનસિકતા સામે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. અદાલતની આંટીઘૂંટી સિવાય શું થાય ? શા માટે આનો સ્પષ્ટ વિરોધ હોવો જોઈએ ? જુઓ વીડિયો. ને કોઈ પણની પ્રેમવિરોધી તાલિબાની માનસિકતા સામે મક્કમ રહો કાયમ. રિયલી, થટ્ટી ઇયર્સ કા એક્સપિરિયન્સ્ડ સ્ટેન્ડ હૈ યે ! ❤️
~ જય વસાવડા #jv
#love #marraige #youth #gujaratThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હમણાં જ આ મિત્ર જયેશ શાહનો જન્મદિન ગયો. આવા પપ્પા અને સસરા બનો ઇન્ટરકાસ્ટ લવમેરેજ પછી પણ... ખીજ ને બદલે ખુશીઓ વહેંચતા, દીકરા વહુને હરવા ફરવા, ખાવા પીવા ને ફિલ્મ જવા જોઈને રાજી થતા પેરન્ટસ થાવ તો કેટલાય ઘરોમાં જીવતા સ્વર્ગ મળી જાય ! ❤️
જુઓ સામાજિક સમસ્યાના ઉકેલ માટે ખાસ સમજવા જેવો આ વીડિયો. શેર કરો આ લિંક બધે. 🙏🏼
~ જય વસાવડા #jv
#love #marraige #relationship #parentingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાતી ભાષાની આ અનોખી વિશેષતા જાણો છો ? માત્ર પોણી મિનિટમાં જાણો... ~ જય વસાવડા #jv #mothertongue #માતૃભાષા #language #gujarati
-
jay vasavada JV
@jayvasavada
પરીક્ષાને પ્રેમ કરો, કારણ કે... ~ જય વસાવડા #jv #exam #students #education #motivation
-
jay vasavada JV
@jayvasavada
How is the new #wutheringheights #movie ? My take on ttasformation from Emily's pages to Emerald's picturization. ❤️🔥
#margotrobbie #emilybronte
~ Jay Vasavada #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ ચંદનની જેમ ઘસાઈને સમાજના ઓરસીયે સનાતન સુગંધ ફેલાવે છે. એમની વ્યાસપીઠમાં વાણી, વિચાર અને વહાલનું બિલીપત્ર છે. એમની રામકથા કેવળ માનસની કથા નથી હોતી, એની જોડે માણસની પણ કથા હોય છે. રામકથાને અભૂતપૂર્વ રીતે નેશનલ ને ગ્લોબલ સ્કેલ પહોંચાડનાર પ્રિય બાપુ 81 વર્ષે પણ 18 વર્ષના યુવાન કરતા વધુ નિત્યનૂતન છે. મહાશિવરાત્રિના જન્મદિને આ વીડિયો થકી એમના ચરણોમાં પ્રેમપુષ્પ...
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #sanatan #shivratriThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બગીચામાં બેઠેલા પ્રેમી યુગલો પર ધોંસ જમાવી દેવી સંસ્કૃતિના નામે એ માનસિક વિકૃતિ છે. સરહદ પર અગ્નિવીર થવાને બદલે પ્રતિકાર ના કરે એવા નબળા સોફ્ટ ટાર્ગેટ પર બહાદુરી બતાવવાનો પોલિટિકલ પબ્લિસિટી સ્ટંટ છે તાલિબાની માનસિકતાનો સનાતનીના નામે. સનાતનના એક પણ એવા જાણીતા પ્રાચીન મંદિર નહીં હોય જ્યાં પ્રેમી યુગલોના શિલ્પો સરાજાહેર ના હોય ! બે જણ જાહેરમાં ગાળો આપે, ઝગડે , મારામારી કરે, થૂંકે, છીછીપીપી કરે, આડેધડ વાહનો ચલાવે ત્યાં કોઈ વિરોધ નહીં કરે, પણ લુખ્ખાગીરી આપણે ત્યાં માત્ર બે વ્યક્તિ પ્રેમ કરતા હશે ત્યાં જ ચાલશે ! પ્રેમી પંખીડા તો એકબીજામાં ખોવાયેલા હોય છે. કોઈને નડતા નથી તો પણ. પશ્ચિમનો વેલેન્ટાઈન્સ ડે ન જોતો હોય તો પશ્ચિમની શોધ જેવા સિવાયેલા કપડાં પણ ન પહેરાય ને વિડીયો મોબાઈલ વાહનો કે ઇન્ટરનેટ પણ ન વપરાય ને ચેકમાં તારીખને બદલે તિથિ લખાય ! 30 વર્ષથી આ સ્ટેન્ડ લઈ લખ્યું છે. વધુ વીડિયોમાં.
~ જય વસાવડા #jv #love #couple #pda #valentinesdayThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નથુડા ગાંડાનું નાટક ભજવવા દેવું જોઈએ ? નથુડા ગાંડા ને નાયક ચીતરી શકાય ? મારો જવાબ આ છે.
~ જય વસાવડા #jv #gandhiji #india #freedom #expressionThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સંજોગોની વાત અલગ છે, પણ સ્વેચ્છાએ અમેરિકામાં હું કોઈની ઘેર રોકાતો હોઉં એવા નામો આંગળીને વેઢે ગણાય એટલા જ છે. જવાનું ઘણી વાર થાય. મારે ચિક્કાર ફરવાનું હોય. બીજું, ઘેર વાતો કરીને ગળું બેસી જાય. મનગમતું એકાંત ન મળે. ચાલવા કે લખવાનું ન થાય ને જમવાના આગ્રહો હેરાન કરી મૂકે. સુશ્રુતભાઈ, પ્રવીણભાઈ, સમીપ, અલ્પેશ ઉપરાંત એક સરનામું છે એમાં ડૉ. અશરફ ડબાવાલા અને મધુમતીબહેન મહેતા.
શિકાગોમાં રાજકોટના વિનેશભાઇ વિરાણીએ વર્ષો પહેલા મારો પ્રોગ્રામ રાખેલો. એમાં અશરફભાઈ આવેલા. એક સરસ વાક્ય બોલેલા જેના પર મેં પછી લેખ લખેલો ( લાઇફલાઇન પુસ્તકમાં છે ) "ટ્રીટ યોરસેલ્ફ, સેલિબ્રેટ યોરસેલ્ફ". આમ એમની કવિતાઓથી પરીચિત. પણ ઘરોબો કોઈ નહોતો. કોરોનામાં એક સંવેદનશીલ ડોક્ટર તરીકે એમને થયું લોકોને ઘેર બેઠા રિયલ મોટીવેશનની જરૂર છે. અમારે વાત થઈ ને શો શરૂ કર્યો યુટ્યુબ પર ઝૂમ મીટીંગ દ્વારા. "ચીઅર્સ જિંદગી". એ દરમિયાન ઘણી વાતો ફોન પર થઈ ને અમારા અંતરના તાર મળી ગયા. પછી તો અમે એની જોડે ટૂર કરી. હું એમની ઘેર એના માટે લાંબો સમય રોકાયો ને મધુબહેન કેવું ઉત્તમ આતિથ્ય કરે એ હૂંફ અનુભવી. હવે તો આ ડોક્ટર દંપતી મારા માટે પરિવાર છે. વચ્ચે એમની તબિયતના સમાચાર મળ્યા તો હું ખાસ એક રાત પૂરતો બીજી જગ્યાએ અમેરિકા હતો ત્યાંથી ગયેલો એવી સ્નેહગાંઠ છે. એ ફરી સ્વસ્થ થઈ પ્રવાસો કરવા લાગ્યા એનો આનંદ.
અશરફભાઈની અમેરિકામાં પ્રાઇવેટ હોસ્પિટલ. એમની હોસ્પિટલમાં પિતૃવત સ્નેહથી મારું હોલ બોડી ચેક અપ કરે. મધુબહેન તો રાજકોટ ઘેર પણ આવી ગયા છે. આ વખતે સુયોગ છે, બેઉ ભારતના પ્રવાસે છે. સ્વભાવ એવો ઉદાર કે આપણા ઉમદા કવિ અનિલ ચાવડાને વર્ષો સુધી એમણે પરિવારની જેમ ઘેર રાખ્યા. બધી ટ્રેજેડીમાંથી પણ પોઝિટિવિટી શોધે. મેં નજર સામે એમને જોઈ ગળગળા થઈ જતા અમેરિકન દર્દીઓ જોયા છે. એમનું પેશન્ટ બીમારીમાંથી સાજા થયા પછી પણ અંગત જીવનની વ્યથા ઠાલવવા કે સલાહ લેવા આવે ! એમનું ઘર ગુજરાતી સાહિત્યનો પણ આશરો.
વિચાર કરો, અમરેલીના અશરફભાઈ 1970ની આસપાસ કોલેજમાં ભણતા ભણતા એકમેકના પરિચયમાં આવ્યા. એ વખતે પ્રણય પાંગર્યો એ આજે પણ અડીખમ છે. મારા મમ્મી પપ્પાની જેમ ત્યારે એમણે લવ મેરેજ કર્યા. ક્રોસ કલ્ચરલ લવ મેરેજનો સુખદ સંગાથ આજ દિન સુધી એટલે અડધી સદીથી પણ વધુ સમયે યથાવત છે. બેઉ ડોક્ટર. કામ પર સાથે જાય ને કિચનમાં પણ સાથે. બેઉ કવિ. પણ અહંનો ટકરાવ નહીં. અશરફભાઈ જાવેદ અખ્તર જેવા વૈજ્ઞાનિક અભિગમના. મધુબહેન આસ્થાવાન. પણ અલગ છતાં લગોલગ. 55 વર્ષના સહજીવન છતાં એમણે રોમાન્સ ટકાવી રાખ્યો ને જે રીતે એકબીજાની કાળજી લે છે એ કમિટમેન્ટ લાજવાબ છે. એમને મળનાર કોઈ પણ વ્યક્તિ કોરો ના રહે. આ દંપતીના વ્હાલમાં ભીંજાય જ જાય.
કેટલાય સમયથી ઈચ્છા હતી કે આવા નોબલ કપલની સાથે સંવાદ કરું. આજની જનરેશન માટે ટિપ્સ મળે એવો કે રિલેશન આવા ટકાઉ ને ટકોરાબંધ કેવી રીતે રહે. જાતે જ યજમાન બનવાનું નક્કી કર્યું ને વેલેન્ટાઈન્સ ડેની પૂર્વ સંધ્યાએ વાસંતી વાયરામાં રાજકોટ અમારી પ્રેમગોષ્ઠી છે. પ્રિય મોરારિબાપુના આશીર્વાદથી શરૂ કરેલા JLV ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા. 13 ફેબ્રુઆરી 2026. શુક્રવારની સાંજે 5.30 કલાકે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના હોલમાં. કોટેચા ચોક પાસે રાજકોટ. ઓપન ફોર ઓલ છે. સહુને આમંત્રણ છે. થોડા મોડા પડો તો પણ શાંતિથી બેઠક લઈ શકશો. અમે સમયસર શરૂ કરીશું. જેથી સાડા સાત આસપાસ પૂરું કરી શકાય. મિત્રો સ્વજનોને જાણ કરજો. નવી પેઢી આ સફળ લગ્નજીવનની ફોર્મ્યુલા જાણવા આવશે તો બહુ ગમશે.
વધુ કાર્ડમાં.
મળીએ, મહોબ્બતનો મહોત્સવ કરીએ.
~ જય વસાવડા #jv #love #couple #marraige #relationships -
jay vasavada JV
@jayvasavada
રસગુલ્લા પાછળની ભારતની જ મીઠીમધુરી રિયલ લવસ્ટોરી જાણો છો ? 💕 માત્ર દોઢ મિનિટમાં મમળાવો ચાહતની ચાસણી ! 🌹
~ જય વસાવડા #jv
#love #sweets #gift #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારત દેશમાં શબ્દની સાથે સ્પર્શથી પણ જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાની કોઈ નવાઈ નહોતી અને મનાઈ પણ નહોતી. અઢળક દસ્તાવેજી પુરાવા એના પ્રાચીન મંદિરોની દીવાલોથી પ્રાચીન સાહિત્યના ભોજપત્રો સુધી છે. ત્યાં પ્રિ વેડિંગ શૂટ સામેના બખાળા બળાપા જુનવાણી જડતા અને જોરદાર જલન સિવાય બીજું કશું નથી.લગ્નની સાથે જોડાયેલા બધા ઉત્સવ શુદ્ધ સાંસ્કૃતિક રાખવા ઇચ્છનારે તો મેકઅપ ઠીક, પશ્ચિમી આધુનિકતાથી આવેલા સાબુ બ્રશ લાઇટ કેલેન્ડર બેંક મોબાઇલ વીડિયો કેમેરા વગેરે પણ ના વપરાય. એમાં મોડર્ન થઈ શકાય તો મેરેજ કરનાર યુગલ પ્રિ વેડિંગ શૂટમાં એમના સપનાની ખુશીઓ પૂરી કરવાનો અહેસાસ ભોગવે એમાં આટલા વાંધાવિરોધ કેવા વળી ? એ પણ જ્યારે પ્રણયપ્રદર્શન આપણા વારસાનું અભિન્ન અંગ હોય ત્યારે ! જુઓ વિડિઓ.
~ *જય વસાવડા* #jv
#wedding #marraige #prewedding #cultureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આપણે તો આપણને મહાસત્તા જ માનીએ છીએ, પણ હજુ આપણે મહાસત્તા થયા નથી. અક્કડ રહેવાને બદલે થોડી અક્કલ રાખીને સમજીએ આ કટુસત્ય.
~ જય વસાવડા #jv #india #usa #trade #geopoliticsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મહાત્મા એટલે મહાન આત્મા. એ થવું સહેલું નથી. કેમ થવાય ગાંધીજી ? બે મિનિટ એક સત્યઘટના રિયલ ફૂટેજ સાથે જુઓ, સાંભળો ને વિચારો કે સંબંધ અને ભરોસા બાબતે પણ બાપુ શું શીખવાડી ગયા !
~ જય વસાવડા #jv
#gandhiji #relationships #trust #ukThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
सा क्यों होता है कि हमारे यहां आरोप लगाने की आजादी तो है, मगर जूठ बोलने कि जिम्मेदारी तय नहीं होती? हमारी राजनीति जातिवाद का समाधान भी ऐसा ढूंढती है कि जिससे जातिवाद खत्म न हो पर सख्त हो ! क्यूंकि लोग यहां वोटबैंक है, थॉटबैंक नहीं ! राष्ट्रवाद कि कितनी भी बात कर लो, यहां किसी को नेशन नहीं बनाना है, इलेक्शन जितना है बस ! और जनता भी वही है सदीयों से, खुद की तरक्की से ज्यादा दूसरों कि तबाही में मशगूल !
~ जय वसावड़ा #jv #ugc #caste #india #accountabilityThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
दर्द में भी सुकुन घोलनेवाली आवाज़ ने आज अचानक वो निर्णय किया जो बड़े बड़े सुरमा बुज़ुर्ग होने के बाद अस्पतालमें लेटे हुए भी नहीं ले पाते! 38 साल के अरिजीत सिंह ने बहुत जल्दी फिल्मी ग्लैमर के मोह को जीत लिया! Thanks for being there the voice of the deep feeling ! ❤️
~ Jay Vasavada #arijit #arijitsingh #songs #retirement #bollywoodThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સર્જક બનવું કે શાસક ? એક પ્રાચીન બોધકથા માત્ર પોણા બે મિનિટમાં !
#jv #king #artist #wisdom #happinessThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સત્તા અને પ્રજા વચ્ચે ન્યાય અને સત્યનું સંતુલન બને એ પ્રાર્થના સાથે જરા કડવી પણ સાચી વાત આજના દિવસે. સાંભળો અને સમજો. #jv #happyrepublicday🇮🇳 #india #corruption #accountability
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે સાંજે અમદાવાદ, ગમતા લેખક અને સાત વિશ્વના ગમતા પુસ્તકો પર દિલ ખોલીને વાતો કરવાનો છું. અમદાવાદ હો તો મોકો ચૂકવા જેવો નથી. ઓપન ફોર ઓલ. વિગતો કાર્ડમાં. #jv
-
jay vasavada JV
@jayvasavada
રમણલાલ સોની. મારા બાયોલોજિકલ દાદાજીને તો મેં જોયા નથી, પણ સોનીદાદાએ સાયકોલોજિકલ દાદાજી બની બચપણથી મને એમની વાર્તાઓ દ્વારા ઘડ્યો છે. આજે કેમ બાળકોને વાર્તાઓ કહેવી જરૂરી છે, એ પેરન્ટ્સ અને ટીચર્સને પણ સમજવા જેવું છે. આપણી પાસે રોમાંચ અને સાહસ પ્રેરે એવી કિશોરકથા યાને ટીનએજ લિટરેચર નથી. પણ એવી સાત લઘુનવલ / નવલકથાઓ ( novela & novel ) જે કોઈ પણ માટે ખાસ વાંચવા જેવી અને વિશ્વવિખ્યાત ગણાય, એ રમણલાલ સોની આસાન ગુજરાતીમાં આપણને આપતા ગયા ! એમના 117 મા જન્મદિન યાને 25 જાન્યુઆરીના રવિવારે સાંજે 4.45 વાગે અમદાવાદ આશ્રમ રોડ ઉપર એચ કે આર્ટસ કોલેજના હોલમાં મારી સાથે એના ઉત્સવમાં જોડાશે લોકપ્રિય કલાસર્જક અને વાર્તાઓની રાણી દેવકી અને વયોવૃધ્ધ પણ વાર્તાસમૃદ્ધ બાળસાહિત્યકાર યશવંત મહેતા. રમણલાલ સોનીના ઉત્તમ સ્વભાવના પુત્ર અને પુત્રવધૂ ડૉ. શ્રીરામભાઈ ડૉ. રેણુકાબહેન પણ જોડાશે એમાં. ગુર્જર પ્રકાશન દ્વારા આ સાત વિશ્વવિખ્યાત અફલાતૂન પુસ્તકોની નવી આવૃત્તિના સેટ ડિસ્કાઉન્ટ સાથે મળશે. મારો દિલથી ગમતો વિષય હોઈને હું તો એક યાદગાર પ્રવચન માટે થનગની રહ્યો છું. કાર્યક્રમો તો રોજ થાય ને સરસ જ હોય, પણ આ મોકો ચૂકવા જેવો નથી. કોઈ રજીસ્ટ્રેશન કે એન્ટ્રી ફી નથી. આવો મિત્રો પરિવાર સહિત. વધુ વિગત માટે જુઓ વીડિયો.
~ જય વસાવડા #teens #children #stories #adventure #fantasyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે તિથિ મુજબ વસંત પંચમી અને તારીખ મુજબ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિનનો સુભગ સમન્વય. સુભાષબાબુની દેશ માટે ક્રાંતિની વાતો કરનારા મોટા ભાગના પાછા સંસ્કૃતિના નામે પ્રેમલગ્નના વિરોધી હોય છે ! સુભાષબાબુ તો આઘુનિક વિચારના હતા. ગાંધીજી માટે એટલે છૂટા પડ્યા પછી પણ એમણે રાષ્ટ્રપિતા કહેવા જેટલો આદર હતો ને 2016 માં બોઝ ફાઇલ પબ્લિકમાં આવી ત્યારે ખબર પડી કે એમની વિદાય બાદ એમના પરિવાર ને જવાહરલાલ નેહરુએ ફંડ બનાવી કાયમી મદદ કરેલી ! તો, આ પરિવાર એટલે સુભાષબાબુના આંતરજ્ઞાતિય, આંતરધર્મીય, આંતરદેશીય લવ મેરેજ પોતાનાથી 13 વર્ષ નાની ઓસ્ટ્રિયાની એમિલી શેંકેલ સાથે ને એમાંથી થયેલી સ્કોલર ને હજુ પણ હયાત એવી દીકરી અનિતા ! પણ આપણે એક નંબરના દંભીસ્તાની સંકુચિત હિન્દુસ્તાનીઓ છીએ. કૃષ્ણ, શિવ, રામ, દુર્ગાને પૂજીએ પણ એમણે ને એની સાથે રહેલાઓએ કોઈ પ્રદેશ કે જાતિના ભેદ વિના લવ મેરેજ કર્યા એ વાત સ્વીકારવાથી ડરીએ ! ભગતસિંહ, સરદાર, ડૉ. આંબેડકર અને સુભાષબાબુનો વિકૃત ઉપયોગ ગાંધીજીના આદર્શોને નીચું દેખાડવા કરીએ પણ એ તમામ જ્ઞાતિમાં ગોઠવેલા એરેન્જ્ડ મેરેજને સમર્થન આપતી જડ ધાર્મિક માનસિકતાના ઘોર વિરોધી હતા, અને પોતાની મરજીથી થતા પ્રેમલગ્નના ચુસ્ત સમર્થક હતા – એ સગવડતાપૂર્વક ભૂલી જઈએ ! સુભાષબાબુની આઝાદ હિંદ ફોજમાં પણ લવ મેરેજ થયા. ને ખુદ એમણે એ સમયે પોતાનાથી 13 વર્ષ નાની પરદેશી યુવતીને પ્રેમ કર્યો જે એણે આજીવન નિભાવ્યો ! વસંત પ્રેમની મોસમ છે, અને સરસ્વતીની ખરી પૂજા સાચું નવું પ્રગતિશીલ જ્ઞાન મેળવવું અને ભયભીત થયા વિના એ સ્પષ્ટ સડતા જતા સમાજને કહેવું એ છે ! જય હિન્દ ! ❤️
~ જય વસાવડા #jv #love #marraige #subhashchandrabose #vasantpanchami -
jay vasavada JV
@jayvasavada
सनातन का सत्यम् प्रिय मोरारिबापु के नेत्र है, शिवम् प्रिय मोरारिबापु का गान है, सुंदरम् प्रिय मोरारिबापु का स्मित है... राजधानी दिल्ही में बापु कि मानस सनातन कथा के पहले दिन में उनका अनुग्रह एक बार फिर बरसा, कथा सुनते हुए उसमें भीगी ये दिल की पुकार..
~ जय वसावड़ा #jv #moraribapu #ramkatha #sanatan #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ રવિવારે સાંજે અમદાવાદમાં એક અનોખી સફરે આવો... વિગતો કાર્ડમાં.
-
jay vasavada JV
@jayvasavada
*અમિતાભ દર્શન અને બચ્ચન મિલન : જીવનની વધુ એક મેજિક મોમેન્ટ ! જેમને જોઈ વાણીનું આકર્ષણ થયું એમની હાજરીમાં વક્તૃત્વની ધન્યતા !*
અનેકવાર લખ્યું છે એમ બચપણમાં અમિતાભની ફિલ્મોના સીન જોતા જોતા સિનેમાના પ્રેમમાં પડી જવાયું, જે લવ સ્ટોરી હજુ પણ ચાલુ છે. અમિતાભના વ્યક્તિવમાં એ પ્રચંડ બુલંદી છે કે આયખાના 83 માં વર્ષે પણ એ ઇન્સાન નહીં, કોઈ દેવતાઈ જાદૂ જ લાગે. હાલતું ચાલતું હસતું બોલતું ગુરૂશિખર! જાણે ધરતી પર આવેલું ઈશ્વરના લલાટ પર શોભતું મોતી! ચમત્કાર છે એનું જીવવું, અમર છે એનું અસ્તિત્વ અને નજીકની નિહાળો તો ખ્યાલ આવે કે ચુંબક જેવું ખેંચાણ ઊભું કરી શકતા આ વ્યક્તિત્વમાં કશુંક અલૌકિક છે. Aura કે આભાનો પર્યાય છે એ !
ડૉ. દીપક અંતાણી અને મેધા વૈષ્ણવ સાથે મળ્યા બાદ ફરી બચ્ચનમિલનનું અહોભાગ્ય મળ્યું સુરતમાં. જેનું કારણ સુરતના જુવાન ઉદ્યોગપતિ અને ખુદ અમિતાભ જેને "હમારે ભયંકર ફેન" કહે છે એ સુનિલ શાહ ! જે પોતાના નવા વૈભવી ફ્લેટ જેમાં પણ ઓરડે ઓરડે અમિતાભ દેખાય છે , એમાં રહેવા ન્હોતા ગયા ! એ આશાએ કે ત્યાં અમિતાભ બચ્ચન પગલા કરશે. અને એમના લાંબા ઇન્તેઝારના અંત આવ્યો આખરે ગયા શુક્રવારે 9 જાન્યુઆરી 2026 ના રોજ !
શબરીને ઘર રામ, પુંડરિકને ઘર વિઠ્ઠલ, એમ સુનિલભાઈના ઘેર બચ્ચન સાક્ષાત પધાર્યા. ચાર્ટડ ફ્લાઇટમાંથી ઉતરી સીધા સુરત એમની ઘેર પહોંચ્યા. ત્યાં ખાસ્સો કલાક વિતાવ્યો અને નિરાંતે પ્રેમથી ભોજન પણ ઘરનું લીધું અને રસોઈ કરનાર પીરસનાર બહેનોને ખાસ બોલાવી એની જોડે ફોટો પડાવ્યો ! આજે પણ મહાસાગર સડક પર હોય એવી ભીડ બચ્ચન માટે ઊભી રહે છે, લાઇન તો આ શહેનશાહથી જ શરૂ થાય છે !
કહાની ફિલ્મી એટલે છે કે જે બચ્ચનના અફલાતૂન આશિક છે એ સુનિલભાઈ પાછા મારા પણ ચાહક છે! કેટલીય સ્પીચ સાંભળવા દોડતા આવ્યા છે. એમણે મને કોલ કર્યો કે તમારે આ ધન્ય અવસરે હાજર રહેવાનું જ છે. અગાઉ અમે સુરત સંજીવકુમાર ઓડિટોરિયમમાં જોડે અમિતાભનો જન્મદિન ઉજવેલો જેમ બચ્ચનસાહેબ રેર કેસમાં ઓનલાઈન ખાસ જોડાયેલા. આ વખતે અચાનક તારીખ કન્ફર્મ થઈને સુનિલભાઈ મને કહે સાહેબ માટે ક્રેઝી ક્રાઉડને તમે હેન્ડલ કરો તો સારું. અમિતાભની નજીક જવું એ પણ આનંદની વ્યાખ્યા. ફટાફટ રાત જાગી પહોંચ્યો. સ્પીચ આપી બચ્ચનફેન્સન મેળાવડામાં અને એન્ટ્રી થઈ ખુદ બિગ બીની !
જેને જોઈ સાંભળીને વકતૃત્વકળાના એકલવ્યની જેમ પાઠ શીખ્યા એ પ્રેરણાપુરુષને માઇક આપવાનું સદભાગ્ય મળે એનો રોમાંચ શબ્દાતીત છે. મેં સહજ એમનો પરિચય આપ્યો "માતા તેજી જી કિ મમતા ઔર બાબુજી હરિવંશરાયજી કિ ક્ષમતા સે પનપી અભિનય કિ સત્તા : અમિતાભ બચ્ચન" અને અમિતાભ બચ્ચનના ચહેરા સાથે આંખોમાં સ્મિત આવ્યું. સર્ટિફિકેટ મળ્યું : હિન્દી મેં અચ્છા બોલ લેતે હૈ આપ. જન્મારો સફળ સ્ટેજ પર !
અમિતાભે કોઈ ઉદબોધન ના કર્યું. બસ પ્રેમીઓનું અભિવાદન કર્યું. સુનિલભાઈના ઘેર બધા વીઆઇપીઓને વેઇટિંગમાં રાખી પારિવારિક સ્વજનની જેમ ગયા એના નજીદીકી સાક્ષી થવાનું મળ્યું. એમની એક ખાસિયત અગાઉ પણ નોંધેલી. એમને કશું પણ આપો એમાં રસ લે, બાળક જેવા વિસ્મયથી શાંત રહી નવું લાગે એ સાંભળે ને જાણે ! મેં રાજકોટના મહેશ વિજયની સ્પેશ્યલ મીઠાઈનું બોક્સ આપ્યું તો પૂછ્યું એમાં શું છે ને પેંડા બાબતે એમને ખબર પણ હતી. મારા જીવતરના સાર સમી rain drops એમના હાથે સુનિલભાઈને મારે આપવી હતી. એ ઈચ્છા પૂર્ણ કરી સહર્ષ અને 50 વર્ષના નિચોડ જેવી rain drops ને આરાધ્યદેવ બચ્ચનસાહેબનો સ્પર્શ મળ્યો એનો અપાર આનંદ. એમણે સુનિલભાઈને ત્યાં નિરાંતે બધું જોયું ને ભોજન લીધું ને એક સાચા ચાહકને કેવી રીતે જીવનની અણમોલ ક્ષણો પડદા બહાર પણ આપી એના નિકટ સાક્ષી થવા મળ્યું.
83 વર્ષે પણ મોટા મેળા જેટલું પ્રેમટોળું કોઈ પ્રમોશન વિના ઘરથી દૂર એકલે હાથે ભેગું કરી શકે એને living legend કહેવાય ! એના love માં આપણે છીએ ને એ લે છે એ જ હવામાં શ્વાસ લીધો એનો ખુમાર હજુ ઓસરતો નથી. May the force be with you always dear Amitabh Bachchan !
~ Jay Vasavada #jv #amitabhbachchan #surat #love #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
जो भी मैं कहना चाहूं, बरबाद करे अल्फ़ाज़ मेरे...
अल्लारखा रहमान का ये गाना हकीकत बना उन के लिए बीबीसी के ताजातरीन इंटरव्यू कि वजह से. क्योंकि उन में वो जोर दे कर यह नहीं कह रहे थे कि केवल मैं मुस्लिम हूँ इस वजह से काम नहीं मिल रहा था, या पिछले 8 ( 11 नहीं ) साल से पावर चेंज हुआ उस बातमे उनका गर्भित इशारा राजकीय सरकार कि ओर नहीं था... सच क्या है उस की अगर कदर हो तो कुछ वक्त निकाल के ओरिजिनल इंटरव्यू देखने कि तकलीफ लेनी चाहिए. लेकिन ऐसा तो मीडिया भी नहीं करता क्यूंकि तमाशा ही TRP बढ़ाता है. Controvery is communication है आज के जल्दी वाले सतही दौर में ! गहराई में जाने कि फुर्सत ही किस के पास है अब ! सिर्फ मुस्लिम होने का विक्टिम कार्ड खेलना बिल्कुल गलत है, जिस कि आलोचना हमेशा मैने भी की है. लेकिन कोई शांति से कुछ अपनी बात रख रहा है उनको समस्या मान लेना भी एक मनोरोग है. वो भी पूरी बात समझे बगैर ! अपने अपने जो अनुभव या फीलिंग है वो व्यक्त करने नहीं देंगे तो असली कलाकार घुटन महसूस करेंगे और ग्लोबली हमारा सॉफ्ट पावर ही कम होगा जिसकी हमें आज सख़्त जरूरत है. खैर, देढ़ घंटा न हो तो नौ मिनट में इंटरव्यू में कि गई बात का word to word हिंदी रखा है मेरी बातों के साथ इस वीडियो में. पहले देखिए पूरा. रहमान गुणी संगीतकार है, मौका देखकर उनके नुक्स निकालनेवाले ऐसी प्रतिभा के धनी नहीं है, क्योंकि उनके ढेर सारे गानों में अलग तरह का जादू है ही. और बड़े बड़े कलाकार संघर्ष कर सकते है फॉर्म के, लिए इस वजह से क्लास खत्म नहीं होता. और सही सवाल तो यह है के पुराने यश चोपरा, सुभाष घई, फिरोज खान, प्रकाश मेहरा, संजय भंसाली जैसे मेकर आज कितने बचे है जो फिल्मों के म्यूज़िक पर ध्यान दे कर उस में जान निकल दे अपनी ! सिर्फ कॉर्पोरेटस है जिनको संगीत का अता पता नहीं और उस वजह से हिंदी फिल्म इंडस्ट्री ने अपना एक किला सालों से खो दिया है : यादगार सुमधुर संगीत का ! उस के कमर्शियल पतन का यह भी महत्वपूर्ण कारण है, चर्चा इसकी होनी चाहिए.
अब देखिए शांति से पूरा ये विडियो, और रिएक्ट करने से पहले सोचिए. यह भी कोई ऐसा बड़ा मसला है क्या देश के लिए, जिस के लिए हम अपनी ही एसेट को परेशान करते फिरे!
~ जय वसावडा #jv #arrahman #bollywood #music #controversyThis media couldn't be displayed. See it on the original post.
jay vasavada JV
@jayvasavada
बीबीसी का पाकिस्तानी ब्रिटिश पत्रकार हारून रशीद उनका नाम खराब करने के लिए नेगेटिव सवालों से प्रोवोक कर रहा है, बार बार घुमा फिरा के, रहमान कोई इतने बातूनी नहीं है, फिर भी संभव कोशिश करते दिख रहे है नियंत्रित जवाब देने की. भारत कि ग्लोबल पहचान जैसे रहमान को धूमिल करने का प्रयास ?
-
jay vasavada JV
@jayvasavada
આજે કેટલા ધર્મગુરુઓ છે જે લોકોને પડતી હાલાકી, સમાજના દંભ, રાજકારણીઓના ભ્રષ્ટાચાર, પ્રદૂષણ કે ધાર્મિક બાબતોની અશિસ્ત વગેરે ઉપર પ્રાચીન કળા અને આધુનિક વિજ્ઞાન જોડે રાખીને પોતાની ઇમેજ કે સુખ સુવિધા કે ફેન ફોલોઈંગની ફિકર વિના બેપરવાહ થઈને બોલે ? કોઈ પરંપરાગત માન્યતાઓના ખભે ચડીને ઊંચા થવાને બદલે એને તોડે ? પબ્લિકમાં પોપ્યુલર હોય એવા આઇકોન્સને કોઈ શરમ વિના અરીસો ધરી દે ? પૂજાતા પાત્રોની પણ ખામીઓ સત્યના સહારે બેબાક થઈને બતાવે ? ઓશો નિર્વાણ દિને યાદ કરીને આ તર્કપૂણ તથ્ય અને અભ્યાસપૂર્ણ અભય કેળવીએ. #jv #osho #india #rebel #brave
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તહેવારોની મજા પહેલા જેવી નથી રહી એનું આ કારણ ક્દી વિચાર્યું છે ? જુઓ. ~ જય વસાવડા #jv #festival #education #life #india
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સંબંધો તૂટતા અટકાવવાનો એક સહેલો પણ અસરકારક ઉપાય ! ❤️ જુઓ માત્ર સવા મિનિટનો વીડિયો. #jv #relationship #love #family #friends
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શૃંગારિક વાત સાથે જાણો આ એક્સક્લુઝિવ વાત. શુભ સંકરાત ! ❤️🪁🫦#kite #romance #talsankli #sanskrut #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સોમનાથ : હજાર વર્ષના પ્રહારો પછી પણ વધુ પ્રભાવશાળી બનીને ટટ્ટાર ઉભેલી આપણી અસ્મિતાનો જયઘોષ ! #jv #sardarvallabhbhaipatel #narendramodi #somnath #somnathswabhimanparv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે સ્નેહી સ્વજન @bharatpandyabjp ભરતભાઈ પંડ્યાએ #somnathswabhimanparv નિમિત્તે પોતાની સ્મૃતિઓ મૂકીને અનુરોધ કર્યો કે બધા સોમનાથના સ્મરણ મૂકો. થોડા સમય પહેલા ત્યાં ગયેલો ને ખૂબ સરસ દર્શન થયેલા નજીકથી શાંતિપૂર્વક ત્યાંના સ્ટાફના સહયોગથી, એ સમયે ત્યાં પ્રતિભાવ આપેલો. આ રહી એની વીડિયો હાઇલાઇટ્સ. હજુ આગળ પણ આવશે બીજા વીડિયો. એક હજાર વર્ષથી ફરીને ફરીને ટટ્ટાર થનાર શિવત્વના સત્વતીર્થ સમા સોમનાથ મહાદેવ અંગે ! #shiva #gujarat #jyotirlinga #pilgrimage
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
,પાઠ્યક્રમમાં બધું ભૂતકાળનું ભણાવવાનું એવું કેમ ? પેઢી નવી તો નવા લોકોની વાતો કેમ નહીં ? બિઝનેસમાં ઇલોન મસ્ક કે પ્રાણીપ્રેમમાં અનંત અંબાણી, લીડરશિપમાં ધોની કે મોટીવેશનમાં શાહરૂખ ખાન કે સ્ટેન્ડઅપ કોમેડીમાં આંચલ અગ્રવાલ કે ઇન્ટરવ્યુમાં રાજ શમાણી, પત્રકારત્વમાં સૌરભ દ્વિવેદી કે સાયન્સમાં નીલ ટાયસન, બાળઉછેરમાં ડિઝની અને મહિલા સશક્તિકરણમાં જયા કિશોરી, અધ્યાત્મમાં શ્રી શ્રી રવિશંકર કે અભિનયમાં સુનિલ ગ્રોવર જેવા અનેક પોલ્યુલર આઇકોન કેમ ભણવામાં ન આવે ? પરીક્ષાનો બોજ થોડો આપોઆપ ઓછો થાય ! ~ જય વસાવડા #jv #education #rolemodel #inspiration #genz
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હડકવાનો ભાઈ "ભડકવા" 😉😜🤪😝😆😁😂🤣
#jv #moralpolice #love #fashion #understandingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
My take on much awaited #movie "#housemaid" based on novel by Freida McFadden and what I felt about screen godess #sydneysweeney ❤️ and something about timeless beauty and senseless cencor board in country of Kamasutra !... Watch the full video for more...
~ Jay Vasavada #jv #hollywood #entertainmentThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
This is revolution !
Elon Musk
@elonmusk
I am confident at this point that restoring full body functionality is possible with @neuralink
Tesla Owners Silicon Valley
@teslaownersSV
Neuralink Breakthrough- “It’s Physically Possible to Restore Full Body Functionality” — Elon Musk
-
jay vasavada JV
@jayvasavada
Hahaha
Rofl Gandhi 2.0 🏹 Commentary
@RoflGandhi_
ये दोनों प्रेमी दो दिन से सोये नहीं हैं, एक साथ सोना चाहते हैं।
मध्य प्रदेश सरकार 'मुख्यमंत्री सुप्त योजना' के तहत इनके लिए ओयो प्रवास का प्रबंध करे। -
jay vasavada JV
@jayvasavada
HNY 🎉🎊🥳
-
jay vasavada JV
@jayvasavada
ફેબ્રુઆરીમાં ફિનલેન્ડમાં નોર્થ પોલવાળા સાન્તાના ગામની સફરમાં એકલપંડે ગરમ કપડાંમાં લોટપોટ થઈને રેન્ડિયરની સ્લેજ ગાડીની મોજ માણી ને ચોમેર ફેલાયેલા શ્વેતા હિમ વચ્ચે અફાટ ધવલ માહોલમાં સૂસવાટા મારતા ઠંડાગાર પવન વચ્ચે નિજમસ્ત થઈને ઘણું ચાલ્યો. પગલાં ને પવનના4 j અવાજ ઝીલાય એ વીડિયોમાં. ચૂંટેલા અંશોની એક્સક્લુઝિવ ઝલક જુઓ આ વીડિયોમાં !
~ *જય વસાવડા* #jv #finland #santa #ice #raindeerThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાત કોંગ્રેસના એક પ્રવક્તા મારા લવ મેરેજને સમર્થનના સ્ટેન્ડને લઈ મારા પર પર્સનલ થઈને વિડીયો બનાવીને સંવિધાનવિરોધી જડતાના ઉલાળા લેતા હતા. 😜 હું તો મારી સ્પેસની સફાઈ સિવાય એકે ટ્રોલિયાફોલ્ડરને જવાબ આપી એના ટીઆરપી વધારતો જ નથી 😁 પણ આશા છે એ હવે આ બાબતે પણ એમની સંકુચિત માનસિકતાનું જ્ઞાન દેવા જશે 😉 પ્રેમી યુગલને દિલથી અભિનંદન. ❤️
Kranti Kumar
@KraantiKumar
देश के सबसे बड़े राजनीति परिवार, गांधी परिवार में खुशी की खबर आयी है.
प्रियंका गांधी और रोबर्ट वाड्रा के बेटे रेहान वाड्रा का रिश्ता अवीवा बेग से तय हुआ है. दोनों सात साल से रिलेशनशिप में थे.
अवीवा बैग एक फोटोग्राफर हैं. उनकी तस्वीरे बड़े प्लेटफॉर्म पर जगह बना चुकी हैं.
रेहान वाड्रा और अवीवा बेग का रिश्ता देश के उन रूढ़ीवादी जातिवादी माता पिता के लिए साफ संदेश है जो जाति बिरादरी देखकर प्रेम विवाह का विरोध करते.
युवा, किसी जाति संस्कृति धर्म या माता पिता के गुलाम नही होते हैं. क्या पढ़ना है, क्या बनना है और किससे विवाह करना है, इसका अधिकार बच्चों को है.
प्रियंका गांधी और रोबर्ट वाड्रा बधाई के पात्र हैं. -
jay vasavada JV
@jayvasavada
સફળ મેરેજ લાઈફનું આસાન સિક્રેટ માત્ર દોઢ મિનિટમાં ! ❤️ #jv #marraige #love #life #couplegoals
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવો, સાન્તાક્લોઝના લેપલેન્ડ ( ફિનલેન્ડ ) ખાતેના ઘરની એક્સકલુઝીવ સફરે મારી સાથે.... ☃️❄️🎉🎁🎇🧑🏼🎄
#merrychristmas #xmas #2025reels #santa #finlandThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અરવલ્લીના આટાપાટા : સત્ય, અસત્ય અને અર્ધસત્ય !
#aravalli #india #development #environment #miningThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બાંગ્લાદેશ ફરી એક વાર ભારતના બધા ઉપકાર અને પાકિસ્તાનના બધા અત્યાચાર ભૂલીને પૂર્વ પાકિસ્તાન થઈ રહ્યું છે. ભારતમાં માઈનોરીટીઝના રક્ષણ માટે જે રીતે આંતરરાષ્ટ્રીય ચોવટિયાઓ ગરજે છે, એ અહીં હિન્દુઓની પીડા બાબતે બોલતા નથી. ત્યાંના સત્તાપરિવર્તનમાં ઊલટો એ બધાનો હાથ હોવાની થિયરીઓ આવે છે. અને એ બધા ચોંકાવનારી હરકતો હોય તો એ છે વંચિતોના વાણોતરને બદલે જલ્લાદ જેવી ભૂમિકા આવી ગયેલા કટ્ટરવાદના કઠપૂતળા બની ગયેલા કહેવાતા પ્રગતિશીલ મોહમ્મદ યુનુસ ! વાતેવાતમાં સલાહો છોડતા સેક્યુલર સડેલાઓ ને વામપંથી વિષાણુઓમાંના ભાગ્યે જ કોઈ એનો કાન પકડે છે. સારું છે, આપણી પાસે આવા દંભી મોહમ્મદ યુનુસ સામે કટ્ટરતાને કાતર મારતા જાવેદ અખ્તર પણ છે !
~ જય વસાવડા #jv
#bangladesh #hindusunderattack #sheikhhasina #savebangladeshhindus #humanrightsviolation
#mohmmadyunus
#javedakhtarThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જેમને કોઈ અનુભવ નથી લખવા કે બોલવાનો, જેમનું કોઈ જાહેરજીવન નથી ક્યાંય લોકો વચ્ચે સતત જવાનું, જેમને સતત રાજકારણ/પંચાત/નેગેટિવિટી/સોશ્યલ મીડિયા સિવાય કોઈ શોખ નથી બીજો સમય ને પૈસા ખર્ચવાનો, જેમને વ્યવહારના સૌજન્ય ને કાયદાના વિવેકની પૂરી સમજ નથી, જેમણે લોકપ્રિયતાની કોઈ ગતાગમ નથી કે એમાં કઈ વાતના કેવા પરિણામ આવે ને જે આમે નિયમિત મારું કશું વાંચતા સાંભળતા સમજતા જ નથી એવા સાતેક પ્રકારના ખાબોચિયાંના મુઠ્ઠીભર દેડકાંઓ છે ! 🤣 જે કાયમ પર્સનલ થઈને એમ જ કચકચ કરતા હોય છે કે ફલાણા પર તમે કેમ નથી બોલતા ને ઢીંકણા પર તમે કેમ નથી લખતા. ભલે ને એ ફરિયાદ કરે એમાંની 90% બાબતો પર હું ઓલરેડી બોલી કે લખી ચૂક્યો હોઉં ને મેં લીધા હોય એના 10% વિષયોની પણ એમને ભાન ન હોય ! 😜 જાણે સમાચાર વાચકની જેમ.બધા કામ મૂકી દરેક હેડલાઇન પર પ્રતિભાવ, એ પણ એ બધા બબૂચકોને અનુકૂળ આવે એવા જ પ્રતિભાવ દેવાની મારી નોકરી હોય 😉... હમણાં વડોદરા મીડિયા ક્લબમાં લેક્ચરમાં આવું કંઈક પૂછાયું ત્યારે મેં પૂરી પ્રામાણિકતાથી આપેલો આ જવાબ... આખું લેક્ચર ત્યાં હાજર મિત્રોને ( બે ધારાસભ્ય સહિત ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ હાજર હતા ને મીડિયાના મિત્રો હતા ) બહુ ગમ્યું. એ પ્રવચન યુટ્યુબ પર મારી ચેનલ planetjv પર છે. ને દોઢ મિનિટનો જવાબ આ રહ્યો ! જુઓ વિડિઓ. 😊
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Say No to #pressure, Say yes to #pleasure !
આજના "ધુરંધર" જનરેશન પરના અનાવૃતનો આરંભ જ્યાંથી કર્યો છે એ કપિલદેવની ધમાકેદાર ફટકાબાજી જુઓ !
#jv #kapildev #life #motivation #fun #relaxation #chill #genz #nostalgia #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🙄
Physics In History
@PhysInHistory
The Feynman point is the name given to the position in the decimal expansion of π where a sequence of six consecutive nines first appears. It is named after the physicist Richard Feynman, who allegedly joked that he would like to memorize the digits of pi up to that point and then say “and so on” as if π. were rational. The Feynman point occurs at the 762nd digit after the decimal point, which is much earlier than expected by chance. ✍️
-
jay vasavada JV
@jayvasavada
આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કોઈ ગુનો નથી ને પાપ નથી. ઇન્ફેક્ટ, સંવિધાન મુજબ તો એનો વિરોધ જ ગુનો છે અને સ્વયંવરની સંસ્કૃતિમાં તો એની ટીકા જ પાપ છે. કિંજલ દવેને પોતાની પસંદના જીવનસાથી માટે સમાજ નાતબહાર મૂકે તો એવા રૂઢિચુસ્ત જડસુ જ્ઞાતિવાદી સમાજમાં રહીને પણ શું કામ છે જે પુખ્ત વયની દીકરીઓને પોતાનો અહમ પોષવાની ખાનગી મિલકત માને ! કોઈ ભ્રષ્ટાચારી નેતા કે અધિકારીનો કર્યો કદી સામાજિક બહિષ્કાર ? સાવ હાલી જ નીકળ્યા છે પણ પ્રેમવિરોધી પંચાતિયા!
#kinjaldave #love #marriage #choice #freedom #youthThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારત પાસે વિશ્વની 18% વસતિ છે પણ વિશ્વનું 4% જ પાણી છે ! આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો બદલે સંકટમોચન બનીને આગળ આવ્યું છે રાજકોટના દિલીપભાઈ સખિયા અને સાથીઓનું ગીર ગંગા ટ્રસ્ટ. એમની જળ એ જ જીવનની ક્રાંતિ માટે વિશ્વની પ્રથમ જલકથા કહેવા કૃષ્ણને માધ્યમ બનાવી આવી રહ્યા છે સુપ્રસિધ્ધ કવિ વક્તા ચિંતક કુમાર વિશ્વાસ. ક્યાં, ક્યારે ને કેવું છે આ આયોજન ? શું નાતો છે મારો ગીર ગંગા સાથે ? જુઓ આ ખાસ વીડિયો..
~ જય વસાવડા #jv
#katha #krishna #water #river #india #charity #lifeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
થોડા સમય પહેલા લાસ વેગાસમાં હતો ત્યારે ડ્રાઈવર વિના પણ ચાલતી ઓટોમેટિક કારની સફર ત્યાંના ટેક્નોલોજીને ટેરવે રાખતા તરવરિયા યુવામિત્ર વત્સલ પટેલે કરાવેલી. જુઓ એની ઝલક. આપણે ત્યાં આવે તો ગોબરા ટ્રાફિક ને ઢોરઢાંખર કે સડક પરના ખાડામાં કેટલી સફળ થાય એ સવાલ છે, પણ આપણે ત્યાં કોઈ જાતના નિયમોના ભાન કે ડ્રાઈવિંગની તાલીમ / કુશળતા વિના ડ્રાઇવિંગ સીટ પર બેસી જનાર લોકોની ભૂલે અકસ્માત થાય છે એ રોકાય ખરા !
~ જય વસાવડા #jv
#tesla #automaticcar #car #driverlesscar #lasvegas #vegasnights #vegaslife #usa #travel #drive #traficThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રાજકોટમાં અત્યારે 74 મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ ચાલુ છે. હોકી તો કૃષ્ણના ગેડી દડાના સમયથી ભારતમાં રમાય અને એમાં પણ રેસકોર્સ ખાતે અમારા રાજકોટનું અદ્યતન મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટીની એસ્ટ્રો ટર્ફ ધરાવે છે. સાથે અમદાવાદ હતો ત્યારે ચૌધરી સાહેબનો કોલ આવ્યો ને કમિશ્નર સાહેબનું આમંત્રણ મળતા જેમાં આજે ચીફ ગેસ્ટ તરીકે મિત્ર ને મોજીલા મહારથી કલાકાર સાંઈરામ જોડે અને દોસ્ત ધવલ સાથે જવાનું થયું. અલગ અલગ પોલીસ અધિકારીઓએ હૂંફાળું સ્વાગત કર્યું. ટોસ ને નેશનલ એન્થમ ઉપરાંત બીએસએફ ને દેશના અન્ય ભાગોમાંથી આવેલી ટીમના મૂળ પોલીસ ફોર્સના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો મોકો મળ્યો. ત્યાં મારી એક સ્પીચ ચાલતી હતી માઇક પર, એ તો મારા માટે પ્લેઝન્ટ સરપ્રાઈઝ હતું ! ભાઈબંધ ધવલનું પણ પીઆઇ મયુરધ્વજસિંહે સન્માન કર્યું ને ગોંડલ ડીવાયએસપી પરમારસાહેબ સાથે એમના લેખક પિતાશ્રીની વાતોમાં સાહિત્યની વાતો થઈ. આ 60 મિનિટના રસકસીભર્યા મેચ ધરાવતી નેશનલ લેવલની હોકી ટુર્નામેન્ટના ફાઇનલ રવિવારે છે. આપણા પોલીસના મિત્રોની મહેમાનગતિથી ભારતની રાષ્ટ્રીય રમતને ઘર આંગણે જોવાનો લ્હાવો લીધો !
~ જય વસાવડા #jv
#dgpgujaratpolice #rajkotcitypolice #hockey #police #india #rajkot #sports -
jay vasavada JV
@jayvasavada
कैसी लगी पहली बार भारतमें पाकिस्तान के असली अंडरवर्ल्ड को उजागर करनेवाली "धुरंधर" ? #spoilerfreereview ~ Jay Vasavada #jvmovies #dhurandhar #hindi #cinema #movies #india #espionage #thriller #bollywood #ranveersingh #akshaykhanna #sanjaydutt #adityadhar
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઇન્ડિગોનો આસમાનમાંથી રાતોરાત ધરતી પર કેમ આવી ગઈ ? #jv
#india #aviation #airlines #indigo #world #usa #airindia #middleeast #europe #customer #managementThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હથેળી મહેનત કરીને ચીરાઇ જાય તો ભાગ્યરેખા પણ પલટાઈ જાય !
~ જય વસાવડા #jv #motivation #life #luck #work -
jay vasavada JV
@jayvasavada
Aaram haram hai !
Physics In History
@PhysInHistory
Sir Isaac Newton's insane study routine ✍️
“He worked seven days a week, 18 hours a day, and he pushed himself even further”
Newton got admitted to Trinity College, Cambridge in the year 1661. In the year 1664, he got a scholarship to study for four more years to finish his MA but in the same year, England was hit by Bubonic plague due to which the University was closed for two consecutive years. Due to this reason, Newton had to go back to his home in Woolsthorpe. These two years turned out to be the most productive and mind-wrenchingly stressful years for Newton. During these two years, he spent most of his days, most of his hours, studying in a room with nothing but lighting candles, loads of books, and notes around. It is reportedly said that he used to get so engrossed in his works that he would forget and skip his meals. During this period, Newton used to spend 16–18 hours a day working and studying in his room totally undistracted. He came up with the theory of gravitation, his significant works in optics, and he also invented calculus during these bubonic plague times at his home. According to biographer Gale Christianson, Newton’s working habits were pathologically addictive and for him, there was no end to the day. He would just keep going on and on and on until he felt exhausted to death.
In the 1680s, when Newton was rigorously working to publish his lifelong works in his book Principia Mathematica, as mentioned by one of Newton’s employees, he would often go to sleep at 2 or 3 in the morning. He barely attended any social events or participated in any recreational activities. -
jay vasavada JV
@jayvasavada
પહેલીવાર 100 કરોડના કલેક્શન સાથે આપણી ક્ષમતા દેખાડી ગુજરાતી ભાષાની ફિલ્મોની ધજા ગગનચુંબી લહેરાવવામાં કૃષ્ણકૃપાથી "લાલો" નિમિત્ત બની ત્યારે પ્રેક્ષક તરીકે કેટલીક વાતો...
#gujarati #movies #entertainment #culture #cinema #krishna #success #achievement #inspiration #landmark #business #art #gujarat #laalomovie #lalo #laalomovieshreekrishnasadasahayateThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Right !
Dr. Eli David
@DrEliDavid
“Keep your eye on how much the Government is spending, because that is the true tax. YOU PAY FOR IT, either in the form of taxes, or indirectly in the form of inflation or debt.”
— Milton Friedman -
jay vasavada JV
@jayvasavada
गीता को पढ़ते मेरेलिन मनरो कि कौन सी बात याद आती है ? बहुत कारण है कि विश्व के धर्मग्रंथों में भगवद्गीता अनूठी विरासत है, उन में से एक प्रमुख विशेषता क्या है सनातन की? जानने के लिए देखिए ये विडियो...
~ Jay Vasavada #jv
#geeta #geetagyan #geetasaar #geetajayanti #krishna #sanatan #india #heritage #knowledge #sprituality #life #bharat #truth #reality #dharmaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Yes. It was trendsetting history.
Parimal Nathwani
@mpparimal
In 1977, Shri Dhirubhai Ambani stood before ordinary Indians with an extraordinary idea that they too could be partners in building a world-class enterprise. This roadshow with S.S. Nadkarni marked the birth of India’s retail investor culture, where dreams were shared, risks were collective, and growth belonged to everyone.
The offer for 2.8 million shares (at a par value of Rs. 10 each) was a groundbreaking success, oversubscribed seven times and attracting approximately 58,000 to 59,000 small investors. This level of public participation was unprecedented at the time. #flashbackfriday #reliance
@RIL_Updates -
jay vasavada JV
@jayvasavada
એક સમયના ઉદાર ને રસિક ભારતમાં એક આખો મર્યાદાપ્યાદાં વર્ગ જીવે છે, જે એવું માને છે કે ટૂંકા કપડાં સ્ત્રીઓ પહેરે કે સુંદર દેહ હોય એને ભગવાનની ભેટ સમજીને શણગારે પોતાની મરજી ને મોજ મુજબ જાહેરમાં એટલે અસંસ્કારી થઈ જાય ! બળાત્કારી પુરુષો ને રોકી ન શકતો સમાજ યુવતીઓ પર બંધનો નાખવામાં શૂરોપૂરો છે ને રેડિકલ ઇસ્લામનો ડરપોક કોપીકેટ છે, જે સ્ત્રીને એના પતિની મિલકત સમજી બાકી એકદમ ઢાંકી રાખવાને જ પવિત્રતા માને છે. ભારતનું તત્વચિંતન તો આથી એકદમ અલગ છે. એટલે સ્ત્રીના સૌંદર્ય ને જાહેરમાં દર્શાવવું કે કલાત્મક સાહિત્યિક અંદાજમાં વખાણવું એ પણ એક રીતે ત્રાસવાદી જડતા સામેનો પ્રતિકાર છે. ખેર, પણ મસ્તીથી શૃંગારરસ પોંખીએ ત્યારે કેટલાક અસુરો એકનો એક સવાલ કર્યા કરે છે, તમારા ઘરની સ્ત્રીઓ આવું કરે તો ? મારા ઘરમાં તો ખેર લવ મેરેજ કે બોલ્ડનેસની કોઈ નવાઈ નથી. બિન્દાસ છે બેઉ પક્ષે નવી પેઢીની બહેનો, ભાણેજ, ભત્રીજીઓ. ને મા તો હતી જ ક્રાંતિકારી એટલે તો આ મિજાજ ઘડાયો મારો. પણ જે દેશ પરદેશની રમણીઓ નિહાળો છે એમને પણ ઘર પરિવાર હોય છે. બધા કોઈ જીસ્મના સોદાગર નથી હોતા. દુનિયા ફરો તો ખબર પડે લે આ તો ફેમિલી વચ્ચે પણ સાવ સહજ બાબત છે. કશું ખાસ નથી. નોર્મલ છે. ભારતમાં પણ આવા અનેક આધુનિક પરિવારો છે. જ્યાં સ્ત્રીને આવી છૂટ કોઈ ગંભીર ગુનો નથી. વિકૃત માનસિકતા વાળા જ આવા સવાલો કરે છે ત્યારે આ વીડિયો એક એવા બાપને સલામી માટે છે, જે ઉત્તર પ્રદેશમાં પોલીસ અધિકારી રહ્યો હોવા છતાં દીકરી પર પ્રતિબંધો મૂકતો નથી. શીખો, કે એવું ન હોય કે ગ્લેમર વર્લ્ડમાં કોઈ આસમાનમાંથી ટપકતું હોય. પણ આવો અભિગમ રાખનાર કુટુંબો હોય આપણી આસપાસ જે સંકુચિત ચિત્તને સમજાતા જ નથી હોતા ! એમને એવું હોય છે કે પોતે જેવા ઢાંચામાં ઢંકાઈને બરબાદ થાય છે ને બીજાના કાજી બને છે, એમ જ બધા જીવતા હશે કે બધાએ જીવવું જોઈએ. એમને જે બિન્દાસપણું અજુગતું લાગે એ ઘણા આધુનિક પરિવાર માટે સ્વભાવિક છે. હજુ આવા ઉદાહરણો મુક્તો રહીશ. ના ગમે એવા જડસુઓ જોતા જ નથી. 😀જઈ શકે છે અહીંથી. આ પણ કેળવણી છે. બ્રેવો દિશા પટ્ટણી. ધાર્મિકતાના દંભને ચેલેન્જ કરનાર મેજર ખુશ્બૂ પટ્ટણી. સર જગદીશ પટ્ટણી. ❤️
~ જય વસાવડા #jv
#beauty #india #tradition #father #dishapatani #love #boldness #attraction #figure #revolution #fashion #pleasure #freedom #choice -
jay vasavada JV
@jayvasavada
Tere Ishq mein : spoiler free review #jvmovies #love #romance #cinema #ranjhna #dhanush #kritisanon #film
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
दिखावों पे मत जाओ, अपनी अक्कल लगाओ... If u r active on social media, watch till end. #jv
#socialmedia #hypocrisy #showoff #celina #palashmuchhal #smritimandhana #relationship #romamce #cheatingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
માણસ કેટલો લાયક કે નાલાયક છે એ ચેક કરવાની ત્રણ કસોટી છે : એને સંકટ/ક્રાઈસિસમાં નાખો, એની પીડા બાબતે એના પ્રતિભાવ ચકાસો અથવા એને અમાપ શક્તિ/સંપત્તિ આપો. અને આ "તાંબડી ગરમ" ગૌતમ ગંભીર બાબતે એટલે જ કોઈ દિવસ ઊંચો અભિપ્રાય હતો જ નહીં એનો વટ્ટ છે કાયદેસર. પહેલા પણ આ ચક્રમ બાબતે આકરું લખેલું તો કેટલાક ડૂંટીડાહ્યા કહેતા કે તમે ક્રિકેટ રમો છો ? પણ હવે અદ્દલ એ જ જે ક્રિકેટ રમે છે એવા કુંબલે, શાસ્ત્રી, પૂજારા વગેરે પણ કહે છે. વાટ લગાડી દીધી ભારતીય ટીમની આ ગ્રેગ ચેપલના ચપલાએ. કોચ જોડે સિલેક્ટર થઈ બેઠો. કેપ્ટન પણ કઠપૂતળી ગોતી લાવ્યો. મુદ્દો હારજીત નથી. મુદ્દો છે એની કેપેસિટી બહારની પોઝીશનમાં એના બફાટીયા ભગા. હજુ આ કજિયાખોરને ધોનીને બદલે પોતાનું નામ ઇતિહાસમાં કેમ નથી એનો ધોખો હતો. લે લેતો જા નામ હવે હોમ ટેસ્ટ સિરીઝના પાણીઢોળના રેકોર્ડ સાથે ઇતિહાસમાં. 😝😜🤪😂🤣😭
~ જય વસાવડા #jv
#gautamgambhir #india #cricket #teamindia #success #failureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રાજકોટમાં ગયા વર્ષે અમારા કર્મઠ સેવાસુકાની વિજયભાઈ ડોબરિયા અને એમના સાથીઓના સદભાવના સેવાના યશ યજ્ઞમાં પ્રિય મોરારિ બાપુએ રામકથા ગાઈને અનેક આર્થિક અનુદાનની આહુતિ અપાવેલી. કેવળ અને કેવળ બાપુના કૃપા પ્રસાદે જ મમ્મી પપ્પાની સ્મૃતિમાં મેં પણ એક રૂમ લખાવ્યો સદભાવના પરિવારના રાજુભાઈ હસ્તક. એની અંગત આર્થિક ત્રેવડ વિના મારું તો આખું તુલસીપત્ર પણ ન ગણાય, પણ અનેક ક્ષમતાવાન શ્રેષ્ઠીઓએ વૃક્ષ અને વૃધ્ધ થકી સમાજનો થાક ઊતરતા આ શુભસંકલ્પ ને સહાય કરી છે. ઘાટકોપરna ધારાસભ્ય પરાગભાઈ શાહના સહયોગથી આ રામકથા હવે 22 નવેમ્બરથી 30 નવેમ્બર મુંબઈ થવા જઈ રહી છે ત્યારે જુઓ આ ભાવસભર વીડિયો. વિકાસ તો થાય છે, પણ સાથે આ વિસામો પણ જોઈશે. આ કથા એને માટે છે !
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #sadbhavna #environment #seniorcitizens #mumbaiThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
हां, वो पुरुष है... હા, એ પુરુષ છે... Yes, He is a man... Share the post of you like this video #man #men #woman #internationalmensday #poem #life #relationship #male #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અચાનક કેમ ગિરિજા ઓક ગોડબોલે બધાને આટલી બધી ગમી ગઈ છે ? 😍 જવાબ જુઓ વીડિયોમાં... #jv #viral #trend #crush #india #woman #icon #celebrity #popularity #art #style #fashion #love #smile #beauty #talk #girija
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Perfectly observed.
Shekhar Kapur
@shekharkapur
The search for intelligent life outside of ourselves is an obsession with us. We’re hoping that aliens are searching for us too .. like we have telescopes pointed at each other ..
But hey! We’re surrounded by intelligent life, aren’t we? All of nature is intelligent life. We live in the embryo of Intelligence
The whole Universe is intelligent life.
So what are we looking for ? We’re looking to justify our ego. We’re looking to justify our exaggerated sense of individuality.
We’re not looking for intelligent life, our ego is searching for its twin ..
#alien #intelligentlife #aliens #ego #twin ##universe #existence -
jay vasavada JV
@jayvasavada
લાલો ફિલ્મ વિશે જય વસાવડાએ ધોળકામાં જંગી જનમેદનીને શું કહ્યું ? #laalo #gujarati #cinema #love #krishna #literature #entertainment #art
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુડ બાય, મામા 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
એક અનોખો ઋણાનુબંધ આજે બપોરે 3 વાગે વહાલા પ્રદીપમામાના અંતિમ શ્વાસ સાથે સમાપ્ત થયો ! મરણ આવ્યું, ને સ્મરણ જ રહ્યા ! એ ઘડીએ ઘેર હતો, પણ હવે કાયમ માટે ઘરનો એક વધુ હિસ્સો ખાલી થયો !
-
jay vasavada JV
@jayvasavada
Dharmendra ki urdu shayri, unki khud ki jubani... ❤️ #dharmendra #shayri
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મોટીવેશનના નામે માઇક્રોવેવ ઓવન લઈ નીકળી પડેલા સફળતાના સોદાગરોનું જોશ અને કૃષ્ણની પાંડવોને શિખામણનું હોશ ! જુઓ માત્ર સવા મિનિટ...
#jv #motivation #krishna #life #challange #struggle #contacts #patience #passion. #waiting #timeThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઝવેરચંદ મેઘાણીના "ઘરાના" તણી પરંપરા જીવંત રાખી હોય એવા લોકસાહિત્ય અને લોકકળાના વરિષ્ઠ સંશોધક, ગુજરાતના વૈવિધ્યપૂર્ણ ગ્રામ્યજીવનનો ધબકાર ઝીલતા પરખંદા લેખક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનો દેહવિલય. આખી યુનિવર્સિટીની ગરજ સારે એવા વ્યક્તિત્વને વિદાય વંદન.
-
jay vasavada JV
@jayvasavada
કાશ, આપણા મલ્ટીપ્લેક્સમાં આવું થતું હોત.... #jv
#misri #sweet #movie #innovation #india #culture #taste -
jay vasavada JV
@jayvasavada
प्रिय मोरारिबापु कि अनन्य अतुल्य अविस्मरणीय राम वनवास कथा का आज अंतिम चरण है... क्यूं राम एक नायक के तौर पर भारतवर्ष में अभूतपूर्व है, उस का पता उनके रामराज्य से नहीं अपितु वनवास से चलता है ! व्यक्ति कि गुणवत्ता का पता सुख का समय वो कैसे बिताये उसमें नहीं, मगर संकट के समय में क्या करता है वो है। इस बारे में कुछ विचार और जानिए इस वीडियो में और इस के अंत में यह भी समझिए कि हमारे प्रिय बापु भी हमें क्यूं अनूठे लगते है... जो उम्र कि वजह से पुरातन नहीं होते, मगर उमंग कि वजह से सदा नित्य नूतन है, सनातन के मूल भाव कि तरह जो स्वीकार और प्यार कि वजह से कभी प्राचीन नहि होता, मगर नई बहती धाराओं में पनपता रहता है !
~ जय वसावड़ा #jv
#ramkatha #moraribapu #ram #ramayana #vanvas #love #truth #compassion #north #south #india #humanity #nature #epic #journeyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
21 મી સદી એ સ્ત્રીઓની સદી છે આ વર્ષોથી દૃઢતાપૂર્વક કહ્યું છે ને એનો જ્વલંત સબૂત એટલે વિશ્વવિજેતા બનેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ! સુનિલ ગાવસ્કરની બહેન નિકિતા પણ ક્રિકેટર હતી. પણ એ યુગમાં સ્ત્રીઓ ક્રિકેટની ઘરમાં વાત કરે તો પણ "બેસ, તને શું ખબર પડે" કહીને ઉતારી પાડતા. એ હજુ પણ ઘણા ઘરમાં થતું હશે મેચ જોવામાં. હવે આબુ બોલતા પહેલા પુરુષોએ વિચારવું પડશે. ડાયના એદલજી, મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી વગેરે જેવી ઝૂક્યા વિના કે રોક્યા વિના રમતી ને લડતી રહેતી ફિમેલ ફાઇટર્સે આ ચેમ્પિયનશિપન ચઢાણ પર પગથિયા બનીને શિખર દેખાડ્યું છે આપણને ! જો કે વર્તમાન જીતમાં બે પુરુષોનો પણ ઉલ્લેખ થવો જોઈએ. કોણ ? અને હરમનપ્રીત ગગનચુંબી સિકસર મારતા કેમ શીખી ? ઇંગ્લેન્ડ જ્યાં ક્રિકેટ શરૂ થયું ત્યાંના ક્યાં સૌથી મહાન લિજેન્ડરી ક્રિકેટર પાછળ પણ એક સ્ત્રીનું કોચિંગ હતું ? કઈ ગુજરાતી કવિતા કાલે વિશ્વકપ વિજય સાથે યાદ આવી ? જુઓ જવાબ માટે આ વિડિઓ. You rock #teamindia
~ *જય વસાવડા* #jv #iccwomensworldcup
#girlpower #woman #cricket #india #shakti #female #strength #champions #winThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
We the Indian Women
Can win the World...
Cup beyond the kitchen !
🏆🏏🪔💃🏼
#jv
#congratulations #teamindia #iccwomensworldcup #victory #celebrations -
jay vasavada JV
@jayvasavada
किंग शाहरुख खान को सिक्सटी यर्स का लाइफ एक्सपीरियंस हो गया आज ! बर्थ डे पे सुनिए उसको सुपरस्टार से महान इंसान बताने वाले दो ऐसे असली किस्से जो शायद आपको मालूम नहीं होंगे !
~ जय वसावडा #jv ❤️
#srk #shahrukhkhan ##birthday #humanity #love #life #roots #empathyThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રસહીન થઈ ધરા ને દયાહીન થયો છે નૃપ એવી કલાપીપંક્તિ ટાંકવાથી ખેડૂતોની વ્યથાકથા ઉકેલાવાની નથી. રોષ ઘણો છે અત્યારે ગુજરાતમાં ને ખાસ તો સૌરાષ્ટ્રમાં કિસાનોમાં – એ હકીકત છે. ને એ હૈયાવરાળને જો નીકળવા યોગ્ય રસ્તો નહિ મળે તો વિસ્ફોટ થઈ શકે એ પણ નિશ્ચિત છે. મારી જાણમાં નથી કે કોઈ સેલિબ્રિટીએ આ માવઠા બાદ આની ફિકર કરવા માટે ત્રણ મિનિટ પણ ફાળવી હોય. ઇન્ટરનેટના જમાનામાં વચેટિયા કાઢવા પહેલા કરતા આસાન છે, પણ કેમ નીકળતા નથી ? ગાંધી સરદાર પણ ભારતના ગામડા માત્ર સમૃધ્ધ નહીં પણ ત્યાં રહેવાનું મન થાય એવા સ્વચ્છ, સુંદર અને સદાચારી બનાવવા મહેનત કરી ગયા છતાં એ મામલે પ્રગતિને બદલે દુર્ગતિ વધી છે. સાયન્સ સમજવા બાબતે ને સામસામી હરીફાઈ ઘટાડવાને બદલે વર્ષોથી એકની એક પીડાના પોકાર વધે છે. પણ રોવાથી મન હળવું થાય, સવાલ તો સમાધાન વિના ભારે થતો જાય. ટૂંકમાં થોડીક દિશા એક ખેડૂત પરિવારના ફરજંદ તરીકે અહીં દેખાડી છે. એકના એક ઉકળાટને બદલે ઉકેલ શું હોઈ શકે ? તમારા સૂચનો કૉમેન્ટમાં લખો...
~ જય વસાવડા #jv
#farmers #rain #weather #solution #gujarat #science #pain #life #fight #struggleThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
विचार का मतलब यह नहीं कि आपमें विनोद न हो। महान वो है जिसके पास मुस्कान है ! प्रिय मोरारिबापु कि सरदार पटेल को स्मितांजलि! 😊 Full video on planeJV youtube #jv #sardar #sardarvallabhbhaipatel #sardarpatel150 #bardoli
-
jay vasavada JV
@jayvasavada
આજે સરદાર બનવું હોય તો ?
માત્ર બે મિનિટનો જવાબ...
#jv
#sardar #sardarvallabhbhaipatel #sardarpatel150This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બધા જ નવી પેઢીના બાળકો કંઇ ઉધ્ધત કે આપણી સંસ્કૃતિની સમજ વગરના નથી હોતા. આ જુઓ, અમેરિકામાં ગુજરાતી ડોક્ટર દંપતીનો વન્ડર કિડ શ્રીનય. નાની ઉંમરે નાનીનાના, દાદાદાદી અને વિશ્વપ્રવાસી મમ્મી પપ્પાએ સંસ્કાર અને વાતાવરણથી એવો ઘડયો કે કડકડાટ સંસ્કૃત પણ બોલી શકે અને દુનિયાભરનું જ્ઞાન પણ સહજ સમજીને યાદ રાખી શકે. એની જીજ્ઞાસા જ એટલી છે કે એ જાતે રસ લે છે જગતમાં એને ગોખવું નથી પડતું ! ગિફ્ટેડ એવો કે આ જુઓ મૂળ વતન ભારત અને અત્યારે છે એ અમેરિકાના રાજ્યોના નકશા નામ વગર જોઈને ઓળખી દે, જે તો મોટાઓથી પણ ન થાય ! વળી આ એનું નેચરલ છે. કૃત્રિમ તાલીમ નથી. હું અમેરિકા હતો ત્યારે આ ડાહ્યા બાળકની ઘેર જ એનો વિડીયો ઉતરેલો. એની પ્રતિભા અને વિનયની ઝલક બતાવતો આ વીડિયો છેક સુધી અચૂક જુઓ ને બીજાઓને પણ દેખાડો ! ~ જય વસાવડા #jv
#kid #wonder #knowledge #parenting #nurture #education #usa #india #curiosity #fun #learning #talentThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Exactly !
-
jay vasavada JV
@jayvasavada
વાક્ બારસના એક જ દિવસે લીધેલી આ દસ તસવીરોનો એટલે ગુજરાતી ભાષાનો મોરપીંછગુચ્છ! પ્રિય બાપુથી શરૂ કરીને 9 સેલ્ફી છે. દસમી જ ફૂલ ક્લિક છે. પહેલી ને છેલ્લી પછી મોડી સાંજે લેવાઈ, બાકીની બધી સ્વ–છબીઓ પ્રતિભાવંત સુહૃદ સાકેત શાહના પુસ્તક વિમોચન કાર્યક્રમ નિમિત્તે લેવાઈ. જેમાં હું બોલેલો કે મેં અંગત રસ લઈને બધાને એટલે બોલાવ્યા કે દિવાળીનું સારસ્વત સ્નેહમિલન થાય ! આમ તો પ્રિય મોરારિબાપુમાં જ મારે માટે તો કળા, સાહિત્ય ને શબ્દ સમાઈ જાય. પણ બરાબર જોઈ લેજો. આ લાભ પાંચમ તો જ્ઞાનપંચમી પણ છે. કેવળ ભાષા અને શબ્દોની સંગતથી અમને બધાને, દસ વત્તા એક અગિયારને જીવનમાં બધો જ લાભ થયો છે! લાભ કેવળ ધંધામાં નફાથી જ થાય એમ ન માનતા. એ વાચન, વિચાર, વાણી અને વિદ્યાથી પણ થાય. અક્ષરની આંગળી પકડીને પણ દુનિયા ફરી શકાય, લહેરથી જીવી શકાય, કમાણી કરી શકાય, સગવડો વસાવી શકાય અને સુખ્યાત પણ થઈ શકાય. આમ તો કોઈને ઓળખની જરૂર નથી એવા લોકપ્રિય ચહેરા છે અહીં... અને એ તમામનો પ્રેમ મારા પર વરસતો રહ્યો એ માતાપિતાના આશીર્વાદથી મારું શુભ સદભાગ્ય! 😍❤️🥰
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
ભાઈ બહેનના સંબંધોનું બોન્ડિંગ ટકેલું હોય છે શેરિંગ અને કેરિંગ પર. સુખ હોય કે દુઃખ જેમની સાથે ખુલીને વહેંચી શકાય ભાવ અને ભરોસો રાખીને અને જે સમજણ ને સ્વીકાર સાથે સાંભળે, સલાહો આપ્યા વિના તમારા સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી થાય એ બહેન. જે માત્ર મુસ્કાન ના આપે, પણ મદદ કરે એ બહેન. સગા બહેન ન હોવા છતાં મને આવા બહેન મળ્યા જીવતરની વાટે. એમની ભાવિ ભાખનાર હોવાની ઓળખ બાજુએ રહી ગઈ ને વર્તમાનનું વ્હાલ યાદ રહી ગયું એવા એ બહેનને જ આ દિવાળી પર આવેલું ક્વોટ કલેક્શન નું પુસ્તક "લગડી" અર્પણ કર્યું છે. એમના વિશે લખું તો પાનાઓ ભરાઈ જાય. પણ આ ભાઈ બીજ પર એમના સ્નેહસ્મરણ માટે આ નાનકડો વિડીયો જુઓ. ~ જય વસાવડા #jv #bhaibeej #sister #positivity #gratitude #journey #life #love #bonding #divine
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવા વર્ષે શુભેચ્છાઓનો ઢગલો થવાથી ન્યુ ઇયર હેપી થાય? તો સમજવા જેવા ત્રણ સૂચનો. માત્ર ત્રણ મિનિટમાં. જુઓ વિડિઓ. #jv
#wish #life #newyear #festive #mood #motivation #learning #lesson -
jay vasavada JV
@jayvasavada
❤️😊🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
પપ્પાની વિદાયને ગઈ કાલે 20 ઓક્ટોબરે 4 વર્ષ થયા. ઉત્સવ ને દિવાળી પર્વનો મૂડ હોઈ બધાને એટલે કોઈ પોસ્ટ ન મૂકી. અમે પણ આનંદ જ કર્યો આખો દિવસ. વ્હાલા વડીલોની સાથે એ જીવતા હોય ત્યારે ભરપૂર જીવી લીધું હોય તો એમની વિદાય બાદ દુઃખ તો રહે, એ યાદ આવે ને મિસ પણ થાય. પરંતુ અફસોસ ના રહે. એમને સુખની ક્ષણોમાં હસતા હસતા યાદ કરી શકો. અસરાની દિવાળીએ ગયા એમ પપ્પા તિથિ મુજબ તો શરદ પૂનમે દુનિયા છોડી ગયેલા. પણ એક તો એમનો જીવનરસ કોઈની મજા બગાડવામાં માને નહીં, ને બીજું એમણે આપેલો સાહિત્ય કળાનો વારસો આપણને ખાલીને બદલે ભરેલા રાખે.
પણ થોડા દિવસો પહેલા અમદાવાદ મુરબ્બી ધીરેન અવાશિયા સાથે બેઠો હતો. ઉપક્રમ તો સ્વ. સુરેશ દલાલને અંજલિ આપતા કાર્યક્રમનો હતો. દુનિયા ફરેલા, મીડિયાના કાબેલ કસબી, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમની જોડે લાંબો સમય કામ કરી ચૂકેલા અને EMRC ના પૂર્વ નિર્દેશક ધીરેનભાઈ પપ્પાને મારા જન્મ પહેલાથી જાણે. જૂનાગઢમાં મોટા થયેલા. વાતવાતમાં એમણે ઓશો રજનીશ અને લલિતજી ( પપ્પાને એ આ રીતે સંબોધન કરે ) વિશેના સંસ્મરણો કહેવા લાગ્યા. પપ્પા રજનીશ પ્રવચન દેવા આવેલા અને મળ્યા હતા ને એ અનુભવોની વાતો તો કરતા. પણ એ ક્દી પોતાની કોઈ વાત કરે નહીં. એ પોતે સરસ લખતા અને બોલતા ને વાંચતા એ એમની પાસે તૈયાર થયેલા બીજા સ્નેહીજનો પાસેથી જાણવા મળે મને. આજે પણ ડો. ઉર્વીશ કે નિરુપમભાઈ નાણાવટી એમને યાદ કરીને આદરથી છલકાઈ જાય. પપ્પાએ પોતાના વિશે બધી જ ઉત્તમ વાતો મારા જન્મ બાદ ધરબી દીધી ભીતર એટલે જ કદાચ મારો સ્વભાવ એથી ઊલટો બન્યો કે આપણું સારું શેર કરવાના સંકોચ ન રાખવો !
જે ધીરેનભાઈ સાહજિક રીતે બોલ્યા એ સાંભળી હું તો આભો બની ગયો. ચકિતવિસ્મિત અવસ્થામાં મેં એને કેમેરા ચાલુ કરવા વિનંતી કરી. ઓશો ને હું જિનિયસ બ્રેઇન ઓફ ધ મિલેનિયમ માનું, એમણે કદી ન જોઈ શક્યાનો વિષાદ પણ ખરો. આવા રજનીશ એમનો પ્રભાવ ઊગતો હતો એવા પ્રાઈમ ડેઝ માં મારા પપ્પા માટે આટલો ઊંચો અભિપ્રાય રાખી એમને પૂછે ને નજીક રાખે, એવા તેજસ્વી બાપના ઓજસમાં મોટા થયાનો ગર્વ થયો ને આજે એ નથી એમની આવી કદર ઝીલવા એ વસવસો પણ રહ્યો.
લો, આજે પડતર દિવસે સાંભળો જેને જગત પૂરું ઓળખી ન શક્યું એવી એક પ્રતિભા નામે લલિત વસાવડા ને અનાયાસ મળેલું આ ઓશોનુમા અર્ઘ્ય!
~ *જય વસાવડા* #jv
#osho #papa #knowledge #memories #celebration #life #missing #loveThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શુભ દિવાળી 💥
-
jay vasavada JV
@jayvasavada
દિવાળી તમારી ઘૂઘરા જેવી મસ્ત રહે ! પણ ઘૂઘરા એટલે શું ? આવું વર્ણન તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય ! જુઓ વિડિઓ ને કેળવો મીઠાશ ઉત્સવની ! #jv #india #sweets #gujarat #diwali #cooking #recipies #taste #khata_rahe_mera_dil 🪔✨💫🌟
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાળીચૌદસનો શૃંગારરસ ! 💕જી હા, આપણે માત્ર એક જ એન્ગલ કકળાટ કાઢવાનો ને કાલિકા સાધનાનો આ તહેવાર સાથે જાણીએ છીએ. પણ રૂપ ચતુર્દશી તરીકે ઓળખતાં આ દિવસની લીધે દિવાળી બેસતા વર્ષ સુધીનો એવો એક ભારતીય રિવાજ છે, જેમાં સ્ત્રી પુરુષની ઇન્ટીમસી વધે ! જેનું કનેક્શન નેચરલી કૃષ્ણ સાથે છે ! રોજ થાક્યા પાક્યા ગંધાતી બગલોના પરસેવા ને ધૂળ, ધુમાડા જીરવી આવતા લાઇફ પાર્ટનર સાથે ફેસ્ટિવલમાં થોડી રોમેન્ટિક પળો માણી શકાય ! આ યુગલમાં બોન્ડિંગ વધારતી ઇરોટિક છતાં આરોગ્યપ્રદ અને સૌંદર્યવર્ધક એવી કઈ વાત છે, જે ખાસ ચર્ચાતી નથી બધે ? જુઓ આ એક્સક્લુઝિક વીડિયો... 🔥🫦😊🌹
~ જય વસાવડા #jv #kali #chaudas #gift #diwali #new #couplegoals #intimacy #love #bath #cosmetics #tradition #heritage #india #reelThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જે લોકો સંસ્કૃતિના નામે કોણે શું પહેરવું, ખાવું, નાચવું, ફરવું એ બધું નક્કી કરવા તાલિબાની ધોકા ( હવે તો તાલિબાનો પણ કદાચ સુધરવાનો વિચાર કરતા થયા છે!) પછાડતા નીકળી પડે છે આધુનિક યુવતા સામે... એમાંના કોઈએ કદી ક્યારેય સરસ્વતીપૂજન કર્યાનું સાંભળ્યું છે? શક્તિપ્રદર્શન થાય ને લક્ષ્મીદર્શન થાય એવા ઉત્સવોમાં એ હોય, પણ સરસ્વતીના જ્ઞાનનો સ્પર્શ થયો હોય તો થોડા આવા જડસુ ને સંકુચિત હોય ?
પણ આનંદ એ છે કે ઘણા સમયના ઓરતાં પૂરા થયા ને જેના સહુ કોઈ આમંત્રિત હોય ને સંવાદ પણ થયો હોય વિદ્યા, વાણી, વિચારથી પૂજન કરીને અને પુસ્તક સરસ્વતીના શ્રીચરણે ધરીને એ પણ 1100 વર્ષ જૂની પ્રતિમાની તસવીર સામે, એ ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ કલાસ્મૃતિના આંગણે. એ પણ વાકબારસના દિવસે. સરસ્વતીના અજવાસનું પર્વ ને વળી ક્લાસ્મૃતિના પ્રેરણામૂર્તિ સ્મૃતિબહેન શાહના દેહવિલયને 6 મહિના પૂરા થયા એનું સ્મરણ.
ભાવનગરથી ચિંતનનું શિખર એવા સુભાષ ભટ્ટ અને પ્રેમની પ્રભુતા લઈ જીવતા નેહલ ગઢવી સરસ્વતીની વાતો કરવા ખાસ આવ્યા અને મારા નવા પુસ્તક "લગડી"ને સરસ્વતીચરણે ધરવાનો અવસર મળ્યો. તરત જ પછી પ્રિય બાપુના કરકમળમાં પણ એ આપી શક્યો એનો હરખ! કવિ તુષાર શુક્લ ને દેવકી જેવા ઘણા ધરખમ મિત્રો પણ કલાસ્મૃતિના આંગણે આ નિમિત્તે આવ્યા. નવી રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ "લાલો"ના કલાકારો ને ટીમ ખાસ હાજર રહી. ભાવિન ભાઈએ લકી ડ્રો કરીને 15 "લગડી" નિ:શુલ્ક એમના CGCA ગ્રુપ તરફથી આપી.
અને અમદાવાદના ચિક્કાર ટ્રાફિક ને તહેવારોમાં બીજા અનેક વિકલ્પો છતાં આંગણું છલકાઈ જાય એટલા શ્રોતાઓ પધાર્યા ! નવભારતના રોનક પણ આવ્યા ને ધીમંત પુરોહિત, રેવતુભા રાયજાદા, શરદ રાવલ, તેજસ ભંડારી વગેરે પણ. અમે કરેલી રંગોળી જેવી જ બહુરંગી ભાત રચાઈ ને વાતોના દીપ પ્રગટ્યા. તુષાર, આનંદભાઈ, ધ્રુવી, કૌશલ, પાર્થ સહિત અમારી જે આસમાની આતશબાજી જેવી અનેક યુવા ચેતનાઓથી થનગનતી ટીમ છે, એને ખરો જશ જાય આ ટૂંકા ગાળાના સફળ આયોજનનો. લાલો જોજો ને લગડી વાંચજો હવે.
અમે આ પહેલ પાડી સંસ્કૃતિને સજીવન કરતી કે જાહેર સરસ્વતીપુજન અને સાથે સાહિત્ય ( પુસ્તક ), કળા ( ફિલ્મ) અને જ્ઞાન (વક્તવ્યો, ચર્ચા ) નું ત્રિવેણી અર્ધ્ય ધરવાનો જાહેર કાર્યક્રમ કરીને સરસ્વતીનું જાહેર પૂજન કરી દિવાળી ઉત્સવના અજવાળા ફેલાવવાની. જોઈએ સંસ્કૃતિને સેન્સરશિપ સમજી બેઠેલા કેટલા વનેચરોને સરસ્વતીની સર્જકતામાં રસ પડે છે !
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
આ ધનતેરસે સોનાની લગડીનો ભાવ તો આસમાને છે, પણ જીવતા શીખવાડતા ગગનચુંબી વિચારોનું સોનું તમારા માટે મારા નવા જ મલ્ટિકલર 204 પેજ ને 365 ક્વોટ્સ છતાં વજનમાં હળવાફૂલ એવા રૂપકડાં પુસ્તક "લગડી"માં એકદમ કિફાયતી દામે છે, જેને વાક્ બારસે પ્રિય બાપુના આશિષ મળ્યા. કેવું દેખાય છે એ ? જુઓ ફર્સ્ટ લૂક ધનતેરસ પર આ વીડિયોમાં. આજે બુકિંગ કરાવશો તો કુરિયરની રજાને લીધે ડિલિવરી મોડી મળશે પણ ડિસ્પેચ થઈ જશે. ઓલમોસ્ટ એક વીક કુરિયર બંધ હશે એ ધ્યાનમાં લેતા એની ડિસ્કાઉન્ટ ઓફર પણ લંબાવાઇ છે દેવદિવાળી સુધી. જેની વિગત વીડિયોમાં જોવા મળશે છેલ્લે. લિંક અહીં પ્રોફાઈલ પિકચર નીચે પણ છે ને સ્ટોરીમાં પણ. બાકી કોલ કે મેસેજ કરો : 9825032340 શુભ ધનતેરસ. #jv #lagadi #gold #thoughts #colors #book #gift #diwali #dhanteras
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ ધનતેરસે સોનાની લગડીનો ભાવ તો આસમાને છે, પણ જીવતા શીખવાડતા ગગનચુંબી વિચારોનું સોનું તમારા માટે મારા નવા જ મલ્ટિકલર 204 પેજ ને 365 ક્વોટ્સ છતાં વજનમાં હળવાફૂલ એવા રૂપકડાં પુસ્તક "લગડી"માં એકદમ કિફાયતી દામે છે, જેને વાક્ બારસે પ્રિય બાપુના આશિષ મળ્યા. કેવું દેખાય છે એ ? જુઓ ફર્સ્ટ લૂક ધનતેરસ પર આ વીડિયોમાં. આજે બુકિંગ કરાવશો તો કુરિયરની રજાને લીધે ડિલિવરી મોડી મળશે પણ ડિસ્પેચ થઈ જશે. ઓલમોસ્ટ એક વીક કુરિયર બંધ હશે એ ધ્યાનમાં લેતા એની ડિસ્કાઉન્ટ ઓફર પણ લંબાવાઇ છે દેવદિવાળી સુધી. જેની વિગત વીડિયોમાં જોવા મળશે છેલ્લે. લિંક અહીં પ્રોફાઈલ પિકચર નીચે પણ છે ને સ્ટોરીમાં પણ. બાકી કોલ કે મેસેજ કરો : 9825032340 શુભ ધનતેરસ. #jv #lagadi #gold #thoughts #colors #book #gift #diwali #dhanteras
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે વાક્ બારસ, સરસ્વતીનો દિવસ. કેવું હતું વિદ્યાની દેવીનું અસલી પ્રાચીન રૂપ ભારતમાં ? 1100 વર્ષ જૂની અત્યારે લંડનમાં સચવાયેલી એક પશ્ચિમ ભારતની મૂર્તિની એક્સક્લુઝિવ ઝલક જુઓ ને સાથે મેળવો વિગતો કે આજે સાંજે 6.30 કેવો સુંદર કાર્યક્રમ આ ઓરીજીનલ ઇન્ડિયન એવા આ સ્વરૂપના સરસ્વતીપૂજનનો ક્લાસ્મૃતિ, ઇસ્કોન ચાર રસ્તા પાસે GSTV કેમ્પસમાં ઓપન ફોર ઓલ છે સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી અને જય વસાવડા. જેમાં કોઈ પણ આવી શકશે અને સાથે ત્યાં ઉપસ્થિત રહીને જય વસાવડાના નવા પુસ્તક "લગડી" ફ્રીમાં મેળવવાની તક 15 વ્યક્તિઓ માટે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવીટીઝના સૌજન્યથી..
~ જય વસાવડા #jv #sarsvati #diwali #festival #heritage #india #art #knowledge #cultureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વાક્ બારસ એટલે વાગ્દેવી યાને સરસ્વતીના દિવસ. અમે સૌ એના સંતાનો. પણ ગુજરાતમાં ક્યાંય સરસ્વતીપૂજન થતું નથી મોટા પાયે એ દિવસે. તો પહેલ કરી છે કલાસ્મૃતિમાં અમદાવાદ ખાતે આ 17 ઓક્ટોબર શુક્રવારની સાંજે 6.30 કલાકે !
ઓપન ફોર ઓલ છે, એન્ટ્રી ફ્રી છે. ખરા ભારતને જીવંત રાખવાનો આ કલાત્મક પ્રયાસ છે. એક દિવ્ય યોગાનુયોગ એ છે કે કલાસ્મૃતિના પ્રેરણામૂર્તિ સ્મૃતિબહેન શાહે ચિરવિદાય લીધી 17 જૂને એટલે છ મહિના પૂરા થાય છે, તો એમની ચેતનાનું પણ સ્મરણઅર્ધ્ય સરસ્વતીન ચરણે અપાશે. આનંદ અપાર એ છે કે મારી સાથે સરસ્વતીના ત્રિભુજ જેવા વિદ્યા, વિચાર અને વાણીની ઉત્સવમય વાતો કરવા સ્વજન નેહલ ગઢવી – સુભાષ ભટ્ટ પણ જય વસાવડા સાથે જોડાશે.
અને ઉમળકો એ છે કે 365 સુવર્ણસૂત્રોનું રંગબેરંગી ગિફ્ટેબલ પુસ્તક "લગડી" જય વસાવડાની નવું ધનતેરસે લોન્ચ થઈ રહ્યું છે, એ અહીં આગોતરું ડિસ્કાઉન્ટ સાથે ને ફોટોગ્રાફ ઓટોગ્રાફની તક સાથે ઉપલબ્ધ હશે ! એમાં પણ હાજર રહેલ #jvlovers માં થી લકી ડ્રો કરીને ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવીટીઝ તરફથી 15 "લગડી" ( પુસ્તક, વિચારનું ગોલ્ડ હોં કે! ) તદ્દન ફ્રી ત્યાં જ અપાશે! એ ચાવતા ભાવિનભાઈ શેઠે તો એની આગોતરી જાહેરાત જોઈ સીધો રોનક શાહનો સંપર્ક કર્યો ને આ ગોઠવાઈ ગયું.
અને હા, નવી રિલીઝ થયેલી કૃષ્ણની વાતો નવી નજરે કરતી ગુજરાતી ફિલ્મ "લાલો"ની સ્ટારકાસ્ટ પણ આ અવસરે ખાસ હાજર રહેશે.
થનગનાટ છે દિવાળી પર્વના આરંભે જ બધાને મળવાનો. આવો, મિત્રો પરિવાર સહિત ઇસ્કોન ચાર રસ્તા પાસે GSTV કેમ્પસમાં કલાસ્મૃતિ ખાતે સાંજે 6.30 કલાકે અમદાવાદ ખાતે. 17 ઓક્ટોબરના તહેવાર પર...
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
બદતમીઝ બચ્ચા! ના એ છોકરો ઓવરકોન્ફિડન્ટ ન્હોતો, એરોગન્ટ હતો. તૈયાર નહી, તોછડો હતો. ઓવર સ્માર્ટ થઈને એટીટયુડ ફેંકનાર અત્યારે આમ બચ્ચન જેવા સિનિયર સાથે વર્તન કરે એ ચલાવી લો ચિબાવલી ફિલસૂફીની આળપંપાળના નામે તો એનામાં સુધારો થાય જ નહીં. સારું થયું કેબીસીએ એપિસોડ બતાડી એને ઉઘાડો કર્યો. બધા બાળકો પ્રભુના બગીચાના પુષ્પો હોત તો જુવેનાઇલ જસ્ટિસ હોય જ નહીં. કેટલાક કાંટા પણ ઉગે છે. વધુ વિડિઓમાં. #jv #parenting #kids #behaviour #kbc #amitabhbachchan #learning
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Point.
Nitin Thakur
@thenitinnotes
विपक्ष इसीलिए होता है। वो सरकार को ऐसी बातें याद दिलाता रहता है जो वो भूल जाती है। तालिबान के मामले में वही चल रहा है। तालिबान के रंग ढंग भारतीय लोकतांत्रिक मूल्यों से समानता नहीं खाते। महिला पत्रकारों को कॉन्फ्रेंस में ना बुलाना बस एक झलक है। आखिर कोई तो कारण है कि प्रतिस्पर्धियों की काबुल में लगातार उपस्थिति से बावजूद भारत सरकार ने अफगान सरकार को अब तक मान्यता नहीं दी है।
वैसे ही ढेरों कारण हैं जिनके चलते भारत ने इस बार तालिबान सरकार से उस तरह संबंध विच्छेद भी नहीं किए जैसे पिछली तालिबान सरकार से किए थे। अमेरिका समर्थित अफगान सरकार के गिरने पर भले भारतीय दूतावास बंद हो गया था पर एक टेक्निकल मिशन अपने काम पर लगा रहा। मानवीय आधार पर मदद काबुल पहुंचती रही। अब इसी मिशन को भारतीय विदेश मंत्री दूतावास में बदलनेवाले हैं।
हमें याद रहना चाहिए कि जब कंधार हाईजैक घटा था तब हम तालिबान से दूरी बनाए हुए थे। अचानक से दिल्ली को अहसास हुआ था कि हमारी तरफ से बात करने के लिए कोई नहीं था। आज करीब तीन दशक बाद संभवतया दिल्ली के कूटनीतिक समुदाय को अहसास हो चुका है कि इस तरह अफ़ग़ानिस्तान से किनारा करके कोई फायदा नहीं होना। जो काम अफगान जनता का है वो उसे करने दिया जाए। वही तय करे कि तालिबान का स्वागत करना है या तथाकथित लोकतांत्रिक सरकारों का। यदि हम अफगान महिलाओं के अधिकारों या वहां के अल्पसंख्यकों की सुरक्षा संबंधी बातें मनवाना चाहते हैं तब भी रास्ता बातचीत है ना कि मुंह फेर कर बैठे रहना। अपने दोस्ताना दबाव का असर हमने दूसरी प्रेस कॉन्फ़्रेंस में देखा जहां महिलाएं पत्रकार ना सिर्फ अफगान मंत्री से सवाल पूछ रही हैं बल्कि कायदे से घेर रही हैं।
इस बात को समझने की ज़रूरत है कि कूटनीतिक आवश्यकताओं की विवशता में अमेरिका सीरिया में एक ऐसे आदमी से हाथ मिला रहा है जिसे वो आतंकी घोषित कर चुका था। उधर भारत ने कभी तालिबान से उस तरह जंग नहीं की जैसे अमेरिकी करते रहे हैं, इसी कारण ना तालिबान को भारत से उस तरह का शिकवा है जैसा वो अमेरिका या पाकिस्तान से रखता है। उलटा तालिबान भारत की लड़ाई लड़ रहा है। वो ना सिर्फ इस्लामिक स्टेट के प्रभाव को रोक रहा है जिससे दक्षिण एशिया को बराबर खतरा है बल्कि पाकिस्तानी जिहादियों को इस बार अपनी ज़मीन ट्रेनिंग के लिए देने को तैयार नहीं है। ऑपरेशन सिंदूर में वो प्रो इंडिया था। चीन के बीआरआई प्रोजेक्ट को याद रखें। वो अफ़ग़ानिस्तान में फैल रहा है। भारत नहीं चाहेगा कि अफ़ग़ानिस्तान पूरी तरह चीन के पंजे में फंसे, और यही तालिबान चाह रहा है कि ऐसा ना हो। वो भारत जैसी पॉलिसी पर चलना चाहता है जिसमें निर्भरता किसी एक पर ना हो। एक तरफ चीन से मदद ली जाए, दूसरी तरफ भारत से। क्या भारत को वहां अपने पुराने निवेश भूल जाने चाहिए? व्यापार का सारी संभावनाएं बंद कर लेनी चाहिए? इंडियन डायस्पोरा को नज़रअंदाज़ कर देना चाहिए क्योंकि हम तालिबान जैसे अपने मुल्क को चला रहे हैं उससे हम खुश नहीं!! क्या आपको पता है गद्दाफी, असद, सद्दाम अपने मुल्कों में क्या क्या करते रहे? अमेरिका को पसंद नहीं आ रहा था लेकिन हम कह रहे थे कि अमेरिका कौन होता है तय करनेवाला? इस पूरी बात का मतलब ये नहीं कि आप तालिबान की ज़्यादतियों से आंख मूंदें पर ऐसी जटिल बातें बात करने से हल होंगी। ना आप बात करने से पहले उन पर शर्त थोप सकते क्योंकि उनके पास आपका विकल्प है, लेकिन आपके पास अफ़ग़ानिस्तान का विकल्प कहां है?
#taliban -
jay vasavada JV
@jayvasavada
"લગડી"
જય વસાવડાના 365 સુવર્ણસૂત્રો
204 મલ્ટીકલર પેજ, સ્પેશ્યલ
આકર્ષક ડિઝાઇન
કિંમત 450 ને બદલે દિવાળી ઓફરમાં ફક્ત 325... મલ્ટીપ્લેક્સ ટિકિટ કે પોપકોર્ન ટબથી પણ ઓછા ભાવમાં ગોલ્ડની જેમ સમય જતા મૂલ્ય વધે ને ક્દી કાટ ન લાગે એવા જલસાથી જીવતા શીખવાડતા વિચારો. લાંબુ લખાણ નહીં, બસ, દિલોદિમાગની તિજોરીમાં સાચવવા જેવા સરળ, ધારદાર, પ્રેક્ટિકલ, સ્માર્ટ સત્યો. કુરિયર ફ્રી.
ડિલિવરી, 18 ઓક્ટોબર, ધનતેરસ.
ખરીદવા અને ભેટ આપવા ઓર્ડર લિંક:
માતબર વળતર સાથેની પ્રિ ઓર્ડર લિંક અહીં સ્ટોરીમાં પણ.
અને આ રહી:
navbharatonline.com/authors/jay-vasavada/lagadi.html
અથવા કોલ કરો : 9825032340
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
થોડા સમય પહેલા સુરત ગયો ત્યારે વેદના અને વ્હાલ વિષય પર અંધત્વ બાબતે આખું એક પ્રવચન આપેલું. મને જ બહુ ગમેલું નવા જ વિષય પર નવી વાતો બોલવાનું. આખું લેક્ચર મારી પ્લેનેટજેવી યુટ્યુબ પર છે. ખાસ સાંભળજો. 24 કલાક માટે સ્ટોરીમાં એની લિંક પણ જડશે.
ત્યાં મળેલા સુરતના ડૉ. ભાવિન પટેલને જે બોલી ચાલી ના શકે એટલી હદે નાનકડા શિશુઓનાં આંખના પડદા યાને રેટીના ( અમેરિકન ઉચ્ચાર રટાઇના, ગુજરાતીમાં કહીએ તો નેત્રપટલ )ના અઘરા લાગતા ઓપરેશનના નિષ્ણાત છે. પણ જોયું કે ઓપરેશનની રકમ ગરીબ પરિવારને ન પોસાય તો ભૂલકાં આ રંગબેરંગી દુનિયા જોવામાંથી વંચિત રહી જાય ! એમની આંખોમાં રંગપૂરણી કરવી નિશુલ્ક સારવારનો ભેખ લીધો. પોતાની નીચે સેલ્ફ્લેસ સેવા આપતો સ્ટાફ તૈયાર કર્યો અને અને એક ધમધમતી હોસ્પિટલ બાદ હવે દક્ષિણના અરવિંદ આયની તર્જ પર એક વિશાળ સુપા હોસ્પિટલ ગરીબ દર્દીઓ મફતમાં આંખોનું તેજ પાછુ મેળવી શકે એવી બનાવે છે ! નામ કરવા કરતા કામ કરવામાં માનતા ભાવિનભાઈએ છેલ્લા વર્ષોમાં ૨૬,૦૦૦ ઓપરેશન કરી એટલી વ્યક્તિઓને અંધ થતા અટકાવી છે ! એમાં ગરીબોના ઓપરેશન નિ:શુલ્ક.
મારા તો પ્રજ્ઞાચક્ષુ #jvlovers ઘણા છે. હમણાં ઇડરના ૭૫ વર્ષના થયેલા પ્રજ્ઞાચક્ષુ એવા ભાસ્કરભાઈ મહેતાના કાર્યક્રમમાં ગયેલો, જેમણે પોતે દૃષ્ટિહીન હોવા છતાં ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો ને અન્ય અંધજનો માટે રોશની બનવાનો સજોડે ભેખ લીધો. પણ મને છતી આંખે આ અંધત્વમાં અજવાળું જોવાનું ક્યારે સમજાયું ? એનો જવાન છે ફરતા ફરતા થયેલો એક અનોખો અનુભવ. આ રીલમાં સાંભળો એની ચિત્ત પર છાપ છોડી ગયેલી વાત. ગમે તો આવી ઘણી વાત આખા પ્રવચનમાં છે. કોઈ પણ બ્રાઉઝરમાં planetjv સર્ચ કરીને સાંભળજો.
~ *જય વસાવડા* #jv #sight #insight #eyes #vision #light #darkness #life #experinces #blindness #humanity #compassion #empathy #kindnessThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કેવી છે કાંતારા ધ લીજેન્ડ ચેપ્ટર વન ? સહેજ પણ વાર્તા ખોલ્યા વગરની વાતો... #movie #review #kantara #rishabhshetty #entertainment #india #heritage #mystic
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Weocome. Open for all.
-
jay vasavada JV
@jayvasavada
સ્વદેશી શુધ્ધ ગુજરાતી આત્મનિર્ભર ઘરમાં જ બનેલી પરંપરાગત સ્વાદની બર્થ ડે કેક કેવી હોય ? આ જુઓ, આખા જગતમાં હજુ સુધી ન બની હોય એવી જન્મદિનની કેક અમે બનાવી ! વિચાર મારો ને મામીએ એને આકાર આપ્યો ! લો જુઓ આ મીઠડો વિડિઓ 😊
~ જય વસાવડા #jv #dussera #birthday #cake #indianfood #gujaratitaste #foodThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Shot !
Nitin Thakur
@thenitinnotes
गांधी को भद्दी गालियां देनेवालों को ध्यान से देखिए। उनमें ज़्यादातर अपनी ज़िंदगी में एकाध ही किताब पढ़े होंगे। ये जीवन में बेहद नाखुश लोग मिलेंगे। आक्रामकता और अंसतोष अलग झलकेगा। किसी धर्म या जाति से इनकी घृणा आप साफ समझ सकेंगे, चाहे ये खुलकर अभिव्यक्त करें या महीन होकर। गांधी को बंटवारे का ज़िम्मेदार ज़रूर मानेंगे लेकिन विभाजन के वक्त की जटिलताओं और दोनों तरफ की सांप्रदायिक शक्तियों को लेकर इनका ज्ञान शुतुरमुर्ग साइज़ अंडे जितना होगा। इनमें आप गांधी के बरअक्स किसी नेता को खड़ा कर देने का बचकाना उत्साह ज़रूर ज़रूर देख सकेंगे। इनमें गांधी के अहिंसा सिद्धांत को समझने का ना धैर्य होगा ना क्षमता, बल्कि ये उसे “कोई एक गाल पर मारे तो दूसरा आगे कर दो” जितना सिंपल मानकर खिल्ली उड़ाएंगे!!
ये केवल भद्दे चुटकुले जितना ध्यान देने लायक लोग हैं। इनको समझाने की कोशिश करने से बेहतर है इनकी स्तरहीन बातें सुनकर ये कहकर टालना- भाई जी बहुत जबर पॉइंट ऑफ व्यू है आपका.. और बताओ इस बार इलेक्सन का क्या लग रहा आपको?? -
jay vasavada JV
@jayvasavada
"मैं कोई गांधी का शत्रु नहीं हूं। मेरे हृदय में उनके प्रति जितना प्रेम है, श्रद्धा है, शायद ही अन्य किसी पुरुष के प्रति हो। लेकिन कठिनाई यह है कि उनके थोथे अनुयायी यह प्रचारित करते हैं कि मैं उनका शत्रु हूं तो यह बच्चों जैसी नादानी और मूर्खता ही कही जाएगी। गांधी के व्यक्तित्व पर मुझे शक नहीं है।
गांधी जी को जो ठीक लगा उन्होंने ईमानदारी से उसे निभाया और दृढ़तापूर्वक उसका पालन भी किया। गांधी इतने सच्चे थे, नियत के इतने साफ कि देश के लिए अपना सब कुछ अर्पित करके मरे। वे ऐसे व्यक्ति थे कि उनके रोम-रोम में, प्राण-प्राण में देश की उन्नति के सिवाय और कुछ नहीं बसा था। यदि गांधी को छोड़ कर किसी अन्य आदमी ने विकेंद्रीकरण की और चरखा-तकली की बातें की होतीं तो हम उस पर हंसते। हम उस आदमी को बेवकूफ कहते। लेकिन गांधी इतने महिमापूर्ण व्यक्ति हैं कि उनकी नासमझी की बातें भी हमें पवित्र मालूम होती हैं।
गांधी के व्यक्तित्व में ही कुछ ऐसी बात थी कि वे हमसे यदि दोषपूर्ण एवं असंगत बातें भी कहेंगे तो भी हम उसे परम, सिद्ध मंत्र की तरह स्वीकार करेंगे। गांधी की ये बातें यदि और कोई करता तो हम उसको सपने में भी स्वीकार नहीं करते। इससे सिद्ध होता है कि गांधी अदभुत व्यक्ति थे जो हर प्रकार की बात चाहे वह गलत हो या उलटी, सही प्रमाणित कर सकते थे।
हिंदुस्तान के राजनीतिज्ञों को गांधी से कोई मतलब नहीं है, मतलब है गांधीवादी से। इसलिए गांधीवाद की इतनी भीमकाय तस्वीरें और रंगमंच खड़े कर दिए हैं ताकि उसके पीछे सब-कुछ खेला जा सके, सब-कुछ सही गलत किया जा सके।
हम गांधी की जितनी आलोचना करेंगे, उतना ही परोक्ष रूप से उनके प्रति हमारा प्रेम प्रकट होगा। आलोचना द्वारा हम यह प्रकट करेंगे कि हम गांधी को मुर्दा नहीं समझते हैं, उसे जिंदा समझते हैं। वह और उसके विचार जीवित प्रतीक हैं, तभी तो उस पर विचार करेंगे, उसे समझेंगे और उसकी विचार-परंपरा को आगे बढ़ाएंगे।"
~ ओशो रजनीश ( पुस्तक: अंधेरे कूपों में हलचल , गांधीवाद के कठोर आलोचक, उनसे बिल्कुल अलग व्यक्तिव और विचार रखनेवाले, तरुण अवस्थामें एक बार उन को मिलने वाले, रजनीशने टीकाओं के साथ जो व्यक्तिगत आदर प्रगट किया है उनके प्रति उनके कुछ चुने हुए अंश )
Happy Date wala birhhday Bapu ! It's a joy sharing Hindu Bharateey tithi ( vijaya dashmi ) birthday with you ! ❤️🙏🏼 -
jay vasavada JV
@jayvasavada
કેટલાક અરસિક અડધિયાઓ લોકોએ શું પહેરવું, પતિ પત્નીએ પણ જાહેરમાં પ્રેમ કરવો કે નહીં, તહેવાર કેમ ઉજવવો, કેવું નાચવું એના નવરા બેઠા ધોંસ જમાવવા માટે માલિકો થઈ બેઠા છે આજકાલ. સનાતન હિન્દુ ધર્મમાં કોઈ ઋષિ કે મઠાધિપતિને પણ બીજાએ કેવી આસ્થા રાખવી એની ઠેકેદારી કોઈને અપાઈ નથી. ત્યારે ઉપનિષદ કે સંસ્કૃત ગ્રંથો વાંચ્યા શું, જોયા પણ ન હોય એવા મવાલીઓ દેશમાં કાયદાને બદલે એમની મર્યાદાની વ્યક્તિગત વ્યાખ્યાનું રાજ હોય એમ જામી પડ્યા છે જોહુકમીંથી તાલિબાનના કોપીકેટ બનવા. સંસ્કૃતિના નામે સડેલી સલાહો દેનારા આવા કોઈને ભારતના જ અસલી વારસાનો કોઈ અભ્યાસ પણ છે ? આખો લેખ લખેલો નવરાત્રિના અઘોષિત ડ્રેસ કોડ જેવા ચણિયા ચોળી પર. ચરણ યાને પગ પર પહેરાય એ ચરણિયો એમાંથી ચણિયો શબ્દ આવ્યો હોવાનું અનુમાન છે. પણ ચોળી ? આ પણ એક સ્પેશ્યલ એવું જનરલ નોલેજ છે. કુતૂહલ થાય આવા તો એના સંશોધન થાય ને તો ઇનોવેટિવ ઈન્ડિયા બને એવા અભિગમથી. બીજાના કાજી થવાના ધખારા રાખતા સંકુચિત સડિયલો નહી બનાવે ભારતને મહાસત્તા. લો, ત્રણ મિનિટમાં ઉદભવ જાણો ચોળીનો ! ❤️😊
~ જય વસાવડા #jv #navratri #raas #garba #india #heritage #fashion #chaniyacholi #beauty #dressThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હવે વરસાદને લીધે આજે રાત્રે ગુજરાતમાં ઘણા બધાને ફુરસદ મળી છે તો બસ બે ત્રણ મિનિટ ફાળવીને સાંભળો કે આપણા એક જૂના ગરબામાં ફેમિનીઝમનો કેવો અલ્ટ્રા મોડર્ન મેસેજ અપાયો છે ! આ છે શક્તિની અસ્સલ ધારદાર ખુમારી ! લો, જુઓ રીલ.. #jv #navratri #raas #garba #gujarat #feminism #men #women #relationship #love #strength
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમેરિકામાં ક્યાં થાય છે આવા ખુલ્લેઆમ સડક પર જમાવટ કરતા આપણા ગુજરાતી ગરબારાસ ? જુઓ ને જાણો ઝમકદાર ઝલક વીડિયોમાં.. #jv #navratri #garba #raas #india #gujarat #usa #fun #colorful #streetdance
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભારતમાં ઈશારોં ઇશારોં મેં વાત કહેવાની સિમ્બોલિક સાહિત્યધારા તો સંસ્કૃત મહાકાવ્યોના સમયથી શિરસ્તો બની ગઈ છે. એટલે મોટા ભાગના લોકોને ખબર જ નથી પડતી, એવો ઉન્મત્ત પ્રણયશૃંગાર નવરાત્રિના ગીતમાં ઝીલાયો છે. નારી નરના હગ યાને બાહુપાશમાં ભીંસાવા માટે તો ઘેલી છે એ સમજવું અઘરું નથી. પણ પછીની ઇરોટિકા અત્યંત કળાત્મક છે. લવર્સ એકબીજામાં ઓગળીને ચૂરચૂર થાય છે અને એની પરાકાષ્ઠા ઉર્ફે ક્લાઈમેક્સનું વર્ણન કેવું મધુરું છે ! રૂમાલમાં અત્તર ઢોળાય એમાં પ્રવાહી તો થોડાં ટીપાં જેટલું હોય પણ એને લીધે આખો રૂમાલ મઘમઘે, એમ પોતાના સાંવરિયા સંગ હનીમૂન નાઈટે સ્ત્રીનો આખો દેહ એ સમાધિમય અનુભવ પછી જાણે રૂંવે રૂંવે પ્રેમથી તરબતર થઇ ગયો છે ! ભીતરે પોલાણ ધરાવતા ઘડુલિયે પિયામિલનથી યુગલગીત ગુંજ્યું ! રસિક રતિવર્ણન છતાં સપરિવાર ગાઈ શકાય એવી કવિતામાં ગૂંથેલું આ કયું ગીત છે આપણા નોરતાંમાં સર્વાધિક લોકપ્રિય બનેલું ? લો જાણો અને માણો આ રીલમાં! 🫦🪷❤️🌹 ~ જય વસાવડા #jv #poem #love #romance #male #female #navratri #raas #garba
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવરાત્રિનું નર્તન ગોળ વર્તુળમાં જ કેમ ? સ્ત્રી નવ મહિના ગર્ભ ધારણ કરે એનું પ્રતીક નવ રાતનો ઉત્સવ છે એમાંથી આવ્યો ઘડા આકારનો ગરબો ! વધુ જાણો આ વિડીયોમાં... #jv #navratri #raas #garba #mataji #gujarat
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવરાત્રિના શુભારંભની પૂર્વસંધ્યાએ ગુજરાત સમાચાર પરિવાર પ્રેરિત કલાસ્મૃતિ દ્વારા ખાસ સ્વ. સ્મૃતિબહેન શાહના પ્રિય પર્વ નવરાત્રિની ઉજવણી વ્હાલા ભેરુડા ગરબાસમ્રાટ ચેતન જેઠવાની રાહબારી હેઠળ તૈયાર થયેલા ગોંડલના કાબેલ યુવક યુવતીઓ સંગ કરી. ભાતીગળ પરંપરાગત રાસની રમઝટ સાલના અદ્યતન ઓડિટોરિયમમાં તદ્દન નિ:શુલ્ક રાખેલી રસિયાઓ માટે. માંડવડી હોય કે બેડાં, ટિપ્પણી હોય કે અઠિંગો બધા આજે એક્સક્લુઝિવ ગણાય એવા લોકજીવનમાં વણાયેલા રાસગરબા ખાસ રજૂ કર્યા.
ગુજરાતના દિગ્ગજ અભ્યાસુ આગેવાન ને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ સમય કાઢીને આવ્યા. ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ અને પ્રવક્તા યજ્ઞેશ દવે પણ પ્રેમપૂર્વક આવ્યા. બે આવનારી ગુજરાતી ફિલ્મો "રહસ્યમ" અને "લાલો"ના કલાકાર કસબીઓ આવ્યા. અનેક અન્ય મિત્રો સ્વજનો આવ્યા ને અભિનેત્રી ફિટનેસ કોચ સપના વ્યાસ સહિત છેલ્લે ઝૂમ્યા પણ ખરા અમુક તો !
ચેતનનો ગઈ કાલે જન્મદિન હતો. દેવકીએ એના માટે ખાસ કેક મોકલી ને રીટાબેન પરિવાર હાજર રહ્યો એને વધાવવા. અમદાવાદમાં ભાગ્યે જ જોવા મળે આજકાલ એવા ઓરિજિનલ કાઠિયાવાડી કલાકારોના રાસ ગરબા "ગરબા રાસ બારે માસ" એક તબક્કે હાઉસફુલ હોલ હોય ને સ્ટેન્ડિંગ ઓવેશન છેલ્લે વગર માંગ્યે મળે એમ ઉજવાયો. ટાફ પરિવારના તન્મયભાઈ, સુનિલભાઈ, ટિકિટના મિત્રો, રસના રેસ્ટોરાં વગેરે બધાનો સહયોગ એનો જશ પ્રિય તુષાર દવે અને આનંદભાઈ, ધ્રુવી, પાર્થ, કૌશલ અને તમામ યુવા મિત્રોની બનેલી કલાસ્મૃતિ ટીમને જાય જેમણે માત્ર 72 કલાકમાં એક રંગારંગ ને સફળ કાર્યક્રમ કરી બતાવ્યો. નવરાત્રિ પહેલાના રવિવારની સાંજે શોર્ટ નોટિસમાં પણ મહેરામણ ઉમટી પડ્યો !
નવરાત્રિના ડ્રો સંદર્ભે જ સ્વ. સ્મૃતિબહેન સાથે મારો અંગત નાતો બંધાયેલો. એ કાયમ રાજકોટ નોરતાંમાં આવે ને મને આગ્રહ કરી એમાં બોલવા માટે બોલાવે. એટલે આ કાર્યક્રમનું મહત્વ મારા માટે વિશેષ હતું. એની તસ્વીરી ઝલક વીડિયોમાં જુઓ અહીં. એમાં બેકગ્રાઉન્ડમાં ઉપયોગ કર્યો એ સરસ ગરબા માટે @zarmarmusic નો આભાર. ને મેહુલ સુરતીનો પણ બીજા ટ્રેક માટે.
સંસ્કૃતિના નામે માત્ર કકળાટ કરીને દોઢગાંડા થનાર અસુરો બહુ વધી ગયા છે, પણ આ વાસ્તવમાં કોઈ નેગેટિવિટી વિના, આધુનિકતાના વિરોધ વિના સંસ્કૃતિના રસરંજક મૂળિયાં તરફ ધ્યાન ખેંચવાનું કાર્ય અમે કરી બતાવ્યું એ માતાજીની કૃપા.
સહુને શુભ નવરાત્રિ ❤️
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
17 સપ્ટેમ્બર ના રોજ 75 વર્ષની પ્લેટિનમ જીવનયાત્રા પૂરી કરનાર નિત્યપ્રવાસી એવા વડાપ્રધાન @narendramodi ના જન્મદિવસને #airportauthorityofindia દ્વારા #yatrisewadiwas તરીકે ઉજવવામાં આવ્યો. અગાઉ એક નાગરિક અને નિયમિત યાત્રી તરીકે જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબતે નિસ્બત પ્રગટ કરી હતી એનો સરસ પ્રતિસાદ મળ્યો. હવે નવા જ બિલ્ડિંગમાં વધુ સગવડો અને સુંદરતા સાથે કાર્યરત @aairajairport ખાતે યાત્રી સેવા દિવસ નિમિત્તે મને ખાસ મહેમાન તરીકે મુલાકાત લેવાનું આદરપૂર્વક નિમંત્રણ મળ્યું. ડાયરેક્ટર દિગંત બોરા સાહેબ અને ટીમે મારું ભાવભર્યું સ્વાગત કર્યું. જનહિતમાં સત્યનો આવો હુંફાળો રચનાત્મક પ્રતિસાદ આપી પ્રશંસનીય દાખલો બેસાડવા માટે એમનો આભાર. તો પછી ત્યાં પેસેન્જરની નવું શું જોયું ? કેવી રીતે @AAI_Official દ્વારા પ્રેરિત યાત્રી સેવા દિવસને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉજવ્યો ? હૃદયસ્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ નિમિત્તે શું ચિરસ્મરણીય પ્રવૃત્તિઓ થઈ ત્યાં ? હવે કેવી દેખાય છે, લોકો માટે હમણાં નવી જ ખુલ્લી મુકાયેલી એની ઇમારત ? કેવી છે એમાં યાત્રીઓ માટે સવલતોની જોગવાઈ ? બધું જ જોઈ શકશો થોડી જ મિનિટના આ વીડિયોમાં. ગમે તો જરૂર શેર કરો. ~ જય વસાવડા 😊 #jv #rajkotinternationalairport #narendramodi #travel #vlog @highlight @MoCA_GoI
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપણા ઓજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરને યાત્રી સેવા દિવસ તરીકે આજે ઉજવ્યો ! દેશભરના એરપોર્ટમાં આજે ઉમંગના રંગ નવા હતા અને હીરક મહોત્સવના જન્મદિને એમણે જેને ખુલ્લું મૂકેલું એ રાજકોટ એરપોર્ટનું હવે કાર્યરત નવું બિલ્ડિંગ પણ ડાયમંડની જેમ ઝગમગ થયું ! એના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું કારણ કે એમાં મહેમાન તરીકે ખાસ આમંત્રણ આપવામાં આવેલું મને !
સવારે એરપોર્ટ પર અદમ્ય ઉત્સાહનું વાતાવરણ હતું. ભાવભીનું સ્વાગત અહીંના પ્રબંધક દિગંત બોરા અને સંજયભાઈ ભુવાએ કર્યું. આજના યાત્રી સેવા દિવસના અવસરે ત્યાં રક્તદાન અને ફ્રી હેલ્થ તથા આઈ ચેક અપ કેમ્પ હતા. જેનો લાભ પેસેન્જર્સ સાથે ત્યાં સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો, કર્મચારીઓ અને રીક્ષા ટેક્સીવાળાઓએ પણ લીધો. કુલ 53ના હેલ્થ ચેક અપ થયા નજર સામે 34 બેગ બ્લડ જમા થયું. મજા એ આવી કે સૌરાષ્ટ્રના ભાતીગળ રાસ લેતા યુવક યુવતીઓ પરંપરાગત પરિધાનમાં હાજર હતા એટલે આવતા યાત્રીઓ પણ નવરાત્રિ નજીક હોઈ એમની સંગ મન મૂકીને ઝૂમતા હતા. એરપોર્ટના નવા બિલ્ડિંગમાં શરૂ થયેલી સુવિધાઓ જોઈ. ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ માટે ગોકુલ હોસ્પિટલના સહયોગથી ખાસ બનેલો રૂમ ને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ઉડાન થાય એ માટે બનેલા કાઉન્ટર ટર્મિનલ ઉપરાંત નાનકડી પણ રૂપકડી લોન્જ પણ બતાવાઈ. મારા જેવો તો કાયમ બેસવા કરતા એરપોર્ટ પર ચાલતો હોય ને હવે એની ખાસ્સી પહોળી જગ્યા મળશે એનો આનંદ. નેચરલ લાઇટ્સની છત ને પેઇન્ટિંગ્સ ને સર્વિસ કાઉન્ટર તો મુસાફર તરીકે પણ અગાઉ જોયેલા પણ આજે યાત્રી સેવા દિવસનું એક નજરાણું હતું "એક પેડ મા કે નામ !"
ત્યાં આવતા યાત્રીઓ ને રાજકોટના અમુક જાણીતા મિત્રો સાથે મને પણ મારા સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં ત્યાં વૃક્ષારોપણ કરવાનો અવસર મળ્યો. એવા 25 વૃક્ષો ત્યાં આજે રોપાયા જે લહેરાતા જોવા ગમશે. નજીકના બેટી ગર્વનમેન્ટ બાળકો પણ આવેલા એવીએશન સમજવા ને ચિત્રો રંગોળી કરવા. આજના વિશેષ એવા વડાપ્રધાનના જન્મદિને યાત્રીઓનું તિલક સાથે સ્વાગત થયું. યાત્રી સેવા દિવસ નિમિત્તે એરપોર્ટ વધુ સુવિધાજનક ને સુંદર બનાવવાના કાયમી યાત્રી તરીકે સૂચનો પણ કર્યા. સતત પ્રવાસી તરીકે અહીં મારા ગામમાં વધુ ને વધુ ફ્લાઇટ ઈન્ટરનેશનલ પણ ઉડે ને એરપોર્ટ જવાનો રસ્તો સરસ બને એ મારી પણ ઈચ્છા હોય. દેશ અને પરદેશ બેઉમાં નિત્ય નૂતન ઊર્જાથી થાક્યા વિના અઢળક પ્રવાસ કરતા વડાપ્રધાન @narendramodi નરેન્દ્ર મોદીસાહેબના જન્મદિનને યાત્રી સેવા દિવસ તરીકે ઉજવવાનો વિચાર ગમ્યો. સાહેબ પહેલેથી પ્રવાસી પારાવારના છે. મેં કરેલો વિડીયો આવશે. ત્યાં સુધી આ પૂરી 51 તસવીરી યાદો નિહાળો... ❤️
~ *જય વસાવડા* #jv #narendramodi #airportlook #rajkot #yatrisewadiwas #aai @AAI_Official @MoCA_GoI @aairajairport -
jay vasavada JV
@jayvasavada
નમોગાથા ! 🪷: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમૃતપર્વ, 75 વર્ષની જીવનયાત્રાના પ્લેટીનમ પડાવ નિમિત્તે ચંદ મિનિટોમાં એમની સિદ્ધિઓના રહસ્ય જેવી 75 લાક્ષણિકતાઓની અભૂતપૂર્વ યાદી ! A unique life list of 75 elements that defines PM @narendramodi @PMOIndia ❤️🙏🏼 ~ જય વસાવડા #jv #narendramodi #india #bharat 🇮🇳
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નાના બાળક સાથે તાલીમ આપતા કામ લેવાની મા બાપ માટે મોટી વાત ! #jv #parenting #kids #training #descisionmaking #life #options #curiosity
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આસ્થાવાન હો એટલે બીજાને પાપી ઠેરવવાની ઠેકેદારી નથી મળી જતી ! ધર્મના નામે ધાંધલ કરવા માટે દુભાતી લાગણીઓ પર લગામ નહિ હોય તો એક સમયે ઈરાન અને ઈન્ડિયામાં ઝાઝો ફરક નહિ રહે ! તાજા સમાચારને લીધે યાદ આવેલું સનાતન ડહાપણ! #jv #dishapatani
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જે મમ્મીએ ઘેર ભણાવીને ઘડ્યો એ આમ પોંખાય હું જાણીતો થતો ગયો એમાં, એનાથી મોટી એચિવમેન્ટની વ્યાખ્યા ને ભેટ શું હોય ! તમને જો તમારા મા બાપ વ્હાલા હોય તો એમને તમારે લીધે લોકો સારી રીતે યાદ કરે એવું કર્મ કરો એ જ મોટું શ્રાદ્ધ ! મમ્મીનું મૂળ નામ જયા માંથી મારું નામ જય રાખ્યા બાદ કન્ફ્યુઝન ના થાય એટલે જયશ્રી કરેલું. મારા મોસાળમાં ગમે એમના વતનમાં એમને યાદ કરીને સમયના તડકા વચ્ચે છાંયડો આપનારાનો આભાર 🙏🏼 મને તો ખબર પણ નહોતી, ફરતો ફરતો આ વીડિયો આવ્યો ! ❤️ ~ જય વસાવડા #jv #mom #tree #love #memories #success #gift
-
jay vasavada JV
@jayvasavada
યુરોપનો એક ચોક, એક સાંજે આપણને શું શીખવી જાય છે ? #jv #townplanning #esthetics #society #communityliving #meetingplace #localmarket #poland
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Gujarat deserves to celebrate Navratri ! 🥳 Festival for female...
Julia Chaigneau
@juliachaigneau
I lived in Ahmedabad, Gujarat (India) for a year and honestly, I never felt safer.
As a woman, safety is always on my mind. So when I first moved to India, many of my friends worried about me. But living in a dry state changed my perspective. It made me see how certain choices at a city level can actually influence how safe a place feels.
I was also fortunate to stay in a gated community that brought together both Indians and foreigners. It felt secure, but also warm and welcoming.
This is not to say everywhere in India is safe every city and every state is different but from my experience Ahmedabad has been really great to live in. -
jay vasavada JV
@jayvasavada
ખરો શિક્ષક એ કે જે માત્ર વિજય નહીં, પરાજય પણ શીખવે ! ના પાડવાનું રિજેક્શન તો ટ્રમ્પ અને પુતિન જેવા મહાસત્તાના વડીલ નેતાઓ પણ પચાવી નથી શકતા. લાઇફમાં ક્યારેક તો લૂઝર બનવાનું આવશે જ, ત્યારે એ સહન કરી નહીં શકાય તો બધા માર્ક્સ કચરો થઈને પડ્યા રહેશે ! #happyteachersday ~ જય વસાવડા #win #loose #teaching #rejection
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જે આનંદ, ઐકય અને આધુનિકતાને બદલે કેવળ જૂના ગ્રંથોના શાસ્ત્રની જ વાતોથી ડરાવ્યા કરે, એવા ગુરુ કોઈ પણ ધર્મના હોય... આપણે નવ ગજના નમસ્કાર કરીને છેટે રહેવું. અસ્તિત્વની પુકાર એક અનુભૂતિ છે ને થોથાંપંડિતો રામભદ્રાચાર્યજીની માફ્ક ગમે તેટલા વિદ્વાન થઈ જાય, એમની કડવાશ જતી નથી હોતી. નીરક્ષીરવિવેક વિના પગે પડવાની હોડ એક નિર્માલ્ય સમાજનું નિર્માણ કરી છે ! આત્મદીપો ભવ ! વિડીયો તો અઠવાડિયા પહેલા બનાવેલો પણ આજે મોકો મળ્યો મૂકવાનો 🙏🏻 ~ જય વસાવડા #jv #rambhadracharyaji #premanandji
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ જગતને હનેપાત ઉપડ્યો છે ! પ્રિય બાપુની એકદમ માર્મિક ટકોર ! શું ખોટું થઈ રહ્યું છે ને શું સાચું થવું જોઈએ બેઉ તરફ સાચા સાધુનું સાત્વિક શાણપણ ખાસ સમજવા જેવું માત્ર ત્રણ મિનિટમાં ❤️.... જય સિયારામ. 🙏🏻 ~ જય વસાવડા #jv #moraribapu #ramkatha #poland #jealousy #intolerance #divinity #sanity #life #mindfulness #reality #truth
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દુનિયા આખીની યાત્રાનો થાક ઉતરી જાય જ્યારે આપણો બાપ આમ હેતની હેલી વરસાવે ત્યારે... પ્રિય બાપુ તો સચરાચરના બાપુ જ છે, મારે તો માતા પિતા સ્વર્ગે ગયા ને બાપુ જ એમના સ્થાને છે, પણ છેક છેલ્લે સુધી જુઓ અહીં એમણે સહજ જે મમતા વરસાવી ને આ દીકરાને લાડ કર્યા છે, એ ને લીધે પોલેન્ડની આ રામકથા મારા માટે ચિરંજીવ થઈ ગઈ !
~ *જય વસાવડા* #jv #love #baap #moraribapu #ramkatha #poland #son #gaurdianThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જય વસાવડાને લગ્ન બાબતે હળવાશથી પ્રિય મોરારિ બાપુએ શું કહ્યું ? 😀😝
#moraribapu #ramkatha #poland #love #marraige #life #joy #humorThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગણપતિના અનેક નામો આપણે લઈએ છીએ પણ એના અર્થ સાચા જાણીએ છીએ ? એમના એક નામ પાછળ એક અદ્ભુત મોટીવેશન છુપાયેલું છે આજના યુગમાં પણ ઉપયોગી એવું! ખબર છે ? જુઓ આ સ્પેશ્યલ વીડિયો ને જાણો એ નામ અને પ્રેરણાદાયી કામ. શુભ ગણેશચતુર્થી... ~ જય વસાવડા #jv #ganesha #motivation #heritage #story #dedication #work
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમદાવાદનો ધોધમાર પ્રતિસાદ.... ❤️ 23 ઓગસ્ટ શનિવારે 4.30 અશોક દવેના પુસ્તક લોકાર્પણમાં ટાગોર હોલ... સાંજે 6.30 ઝાયડસ હોસ્પિટલના ડૉ. આનંદ ખખ્ખર સાથે સંવાદમાં AMA... રાત્રે 9.30 ઘરઆંગણે એટલે કલાસ્મૃતિમાં વરસાદની વારો સાંભળવા પણ હાઉસફૂલ... હકડેઠઠ હેત ! 😍
#jv #ahmedabad #love -
jay vasavada JV
@jayvasavada
સેલિબ્રિટી અને સામાન્ય માણસ બંનેએ સમજવા જેવું સ્ટ્રેસnu સત્ય... ફક્ત 1 મિનિટમાં. #stress #depression #celebrity #life #loneliness #love #ventilation #vulnerability
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કૃષ્ણનો અગત્યનો ફ્રેન્ડશિપ ફંડા... જસ્ટ એક મિનિટમાં ! #jv #jsk #krishna #friends #innocence
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સ્વતંત્ર હોવું એટલે શું ? સ્વતંત્રતાનું આ અનોખું પંચામૃત યાદ રાખશો તો દેશ આઝાદની સાથે આબાદ પણ થશે. જુઓ ત્રણ મિનિટની આ ઊંડી વાત સીધી ગ્રાન્ડ કેન્યોનથી ! Happy independence day #jv #india #independence #civicsense #nation 🇮🇳
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શુભ રક્ષાબંધન સાથે થોડી નાનકડી વાતો કેવા મોકળા મનના ભાઈ બહેન બનવું એકમેકનું જીવન શણગારવામાં નડવું નહી પણ એકબીજાની ઓળખ, એકાંત અને આનંદને સુરક્ષિત રાખવી એની... #jv #rakhee
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કપડાં એ કેરેક્ટરની વ્યાખ્યા હોત, તો ધોળા કુર્તા ધોતિયા લેંઘા પહેરતા નેતાઓ ભ્રષ્ટાચારી ના હોત ! સૂટ બૂટમાં ફરતા કોર્પોરેટ માંધાતાઓ કરપ્ટ નાં હોત ! જે મહાત્માઓ ધાર્મિકતાના નામે આધુનિક રીતે બિન્દાસ જીવતી કે રોમાન્સ કરીને મોજ માણતી સ્ત્રીનું ચરિત્ર માપવા માંગે છે એ મિડલ એજના વિચક્રાફટના નામે જીવતી સળગાવી દેતા ધર્મગુરુઓથી અપગ્રેડ થયા જ નથી ! #jv #woman #bold #religion #charachter #outfits #love #freedom
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કપડાં એ કેરેક્ટરની વ્યાખ્યા હોત, તો ધોળા કુર્તા ધોતિયા લેંઘા પહેરતા નેતાઓ ભ્રષ્ટાચારી ના હોત ! સૂટ બૂટમાં ફરતા કોર્પોરેટ માંધાતાઓ કરપ્ટ નાં હોત ! જે મહાત્માઓ ધાર્મિકતાના નામે આધુનિક રીતે બિન્દાસ જીવતી કે રોમાન્સ કરીને મોજ માણતી સ્ત્રીનું ચરિત્ર માપવા માંગે છે એ મિડલ એજના વિચક્રાફટના નામે જીવતી સળગાવી દેતા ધર્મગુરુઓથી અપગ્રેડ થયા જ નથી ! #jv #woman #bold #religion #charachter #outfits #love #freedom
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Sixty can be Mighty ! 😎 ✨
-
jay vasavada JV
@jayvasavada
નવરા બેઠા કારણ વગરની નવી પેઢીના ન્યાયાધીશ થવાનો રોગ આપણે ત્યાં બહુ હઠીલો છે. સૈયારા શા માટે અણધારી સુપરહિટ થઈ એના સ્પષ્ટ કારણોની ચર્ચા તો મારા કોલમના છેલ્લા લેખમાં કરી. પણ એ જોઈને રોવાવાળા કરતા તો એને ગમાડનારાને જોઈને પોક મુક્તા પંચાતિયાઓ વધારે છે ! વધુ આ વીડિયોમાં.... #jv #saiyara #generationz #youth #age
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સંગિનીને ખોળામાં બેસાડીને કથા કહે એ મહાદેવ ! આખો વીડિયો પ્લેનેટજેવી પર #moraribapu #ramkatha #london #2017memory
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઘણા લોકોને લાગે છે કે લવ સ્ટોરીઝ રિયલ નથી હોતી કે લાંબી ટકતી નથી. એમાં પણ બોલીવુડ કે હોલીવુડના ગ્લેમરવર્લ્ડમાં લવના લોંગ ટર્મ કમિટમેન્ટ જેવું કશું હોતું નથી. "સૈયારા" જેવો પેશનેટ કમિટેડ લવ તો ફક્ત ફિલ્મોમાં હોય, વાસ્તવમાં નહિ... તો જાણો છો ’સૈયારા’ પાછળની આ સાવ સાચુકલી લવ સ્ટોરી બાબતે ? બોનસમાં એક પરદેશી કપલની પણ વાત ! જુઓ વીડિયો. ❤️ #love #saiyara #bollywood #hollywood #marraige #commitment #couplegoals #jv #inspirational #emotional
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે સાંજે અમદાવાદમાં કરીએ આનંદ... પણ શા માટે આ ચર્ચા જરૂરી છે ? જુઓ વિડિઓ ને જરૂર પધારો સાંજે 6.30 કલા સ્મૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન ચાર રસ્તા પાસે... ઓપન ફોર ઓલ. #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાતમાં ગરબા ગાતી વખતે શું કોઈ ભણેલી ટેલેન્ટેડ યુવતી ચણિયા ચોળી પહેરે એ ગુનો છે ? એને પણ અશ્લીલ માનતા જડસુઓ પોતે કેટલા વલ્ગર સાયકોલોજી ધરાવતા અધૂરિયા હશે ? એમણે ઈશાની દવે જેવી દુનિયા ફરેલી સિંગર એજ્યુકેશનની વાત કરી એમાં ઝાળ લાગી જતી હોય છે કારણ કે એ કોઈ પાંચ લીટી શુદ્ધ ગુજરાતી ભાષામાં લખી નથી શકતા એવા ઠોઠ હોય છે ! આપડે નહિ આપણે હોય ને માં નહિ મા કહેવાય માતાને એવું ગુજરાતી ગુજરાતમાં મોબાઈલમચડુ મૂઢમતિઓને શીખવાડવું પડે એમ છે, એ બધા સંસ્કૃતિના કોઈ અભ્યાસ વિના સંસ્કૃતિની રક્ષા કરશે કેવળ લુખ્ખા જેવી હલકી કૉમેન્ટ્સ કરીને ? લાખો વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં દસમા ધોરણમાં 35 માર્ક પણ લઈ આવી ન શકે એમ નાપાસ થાય છે એ સાચુકલી ચિંતા કરવાની જરૂર છે શિક્ષણ બાબતે આપણે. કોઈ પુખ્ત વયની સ્ત્રી કેવા વસ્ત્રો પહેરે છે એની નવરી પંચાતને બદલે !
~ જય વસાવડા #jv #culture #moralpolicing #education #ishanidave #language #narsinhmaheta #woman #dressingThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બે મિત્રો એવા કે જે જિદ માટે જમાનાની પરવા કરે નહીં. એક સાથે બહુ જૂનો નાતો, ખૂબ બધી અંગત વાતો થાય એવો. કલેજાવાળો ભડાકેદાર દોસ્ત એ તો. બીજા સાથે થોડા વર્ષ પહેલા પરિચય થયો ને રોજિંદો કોઈ વહેવાર નહી પણ જેટલી વાત થઈ એના આધારે ખબર પડી જાય કે નોખી માટીનો અલગારી જીવ છે. બેઉનું મુખ્ય લક્ષણ એ કે પોતાના પેશન બાબતે બધું ટેન્શન સહન કરી લે. હું ફિલ્મોનો ભાવક જ હતો ને એ જ રહ્યો, પણ આ બેઉ તો કાઠિયાવાડના ગામોમાંથી નીકળીને ફિલ્મના સર્જક બની ગયા. એમના સંગમ થકી બની છે એક ગુજરાતી ફિલ્મ. કઈ ફિલ્મ ? કોણ દોસ્ત ? જુઓ આ વીડિયો ! ~ જય વસાવડા #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હું કોલેજમાં ભણતો ત્યારે રાજકોટમાં ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ભારે ઇનોવેટિવ અધ્યાપક જેમણે ઘણા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિનું ઘડતર કર્યું એવા ડૉ. પ્રદીપ જોબનપુત્રાના સહયોગથી સેક્સ એજ્યુકેશનનો એક અનોખો સેમિનાર યોજાયેલો. ત્યારે હયાત એવા રાજકોટના મોટા આગેવાન સ્વ. રમણિકભાઈ ધામી પણ ઓશોના ચાહક અને ઉમદા વિચારક એવા મહાજન. એમની રાજ બેન્કમાં આયોજન થયેલું એનું.
એ વખતે સેમિનારમાં વિધાર્થી તરીકે બે ભેટ મળી, મૂળ ગોંડલના પણ મુંબઇ એવા મિત્ર હિતેશ સરૈયા સાથે બસમાં બેસી બે દિવસ જવાનું થયું એમાં જે આત્મીયતા બંધાઈ એ આજે પણ યથાવત છે અને ત્યાં ખાસ મુંબઈથી આવેલા ડો. રાજશેખર બ્રહ્મભટ્ટ વયભેદ વિના વ્હાલ વરસાવી ગયા. સરળ ભદ્ર સજ્જન. મુંબઈમાં જુહૂમાં પોશ એરિયા લક્ષ્મીકાંત ચોકમાં વર્ષોથી રહે. બીજી ઓળખ એ કે "સાયબો મારો ગુલાબનો છોડ હું તો વેલી લવિંગની" અને "મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે" ( મુઘલ એ આઝમ ) જેવા ગીતોના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના એ પૌત્ર. હાડોહાડ કલારસિક. વિશ્વપ્રવાસી. અતિ સંવેદનશીલ. કોઈના દુઃખે દોડતા જાય એવા.
આવા ડૉ. રાજ બ્રહ્મભટ્ટ લાજવાબ વક્તા. નવસારીમાં મેં એમને શિક્ષકોની શિબિરમાં બોલાવ્યા તો બે કલાક બાદ પણ ઓડિયન્સ ધરાયું નહીં એમના રમૂજ અને લાગણી સાથેના જ્ઞાનથી તો પબ્લિક ડિમાન્ડથી બીજે વર્ષે ફરી બોલાવવા પડ્યા ! એ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવવાના છે એ જાણ થતા એમને વિનંતી કરી. એમણે સહર્ષ પોતાના આયોજનમાં ફેરફાર કરીને પણ એ સ્વીકારી ને પરસ્પર અનુકૂળતા મુજબ અમારો સંવાદ અમદાવાદ "કલાસ્મૃતિ"ના આંગણે યોજાયો છે. આ ગુરુવાર 24 જુલાઈની સાંજે 6.30 ઇસ્કોન ચાર રસ્તા પાસે, GSTV કેમ્પસમાં.
એક લેખના શીર્ષકમાં મેં લખેલું કે "સેક્સ એજ્યુકેશનમાં મહત્વનો શબ્દ સેક્સ નહિ, પણ એજ્યુકેશન છે." હવે તારુણ્ય શિક્ષણ કહેવાય છે એવા આ અગત્યના વિષયની ભારતને નવાઈ નથી. ગ્રંથો ને શિલ્પો ઉપરાંત 64 કળાઓના ભાગ રૂપે બેધડક મોજૂદ હતું એ તો દેખીતું છે. પણ વાસ્તવમાં સેક્સ કેમ કરવો એ પ્રાણીઓને પણ શીખવવું નથી પડતું. કુદરત એની વ્યવસ્થા કરી લે છે. પણ સેક્યુઆલિટીનું મેનેજમેન્ટ કેમ કરવું એ માણસે ફાઇનાન્સ કે હ્યુમન રિસોર્સની જેમ કેળવવું પડે છે.
આજકાલ આ બાબતે જે અધૂરપ કે ક્રાઈમ જોવા મળે છે એનો ઉકેલ પ્રતિબંધો નથી. એ તો ઊલટા બળતામાં ઘી હોમે એમ છે. એના જવાબ છે સાચી સમજણ. અપરાધ જ શું, આનંદ માણવા માટે પણ માધ્યમોનો જે ઝંઝાવાત છે એમાં આ બાબતનું ખરું જ્ઞાનવિજ્ઞાન ખબર હોતી નથી. એમાં લેભાગુઓ ફાવી જે છે.
ક્લાસ્મૃતિનું સર્જન જ બધી કળાઓની અભિવ્યક્તિ અને સમજ માટે સ્વ. સ્મૃતિબહેન શ્રેયાંસભાઈ શાહના આશીર્વાદથી થયેલું છે. ત્યારે મેડિકલ ઉપરાંત સેક્સોલોજીના ક્ષેત્રે ઓલમોસ્ટ 5 દાયકાની પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા, 80 વર્ષના ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ આપણી સાથે ચર્ચા કરવા ને સવાલોના જવાબ દેવા ઉપસ્થિત રહે એ આપણું સદભાગ્ય. કોઈ એન્ટ્રી ફી કે રજિસ્ટ્રેશન નથી. બસ, આવી જજો આ અનોખા આયોજનમાં. જીવન સાથે જન્મજાત જોડાયેલા વિષયની સહજ સમજ મેળવવાનો મોકો વારંવાર નહિ મળે. વિગતો કાર્ડમાં. નોંધી લેજો ને રસ ધરાવનાર ને જાણ કરજો, જરૂર પધારજો.
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
લક તમને તક આપે તો પણ.... જુઓ એક મિનિટમાં પરમ સત્ય ! #life #luck #skill #study #chance #talent #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તુચ્છ લાગતા સૂક્ષ્મ જંતુઓ પણ કેવું મોટીવેશન આપી જાય છે જીવનમાં ! ફક્ત 1 મિનિટ આપીને સાંભળો... #jv #motivation #effort #spider #ant #life #struggle #fight
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બધું જ આપણી પાસે હતું જે પશ્ચિમવાળા ચોરી ગયા એવા વિચારો કરનારાને વિજ્ઞાનના વિકાસની વાસ્તવિકતા બાબતે ગજના આંકાની પણ ગતાગમ હોતી નથી. શિક્ષણ એ છે જે દિમાગ પર બાઝેલી ધૂળ ખંખેરીને સત્યની સમજણ આપે. તો આ એનો એક નાનકડો પ્રયાસ. આ શીખીશું તો જ બહાના કાઢવાને બદલે દુનિયા નોંધ લે એમ સાચુકલા આગળ વધીશું.
#jv #education #knowledge #science #history #wisdom #truth #progress #thoughtsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Censor board is cancer board in india. In 1978 superman movie, kiss was allowed to be shown in india and in 2025 we have got inspired from Irani censors for PG 13 movie.... Ironically kiss was invented in India according to university in Texas !
Srishti
@TechellaTea
Indian censor board removed this scene, its too much to handle.
Hollywood should learn from Indian Cinema.
- Superman should have slapped the actress or pinched her waist, that's an expression of love.
- Actress could have done some weird dance steps after falling in love.
Sarah | fan account
@cloiskryptonite
THIS CLOIS KISS IS CINEMATIC MASTERPIECE
-
jay vasavada JV
@jayvasavada
Agreed.
THE SKIN DOCTOR
@theskindoctor13
Radhika Yadav murder:
Initial reports said she was killed for making reels. Later, her father told police he was upset about her trying to build a career in tennis coaching and felt humiliated by villagers taunting him for living off her income.
There’s no boyfriend angle, as sensationalized by the media and then spread by a few on social media. The video with a Muslim man is just a year-old music video shot in her mother’s presence; she had no relationship with him.
It’s sad that gender and cultural divides have grown so deep that some people are fabricating reasons to tarnish a murdered woman’s reputation and justify her cold-blooded killing by her own father, romanticizing and intellectualizing it with nonsense like “sochiye, us baap ne kitna saha hoga ki ye kadam uthana pada.”
All this about a woman who lived a private life, worked hard to run her tennis coaching career, and had virtually no social media presence to offend anyone. -
jay vasavada JV
@jayvasavada
નિર્દોષોના જીવ લેતી અનેક દુર્ઘટનાઓ સર્જતા આપણા ભ્રષ્ટાચારનું મુખ્ય મૂળિયું આ એક બાબતમાં છે ! #india #corruption #politics #nexus #land #gang #greed #mentality
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ મારા સદગુરુ છે કારણ કે...
જુઓ અલગ અલગ સ્થળોએ એમની ઉપસ્થિતિને લીધે પ્રગટેલા સહજ ભાવનો વિચારબેરખો ❤️🙏🏼 #skk #moraribapu #guru
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમેરિકા આવતા પહેલા લંડનના રોકાણ માટેનું એક મહત્વનું કારણ હતું જાયન્ટ સાઈઝના પાન ધરાવતા વિક્ટોરિયા લિલીનું પ્રત્યક્ષ દર્શન. આ થોડા સમય માટે ખીલતા ફૂલો લંડન પાસે રિચમંડમાં વિશાળ રોયલ ક્યુ ગાર્ડનમાં ખીલેલા હતા. ખાસ સ્વ કલાકની મુસાફરી કરી ત્યાં પહોંચેલો ટ્રેનમાં. ફૂલો તો સુંદર પણ એના મહાકાય કમળપાંદડા નજરે જોવાનો લ્હાવો લાજવાબ હતો. એક બે બાળક એમ આરામથી બેસી શકે એવો વિશાળ ઘેરાવો ને મજબૂતાઇ ધરાવતા મૂળ એમેઝોનના જંગલોમાં જોવા મળેલા આ અનોખા વિશિષ્ટ કમળપાનની ડિઝાઇન પરથી ફેશન જ નહિ, આર્કિટેક્ચરના સ્ટ્રક્ચર પણ બન્યા છે. વર્ષો પહેલા કુદરતની આ અનોખી અજાયબી વિશે વાંચેલું ત્યારથી મન હતું એ નજરે નિહાળવાનું. લાઇફ ચેકલિસ્ટમાં આ વધુ એક ટિક થઈ ત્યારે. જુઓ એની એક્સકલુઝિવ ઝલક આ ખાસ તમારે માટે તૈયાર કરેલા વિડીયોમાં !
~ *જય વસાવડા* #jv #london #uk #victorialily #amazonialilyleaf #wonder #natureThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV reposted
Dr. Kiran J Patel
@Kiranpatel1977
Fake News Alert 🚨: The Fake New Paddler "alestiklal.net" is spreading the propaganda that "MOSSAD HAS HINDU AGENTS IN IRAN" is FAR AWAY from the Reality.
The Article Claims that 73 Indian Mossad Agents are detained by Iran which is totally FAKE NEWS
The claimed "Tejasswi Prakash" a person who doesn't exist or Most likely a Pakistani fake account spreaded this missinformation and that account is withheld in india.
#fakenews
#israel
#mossad
#iran
@DrSJaishankar -
jay vasavada JV
@jayvasavada
શેફાલીની યુવા ઉંમરે કાર્ડિયાક એરેસ્ટ ( સામાન્ય માણસો તો બધાને હાર્ટ એટેક કે હાર્ટ ફેઇલ જ બોલે છે ) આવવાનું એકમાત્ર નહિ, પણ આ યે એક અતિશય અગત્યનું પણ અદૃશ્ય રહેતું કારણ છે ! થોડા સમય પહેલા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સ્વપ્નીલ શાહ સાથે જનહિતમાં એક સુપરહિટ કાર્યક્રમ ફ્રી એન્ટ્રી સાથે કરેલો. સાંભળો એનો આ અંશ. #jv #cardiacarrest #heartattack #heartdisease #heartdiseaseprevention #heartdiseaseawareness #shefalijariwala #doctorsday2025
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય બાપુનું આપણી વચ્ચે હોવું એ જ અસ્તિત્વનો ઉત્સવ છે. એમના સ્નેહાશિષ મળે એ મને તો કૃપા લાગે. પણ એ તો એ અવસ્થાએ છે કે એમને કશી જરૂર નથી. એ મેળવવા નથી માંગતા કશું, એ તો પોતાની પાસે છે એ વહેંચે છે. પણ મને એવું થાય કે એમનામાં જે શિવતત્વ જોઉં છું, એનું "શેરિંગ" બધા સાથે કરું. પ્રેમમાં પ્રશસ્તિની પ્રસ્તુતિનો ધરવ ન થાય. મા બાપના સ્મરણને સ્ટોપનું બટન થોડું હોય? એટલે સાધાર સત્ય ને તર્કબદ્ધ તથ્યથી હું સ્તુતિભાવે એમની આજ્ઞા ને અનુકૂળતા મુજબ બાળક હોંશથી રમકડાં બતાવે એમ કંઈક જોયેલું જાણેલું માણેલું ને અંદર ઊગેલું હરખથી બોલતો હોઉં છું. પણ આવી રીતે વ્હાલ વરસે તો આપણી આંખો ભીની થઈ જાય ! ❤️🙏🏼 જય સિયારામ.
~ જય વસાવડા #jv
#moraribapu #ramkatha #littlerock #usa #love #blessingsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પપ્પા આજે હોત તો 30 જૂનના જન્મદિને આજે 90 મા વર્ષમાં પ્રવેશ કર્યો હોત. જો કે આજે જ મમ્મી પપ્પાની સ્મૃતિ માટે હું કશુંક કરી રહ્યો છું, એના એક સરસ સમાચાર મળ્યા. એ વાત પછી નિરાંતે.
ઘણી વાતો અગાઉ કરી જ છે, પણ પપ્પા માટે એક ખાસ યાદી. હું આજે દુનિયા ફરતો હોઉં ત્યારે નવાઈ લાગે કે એ સમયે એમેઝોન કે વૉટ્સએપ વગરના યુગમાં એ આજે પણ ઇન્ટરનેશનલ લાગે એવા રમકડાં અને પુસ્તકો ક્યાંથી લઈ આવતા હશે ? એ તો કોઈ દિવસ પરદેશ ગયા નહોતા તો એમને આ બધી ખબર ક્યાંથી પડી હશે ? મસ્ટ બી પાવર ઓફ રીડિંગ. જેની કોઈ ડિંગ એમણે ક્યારેય હાંકી નહિ. અને મારા તરફનો અજોડ પ્રેમ. એમણે જે પાયો પાકો કર્યો એટલે જગત અજાણ્યું નથી લાગતું. ધરખમ સર્જકોના નામોની અને કામોની ખબર હોય છે.
આવું પણ સગવડ ને થોડી જાણકારી હોય તો ઘણા મમ્મી પપ્પા આજે કરતા જ હોય, કરે જ. પણ પછી સતત બાળકને એમાં ગૂંચવી નાખે. એને ફિકસ ફ્રેમ આપી દે વિકસવાની. અને પોતે બાજુએ ખસી ન જાય, ફન માટે ફ્રીડમ આપવાને બદલે સંસ્કારના જમે જજ મેન્ટલ શિખામણખોર થઈ જાય. મારા પેરન્ટસ એનાથી સદંતર દૂર રહ્યા. પપ્પાઓ વધુ જોહુકમી ચલાવવાનું લાયસન્સ લઈને આવ્યા હોય એવું લાગે. પણ પપ્પાએ એવું કશું જ કર્યું નહિ કદી. આ એમની સૌથી મોટી ગિફ્ટ. આખી દુનિયાનું એક્સપોઝર અને બાદમાં લોકલ મટીને ગ્લોબલ થવાની સંપૂર્ણ આઝાદી.
ફોટો ઝાંખો થયો છે, સ્મૃતિઓ ઝાંખી નથી થવા દેવી એટલે આમ વહેંચ્યા કરું છું. ચહેરાની રેખાઓ નહિ ઉકેલાય પૂરી. પણ મમ્મી હોય કે પપ્પા ચહેરાથી નહિ, ચાહતથી ઓળખતા હોય છે !
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
સિદ્ધયોગી બનવું આત્મકલ્યાણનો માર્ગ હશે. પણ બીજાને ઉપયોગી બનવું જનકલ્યાણની જાત્રા છે. દીવાલ પાસે દીવો કરવો ખોટી વાત નથી, પણ કોઈના દિલમાં દીવો કરવો એ સાધુતા વધુ સાચી છે. જગતના નાથના સંગિની યાને લક્ષ્મી જેમના પર પ્રસન્ન હોય એવા કુબેરપતિ સામાન્ય માણસ માટે પોતાના ભંડાર ખુલ્લા મૂકે ત્યારે ભોજન જ ભજન થઈ જાય ! આમ પણ ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ થઈ જાય છે. પણ પુરીની રથયાત્રા નિમિત્તે પ્રસાદમાં સેવા ભેળવીને આપણા અતિ પ્રતિષ્ઠિત પરિવારે એને પણ સાધનાનું સ્વરૂપ આપ્યું છે ! આવા અંતરને અજવાળતા દાનમાં જ હરિનું દર્શન પ્રગટે છે. અમીર હોવું સારી વાત છે, પણ સેવામાં અમી જોવા એ સુંદર વાત છે. રથમાં અન્નદાનનો મનોરથ ભળે ત્યારે ચૂલાનો અગ્નિ પણ યજ્ઞ બની જાય. માત્ર ત્રણ મિનિટ ફાળવીને રથયાત્રાની આગવી જાણકારી સાથે લો આ આપવાના આનંદમાંથી પ્રેરણાની પ્રસાદી ! સારું લાગે તો જરૂર શેર કરો. ❤️🙏🏼
~ જય વસાવડા #jv #jagnnath #puri #rathyatra #adani #giving #prasadThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ શનિવારે મળીએ છીએ બોસ્ટન ( શુક્રવારે સાંજે એડિસન ઓક ટ્રી રોડ રામભાઈ ગઢવી સાથે ને રવિવારે કનેક્ટિકટ વલ્લભધામ ડૉ. નીરવ પારેખ સાથે ) નીતિનભાઈનું આયોજન ને વિગતો માટે જુઓ વીડિયો 😊 #jv #usa
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ શનિવારે મળીએ છીએ બોસ્ટન ( શુક્રવારે સાંજે 6.30 કલાકે સૌંદર્ય પર 1655 એડિસન ઓક ટ્રી રોડ suite 155 રામભાઈ ગઢવી સાથે ને રવિવારે કનેક્ટિકટ વલ્લભધામ સાંજે 5 વાગે રામ અને કૃષ્ણ પર ડૉ. નીરવ પારેખ સાથે ) નીતિનભાઈનું આયોજન ને વિગતો માટે જુઓ વીડિયો 😊 #jv #usa
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ન્યૂયોર્કમાં વિકાસ ખન્ના એટલે મિશીલીન સ્ટાર સેલિબ્રિટી શેફ. અમેરિકામાં જાણીતા ભારતીયોમાં અમેરિકન મીડિયામાં એમનું નામ આવે. એમના મોંઘા "બંગલો" ઇન્ડિયન ફૂડ વિથ ટવીસ્ટ રેસ્ટોરામાં મહિનાઓ સુધી બુકિંગ નથી મળતું એવી પ્રચંડ લોકપ્રિયતા એમની છે. ભારતીય તો શું, હોલીવુડ સેલિબ્રિટી પણ ત્યાં આવે છે. હમણાં ફૂટડી ફિલ્મસ્ટાર એન હેથવે આવેલી. એમાં રિઝર્વેશન માટે પણ કેબીસીની જેમ ચોક્કસ સમયે લાઇન ખુલે. લોટરી લાગી તો ઠીક. બાકી ચંદ મિનિટોમાં હાઉસફુલ ! અનેક વિદેશીઓ એમના હાથ નીચે કામ કરે એવો ધ્વજ લહેરાય છે એમનો.
છેલ્લા બે વર્ષથી ન્યૂયોર્કમાં જાઉં ત્યારે એક પાક્કા ભોજન ભગત તરીકે એમની ખ્યાતિ સાંભળી ત્યાં જમવાનું મન. વિકાસ ખન્ના પાછા ગ્લોબલ કલ્ચરલ બ્રાન્ડ એમ્બેસેડર છે. મને બહુ ગમતી વાત એમની એ કે એ આધુનિકતા કે પશ્ચિમની ટીકા કર્યા વિના આપણા વારસાની લીટી મોટી કરવામાં માને છે. ગ્લોબલ સ્ટાઇલ ને ડેકોરેશન પ્રેઝન્ટેશન શીખીને પણ પોતાના મૂળિયાં ભૂલ્યા નથી. જાણકાર પણ પાક્કા. ઘણા ઇસ્યુઝ પર ભારતના રિયલ ક્લરફૂલ કલ્ચર બાબતે સ્ટેન્ડ લઈને બોલે. બંગલોની ડિઝાઇન પણ એકદમ રજવાડી ને રંગીન ભારતીય શૈલીની. ફૂડ પણ લસ્સીથી રીંગણાના ઓળા સુધીનું નવા રંગરૂપમાં દુનિયાને દીવાની કરે એમ મસાલેદાર બનાવીને ખવડાવે. ઘણી વાર મસ્ત રિમાર્ક કરે. એક શેફથી વિશેષ એ હિંદુસ્તાન કી પહેચાન છે, અમેરિકાની પંચરંગી પ્રજામાં. એમના સંદર્ભ એક બે વાર લેખમાં ટાંકેલા. થોડા મહિના પહેલા સુરતના એક લેક્ચરમાં એમનું ઉદારહણ આપેલું, એ રીલ પણ પોપ્યુલર થયેલી.
પણ છેલ્લી ચાર પાંચ અમેરિકન ટ્રિપમાં પ્રયાસો છતાં "બંગલો"માં જમવાનો કોઈ ચાન્સ મળતો નહોતો. અમેરિકા રહેતા ગુજરાતી મિત્રોએ પ્રયાસ કર્યા. પણ પ્રવાસોમાં ડેટનો મેળ ન પડે. જગતભરના સ્વાદના સજ્જ સમર્થ એવા જયેશ વોરાને લીધે હમણાં હું કોપનહેગન નોમા ને અગાઉ ગગન કે પાપા કે અવતારા વગેરેમાં જઈ આવ્યો છું. પણ અહીં લિંકના અભાવે જયેશભાઈના હાથ હેઠા પડ્યા. કારણ કે કોન્ટેક્ટ જ નહોતો મળતો કોઈ. એમણે કોલ ને મેઈલ પણ કર્યા પણ નો રિસ્પોન્સ.
હું ઘણી વાર અનુભવ કરી ચૂક્યો છું ને કહું પણ છું કે દુનિયામાં કોઈ અગત્યની બાબતમાં પૂછવામાં શરમાવું નહીં. બહુ બહુ તો ના મળશે. પણ પ્રયાસ ન કર્યાનો પાછોતરો પસ્તાવો તો નહીં થાય. વિવેકથી યોગ્ય સમય જોઈને પૂછવાનું. નીયતિનો નિર્ણય સ્વીકારવાની તૈયારી સાથે પ્રયત્ન કરવાનો. આજે સાંજે બ્રોડ વે માં શો જોવાનો હતો જે કોરિયન એ સોલ્ડ આઉટ. તો હરિઈચ્છા કહી બંગલો ભણી યાત્રા શરૂ કરી. ટેક્સી, ટ્રેન, બસ, વોકિંગ બધું મિક્સ. દોઢેક કલાકે ફર્સ્ટ એવન્યુ પહોંચ્યો. નક્કી કરેલું કે ફોટો પાડી, કોફી પીવા પૂરતી પણ જગ્યા ન મળે તો હવે એપોઇન્ટમેન્ટ કેમ લેવી એ પાક્કી માહિતી લઈ પાછા ફરીશું. પણ ટ્રાય તો કરવી છે.
રિસેપ્શન પર ત્યાં વાત કરી. અગાઉ સંપર્કની કોશિશોના પુરાવા સહિત નામ લખાવ્યું. ત્યાં ઉભેલી કન્યાએ કહ્યું કે ટેબલ તો કોઈ ખાલી નથી. પણ તમે વેઇટ કરો તો બાર પર બેસી શકો એવી જગ્યા કદાચ થાય. ને એ બહાને તમારે અંદરથી જોવાય.
પણ થોડી વારે સ્વયં વિકાસ ખન્ના પ્રગટ થયા. પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપતા કહ્યું કે "હું તમને ઓળખું છું. તને ખબર નહિં હોય કે હું સાતેક વર્ષો અમદાવાદ હતો. અને મારા ગુજરાતી મિત્રો તમારા આર્ટિકલ માટે કેવા પેશનેટ હતા, એ જાણું છું. તમારી સ્પીચ બધાને બહુ ગમે છે. મને ખબર છે. રથયાત્રાના આગલા દિવસે કૃષ્ણની કૃપા કે તમે અહીં આવ્યા ને જમશો !" અમારે ભારતના પાકશાસ્ત્ર, કૃષ્ણ ને યોગને એવી થોડી વાતો થઈ. ભારત શું છે એ જગતની જબાનમાં જગતને સમજાવવાની જરૂર છે એમાં અમે બંને સહમત. બહુ જ વ્યસ્ત હતા. મને કહે રોજ 18 કલાક આમ જાય છે. સોરી બધા મેઈલ જોઈ નથી શકતો. હું બેઠો ને એમણે મેન્યૂ હટાવી લીધું ! મને કહે "આજે હવે મારી ચોઈસ મુજબ હું જમાડું." ને કહે કે "મને તો તમારા મમ્મી પપ્પાની પણ ખબર છે. તમને કેવી રીતે મોટા કર્યા એ. મારા સ્નેહીઓ જાણતા એ ! હું તમને આજે મારા ઘરનો સ્વાદ કહેવાય એ સ્પેશ્યલ પીરસું."
સરસ પંજાબી જમાડ્યું. પનીર, મસ્ત સ્પેશ્યલ દાળ ને ટ્વીસ્ટ સાથે મેંગો શ્રીખંડ લાજવાબ. સ્ટાર્ટર બનારસી પુરી ને દહીં કબાબ. પોતે આપી ગયા ને પૂછી ગયા બે વાર. છેલ્લે બિલ આવ્યું એ પણ હું ચૂકવું એ પહેલા પાછું ગયું ને ફરી આવ્યું એમાં પણ ખાસ્સું માતબર એવું ડિસ્કાઉન્ટ ! બહાર નીકળતા પણ વિકાસ ખન્ના ફરી મળ્યા. મેં કહ્યું. "જીભે તો સ્વાદ માણ્યો પણ જીગરમાં આ પ્રેમનો સ્વાદ જશે નહિં !"
પ્રિય મોરારિબાપુને કહેલું એક વાર કે " હું તો આમ આખી દુનિયા એકલો ફરું છું. પણ જેમને જરાય વિશ્વ બતાવી ન શક્યો એ મમ્મી પપ્પા પણ કદાચ મારી અંદર મારી જોડે ફરે છે !" ફરી આજે પણ એવી કંઈક અહેસાસ થયો.
નીયત સાફ હોય અને દરવાજા બંધ હોય તો ખખડાવવામાં વાંધો નહિ, કોને ખબર ક્યારેક દરવાજા એવા હાથ ખોલતા હોય છે, જે આપણને કદી દેખાતા નથી !
~ જય વસાવડા @TheVikasKhanna -
jay vasavada JV
@jayvasavada
અમેરિકામાં એન્ટ્રી સાથે જ ધમાકેદાર કાર્યક્રમ હતો 40 વર્ષથી ત્યાં કોઈ જ્ઞાતિ કે ગામના ભેદ વિના ગુજરાતીઓ માટે ચાલતી ઇન્ડિયન કલ્ચર સોસાયટીમાં. મૌલિક જગદીશ ત્રિવેદીનું પણ જોડે ઓપનિંગ થયું આ ટૂરમાં મારા સહયોગી તરીકે. કેનેડાથી એ ખાસ એરપોર્ટથી હોટલ મૂકવા પણ આવેલો. જોડે ગોરજ મુનિ સેવા આશ્રમ માટે કામ કરતા અને જગદીશભાઈ ત્રિવેદીના સ્નેહાળ મિત્ર ડો. યોગેન્દ્ર પટેલ. જેના ઘેરથી ખાસ ઢેબરાં પ્રેમ ભેળવીને સ્વાદ વધારી લઈ આવેલા. કાર્યક્રમ પહેલા અમેરિકાના જૂના ગોઠિયા અલ્પેશ ભાલાળાને મળવાનું થયું. Rain Drops માં એણે સરસ લેખ લખ્યો છે. એને કોપી આપવાનો મને પણ ઉમળકો. સાથે પિયુષ પટેલ તો હોય જ. પ્રોગ્રામમાં પણ બહુ બધા મિત્રો મળ્યા. ખાસ મારા માટે લુવ્ર મ્યુઝિયમનું પુસ્તક શોધનાર જિમ્મી પટેલ ને એમના વાઇફના મારા લખાણ માટેના પ્રેમને જાણીને મને પ્રોત્સાહન મળ્યું. જાણીતા રેશનાલીસ્ટ સ્વ. રમણ પાઠકના દોહિત્ર દક્ષેશભાઈ પણ મળ્યા. નવનીતભાઈ, વત્સલા પાટીલ , ડૉ. ગાંધી, પાઇ પટેલ ને એ બધા સાથે અનેક જૂના સ્નેહીઓ ને નવા મિત્રો બન્યા એ અલગ. સુપરહિટ સ્પીચ રહી. દોઢ કલાક બધાએ એકરસ થઈને ભોજન હોવા છતાં, ટેબલ હોવા છતાં એ બાજુએ રાખીને સાંભળ્યું. શુક્રવારે ઓક ટ્રી રોડ પર વ્હાલા રામભાઈની લિટરરી એકેડેમી માટે, શનિવારે બોસ્ટન નીતિનભાઈ માટે ને રવિવારે વલ્લભધામ કનેક્ટિકટ ડો. નીરવ માટે જવાનું છે. અને લિટલ રોક પ્રિય બાપુની કથા ઉપરાંત આવતા વીક ઍન્ડમાં ફ્લોરિડા પણ છે. વિગતો માટે આ સ્પેસ ને સ્ટોરી જોતા રહેવી કાં કૉમેન્ટમાં પૂછી લેવું. મૌલિક માટે હું એને ગમે એવું કશુંક કરી શક્યો એનો આનંદ. હવે મારું અમેરિકન એક્સપ્લોરેશન ચાલુ અવનવા સ્થળો, સ્વાદ, મનોરંજન અને મુલાકાતોનું ! 😊❤️
~ જય વસાવડા #jv #usa 🇺🇲🇮🇳 -
jay vasavada JV
@jayvasavada
વિજય માલ્યાનું સત્ય શું છે, એ જુદો ને પેચીદો વિષય છે. જેના પર ઘણું લખાતું બોલાતું ચર્ચાતું રહેશે. એવું નથી કે એ સાવ નિર્દોષ હોય. પણ બીજા ઘણા દોષિતોને કશું નથી થતું ત્યારે આ ચોર છીંડે ચડ્યો ને એક વૈશ્વિક બને એવી વૈકલ્પિક એરલાઈન પણ ધબાય નમ: થઈ ગઈ એમાં એક દોષ આપણી માનસિકતાનો પણ છે. કયો ? સાંભળો 5 મિનિટ. ~ જય વસાવડા #jv #vijaymallya #jealousy #hypocrites #lifestyle #pleasure
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પરદેશમાં વીક એન્ડ એટલે જલસો. મહાનગર લંડન તો શું અમદાવાદમાં પણ વર્કિંગ ડેની સાંજે ઈચ્છા હોય તો પણ મળવું અઘરું પડે. અહીં તો જોબની કલાક હોય કે ટ્રેનનો ટાઇમ આઘુંપાછું ચાલે નહીં. અને લંડન તો હું વર્ષોથી હપ્તાવાર ફરું છું. નેચરલી, એટલો ખજાનો છે અહીં કે એક ટ્રિપમાં પૂરું ન થાય. આ વખતે પણ રાબેતા મુજબ એટલું બધું જાણવામાણવાનું હતું કે દિવસના સત્તરેક કલાક હું બહાર હોઉં. સવારથી મધરાત સુધી રોજેરોજ. ને સરખું તો જ ફરી શકો બધું જો કોઈને ઘેર જઈ મળવાના બંધનો આડે ન આવે. પણ સોશ્યલ નેટવર્ક પર ફોટા મૂકો તો ચાહકો સ્વજનોને પણ દૂર બેઠા હોય એટલે તો ખાસ ઉત્કંઠા થાય મળવાની એ પણ સ્વાભાવિક છે.
અલગ અલગ જગ્યાએ રહેતા પાંચ છ મિત્રોને મળવા જવામાં તો બે દિવસ થાય. એટલે થયું કોઈ સેન્ટ્રલ લોકેશન પર એકસાથે બધાને મળી લઉં. એવી અનુકૂળતા ( બ્રિટિશ મ્યુઝિયમ માત્ર શુક્રવારે 8.30 સુધી ખુલ્લુ હોય જ્યાં ખાસ ઈન્ડિયા એક્સપિરિયન્સ જોવાનું થયુંને એ અગાઉ લંડનથી છેક દૂર રિચમંડ ખાતે ક્યુ ગાર્ડનમાં એમેઝોનન વિરાટ કમળપાન જોવાના જવાનું હતું ! ) એટલે નક્કી કર્યું ગુરુવારની સાંજ મળીએ. બે મિત્રો ગૌરાંગ પાટડિયા અને શરદ રાવલ તરત સહમત થયા. ને આગળ બધાને ભેગા ક્યાં કરવા એ સ્થળ ફોન પર નક્કી કર્યું. વોટરલૂ સ્ટેશન પાસે રોયલ હોલ પાસે.
કોઈ કાર્યક્રમ નહીં, ભાષણ નહીં. બસ, મુલાકાત ને વાતચીત. હતું કે પાંચ સાત વ્યક્તિઓ આવશે તો કોઈ જગ્યાએ બેસીશું નદીકિનારે ને નાસ્તો કરતા ગપ્પા મરીશું. માત્ર દોઢ દિવસની નોટિસ. એ પણ ફક્ત અહીં. અને એમાં પણ ચાલુ દિવસની રજા વગરની સાંજે 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના, બિઝનેસમેનથી લઈને સ્ટુડન્ટ સુધીના ચાલીસેક #jvlovers ખાસ આવ્યા ! જ્યોત્સનાબહેને બુક આપી તો ભગીરથભાઈએ ફ્રેમ. ધીરેનભાઈએ વિધાર્થીકાળની યાદો તાજી કરી ને ગાયત્રીબહેને લાયબ્રેરીની વાત જણાવી. વિરાટ ભાઈ, ધ્રુવભાઈ, હર્ષજીતભાઈ, રાજસીબેન જેવા મીડિયાના મિત્રો આવ્યા. અદિતિ ને હરિતા તો કહેતા જ હતા કે આવી પહોંચી જઈશું. અમુક ઇચ્છા છતાં પહોંચી ન શક્યા. બધા ખૂબ પ્રેમ લઈ આવેલા. હજુ નિરાંતે એની વાતો લખીશું ને કદાચ આ પોસ્ટ નીચે એ બધા પણ જોશે લખશે. સેલ્ફી નામેરી જયે પાડી. જેના પત્ની યેશા પણ લેખિકા છે ને મારા વાચક પણ.
સંખ્યા જોઈ થોડો પરિચય કેળવવા અમે મ્યુઝિક ચાલતું હતું એ હોલના ફોયરમાં જ જમાવી. ખાણીપીણી યાદ પણ ન આવે કારણ કે વાતો, ફોટો ને સવાલજવાબમાં ત્રણ કલાક ક્યાં પૂરા થયા એનો અહેસાસ પણ ન થયો. આવ અમસ્તા જ ઉમટી પડીને ગુજરાતી ભાષાના લેખકની ધજા આમ અંગ્રેજોના ગઢમાં ફરકાવવા માટે સહુનો ફરી આભાર. વીકએન્ડ હોત તો સંખ્યા ડબલ થઈ ગઈ હોત ! ને છેલ્લા ફોટાઓમાં દેખાતા ગૌરાંગ અને શરદભાઈને સલામ. પ્રિય રૂપીનભાઈ અતિવ્યસ્તતાની વચ્ચે પણ ખાસ અલગથી મળ્યા એ તો કેવળ કૃપા.
આ લંડનમાં કોઈ આયોજન વિના બસ કલમ કે વાણી ગમવાને લીધે એક સાદે ઉભરાયેલા મીઠડા મેળાવડા ની વધુ વાતો પછી. અત્યારે તો જેના સ્પર્શે કાળીજીરી પણ હની ચોકલેટ લાગે એવા મધુર પ્રેમ માટે ઝાઝેરું વ્હાલ. દુઆઓ મેં યાદ રખના દોસ્તો ! ❤️
~ *જય વસાવડા* #jv #uk #london #readers #listeners #love #memoriesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિશ્વ યોગ દિવસે #પ્રથા નો અગાઉ ઝડપેલો ધલવલાટ 😊😁😍 #niece
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પાછળ જવાને બદલે આગળ વધવું હોય તો સૂતક છોડી સુ–તર્ક શીખીએ ! જરૂર જુઓ વર્ષોથી ઘણું લખ્યું છે જેના પર એવા સનાતન સુધારાની સહજ સમજ આપતો આ વિડીયો ! 🙏🏼 😊
~ જય વસાવડા #jv #moraribapu #india #bharat #sanatan #hindu #modernsalon #culture #rigidity #valuesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આમ તો રાજકોટ એને ગમાડતા નેતાની ઉડ્ડયન સાથે જ હવે કાયમ માટે જોડાયેલી યાદગીરી આવી પોઝીટીવ રીતે સાચવે એ વ્યક્તિગત વિચાર છે. પણ કોને ખબર સામૂહિક બને તો કદાચ એનો અમલ પણ થાય એટલે સ્વ. વિજયભાઈ રૂપાણી ને અંજલિ આપતા લાંબા વિડિયોનો આટલો અંશ ફરીથી રીલ સ્વરૂપે. બિનરાજકીય મુદ્દો છે. ગમે તો ફેલાવજો. લોકશાહીમાં જનમત પ્રભાવી હોય છે. ના રુચે તો કોઈ વાંધો નહીં, લોકોના દિલમાં તો વસે જ છે દિવંગત આત્માઓ. 🙏🏼 ~ જય વસાવડા #jv #vijayrupani #flight #rajkot #airport
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પપ્પા ઓર્ડિનરી પણ નથી હોતા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ નથી હોતા... એ હોય છે... જુઓ એક મિનિટનો જવાબ ! #happyfathersday #family
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિજયભાઈ રૂપાણી. સદાય સરળ રહ્યા, સરળ બોલ્યા, સરળ વર્ત્યા અને સરળ જીવ્યા.... જાહેરજીવનમાં મુખ્યમંત્રીના પદ પર પહોંચ્યા પછી પણ કોઈ આડંબર નહિ. તરત બધાને મળે. ખબર પૂછે. પ્રોટોકોલ ના હોય તો ગાડી પરથી લાઇટ પણ ઉતરાવી લેવાના આગ્રહી એવા ભદ્રજન. સામાન્ય માણસ સાથે તરત ભળી જાય.
અને અસામાન્ય સંજોગોમાં એમની ચિરવિદાય પણ સામાન્ય નાગરિકોની સંગાથે જ થઈ ! વીઆઇપી થવાનું એમણે કદી ગમ્યું જ નહોતું. લોકો વચ્ચે જઈ સંપર્કનો સેતુ બનાવતા. એ માટે તો પરિવાર ને મિત્રો લંડન વ્હેલો પહોંચ્યા હોવા છતાં વિસાવદરની ચૂંટણી માટે રોકાયા ને એકલા નીકળ્યા વિમાનની વાટે ને દૃશ્ય વિમાન નીચે તૂટી પડ્યું અને અદૃશ્ય વિમાન તેડી ગયું ઉપર દિવંગત પુત્ર પૂજિતની ચેતનાને મળવા ને તેજમાં ભળવા...
મુખ્યમંત્રીનું પદ પણ આસાનીથી પળવારમાં છોડ્યું ને સ્વજનોનો સાથ પણ એમ જ અણધાર્યો છોડી ગયા ! ભૂતપૂર્વ મુખ્યમંત્રી થવું એ બરાબર, પણ એક ક્ષણમાં આખું આયખું ભૂતકાળ થાય એ વસમી ઘડી છે.
ભલે કોઈ રોજીંદો સંપર્ક કહેવાય એવી અંગત સંબંધ નહોતો પણ સ્મરણો મનમાં ધક્કામુક્કી કરે એટલા છે. પણ આટલા બધા નિર્દોષ જીવો અકસ્માતમાં ગયા એ શોકાંતિકાને ધ્યાનમાં રાખતા, એ વાતો જરા પછી, વધુ વિગતે.
અત્યારે તો ઊંચે ચડ્યા બાદ પણ પગ જમીન પર હોય અને દુનિયા જોયા પછી પણ ઘરના માણસ જેવા જ રહ્યા હોય એવા એવા સાદાસીધા ગુજરાતીની ઓળખ સમા સદગત વિજયભાઈ રૂપાણીને બસ એમને ગમતા આખા રાજકોટ વતી એક નાગરિક તરીકે અંતિમ પ્રણામ. 🙏🏼
~ જય વસાવડા -
jay vasavada JV
@jayvasavada
વ્યથિત કરે એવા કમકમાટી ભર્યા દ્રશ્યો સામે આવે છે. કોઈ પણ પ્લેન ક્રેશ થાય ત્યારે જાનહાનિ વધુ જ હોવાની એ કરુણ વાસ્તવ છે કારણ કે બચવાની જગ્યા અને સમય બેઉ ઓછો હોય. આમાં તો એ રહેણાક વિસ્તાર ને મેડિકલ હોસ્ટેલ પર કાળમુખુ મોત અણધાર્યું આકાશમાંથી ખાબક્યું ને કેટલાય નાગરિકો અને મેડિકલના આશાસ્પદ વિધાર્થીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા એનો હજુ સરખો અંદાજ નથી ! પ્લેનમાં હસતા રમતા ચહેરાઓ ભસ્મીભૂત થાય ને સ્વજનોના મુખ રડતા તડપતા જોવા મળે એ દ્રશ્ય પણ અસહ્ય છે. દેશ પરદેશના આબાલવૃધ્ધ મળીને 242 દુર્ભાગી યાત્રીઓમા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ લંડન જતા એર ઇન્ડિયાના પ્લેનમાં હતા, એ કન્ફર્મ થયું છે. કારમો ઘા લાગે ગુજરાતને એવા એમના નિધનના સમાચાર આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર કન્ફર્મ નથી થયા. પણ આઘાતજનક આશંકાઓ છે...
વસમી બપોર છે ગુજરાત માટે આ. હજુ પ્લેન શા માટે ટેક ઓફ બાદ અચાનક પડ્યું એના કોઈ સત્તાવાર કારણો આવ્યા નથી. ટેકનિકલ ખામી ? કોઈ બોમ્બ જેવી ત્રાસવાદી હરકત? માનવીય ભૂલથી કાબૂ ગુમાવ્યો કે કશું ભટકાયું... કશું સરખું ખબર પડે એમ આવ્યું નથી. કદાચ વડાપ્રધાન ગૃહપ્રધાન આવ્યા બાદ સ્પષ્ટ ચિત્ર મળશે. બધા ઉડતા પ્લેન સાવ નવા નથી હોતા, આ બોઇંગ પણ જૂનું હતું પણ મોટી હવાઈ સફર પહેલા સેફ્ટી એન્ડ મેઇન્ટેનન્સ ચેક તો ફરજિયાત થતું હોય. તો શું થયું? એર ઈન્ડિયા ને બોઇંગ બેઉ સાથે દુર્ઘટનાના ઓછાયા જોડાયેલા રહે છે. ખેર, જોઈને ખાવું ન ભાવે એવી તસવીરો ને વિડીયો ફરે છે. અત્યારે વિનંતી એટલી જ અફવાઓથી દૂર રહીએ અને હતભાગી મૃતકોના આત્માની શાંતિ માટે તથા ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ. 🙏🏼
~ જય વસાવડા -
jay vasavada JV
@jayvasavada
કોઈ પણ સનસનાટી મચાવતો અઘટિત બનાવ ન્યૂઝમાં ચમકે એટલે આપણી મોટા ભાગની સામાન્ય વાતો, ચર્ચાઓ, કૉમેન્ટ્સ વગેરે જે હોય એ એક ડરપોક, સંકુચિત અને નકારાત્મક માનસિકતા ધરાવતા સમાજ બનવા તરફ ઈશારો કરે છે. સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક સમાજ રચવા આ સમજ કેળવવી રહી. જુઓ, સાંભળો, વિચારો.
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શાળાઓનું વેકેશન ખુલી ગયું, તો આ શિક્ષણ માટે અતિ અગત્યનો પાઠ પાકો કરજો માત્ર દોઢ મિનિટમાં ! #school #vacation #university #education #adventure #reading #life #skills #curiousity #knowledge #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જાંબુનો જલસો પણ શુદ્ધ સ્વદેશી છે ! 💜 માણો આ purple love of lips ! 🟣
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શૃંગારરસના જન્મસ્થાન ભારતમાં સૌંદર્ય કે તેના શણગાર કે વસ્ત્રો કે વાતો કે દર્શન કે ચિત્રોશિલ્પોતસવીરો વગેરેને પાપ કે ખરાબ માનવાની માનસિકતા કે ધાર્મિકતા ક્યાંથી આવી ? planetjv પર મુકાયેલા સંવાદમાંથી ત્રિવેણી સંગમ જેવી એક ઝલક.
#beauty #india #art #fashion #literature #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આસપાસની સ્થિતિમાં ઊંચનીચ હોઈ શકે છે, પણ આનંદના અનુભવમાં નહિ ! જીવનમાં સમજવા જેવી એક નાનકડી વાત ! #jv #life #pleasure
-
jay vasavada JV
@jayvasavada
કરિઅરમાં કામિયાબી માટે એક અફસોસ પણ જોઈએ ! કેમ ? જુઓ ફક્ત એક મિનિટનો વિડિઓ. #selfanalysis #bettereveryday #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વર્ષો પહેલા પણ મેં આ લખેલું. નગેન્દ્રભાઈને તો કદાચ ચોક્કસ તંત્રવ્યવસ્થાના નિયમોમાં ફાવે નહિ, પણ એમની પાસે જરૂર જઈ શકાય એમને એક સ્વતંત્ર પ્રોજેક્ટ તરીકે વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોની ભાષા રજૂઆત સુધારણા અને લેખન આપી શકાય. ભલે વિષય ને પ્રકરણ વગેરે બીજા નિષ્ણાતો ધોરણસર નક્કી કરે. પણ એનું આલેખન નગેન્દ્રભાઈની દેખરેખ નીચે થાય. જો કે આમાં સરકાર માનવા જેટલો જ મોટો સવાલ એ પોતે માને કે નહિ એ ખરો !
Chetan Pagi
@chetan_pagi
અત્યંત અઘરી ભાષામાં લખાયેલા અને જરાપણ સરળ નહીં એવા ગુજરાતી પાઠય પુસ્તકો જુઓ તો ખ્યાલ આવશે કે નગેન્દ્ર વિજયે એકલે હાથે સફારી મેગેઝિન દ્વારા કેટલું મોટું કામ કર્યું છે. ગુજરાત સરકારે આપણા પાઠય પુસ્તકોને સરળ અને સુવાચ્ય બનાવવા માટે વહેલી તકે નગેન્દ્ર વિજયની મદદ લેવી જોઈએ. આપણી ટેક્સ્ટ બુક્સ સફારી જેવી સરળ અને રસપ્રદ હશે તો વિદ્યાથીઓને પણ ભણવાની મઝા આવશે.
-
jay vasavada JV
@jayvasavada
ચોઇસ જ ન હોય ઓપ્શનની ત્યારે ધરાર સાત્વિક કે ચારિત્ર્યવાન ઘણા દેખાતા હોય છે. ખરું મૂલ્યાંકન તો વિકલ્પો હોય ત્યારે પણ નીતિ કેટલી ટકાવી રાખો એનાથી થાય છે. પણ એવું ઝીણું જોતી નજર બધાની હોતી નથી. જીવન ફક્ત પસાર થઈ જવા માટે નથી. એના બધા રંગોમાં માણવા માટે છે. એક રમૂજી વાત થકી આ સમજ પ્લેનેટજેવી પર કારકિર્દીઘડતર બાબતે મુકાયેલા નવા જ વીડિયોમાંથી. આખો વિડિયો જોવાની વિગત આ રીલમાં જ છે. ધ્યાનથી જુઓ.
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઘણા સમયે નવનિર્મિત થયેલા નાલંદા ( બિહાર ) ખાતે પ્રિય મોરારિબાપુની કથા ચાલે છે. આ નાલંદા શબ્દનો અર્થ મને અતિ પ્રિય. અનેક પ્રવચનોમાં એની વાત કરી હશે. આપણા વારસાની ધીરે ધીરે ઘસાઈ ને ખોવાઈ ગયેલી જ્ઞાનધારાનો મૂળ અર્ક એમાં છે. એ સમજે ને જીવે એ આપોઆપ આગળ વધે જ. વર્તમાન પશ્ચિમની પ્રગતિનું રહસ્ય આ જ અભિગમ છે ! સાંભળો સવા મિનિટમાં એ.
~ *જય વસાવડા* #jv
#nalanda #discovery #science #travel #knowledge #research #innovation #wonder #life #progress #educationThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જર્મનીના સમૃદ્ધ પ્રદેશ બાવરિયામાં આપણા તુગલકની યાદ અપાવે એવો રાજા થયેલો લુડવિગ બીજો. એણે બંધાવેલા મહેલો ને એની વાત તો આખો લેખ ભરાય એવી છે પણ એણે એક આમ અધૂરો રહી ગયેલો અંદરથી એવો કેસલ યાને કિલ્લો બનાવવાનું શરૂ કરેલું ન્યુશ્ચવેન્સ્ટેઇન. દૂરથી હેરી પોટરના હોગવર્ટસની યાદ અપાવે એવા આ ન્યુશ્ચવેન્સ્ટેઇન કિલ્લામાંથી વોલ્ટ ડિઝનીએ પ્રેરણા લઈ એમનો સિન્ડ્રેલા કેસલ બનાવ્યો કે ડિઝની સ્ટુડિયોનો જગવિખ્યાત લોગો બન્યો. ઓનલાઇન કેસલ સર્ચ કરો તો એનો આઇકોન આવે !
છેક 2006 માં પહેલી વાર જર્મની ગયો ત્યારે ત્યાં જવું હતું પણ રોટરી પ્રોજેક્ટમાં એ વિસ્તાર નહોતો. પર્સનલ ટ્રિપ માટે રોકાઈ શકાય એ શક્ય નહોતું ત્યારે. પછી પણ મ્યૂનિક જવાનો મેળ ન પડ્યો. 2023માં નજીક બ્લેક ફોરેસ્ટ સુધી ગયો પણ ત્યારે કેસલ રિનોવેશનમાં. અંતે વર્ષો જૂનું એક સપનું પૂરું થયું આ હમણાંની ટ્રિપમાં. રિનોવેશનને લીધે એ શાનદાર લાગતો જ હતો ને ધરાઈને જોયો એ બાબતે જુદી પોસ્ટ મૂકીશ. પણ જોડે લુડવિગનો જ ભવ્ય એવો લિન્ડરહૉફ પેલેસ જોયો. ઘણા મહેલો જોયા પણ આ સાચે આલિશાન હતો. એટલે જ અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી. પણ ખાસ #jvlovers માટે બહારનું રૂપ બેઉ કિલ્લાઓ ને આસપાસની નયનરમ્ય કુદરતનું ઝીલ્યું એ માણો માત્ર 5 મિનિટમાં આ special video માં. ❤️
~ જય વસાવડા #jv #germany #bavaria #ludwig #castle #neuschwanstein #linderhof #palace #travelThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટની રીલ બહુ જોઈ હશે પણ આવો એક્સક્લુઝીવ વીડિયો એકે નહીં જોયો હોય એની ગેરેન્ટી ! 😎 કેવું છે સોહામણા ફ્રેન્ચ રિવિએરાના કાંઠે આવેલું કાન નામનું ગામ ? કેવી હતી ત્યાંના ગ્લેમરસ ને ગ્લોરિયસ એવા 2025ના ફિલ્મ ફેસ્ટિવલમાં ગાડીઓ ને લાડીઓ ? 😍 કેવા છે એમાં સ્ક્રીનિંગ થાય એ થિયેટર, પ્રેસ માટેની ટેરેસ, ગાર્ડન ને પાર્ટીઓ? 11 દિવસનો ફ્રાન્સમાં યોજાતો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત અને પ્રસિધ્ધ કાન ફિલ્મ ફેસ્ટિવલ પૂર્ણ થયો. 🤩 એમાં થોડા દિવસ જવાનું થયું સર્વપ્રથમ ને એકમાત્ર સિનેમા પર લખતા ગુજરાતી લેખક તરીકે ગુજરાત સમાચારની કોલમમાં પ્રસિદ્ધ લેખોના આધારે મેરિટ પર એક્રેટીડેશન મળતા ઓફિશ્યલ આમંત્રિત થઈને. ❤️ ઘણું માણ્યું, કેમેરામાં જાતે ઝડપ્યું, એમાંથી થોડું વીણ્યું એ ખાસ જુઓ થોડી મિનિટોમાં આ વીડિયોમાં ઘેર બેઠાં. 😊
~ *જય વસાવડા* #jv 🥳
#cannes #france #cannesfilmfestival2025 #cinema #redcarpetlooks #memory #moments #art #travel #life #glam #highlights #glimpse
@Festival_Cannes @gujratsamachar @GSTV_NEWSThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
#swag से करेंगे सब का स्वागत 😎
#jv #cannesfilmfestival #cannes2025 #cannesredcarpet -
jay vasavada JV
@jayvasavada
ફિઝિક્સ ને એટોમિક એનર્જી આમ તો ભણવામાં આવતો ટોપિક છે. છતાં સોશ્યલ મીડિયામાં ચાલતી બેસિરપૈરની ફેંકાફેંકીમાં એ બાબતે શૂન્ય સામાન્ય જ્ઞાન, ખરેખર તો અસામાન્ય અજ્ઞાન જોઈને અચરજ, રમૂજ ને ખેદ વધુ એકસાથે થાય છે ! મોટા મોટા નિષ્ણાતો પણ સાવ હાલી જ નીકળ્યા છે ન્યુક્લીયર વેપન બાબતે ને આપણે ત્યાં ઉઘાડા થવા બાબતે સડેલી સેન્સરશિપ છતાં એક્સપોઝ થઈ રહ્યા છે 😉 ભારતે પાકિસ્તાનને ફટકા માર્યા છે આકરા, એ તો વડાપ્રધાને ને સેનાએ પણ સરાજાહેર સ્પષ્ટ કહ્યું છે. એની ન્યુક્લિયર કેપેસિટીને પણ કદાચ નુકસાન કર્યું પણ હશે. જો કે એ તો ગૌરવનો વિષય હોવા છતાં કોઈએ સત્તાવાર દાવો નથી કર્યો. પણ મીડિયામાં જે રીતનું ધકેલ પંચા દોઢસોનું જબરું ધુપ્પલ ચાલે છે, એ બાબતે એમાં તો આપણી આબરૂ ઊલટી ઘટે છે કે મહાસત્તા બનવા તરફ જતા દેશમાં એટોમિક સાયન્સ બાબતે બેઝિક સમજણ પણ લોકોમાં નથી ? આમ તો સાયન્સ સ્કૂલો જ તેજીમાં છે. રિઝલ્ટ ને કરિયરની મોસમમાં ચિંતા આની થવી જોઈએ દેશના ભવિષ્ય માટે એટલે ન્યુક્લીયર એનર્જી બાબતે થોડીક પાયાની વૈજ્ઞાનિક સમજ શિક્ષકનો મૂળ જીવ હોઈને કકળીને શેર કરું છું. આટલું તો એરપોર્ટ પર કોઈ સંદર્ભ વિના યાદ આવી જાય એટલી સાહજિક વાત છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, જાપાન, ઇઝરાયેલ વગેરે સાયન્સનો બાબતમાં આગળ વધીને જોરાવર થયા છે. આપણે ત્યાં તો કથિત એકસપર્ટ્સ મોરબીના ઝૂલતાં પુલ વખતે પણ અનુનાદ રિઝોનન્સ નું બોગસ સાયન્સ ભણાવવા બેસી ગયેલા,જે સરકારની તપાસ સમિતિ ને કોર્ટ બેઉમાં ક્યાંય ઉલ્લેખ ન પામ્યું ! કોરોના દીવાથી ભગાડવાનું પણ વિજ્ઞાનના નામે બોગસ ચાલેલું ભણેલા લોકોમાં ! બહિષ્કાર આપણી અંદરના વિજ્ઞાન બાબતના ઘોર અંધકારનો કરીએ, એકાદ યાત્રા જનતામાં મૂળભૂત વૈજ્ઞાનિક અભિગમના સિધ્ધાંતો કેળવવા કરીએ તો પણ એ તિરંગાની જય હિન્દ સેવા થશે ખાસ તો ભાવિ નાગરિકો માટે. પોલિટિક્સ નેરેટિવ ભલે ફેરવી શકે પણ વિજ્ઞાનના અમુક પ્રેક્ટિકલી અનેક વાર સાબિત થયેલા સિધ્ધાંત અફર રહેશે. માટે જુઓ, આ વીડિયો રાજકારણ ને કોમેન્ટબાજી સાઈડમાં રાખીને સાયન્સના જીકે બાબતે થોડા બંધ દરવાજા ખોલવા માટે આપણા દેશના. 🙏🏼🇮🇳
~ જય વસાવડા #jv #physics #science #nuclear #energy #war #weapons #radiation #earthquake #indiaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઇન્દિરા ગાંધીને સ્વાભાવિક યાદ કરવામાં આવે ત્યારે એક ચર્ચા થાય છે જે કેમ 1971 પાકિસ્તાન સામેન યુદ્ધમાં ભવ્ય વિજય બાદ પાકિસ્તાનના 93,000 યુધ્ધકેદી સૈનિકો છોડી દેવાયા ? કેમ બદલામાં pok કબજે ના કરાયું ને આપણા 56 પ્રિઝનર્સ ઓફ વોરની ઘરવાપસી ના થઈ ? આમ તો લાંબી ચર્ચાનો વિષય છે જેના અનેક પાસા છે. પણ મુદ્દાની વાત સમજવી હોય તો જુઓ ચંદ મિનિટનો અભ્યાસના અર્ક જેવો આ વીડિયો!
~ જય વસાવડા #jv #1971war #india #pakistan #bangladesh #pow #sammanekshaw #indiragandhiThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મધર્સ ડેએ એક નાની અપીલ.... #mother #મા #love #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જ્યારે વેકેશન જીવનમાં આવે એવી ઉંમર હતી, ત્યારે ફરવા માટેના પૈસા નહોતા. ઊલટું કરજ હતું. એટલે મિત્રો કુલુ મનાલી, નૈનિતાલ મસૂરી, સિમલા માથેરાન જેવા જાણીતા હિલ સ્ટેશન પર બધા જતા, આપણે પુસ્તકો ને મેગેઝીનો વાંચી મનોમન ફરી લેતા.
પણ મા બાપના આશીર્વાદ મળ્યા તો સમય જતા સ્વિટ્ઝરલેન્ડ હોય કે ફ્રાન્સ, નોર્વે હોય ન્યૂઝીલેન્ડ, અમેરિકા હોય કે આફ્રિકા...જગતના બેનમૂન કુદરતી સૌંદર્ય ધરાવતા બેશુમાર સ્થળો જોવા મળ્યા.
ભારતમાં યોજાતા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એમ જ જઈ શકાયું નથી. હા ઘરે બાહિરે ફિલ્મો બેક ટુ બેક જોઈને ઉજવી બહુ લીધા છે ફેસ્ટિવલ 😉 પણ #jvlovers ને હરખભેર જણાવવાનું કે આ વર્ષે વિશ્વના સૌથી જાણીતા ને પ્રતિષ્ઠિત કાન ( કાન્સ કેન્સ નહી, સાચો ઉચ્ચાર કાન) ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું આમંત્રણ મળ્યું છે. ફેસ્ટિવલમાં તો પોતાના ખર્ચે કોઈ પણ જઈ શકે. આપણા ઘણા જાણીતા કલાકારો પોતાની ફિલ્મો કે સ્પોન્સરની ઇવેન્ટ માટે એમ જ જતા હોય છે. પણ એમાંના મોટા ભાગના સત્તાવાર આમંત્રિત નથી હોતા ! માટે મહત્વની વાત એ છે કે આપણા આ વિશ્વાસુને ફેસ્ટિવલ તરફથી એક્રેટેડિટેડ ફિલ્મ કોરસપોન્ડંન્ટ/રાઇટર તરીકે આમંત્રણ મળ્યું છે ને એ પણ ઓન મેરિટ.
કારણ કે પ્રક્રિયા એવી હતી કે છેલ્લે માન્ય પ્રકાશનમાં છપાયેલા લેટેસ્ટ આર્ટિકલ્સ ત્રણ કે તેથી વધુ મૂવી પરના અનુવાદ ને ઓરીજીનલ કોપી સહિત મોકલવાના. જેના આધારે નિર્ણય લેવાય, ને ગુજરાત સમાચારની મારી કોલમમાં ફિલ્મોની વાતો તો હું રસદર્શન સહિત મારા મૌલિક નિરીક્ષણો સાથે લખતો જ હોઉં છું. આંતરરાષ્ટ્રીય સિનેમા ને જોવા જેવી ફિલ્મોના લિસ્ટ સહિત. એ કન્ટેન્ટ એપ્રુવ થયો. આખો ફેસ્ટિવલ આગોતરું આયોજન હોઈ ને એટેન્ડ આ વખતે નહીં થાય. પણ જર્મનીમાં 17 મે બર્લિન અને 18 મે મ્યુનિક ગુજરાતી સમાજના મિત્રો સાથે સંવાદનું આયોજન છે. વિગતો મૂકીશ.
સિનેમાને જે મહોબ્બત કરી દિલથી, જે નિરીક્ષણો વિશ્વભરની ફિલ્મો જોઈને કર્યા એ લેખનની કાયદેસર કદર સીધી વિશ્વના સૌથી જાણીતા ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ એનો હરખ તો હોય, પણ સાઇટ પર જઈ એક્રેડિટેડ રાઇટર્સની યાદી જોશો તો અંગ્રેજી નામો ઘણા મશહૂર દેખાશે : આસીમ છાબરા, સાઇબલ ચેટર્જી, અનુપમા ચોપરા વગેરે. પણ એકમાત્ર ને સર્વપ્રથમ ગુજરાતી નામ એક દેખાશે ગુજરાત સમાચાર અને જયકુમાર વસાવડા. આ ગુજરાતી ભાષા માટે પણ સુવર્ણક્ષણ છે. દરવાજો તો પહેલો ખોલ્યો છે, હવે ઘણા યોગ્ય સિનેરસિકો આ માર્ગ પર ચાલે એ આશા.
હવે બંધ રાજકોટની ગેલેક્સીના સ્મરણ સાથે મને મુક્તપણે વ્યક્ત થવા દેનાર ગુજરાત સમાચારના નિર્મમ શાહનો આભાર. આ ટી શર્ટ મિત્ર મોઈનના સૂચનથી 2017માં કાન નિસ ગયેલો ત્યારે લીધેલુ !
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
Hmmmm.
-
jay vasavada JV
@jayvasavada
પરીક્ષાનું પરિણામ ધાર્યું નથી આવ્યું ? શું જીવન આકરી કસોટી કરી રહ્યું છે ? સાંભળો માત્ર દોઢ મિનિટની આ વાત. #exam #result #life #challenges #depression #positivity #jv
-
jay vasavada JV
@jayvasavada
પરીક્ષાનું પરિણામ ધાર્યું નથી આવ્યું ? શું જીવન આકરી કસોટી કરી રહ્યું છે ? સાંભળો માત્ર દોઢ મિનિટની આ વાત. #exam #result #life #challenges #depression #positivity #jv
-
jay vasavada JV
@jayvasavada
સલામ છે ભારતીય સેનાને અને અગાઉ જ કહેલું હતું સોશ્યલ મીડિયામાં ને કોલમમાં એમ આ ઓપરેશન ખરા અર્થમાં એને સિંદૂર નામ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલ્ટી માસ્ટરસ્ટ્રોકસ છે. ત્રાસવાદને કરારા જવાબ દેવામાં કાયમ મક્કમ એવા નરેન્દ્ર બાહુબલીએ એક તીરમાં અનેક નિશાન વીંધ્યા છે. વધુ વીડિયો માં.... જય હિન્દ. 🇮🇳 #indianarmy #iaf #modi
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સલામ છે ભારતીય સેનાને અને અગાઉ જ કહેલું હતું સોશ્યલ મીડિયામાં ને કોલમમાં એમ આ ઓપરેશન ખરા અર્થમાં એને સિંદૂર નામ આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલ્ટી માસ્ટરસ્ટ્રોકસ છે. ત્રાસવાદને કરારા જવાબ દેવામાં કાયમ મક્કમ એવા નરેન્દ્ર બાહુબલીએ એક તીરમાં અનેક નિશાન વીંધ્યા છે. વધુ વીડિયો માં.... જય હિન્દ. 🇮🇳 #indianarmy #iaf #modi
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🇮🇳🇮🇳🇮🇳
ADG PI - INDIAN ARMY
@adgpi
#pahalgamterrorattack
Justice is Served.
Jai Hind! -
jay vasavada JV
@jayvasavada
💥
-
jay vasavada JV
@jayvasavada
પરીક્ષાનું ધાર્યું પરિણામ ન આવે ત્યારે નાસીપાસ કે નિરાશ એવા વાલીઓ અને વિધાર્થીઓ માટે એનો હાઉ ઘટાડતી એક જરૂરી સમજવા જેવી વાત ! #exam #failure #parent #fear #celebration
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નંદપ્રયાગની કથામાં બાપુએ હંમેશ માફક સ્નેહથી સંભાર્યો, એનો તો અનહદ આનંદ. વિશેષ એ કે મારી ગાંઠના ગોપીચંદને થતી ધરતીની અલગારી રઝળપાટને એમના અહેતુ આશીર્વાદ મળ્યા ! ❤️ એમની કૃપા એ આપણું અહોભાગ્ય 🙏🏼 જય સિયારામ. . #ramkatha #moraribapu #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દેશમાં સેંકડો સમસ્યા છે, જીવનમાં અઢળક પ્રશ્નો છે પણ એક ગોબરગડબેશોનો વર્ગ એવો છે જેને વારંવાર ધૂળ જેવા કારણો શોધી શોધીને બસ એકલા પ્રિય મોરારિબાપુને જ પ્રોબ્લેમ ઠેરવીને એમનો વિરોધ કરવાના જ મનોરોગી સણકા ઊપડે છે. એ પણ એકે કથા આખી સાંભળવાની સાદી સમજણ વિના આડેધડ કાપેલા વીડિયોમાં ટુકડા જોઈને મૂળ વાત જાણ્યા પણ વિના પોતાની નફરત ઉલેચીને. ખુદ કોઈનું ભલું કર્યા વિના બાપુ પોતાની હેસિયતથી કશુંક માનવસમાજ માટે સારું કરતા હોય કે સન્માન મદદ કરતા હોય એને ગુનો ગણીને ગિન્નાઈને. બાપુના સમર્થનમાં કોઈ વિચાર પણ મૂકે તો એનો જવાબ ન જડે એ તીરની જેમ ભોંકાયા કરે એનાથી પીડાઈને. એક ઋષિપુરુષ જે ના તો કોઈને ફરજ પાડે છે એને અનુસરવાની કે ના તો કોઈને પરેશાન કરે છે એમનાથી અલગ મત રાખવા માટે, એમની વાતે વાતે પાણીમાંથી પોરા કાઢીને બદબોઈ કરનારા એકે પોતાની ગલીના કોઈ મવાલી સામે પણ બોલવા લખવા નથી જતા પણ બાપુના મેન્ટલ જજ બનવા નીકળી પડે છે કારણ કે બાપુ સોફ્ટ ટાર્ગેટ છે, એમના નામે ટીકાથી ટીઆરપી વધે છે. ને આ ખુજલીખોર પ્રજાતિ આતંકવાદી, ના આ–તક–વાદી હોય છે ! બાપુ કોઈને નડતા નથી, સોશ્યલ નેટવર્ક વાપરતા નથી. પોસ્ટ મુક્તા નથી. પોતાનું પરોપકાર ને રામનામનું કામ પોતાના પ્રેમીઓ થકી પોતાની રીતે એ પણ બીજાનું ભલુ કરવાનું કરે છે, એ પણ કેટલાક નવરીબજાર લવરીખોરોને ખટક્યા કરે છે. કચ્છ જતા જતા અચાનક જે સૂઝ્યું એ આ પોસ્ટરમાં. ના ગમે તો બાપુ સાગરપેટા છે, મૌન રહી પોતાનું સત્ય, પ્રેમ, કરુણાનું યજ્ઞકાર્ય કરીને જખમ કરનારને પણ મલમ આપવાનું ચાલુ જ રાખશે. પણ હું તો કહીશ ભડભડ બળો પોતાની બળતરાથી પેટાબેલ ચૂલામાં ને માઠું લાગે બે રોટલી વધારે શેકીને ખાજો એમાં. 😜😀
લો હવે વાંચો આ પીડા પેદા કરતું સામ્ય પોસ્ટરમાં!
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
તમારી પાસે આટલું બધું કરવાનો સમય કેમ રહે છે ? ના, એમ નથી જ રહેતો. 😀 ખેંચાવું જ પડે છે ને સામાની સ્થિતિનો વિચાર કર્યા વિના જ ભલે લાગણીથી પણ સતત મળવા કે ઘેર આવવા જમવાની માંગણી કરતા ઘેલા આગ્રહખોરો પર સખ્ખત ચીડ પણ હોય છે. 😜 સ્વ અનુશાસનથી મનોબળ ઊર્જા સુધીના ઘણા કારણોમાંથી એક મહત્વનું કારણ વધારાના સમયનું આ પણ છે. જે નજીકના સ્વજનો ઓળખે જ છે એટલે એમની જોડે વાંધો નથી પડતો ને આ ટૂંકમાં ના સમજે એમને નજીકના ગણાય નહિ 😉 ભલે થોડી ઉદ્ધતાઈ લાગે પણ વ્યસ્તમાં મસ્ત રહેવું હોય તો કામનું છે ! #jv #time #management #no #power
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મુખ્ય ત્રણ બાબતોની ઝંખના માટે મોટા ભાગના માણસો જીવે છે , કામ કરે છે. કઈ ત્રણ ? જુઓ વીડિયો. #jv #life #desire
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કાશ્મીરમાં ( તાજા અહેવાલો મુજબ જેમ બે પાકિસ્તાની હોવાની સંભાવના છે એવા ) મુસ્લિમ આતંકવાદીઓએ પ્રાથમિક અહેવાલો મુજબ ધર્મ પૂછીને નિર્દોષ ટૂરિસ્ટોને માર્યા ( એક સ્થાનિક કોઈ સૈયદ નામે પણ હોમાઈ ગયો એમાં ) એનો આક્રંદ ને આક્રોશ સિવાય બીજો શું પ્રતિભાવ હોય ? સેનાના જવાનો સામે એ હલકટ હરામખોરો ન આવ્યા પણ કાશ્મીરને કમાણી કરાવતા પ્રવાસીઓ સામે ચડી આવ્યા, તો સાત પેઢી યાદ રાખે એવી સજા સેનાએ એને આપવી રહે. અંગત રીતે તો એવું લાગે કે જે કાશ્મીરને જ પ્રવાસીઓ ઉપર નભવા છતાં એના ધર્મ સામે વાંધો છે, ત્યાં જવું જ ન જોઈએ. ભલે ભૂખે મરતા સ્વર્ગને નરક બનાવીને. પણ પછી એવું ય થાય કે એ જ તો દેશવિરોધી કાવતરાંખોર કટ્ટરવાદીઓને જોઈએ છે, ટ્રિગર કરતી ઘટના એક કાયમ જ્યાં હોળી સળગે છે એવા કાશ્મીર ખીણના અનંતનાગ થી શોપિયાંના વિસ્તારમાં સળગાવી એની ઝાળ રિએકશનના નમે આખા ભારતમાં ફેલાવી અંદરોઅંદર લડાવી મારવાના. એટલે કૂટનીતિના નિર્ણય રાજ્ય કે કેન્દ્રના અનુભવી સત્તાધીશો પર છોડી દઈએ. બાકી પાપી પાકિસ્તાન પાસેથી એના કબજાનું કાશ્મીર જ પુતિનની જેમ તરાપ મારીને ખેંચી લેવાનું રહે છે પણ આપણે તો એ કરી શકવાના નથી. આપણે તો એટલું કરી શકીએ કે કટ્ટર જેહાદી બુરખાધારી સોચni નકલને બદલે અક્કલ વાપરી એના કાઉન્ટરમાં આધુનિકતાવાળી આઝાદી ને રંગીનમિજાજીનું પૂરજોર સમર્થન કરીને એવી મુલ્લા માનસિકતાની બાળીએ અને એ જડસુ જૂનવાણીપણાનો પ્રસાર ખાળીએ !
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
😥🤬
-
jay vasavada JV
@jayvasavada
બ્રાન્ડ બનાવવી કે બ્રાન્ડ બનવું કોઈ પાપ નથી. બ્રાન્ડિંગના મેજિક સિક્રેટની સમજણ સાથે એક અનોખી પ્રેક્ટિકલ ટિપ ગિફ્ટ આપવા માટેની પણ આ વીડિયોમાં ! #jv #brand #unique #gift #story #annehathway #vikaskhanna #mysoresandalsoap
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઈસ્ટર ખ્રિસ્તી દેશોમાં ધામધૂમથી ઉજવાય. ઈસુના વધ સ્તંભે ચડ્યા પછીના પુનરુત્થાનની કહાની સાથે જોડાયેલો તહેવાર છે. અગાઉ ગુડ ફ્રાઈડે આવે. એમ તો ચાલીસેક દિવસનું લેન્ટ આવે જેમાં ઉપવાસ હોય. ( ઉપવાસ બધા જ ધર્મોમાં છે. એટલે એમાં કોઈ શક વિના શ્રધ્ધા રાખવી, તબિયત સુધરશે. 😊) ઠીક છે, ભારતમાં બધાને આ બધામાં રસ કે સમજ ન હોય ને વિવિધ સંસ્કૃતિઓ મુજબ પરદેશમાં પણ એની ઉજવણી બદલાયા કરે.
યોગાનુયોગે હું સાઉથ સ્પેન હતો ત્યારે મલાગા અને માર્બેયા બેઉ જગ્યાએ ઈસ્ટર સેલિબ્રેશન જોવા મળ્યું. મૂળ તો દરેક ઉત્સવમાં હોય એમ શોભાયાત્રા ને ફ્લોટ્સ. મીણબત્તી, પેલી એક સમયે ભળતા કારણે અમેરિકન સમાચારમાં ચમકેલી શંકુ ટોપી ને બેન્ડ. આબાલવૃદ્ધ પરિવાર સહિત ભાગ લે. એકનો દિવસનો ને એકનો રાતનો માહોલ ઝીલી આ વીડિયો બનાવ્યો છે. જોનારા ને ભાગ લેનારની ભીડ મુખ્ય રસ્તાઓ ઉપર, પણ બીજી કોઈ ધમાલ નહોતી. ના જોવું હોય એ રખડતા હતા ને એન્જોય કરતા હતા. જોવામાં ઘણા મારી જેમ બહારના પ્રવાસીઓ હતા. બીજો કંઈ રસ ન પડે તો બેન્ડમાં વાગતી ધૂનો કંઈક પરીચિત લાગશે. આ રહી એ ઝલક.
~ જય વસાવડા #jv #spain #malaga #marbella #eastersundayThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મૂર એટલે આફ્રિકન, સ્પેનિશ યુરોપિયન, રોમન, અરબ અને બર્બર એવા લિટરલી પંચરંગી જીન્સના કોકટેલમાંથી પેદા થયેલ જાતિ. સ્પેનના દક્ષિણ હિસ્સામાં એમનું વર્ષો સુધી રાજ રહ્યું. ત્યારે એમણે ઇસ્લામ સ્વીકારી લીધેલો. અપૂર્વ સુંદરતા વારસામાં મળેલી. એમણે સ્પેનના ગ્રેનેડા નગરની ઉપર આવેલી પહાડી પર લાલ પથ્થરનો કોટ બાંધેલો. પછી નારસીદ રાજવંશના સુલતાનોએ ત્યાં મહેલો બાંધ્યા. આપણે ત્યાં સદીઓ બાદ શરૂ થયેલા મુઘલ સ્થાપત્યમાં જોવા મળે એમ ફુવારાવાળા બગીચા જન્નત ગણીને ડેવલપ કરાય. એવા બગીચા જનરાલાઇફ તો કિલ્લાના અવશેષો સાથે હજુ પણ મોજુદ છે. કોટ તો પથ્થરના જૂના થાય, કોતરણી ખરી પડે. બગીચા તો નિત્યનૂતન થતા રહે.
આ ત્રણે કેમ્પસ વિઝીટ માટે ધસારો એટલો રહે ( ગયે વર્ષે 30 લાખ તો યુરોપિયનો આવેલા, બીજા તો અલગ ! ) કે દોઢ બે મહિના સુધી એની ટિકિટ ના મળે. બધી ગાઈડેડ ટૂર પણ ફૂલ. મલાગા ઊતરીને માંડ સોલો ( 1 વ્યક્તિ ) હોઈને એક ટુરની ટિકિટ છેલ્લે ઘડીએ ત્રણ ગણા ભાવમાં મળી. પણ મલાગાથી ગ્રેનેડા જવાની સવારમાં કોઈ ટ્રેન કે બસ ન્હોતી વ્હેલી. એટલે ટિકિટથી મોંઘી ઇન્ટરસિટી ઉબર કરી એકલપંડે. સમયસર પહોંચ્યો ને ધરાઇને અલ્હામ્બ્રા ને પછી વધેલા સમયમાં ગ્રેનેડા જોઈ રાત્રે ટ્રેનમાં પરત થયો. એ 800 વર્ષ પહેલાના અવશેષોમાં ઝાંખી પડેલી કોતરણી પણ ભવ્યતાની "ઝાંકી" કરાવતી હતી. આથી આલીશાન પેલેસ તુર્કીમાં જોયેલા. પણ એ પછીની સદીઓમાં. મહેલો અને બગીચાનો નયનરમ્ય વિડિયો અહીં જુઓ તમારે માટે ખાસ તૈયાર કરેલો...
~ *જય વસાવડા* #jv #spainThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આત્મસ્થ સ્વ. સ્મૃતિબહેન શ્રેયાંશ શાહ ( ગુજરાત સમાચાર ) ની ચિરંજીવ ચેતનાને રૂમીની આ ભગવદગીતાની યાદ અપાવતી કવિતા સાથે વ્હાલવંદન. 🙏🏼❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🙏🏼 ૐ શાંતિ 💔
-
jay vasavada JV
@jayvasavada
મેઘ અને મારુતિમાં શું ફરક ? જેમની હાજરીમાં હનુમંતતત્વની સાક્ષી અનુભવાય એવા પ્રિય મોરારિબાપુના ચરણે મુકેલી એક સાહિત્યિક વાત સાથે સૌને શુભ હનુમાનજયંતી ❤️🙏🏼😊 #hanumanjayanti #ramkatha #moraribapu
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હે જી રે નારંગીયું ઝૂલે મારા રોડમાં.... પણ, લેકિન, કિન્તુ, પરંતુ જુઓ સ્પેનથી આ સ્વદેશ માટે અગત્યનો સંદેશ ! #jv #spain #public #desipline
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રામ એટલે નીયત અને નિયમનો પર્યાય ! રામની ભક્તિ કરવાનું કે એના મેસેજ કરવાનું સહેલું છે, એમના આદર્શો પર ચાલવું અઘરું છે. બળાત્કાર થી ભ્રષ્ટાચાર બધું વધે, ટ્રાફિકથી ટેક્સ સુધી બધે સીસ્ટમન કોઈ ઠેકાણા ન હોય, કમિટમેન્ટ પાળવા બાબતે રિસ્પોન્સિબલ હોવાની કોઈ દાનત ન હોય, અન્યાય અને અસત્ય સામે અવાજ ઉઠાવવાને બદલે કોઈના જીવન તણા હવનમાં હાડકા નાખતા આસુરી વૃત્તિના થવું હોય, મિલનસાર બનવાને બદલે જલનખોર થવું હોય ત્યાં રામ નામ હોય તો પણ રામ કામ ન હોય. રુદિયામાં સત્ય, પ્રેમ, કરુણાના "રૂલ્સ" વાળા રામ વસે એવી રામનવમીની શુભકામના સાથે જુઓ આ વીડિયો 🙏🏼 જય સિયારામ ❤️
~ જય વસાવડા #jv #ram #india #rulesThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અનંત અંબાણીને શું મેળવવાનું હોય હવે ? સામાન્ય માણસ માટે જે લક્ષ્ય હોય પૈસા કે પાવર કે પ્રેમ બાબતે, એમની તો એમને કમી નથી. સત્તા, સંપત્તિ, સુંદરતા, સગવડો બધું તો એમની પાસે જન્મજાત છે. પણ એમ છતાં આ જગતના કેન્દ્રમાં પોતે નથી, અરે ફક્ત માણસજાત નહી પણ પર્યાવરણ અને પ્રકૃતિ છે, અન્ય વન્ય જીવો ને વનસ્પતિ છે એવું માનવું ને એમ જ આચરણ કરવું એ જ આ સ્તરના સ્ટાર સેલિબ્રિટી માટે મોટી સિધ્ધિ છે ! આર્થિક સામાજિક વ્યવસાયિક ધોરણો નહિ, એમની સફળતા જ એમણે ભીતર જાળવી રાખેલી લાગણીશીલતા છે. આપણે ત્યાં નવરી, વિઘ્નસંતોષી, ઈર્ષાળુ ને પંચાતિયણ જમાત છે એક, જેને પોતાને મફત કોમેન્ટ સિવાય કશું ય કરવું નથી હોતું. પણ બીજા કશું પણ કરે એમાં વાંધાવચકા કાઢવાનો કકળાટ કરવો હોય છે. આ લેવલ પર એક માણસમાં ધબકતું દિલ છે, એ જ પ્રેરણા અને ઉત્સવનો વિષય છે. ત્યારે અમુક ખોટા સવાલો જે ઉઠાવે છે અનંત અંબાણીની જીવદયાના એક જેશ્ચર બાબતે, એના સાચા જવાબો સાંભળો આ વીડિયોમાં. મુદ્દો માંસાહાર તો પછીનો છે, મુદ્દો તો એ આનંદ છે કે આ ડ્રગ્સ કે શૉર્ટકટમાં બરબાદ થતી યુવાની વચ્ચે અધધધ લક્ષ્મી સાથે અખૂટ લાગણી પણ હોય એવા ગર્ભશ્રીમંતો પણ છે આપણી આસપાસ. જુઓ વીડિયો. અભિનંદન અનંતભાઈ, બસ આ મહોબ્બત અને માસુમિયત જાળવી રાખજો. એ જ કોઈ લઈ ન શકે એવી અણમોલ મૂડી છે ! ❤️
~ *જય વસાવડા* #jv #anant #ambani #reliance #vantara #wealth #faith #humanity #environment #nature #sensibilityThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ચૈત્રી અને આસો નવરાત્રિમાં ગુજરાતીઓ ઘણી જગ્યાએ માતાજીની આરતી "જય આદ્યાશક્તિ" ગાય છે. પણ એની એક એક પંક્તિનો અર્થ શું એ ગુજરાતીમાં હોવા છતાં સમજાય છે ? વર્ષો પહેલા એનો લેખ લખેલો. હવે એ વિડિયો સ્વરૂપે સમજો પ્લેનેટજેવી પર. આ રહી લિંક. કરો શેર જો ગમે તો.
youtu.be/2mVjPflqqaA
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
માત્ર 20 સેકન્ડમાં જિંદગી જીતી લેવાની ગુરુચાવી ! 😎 #jv #life
-
jay vasavada JV
@jayvasavada
માણસનું મૂલ્ય ખાલી એની કમાણી પરથી નથી, પણ... જુઓ નાનકડો વીડિયો.
-
jay vasavada JV
@jayvasavada
હીહીહીખીખીખી 🤪😬😀🤔🙄
-
jay vasavada JV
@jayvasavada
બાળકો વતી જ કાયમ નિર્ણય લઈએ તો સંતાનો બે પ્રકારના થવાની શક્યતા રહે. સંતાનોને સલાહો આપવા કરતા આ બાબત શીખવાડો. શું ? જુઓ વીડિયો. #jv #parenting #decision
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રેમ સમાચારોમાં ચમકે કે લખાણભાષણના વિચારોમાં ટપકે... બીજા માટે મફત સલાહની પરબ ખોલીને બેસનારા ડહાપણવીરોએ પહેલા તો આ એક નક્કર કુદરતી સત્ય સમજવાનું છે. #salimkhan #love #relationship #passion #understanding #jv ❤️
-
jay vasavada JV
@jayvasavada
સિધ્ધાંત નીતિ માટે છે, જીદ માટે નથી. સુખેથી જીવવા માટે ગણીને ગાંઠે બાંધવા જેવી આ વાત સાંભળો. #jv #life #flexibility
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Family fairy tale 🥰
#studioghibli by #grok -
jay vasavada JV
@jayvasavada
આજથી દુનિયાના આથમણા છેડે આવેલા આર્જેન્ટિનાના ઉશુઈયા ખાતે જ્યાં ધરતીના પોપડા યાને ભૂખંડનો અંત આવી જાય છે, ત્યાં પ્રિય મોરારિબાપુની રામકથા શરૂ થઈ છે. દુનિયાભરમાં પ્રિય બાપુના ત્રિભુવનીય બાગમાં અસંખ્ય એવા પુષ્પો છે કે રોજની કલાકો કથા વિના પણ બાપુને વિશ્રામ માટે ખુદ જાજમ થઈને પથરાઈ જાય. પણ બાપુ કંઈ આવી બધી જગ્યાઓએ ફરવા જતા નથી. એમનો હેતુ તો સકળ લોકમાં ભારતની સનાતન સુવાસ ફેલાવવાનો છે. એટલે 80 વર્ષે અગવડો વેઠીને પણ સત્ય, પ્રેમ, કરુણાનું બિલિપત્ર લઈને એ શિવપૂજાની જેમ કેવળ માનવજાત જ નહી, સમગ્ર પ્રકૃતિની ચેતનાની જીવપૂજા કરવા નીકળે છે ! ઋષિઓએ આપણા વારસાને જે સહજ સ્વીકારભાવ અને અવિનાશી આનંદરસ આપ્યો, એની ધારાથી એ આપણા પ્રાચીન ચરિત્રોની જ્યોતથી આવતીકાલની વૈશ્વિક પેઢીમાં જ્યોત જગાવવા નીકળે છે. એમાં ગૌરવગ્રંથોનું ગુણગાન છે, પણ આધુનિકતાનું અપમાન નથી. તાજેતરમાં એમના ગામ તલગાજરડામાં એમણે વૃક્ષારોપણ સાથે સોલાર પેનલની પહેલ કરી. સુનિતા વિલિયમ્સ પાછી આવી ત્યારે તમામ ધર્મગુરુઓમાં કેવળ બાપુ જ હતા કે જેમણે તરત સ્પષ્ટપણે વિજ્ઞાનનું મહિમાગાન કર્યું. પ્રિય બાપુને નજીકથી નિરખીને જે ભાવ ઉમટે એ શબ્દોમાં પરોવી ન શકાય. પણ એ ઉભરાની હેલીએ જે વિચાર તરતો તરતો આવે, એમાં ગત વર્ષે અમેરિકા યુનાઈટેડ નેશન્સ ખાતે બાપુની અભૂતપૂર્વ રામકથા થઈ ત્યારે આ વિવિધ ધર્મોના ગુલદસ્તો નહિ પણ "ગુણદસ્તો" બાપુમાં જેવો ખીલેલો જોવા મળે છે એ અનાયાસ કહેવાઈ ગયું. પૂરી પાંચ મિનિટ પણ નહિ એવી આ વાતમાં કોઈ સ્તુતિ નથી, પણ મેં અનુભવેલી સચ્ચાઈ છે. એટલે જ એમાં એક ઓપન ચેલેન્જ પણ છે. જુઓ, વિચારો. ઉપાડો પડકાર એમાં આપેલો ત્રેવડ હોય તો. માણસાઈનો આ દીવો અંખડ અજવાળું આપતો રહે એ જ પ્રાર્થના. ❤️ જય સિયારામ. 🙏🏼
~ *જય વસાવડા* #jv #moraribapu #ramkathaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નાટક ને ભારતના પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કેવો યજ્ઞ કહ્યો છે ? #worldtheatreday
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જે નથી મળ્યું એના અફસોસની તાણમાં, જે મળ્યું છે એ માણવાનું ચૂકાઈ જાય છે ! #live #presence #enjoy
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કુણાલ કામરાનું પેરોડી સોંગ તો તોડફોડ કરીને વિરોધીઓએ ઉલટું વાઇરલ કરી દીધું, બાકી એમાં કોઈ દમ નહોતો લાગ્યો ધારદાર વ્યંગનો. આથી વધુ સારા કટાક્ષ ઈન્સ્ટાગ્રામના અમુક પ્રોફાઈલ કરતા હોય છે, અરે રાજકારણમાં ખાડે ગયેલા પાકિસ્તાની હ્યુમર વિડિઓ પોલિટિકલ સોશ્યલ સેટાયરના બહુ મસ્ત હોય છે ! 😀 પણ એથી વધુ સારો કોમિક પંચ એનું કોઈ શિવસૈનિક સાથે વાઇરલ થયેલું કોલ રેકોર્ડિંગમાં કુદરતી હતો. આમ તો, પ્રાઇવેટ કોલ રેકોર્ડિંગ પરમિશન વિના વાઈરલ કરવા એ જ ગુનો છે, પણ હવે આપણે ત્યાં તો રિયલ ક્રાઈમ કરતા કાલ્પનિક પોસ્ટ કે પેઇન્ટિંગ કે પિક્ચર પર વધુ બબાલ કરતા કાર્ટૂનો વધી ગયા છે 😉
તો એ રેકોર્ડિંગમાં પેલો લુખ્ખો કોઈ ઝનૂનથી ગાળો દઈને કુણાલને ધમકી આપે છે, ને કહે છે કે તું છે ક્યાં હમણાં તને જોઈ લઈશ આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને વગેરે. કુણાલ કહે છે, તમિલનાડુમાં છું. પેલો પાવલીમાં એના પોલિટિકલ આકા માટે ઘુરકિયાં કરતો હોય ને આમ પોતે આજીવન ગાભા મારતો હોય એવો ફડતૂસફટીચર ચંબૂ અચાનક સાહજિક સ્વગત બોલતો હોય ( એટલે કે ખુદને કહેતો હોય ) એમ મૂંઝાઈને બોલી પડે છે : અબ વહાં કૈસે પહોંચેગા મૈં ? 😜😂😂🤣🤣 Hahahaha. આ હતી ખરી કૉમેડી ! નીરજ વોરાએ લખેલા કોઈ ફિલ્મી સીન જેવી ! 😆😁😄
બાકી આવા ટ્રેજીકોમિક બનાવો જ્યારે જ્યારે બને એ વખતે આપ કો કૈસા લગ રહા હૈ એવો કોઈને સવાલ થાય તો દરેક ઘટનાના કાયમી જવાબ રૂપે આપણું ક્વોટ આ રહ્યું ફોટામાં 😛👇🏿
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
ઘણી સુંદર સમજદાર છોકરીઓને પણ સારા સાફસુથરા છોકરાઓને બદલે ગોબરા નઠારા છોકરાઓ કેમ ગમે છે જેમાં એ ક્રાઈમ કરવાની હદે પહોંચી જાય ? જાણો જવાબ આ વીડિયોમાં ! #attraction #crime #friendzone #niceguy #badboy #love #girls
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઘણી સુંદર સમજદાર છોકરીઓને પણ સારા સાફસુથરા છોકરાઓને બદલે ગોબરા નઠારા છોકરાઓ કેમ ગમે છે જેમાં એ ક્રાઈમ કરવાની હદે પહોંચી જાય ? જાણો જવાબ આ વીડિયોમાં ! #attraction #crime #friendzone #niceguy #badboy #love #girls
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઘણી સુંદર સમજદાર છોકરીઓને પણ સારા સાફસુથરા છોકરાઓને બદલે ગોબરા નઠારા છોકરાઓ કેમ ગમે છે જેમાં એ ક્રાઈમ કરવાની હદે પહોંચી જાય ? જાણો જવાબ આ વીડિયોમાં ! #attraction #crime #friendzone #niceguy #badboy #love #girls
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભગતસિંહ અને એમના પિતાજી પણ જેમણે ચાહતા એ ગાંધીજી બાબતે જાણી જોઈને ઘણી ગેરસમજો ફેલાવવામાં આવી છે ને બધું દસ્તાવેજી ઉપલબ્ધ હોવા છતાં લોકોને જાતે કશો અભ્યાસ નથી કરવો એટલે ધુપ્પલબાજોને ધાપ મારવા મોકળું મેદાન મળે છે. પૂરા રિસર્ચ ને સંદર્ભ સાથે એક મોટો વિડિયો મેં કોરોનાકાળ વખતે મારી યુટયુબ ચેનલ planetjv પર મૂક્યો જ છે. એનો આ એક અંશ જે લોકો એવું માને છે કે ગાંધીજીએ ભગતસિંહની ઉપેક્ષા કરી હતી એમને માટે. કેવી રીતે 23 માર્ચના દિવસે માતૃભૂમિ માટે ફાંસીએ ચડેલા વીરોની આહુતિની બાપુએ વંદના કરી હતી એક ખુલ્લા પત્રમાં ? ને શું ખુલાસો કરેલો એક બંધારણ નીચે લોકશાહી ભારત બનાવવા માટે એમના અગત્યના વિઝન બાબતે ચોખવટથી ? જે આજે પણ અગત્યનો બને છે જો આસપાસના લુખ્ખાગીરી, દાદાગીરીના ઘાતકી સમાચારો જોશો તો... સાંભળો ને દિમાગનો મેલ સાફ કરો. ~ જય વસાવડા #jv #gandhiji #bhagatsinh #shaheed #ahinsa
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભગતસિંહ અને એમના પિતાજી પણ જેમણે ચાહતા એ ગાંધીજી બાબતે જાણી જોઈને ઘણી ગેરસમજો ફેલાવવામાં આવી છે ને બધું દસ્તાવેજી ઉપલબ્ધ હોવા છતાં લોકોને જાતે કશો અભ્યાસ નથી કરવો એટલે ધુપ્પલબાજોને ધાપ મારવા મોકળું મેદાન મળે છે. પૂરા રિસર્ચ ને સંદર્ભ સાથે એક મોટો વિડિયો મેં કોરોનાકાળ વખતે મારી યુટયુબ ચેનલ planetjv પર મૂક્યો જ છે. એનો આ એક અંશ જે લોકો એવું માને છે કે ગાંધીજીએ ભગતસિંહની ઉપેક્ષા કરી હતી એમને માટે. કેવી રીતે 23 માર્ચના દિવસે માતૃભૂમિ માટે ફાંસીએ ચડેલા વીરોની આહુતિની બાપુએ વંદના કરી હતી એક ખુલ્લા પત્રમાં ? ને શું ખુલાસો કરેલો એક બંધારણ નીચે લોકશાહી ભારત બનાવવા માટે એમના અગત્યના વિઝન બાબતે ચોખવટથી ? જે આજે પણ અગત્યનો બને છે જો આસપાસના લુખ્ખાગીરી, દાદાગીરીના ઘાતકી સમાચારો જોશો તો... સાંભળો ને દિમાગનો મેલ સાફ કરો. ~ જય વસાવડા #jv #gandhiji #bhagatsinh #shaheed #ahinsa
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સૃષ્ટિમાં જે અતુલ્ય સૌંદર્ય છે, એ તો ચિરયુવા છે, બ્યુટીને ઓલ્ડ થતી જોવી તો ભગવાનને પણ નથી ગમતી ! ❤️ #beauty #god
-
jay vasavada JV
@jayvasavada
આ રવિવારે સુરતમાં સેલિબ્રે એસ્થેટિક્સ દ્વારા અમારો એક ખુબસૂરત સંવાદ ! સુંદરતાની સ-રસ ચર્ચા. વિગતો કાર્ડમાં. ફ્રી એન્ટ્રી. રજિસ્ટ્રેશન માટે કોલ કરો:
9510496004
9510464431
અથવા આ લિંક પર ક્લિક કરો.
forms.gle/SLRwmMiarABj45AaA
મળીએ, મજાની વાતો કરીએ.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
મૈં હૂં ઉન કે સાથ જો સીધી રખતે અપની રીઢ.
હરિવંશરાય બચ્ચનની આ કવિતામાં કહેવાયેલી ટટ્ટાર કરોડરજ્જુની મક્કમ મજબૂતાઈનું નજીકથી જોયેલું અદ્ભુત ઉદાહરણ એટલે ગુજરાત સમાચાર પરિવારના મોભી એવા શ્રેયાંસ શાહ. આઠ દાયકાની યાત્રા થઈ જોતજોતામાં એમની અને એમનો આજે જન્મદિન. થોડા અંતરના ઉમળકા, થોડા અંગત સ્મરણો આ રીલમાં... આજે હું જે કંઇ છું એમાં આ પરિવારનો અતુલ્ય સ્નેહ છે. આજે પણ શ્રેયાંસભાઈ અને અને સ્મૃતિબહેનના 55 વર્ષના દાંપત્ય તણા અખંડ પ્રેમયજ્ઞનું અજવાળું જોઈ એક હૂંફ મળે છે. કાયમ મારું રક્ષાકવચ રહ્યા એ સ્મૃતિબહેનના સ્વાસ્થ્યના કસોટીકાળમાં દ્રઢતા સાથે શ્રેયાંસભાઈ બધું બાજુએ રાખીને ઊભા છે એ જોતા અડગ હિમાલય લાગે, પણ એમની જીવનસાથી માટે ચિંતા અને સંવેદના એનાથી નીકળતી ગંગાની ધારા લાગે. કંઈક ને જેમને લખતા કર્યા અને અને કંઈકની બોલતી બંધ પણ કરી એવા આ એકો અહમ્ દ્વિતિયો નાસ્તિ સરીખા અજોડ આત્મવિશ્વાસ ને બારીકીની બુલંદી ધરાવતા સાહેબશ્રી શ્રેયાંસ ભાઈને જન્મદિનના વ્હાલવધામણા. બહુ ઓછા છે આવા આ ધરતી પર, એટલે આમ જ નિરામય દીર્ઘાયુ ભોગવે એ અમારી તો પ્રસન્નતા ખરી જ પણ આપણા સામાજિક સ્વાસ્થ્ય માટે પણ એમનું હોવું જરૂરી છે એટલે પણ મંગલ શુભકામના, પ્રાર્થના. ❤️
HBD sir shreyansbhai. 🌹
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
😲
Hindustan Times
@htTweets
About 745,000 forest rights claims are pending across the states and union territories, according to data tabled by the ministry of tribal affairs in the Rajya Sabha
(@vrinda_tulsian writes ✍🏻)
www.hindustantimes.com/india-news/over-745-000-forest-rig… -
jay vasavada JV
@jayvasavada
जीवन का हेतु मेरी दृष्टिमें क्या है और क्यों है ? #life #joy #death #crime #love #pleasure #purpose
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
એક ઉડાન આ પણ ! ❤️ સ્ત્રીની પાંખો મર્યાદાના માપે કાપો નહિ, આધુનિકતાના આવકારે આપો. 😎 #sunitawilliams #nasa #musk #india
-
jay vasavada JV
@jayvasavada
Alas .. 👍🏼
Elon Musk
@elonmusk
Congratulations to the @SpaceX and @NASA teams for another safe astronaut return!
Thank you to @POTUS for prioritizing this mission!
SpaceX
@SpaceX
Splashdown of Dragon confirmed – welcome back to Earth, Nick, Suni, Butch, and Aleks!
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શિયાળો સાવ જતો રહે એ પહેલા આંકાવાળા દેશી ટમેટાંનો સૂપ અહીં વાત કરી એમ પીવાનું ભૂલતા નહિ હોં ! અને ઢોકળાંનું આવું વર્ણન જગતની માલીપા એકે AI કરે તો કહેજો હોં ! 😊😋😍 #food #gujarati #ખાતા_રહે_મેરા_દિલ #સ્વાદબ્રહ્મ #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Thank u @grok keep spreading the the righteous truth and grow more so people can know more. Don't get fooled by hatred and misinformation dear 😊
-
jay vasavada JV
@jayvasavada
સનાતનની વાતો તો ઘણા સંતો કરે પણ એનો સાચો સંદેશ લઈને જતા નથી તકલીફ લઈને આ ધરતીના છોરું પાસે. 80 વર્ષે પણ પ્રિય મોરારિબાપુ કશું મેળવવા નહી, પણ આપવા નીકળે છે સત્ય, પ્રેમ, કરુણાન વ્હાલનો સ્પર્શ કરાવે છે. તાજેતરમાં વધુ એક વખત પ્રિય બાપુની રામકથા 9 દિવસ માટે ગુજરાતના સોનગઢ જેવા દૂરના આદિવાસી વિસ્તારમાં યોજાઈ. હું તો આ વખતે પહોંચી ન શક્યો પણ માણતો હતો પ્રસાદ. બાપુ પણ ઝૂંપડે ઝૂંપડે ફરી ત્યાંના રોટલા ખાય. હંમેશ મુજબ કહે કે હું કોઈનો તિરસ્કાર કરવા નહીં પણ સ્વીકાર કરવા આવ્યો છું. વિવાદ માટે નહીં પણ સંવાદ માટે છું. ભોળા લોકોનું ધર્માંતર આવા વિસ્તારોમાં થાય એનું એક કારણ શ્રધ્ધાના નામે મોટા ધંધા પસારી બેઠેલા ધર્મધુરંધરો ક્દી સમયસર ત્યાં કોઈના દુઃખ પૂછવા કે આંસુ લૂછવા ગયા નહી એ પણ છે. પણ પ્રિય બાપુનો તો ભેખ છે કે આપણા વારસાના જીવન અજવાળા શુભ તત્વો વહેંચવા જવું, અને જગત ભરની સંસ્કૃતિઓમાં જે શ્રેષ્ઠ વિચાર છે એનો પણ સંગમ કરીને ભારતને વિશાળ અને વિરાટ અને વિશિષ્ટ રાખવું અને ઇસ્લામ કે ઈસાઈ વગેરે કોઈ ધર્મના અપમાન વિના બસ સહજ સન્માન સનાતનના ચિરંતન તત્વોનું કરવું. જે મૂળિયા ભૂલી ખોવાઈ ગયા છે એમને પ્રેમથી ધીરે ધીરે પોકાર કરવો આ લૌટ કે આજા મેરે મીત નો ❤️ આ સનાતન લોકશિક્ષક ઘણાના જીવતરનું ઘડતર કરીને બધે પહોંચે છે કારણ કે એમનામાં રસ છે. ને જ્યાં રસ હોય ત્યાં મીઠાશ આવે, પોષણ આવે, આનંદ આવે. જુઓ આ નાનકડી વાત રસિકતા શા માટે ઉપયોગી બને સમાજને એની ! જય સિયારામ. 🙏🏼 #moraribapu #ramkatha
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગ્રોક તો એક નવું રાષ્ટ્રીય રમકડું થઈ ગયું છે ને કંઇ ? 😜😀
-
jay vasavada JV
@jayvasavada
સૌંદર્ય એ જ સત્ય ? તૈયાર થઈ જાવ એક અનોખા બ્યૂટી ટોક શો ને માણવા ! ડૉ. સિધ્ધાર્થ અને સેલિબ્રે ક્લિનિકના સૌજન્યથી જય વસાવડા, દેવકી અને તુષારિકાનો ફરી વાર ત્રિવેણી સંગમ. રસિકતાનો મહાસાગર ઘૂઘવશે 23 માર્ચના રવિવારે સાંજે 4.30 કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના હોલમાં. એન્ટ્રી ફ્રી, પણ રજિસ્ટ્રેશન જરૂરી એના માટે ઝટ સંપર્ક કરો. નંબર છે. +919510496004 અને 9510464431. વધુ વિગતો વીડિયોમાં. આવો, સુંદરતાના અવનવા વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક, સામાજિક અને વૈશ્વિક સવાલ જવાબની સરસ રમઝટ માટે... #jv #beauty #devaki #tusharika #celebre #surat
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ટચ જ સચ ! સ્પર્શ કરવાથી ગભરાતી થઈ ગયેલી અસ્પૃશ્યતાને આગળ કરતી સંસ્કૃતિને હોળી યાદ અપાવે છે અંગ અંગમાં રંગ રંગનો સ્પર્શાનંદ ! મનગમતાને એની મરજી હોય તો ખુલ્લેઆમ અડો, બસ ના લડો ન કોઈને નડો ! ❤️🧡💛💚🩵💙💜🤎🖤🩶🤍🩷 #touch #holi #colors #love
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલસાહેબ ( @CRPaatil ) એમના ધુરંધર નેતૃત્વથી જગજાણીતા છે. પણ અમારો પરિચય રાજકીય નહીં, શબ્દના માધ્યમથી જ થયો જ્યારે નવસારીના એક પ્રવચન બાદ વર્ષો પહેલા સાંસદ તરીકે મને મળેલા. એમને વાંચવાનો શોખ છે, એવું કહું તો જાહેરજીવનથી જ એમને ઓળખતા કેટલાક લોકોને નવાઈ લાગે છે. પણ પ્રદેશ પ્રમુખ થયા બાદ પહેલી જ મુલાકાત રાજકોટની લીધી ત્યારે ભોજન કેન્સલ કરીને પણ મારી ઘેર પપ્પાની ખબર કાઢવા આવ્યા તો રસથી લાયબ્રેરી જોઈ હતી. Rain Drops પુસ્તક એમને દેવા ગયો તો પણ અમારે હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ અને નગીનદાસ સંઘવીની વાતો થયેલી. ગાંધીજીના પુસ્તકોની વાતો તો એમણે આ પ્રવચનમાં પણ કરી છે. રોનક શાહના ઈજનથી નવભારતના પુસ્તક મેળાના ઉદ્ઘાટન માટે વિનંતી કરતો કોલ એમને કર્યો. સાહેબની સ્પષ્ટ ઉદારતા. કોઈ કામ હોય તો સીધો ડાયરેક્ટ કોલ એમને જ કરવાનો. ને આપણે શબ્દ સિવાય બીજું શું કામ હોય. તો એમના સ્વભાવ મુજબ ફટાફટ નિર્ણય લઈને સમય આપ્યો. અત્યંત વ્યસ્તતા વચ્ચે આવ્યા ને સરસ બોલ્યા. સુપરહીરો સરદારની નવી આવૃત્તિ એને આપવાનો લ્હાવો મળી ગયો. એ આખો વિડિયો પણ મુકીશું. અત્યારે સાંભળો એટલે ખાતરી થાય કે રાજકીય બાબતોથી અલગ ને આગવું એમનું આ એક વ્યક્તિત્વ પણ છે સાહિત્યના ચાહક તરીકેનું. મજબૂત નિર્ણયશક્તિ ને ધીંગી કામગીરી વચ્ચે એમણે શું વાતો કરી પુસ્તકો બાબતે ? આ રહી ફક્ત 15 મિનિટની લિંક. કરો ક્લિક.
youtu.be/zoTVA5liE3U
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
સુખી થવાનું આ સિક્રેટ ખાસ સમજવા જેવું છે ! 😍 #happiness #nordic #life #pain #complain
-
jay vasavada JV
@jayvasavada
We came, we played, we conquered ! 😎💥🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
આજના મહિલા દિવસે ફિલોસોફી નહી, ખરેખર આપણી આસપાસની સ્ત્રીઓ માટે આપણે કરી શકીએ એવી એક પાયાની પહેલ...જેના પર વાત કરવામાં મોટા ભાગના પુરુષો કતરાય છે, એવી વૈજ્ઞાનિક વાસ્તવિકતા બોલવાની સ્પષ્ટતા. સમાનતા કે સ્વાતંત્ર્ય કે સન્માન જવા દો, આટલું કરીએ તો માણસ તરીકે સ્ત્રીનો સહજ સ્વીકાર કહેવાય. જુઓ ને ગમે તો આ સંદેશ પહોંચાડવા આ લિંક મેક્સિમમ શેર કરો. આવો , દર્દ અનુભવી ન શકીએ તો પણ એમાં હમદર્દ બનતા શીખીએ. 🙏🏼🌼 ~ જય વસાવડા #jv #woman #female #girl #india
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ મહિલા દિને આવતીકાલ 8 માર્ચ સાંજે રાજકોટમાં સાંજ સમાચારનું અનોખું આયોજન Her Story. ફક્ત મહિલાઓ માટે. એમાં સફળ મહિલાઓનું સન્માન બિલ્ડર મહિલાઓની ચર્ચા અને સ્ત્રીની સંવેદના, સંઘર્ષ, સમાનતા અને સિધ્ધિ પર મારું પ્રવચન ઉપરાંત આર્ટ એક્ઝિબિશન. વધુ વિગતો અને અનિવાર્ય એવા આગોતરા રજિસ્ટ્રેશન માટે જુઓ આ વીડિયો. ❤️
-
jay vasavada JV
@jayvasavada
Welcome on women's day...
-
jay vasavada JV
@jayvasavada
લોકો જેને જ્યાં લગ્ન કરવા હોય છે ત્યાં પ્રેમવિરોધી બનીને વાંધા કાઢ્યા કરે આ લગ્ન ના કરવા જોઈએ ને જેણે નથી કર્યા એની ખણખોદ કરે કે કેમ નથી કર્યા ? 😉🤣🤣 સાંભળો સપના વ્યાસ સાથે ક્લાસ્મૃતિ સંવાદમાં પૂછાયેલા સવાલનો આ ટૂંકો જવાબ. 😜😊 #marriage #youth #love
-
jay vasavada JV
@jayvasavada
હમણાં જ જેની ફિલ્મ "પર્વત" રિલીઝ થઈ છે, એવી સોહામણી અભિનેત્રી, સુખ્યાત ફિટનેસ કોચ અને મિત્ર સપના વ્યાસે સંબંધો સાચવવા માટે કેવી અદ્ભૂત વાત કહી છે ક્લાસ્મૃતિ આયોજિત પ્રેમ પરના સંવાદમાં ! સાંભળો... #relationship #listen
-
jay vasavada JV
@jayvasavada
અમારી લાડકડી ચિ. પ્રથાનો પ્રથમ જન્મદિન પણ જોતજોતામાં આવી ગયો ! હું ઓસ્ટ્રેલિયા જવાની ફલાઇટમાં બેઠો ને પાઠનું અણધાર્યું આગમન 28 ફેબ્રુઆરીએ મામામામી અને દીપશ્રુતિ જોડે હોઈ અમારા ઘરમાં થયું. હવે તો ખિલખિલાટ રમતી થઈ ગઈ એના અંકલ જોડે. એક દિવસ પહેલા જ નક્કી કર્યું એનો જન્મદિન મનાવવાનું. મુખ્યત્વે તો દીપ ને શ્રુતિના મહેમાનો હોય. ક્ઝીન્સ હોય. મારા કેટલાક પ્રથા જેને રોજિંદી આવનજાવનને લીધે પ્રથાને ઓળખે એવા મિત્રો અને અંગત સ્વજન ડૉ. ચિરાગ અને પ્રતીક અને બીજલ પરિવાર અને ચેતન સાથે પ્રથાના પૃથ્વી પર અવતરણમાં નિમિત્ત ડો. દર્શનભાઈ આવ્યા. વ્હાલા રીટાબહેન ખાસ અમદાવાદથી આવ્યા એ તો જાણે પ્રથાને ડિવાઇન બ્લેસિંગ્સ મળી ગયા. એકદમ શોર્ટ નોટીસમાં રાજકોટની પ્રખ્યાત "સરાઝા"ના મિત્રોએ બાળકો તમે એવો એમનો હોલ આપ્યો ને ઈચ્છા મુજબનું મેન્યૂ જેમાં પિત્ઝા પણ હોય ને હાંડવો પણ, ગાજરનો હલવો પણ ને પાણીપુરી ય તે. મેઈન કોર્સ ને આઇસક્રીમ વેલકમ ડ્રીંક સ્ટાર્ટર વગેરે જોડે કન્ફ્યુઝ ન થવાય એવો મેઈન કોર્સ. ને એક મસ્ત મજાની ફ્રેશ ફ્રૂટ્સ કેક. પ્રથાને બીજા ટ્બૂડિયા ખૂબ રમ્યા. ઝલક આ રહી વીડિયોમાં. ફોટા પછી બીજા આવે એટલે... ❤️ #પ્રથા #ભત્રીજી #happybirthday #saraza #family
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ક્રિએટીવિટીનું પહેલું પગથિયું છે : ક્યુરિયોસિટી !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ એટલે જ એક હરતુંફરતુંહસતુંરમતુનાચતુંગાતું સનાતન પ્રેમતીર્થ ! આયખાના આઠ દાયકા આજે મહાશિવરાત્રિએ એમને થયા એ ભારતવર્ષના અમર વારસાનો અષ્ટાંગયોગ જાણે ! એમને તો આપણે શું આપીએ? જેમનો જન્મ જ કશું લેવાને બદલે જગતને, અમારા જેવા લવર્સને કેવળ આપવા માટે થયો છે ? જ્ઞાન હોય કે ધન, સમય હોય કે સ્નેહ બાપુ તો દૂલા દાતાર છે, સત્ય પ્રેમ અને કરુણાનો જીવંત ગિરનાર છે ! ધ અલ્ટિમેટ ગિવર એવા પ્રિય બાપુને વહાલવંદન સાથે આ ભાવપુષ્પ એક અદના ફલાવરનું ! ❤️🙏🏼😊 ~ જય વસાવડા #jv #moraribapu #birthday #love #mahashivratri #baap
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Bathing in splashing lights and shower of colors at Da vinci immerssive experience at Mumbai 😍 beautifully captured glimpse by a beautiful friend ! ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નીચે પડવું સહેલું છે, ઉપર ચડવું અઘરું છે ! #motivation #struggle #reality
-
jay vasavada JV
@jayvasavada
સ્પર્ધા છે, તો સન્માન છે. મેચ છે, તો જીત છે... એમ પરીક્ષા છે તો કારકિર્દી છે. પરીક્ષા ન હોય તો પુરસ્કાર કેવી રીતે મળે ? ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રેશર ન હોય તો ક્રિકેટનો રોમાંચ કેવી રીતે જાગે ? ટોળાથી અલગ પડવા, તળેટીથી શિખર ચડવા પરીક્ષા એક દ્વાર છે. પોતાની ક્ષમતા સાબિત કરવાનું હથિયાર છે. પરીક્ષા ખાલી ભણવામાં નથી. એ તો આજીવન કોણે કોઈને રૂપે આવશે. એનાથી ગભરાવાનું મતલબ એનાથી હારવાનું ! એનો સામનો કરવામાં તૈયારી ને તરવરાટ રાખો, મોકો મળ્યો છે મજબૂતાઈ દેખાડી દેવાનો, એનો થનગનાટ રાખો !
ત્રણ સાયન્ટિફિક તરકીબો આજના સ્પેકટ્રોમીટરના લેખમાં વાંચજો. વિડિયો તો અઢળક planetjv પર છે. આ દોઢ મિનિટ જુઓ ને પરીક્ષા ને પ્રેમ કરો !
~ *જય વસાવડા* #jv
#exam #education #studentsThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમૃત ( સમુદ્ર ) મંથનની ભારતીય વારસાની કથા કુંભ મેળા પાછળનો એક આધાર છે. તો એમાંથી આજના રોજીંદા જીવનમાં સનાતન મોટીવેશન આપતી આ ત્રિવેણી ખબર છે ? જુઓ વીડિયો. #mahakumbh #motivation #life #sanatan
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતી સાહિત્યની વાતો બહુ બધી થશે. પણ સામાન્ય માણસની બે મોટી કટોકટી : ન્યાય અને સ્વાસ્થ્યની ભાષા ગુજરાતમાં જ ઉપલા લેવલ પર ગુજરાતી ન હોય એ કેવું ? માણસ મોટી હોસ્પિટલમાં પૈસા ખર્ચી કરાવેલા પોતાના જ રિપોર્ટ સમજી શકતો નથી એટલા અટપટા ટેકનિકલ અંગ્રેજીમાં એ તૈયાર થાય છે. ખેર, આજે મુદ્દો છે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી ગુજરાતી ભાષામાં પણ થઈ શકે એ ન્યાયની પોકારનો. એની રાજ્યોમાં આ થયું છે, ગુજરાત સરકારે તો મોદીસાહેબ સીએમ હતા ત્યારનું ઠેરવેલું છે, પણ આના અમલમાં હજુ તારીખ પે તારીખ ચાલે છે ! વધુ વિગત માટે આ વિડિઓ જુઓ અને આ ન્યાયપૂર્ણ બાબતે એક બનીને શાંતિપૂર્ણ અવાજ બુલંદ કરો ! ~ જય વસાવડા #jv #justice #gujarati #worldmothertoungeday #માતૃભાષા #court
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બે વિકલ્પ છે, કેટલાક લોકો આખી જિંદગી એવોર્ડ કે નંબર કે સન્માન પાછળ રીતસર ભૂખ્યા થઈને દોડ્યા કરે... ને કેટલાક સમજી જાય કે... જુઓ માત્ર એક મિનિટમાં!
-
jay vasavada JV
@jayvasavada
વર્ષો પહેલા ટાઇમ્સ ઓફ ઈન્ડિયાની લીડ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મને પૂછાયું હતું કે ( ત્યારે નવા નવા ફેલાતા ) ઇન્ટરનેટ બાબતે શું સાવધાની રાખવી ? ને મેં કહેલું "ઓપિનિયન અને સ્ટડીડ / એજ્યુકેટેડ ઓપિનિયન વચ્ચે ભેદ ભૂંસાતો જશે એ !" ત્યારે ઓછાને એ જવાબ સમજાયેલો ને હવે તો એથી પણ ઓછા આ બાબતે ચિંતીત હશે.
એવું નથી કે સર્જકની ટીકા ના હક ફક્ત બીજા સર્જકને જ હોય. તો તો ફક્ત ક્રિકેટર જ અમ્પાયર થાય. કે ક્રિમીનલ જ જજ બની શકે. વાત માત્ર અનુભવની નથી, અભ્યાસની છે. અભિપ્રાય અને વાહિયાત અભિપ્રાય વચ્ચેના ફરકની છે. મફત નેટ ને કી પેડ ને લીધે ગમે તે બૂડથલ એના ફડતૂસ આક્ષેપો કે બકવાસને વેલીડ સમજી લે છે. જેને હિંગ કે ફટકડી સિનેમાથી સૌંદર્ય સુધીની કોઈ બાબતે સમજ ન હોય એવા અધુરિયા પાછા અંજાયેલી આંખોથી અંધ ટોળા બનાવી દે છે. આગેવાન કહેવાય એવા મોટે ભાગે કાં તો ઠોઠ છે કાં લુચ્ચા છે, કાં બેઉ છે. પ્રજા બીકણ છે. કટોકટી આ પણ છે કે જેમાં કોઈ ક્વોલિટી વગરનો કન્ટેન્ટ બનાવનાર હીરો કે હીરોઈન થાય છે, ને પછી કોઈ કાલ્પનિક જોક , એ ય સાવ ફાલતુ - ઉપર એટલું દળકટક તૂટી પડે કે ગાયનેક હોસ્પિટલ સીસીટીવીના દુરુપયોગથી બદમાશો વીડિયો વાઈરલ કરી બેઠા એ રિયલ ક્રાઈમ પણ ઢંકાઈ જાય !
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા જેવા આપણા મસાલાભૂખ્ખડ ભારતની તાસીર જોઈને કાયમ આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. અરે, શબ્દોથી વીણી વીણી આવા ડફાકિયા કોમેન્ટકાણિયાઓને સામી છાતીએ ઝાટક્યા પણ છે કાયમ ઇમેજની પરવા વિના કર્તવ્ય સમજીને. આ ભુજમાં આપેલા લેકચરમાં અંશ હોય કે આજનો અનાવૃતનો લેખ. લેખકની જવાબદારી લબાડલોકોને મનપસંદ બ્યુટીના ફોટા મૂકવામાં દેખાતી હોય છે, કે એમને ન ગમતી રાજકીય કે ધાર્મિક પ્રતિભાનો વિરોધ કરવા પૂરતી દેખાતી હોય છે. આ છે સાચા લેખકની જવાબદારી. ઉધામાને બદલે ઉપેક્ષા શીખવી લોકશાહી મૂલ્યો જાળવવાની. ટીકાની પાત્રતા ને જ્ઞાનની સજ્જતા બાબતે લોકપ્રિયતાની પરવા વિના ટોણા મારવાની.
~ જય વસાવડા #jv #people #media #india #art #critisismThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હું જ્યારે કોલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે ઇન્ટરનેટની તો પાપા પગલી હતી. મોબાઇલયુગ હતો નહિ. પણ સ્વ. ફુલેત્રા સાહેબના પારિવારિક સહયોગથી આજે પણ ના જોવા મળે એવા ઇનોવેટિવ આઇડિયાઝથી વિધાર્થીઓ ડેવલપ કરવાની હોંશ હતી. હજુ પણ ફ્રેશ લાગે એવું કામ કર્યું. નક્કર સ્ટુડન્ટ્સ ઘડાયા જે આજે પણ પોતપોતાની લાઇફમાં સેટ છે. કોઈ અપસેટ નથી કરિયર બાબતે. દુનિયાભરમાં ફેલાયેલા છે. ઓસ્લોમાં પણ મળી જાય ને મેલબોર્નમાં પણ !
એ વખતે ક્રિએટિવ કો કરિકયુલર એક્ટીવિટીઝમાં મને કાયમ સહયોગ મળતો અંગ્રેજીના અધ્યાપક અમીબહેન ઉપાધ્યાયનો. એમણે rain drops પુસ્તકમાં એ સમય વિશે દિલથી લખ્યું છે. એમણે બધું યાદ છે. કોઈ બાઇક પર લિફ્ટ કે મારું ફિલ્મ જોવા જવાનું કે ક્લાસમાં ભણાવતા એપલ ખાવાનું. અમીબહેનમાં અંગ્રેજી સાહિત્ય ભારતીય નૃત્ય, સંગીત જેવી કળા બેઉનો સરસ સમન્વય. એમણે દુષ્યંતભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા એમાં એમના સસરા નિમાવત સાહેબ જેવા વિદ્વાનને પરિચય થયો. મેં કોલેજ છોડી એ અરસામાં એમણે પણ છોડી.
આજે એ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. માં વાઇસ ચાન્સેલર છે બે ટર્મથી. હમણા "તેજતૃષા" નામથી સુંદર યુવા ઉત્સવ ઉજવ્યો જેમાં વ્યાખ્યાન માટે મને બોલાવ્યો. ત્યાં દુષ્યંતભાઈ પણ મળ્યા ને હવે રજીસ્ટ્રાર એવા મારા કોલેજના સહપાઠી ને ઉમદા સંસ્કારી જીવ એવા અજયસિંહ જાડેજા પણ મળ્યા. જૂન સ્મરણો તાજા કર્યા એમાં અમીબહેને મારા કોલેજમાં ભણાવવા સમયની બે ત્રણ યાદ તાજી કરી. જુઓ વીડિયો 😊
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તમારા પ્રેમને કોઈ ના પાડી તરછોડી દે ત્યારે શું કરવું ? ❤️ 💔❤️🔥 #love #breakup
-
jay vasavada JV
@jayvasavada
પ્રેમ કોઈ પાપ નથી, અપરાધ નથી, ભૂલ નથી, અધર્મ નથી. એના વિના જીવનનું અસ્તિત્વ નથી. ફૂલો ખીલે કે ફળ મીઠાં થાય એમાં પણ આકર્ષણ છે. પ્રોટોન ઇલેક્ટ્રોન ન હોય તો ઉર્જા પણ ન હોય વિજ્ઞાનમાં. જે ગંગામાં પાપ ધોવા આસ્થાની ડૂબકી લગાવવા કરોડો લોકો દોટ મૂકે છે, એ ગંગાની પણ આપણા વારસામાં તો પ્રેમકથા છે. ભારતના જડસુ દંભીસ્તાનીઓ પ્રેમી હૈયાઓની હાય પીવાનું બંધ કરે ત્યારે આ અતુલ્ય દેશના પુણ્યનો ભવ્ય ઉદય થશે ! ~ *જય વસાવડા* #jv ❤️💞💘✨ #happyvalantinesday #love
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવો આજે 6.45 થી 8 સવા કલાક સવાયો જલસો કરીએ અમદાવાદમાં.વિગતો ફોટામાં #happyvalentinesday ❤️
-
jay vasavada JV
@jayvasavada
આ 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન્સ ડેને વાસંતી બનાવવા આવો સાંજે અમદાવાદ... કલાસ્મૃતિના આંગણે... વિગતો કાર્ડમાં.
-
jay vasavada JV
@jayvasavada
આવો ઊજવીએ પ્રેમનો ઉત્સવ... રોમાન્સ અને રિલેશનશિપના સવાલ જવાબ અને જય વસાવડા તથા સપના વ્યાસની ગમ્મતભરી ગોષ્ઠી. 14 ફેબ્રુઆરી 2025 સાંજે 6.45 થી 8 સુધી ગમે ત્યારે જોઈન થઈ શકો પ્રકૃતિની હરિયાળી ગોદમાં આ ચોકલેટી ચર્ચામાં. કોઈ એન્ટ્રી પાસ નથી, ફી નથી. રજિસ્ટ્રેશનની જરૂર નથી. બસ પોતાનાઓ સાથે પધારો. ક્લાસ્મૃતિ નું સરનામું ઇસ્કોન મંદિર અને જીએસટીવી વચ્ચે, એસ જી હાઇવે, અમદાવાદ. #love #romamce #valantinesday #valantinesweek #relation #life ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
માત્ર એકબીજા માટે પ્રેમ વ્યકત કરતું ને અન્ય કોઈને ના નડતું પ્રેમીપંખીડાઓનું યુગલ જોઈને જ જેમને મર્યાદા યાદ આવે છે પણ રખડતા ઢોરથી લઇ તૂટતા પુલ સુધીનું બધું જ ચૂપચાપ સહન કરી લે છે એ બધા સંકુચિત દંભીઓ માટે આ સટ્ટાક! 🤪
-
jay vasavada JV
@jayvasavada
દુર્ભાગ્ય એ છે કે આપણને વારસામાં નામે ખાલી બ્રહ્મચારીઓનું અધ્યાત્મ જ યાદ કરાવવામાં આવે છે. ગીતગોવિંદ જેવા રોમાન્સની વાર કરનારને રી રિમાન્ડ પર લઈ લેવામાં આવે ! આપણા ધાર્મિક કહેવાતા મહાકાવ્યો, નાટકો હોય કે કોઈ પણ પ્રાચીન મંદિરના શિલ્પો હોય કે ભીતચિત્રો હોય, સ્ત્રી પુરુષના ( નર અને નારી, જરૂરી નહી કે પતિ અને પત્ની ... બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ ખરા ) બેહદ શૃંગારિક વર્ણનો છે. અરે સંસ્કૃત વાંચતા આવડે તો સુડાબહોતરી કે પંચતંત્રમાં અદભુત કામકથાઓ છે ! છાંદોગ્ય ઉપનિષદ થી લઈને મહાભારત સુધી મૈથુન બાબતે ચર્ચા છે. એક પૂર્ણ ખીલેલા ખુલ્લા સમાજનું દર્શન ઠેર ઠેર છે, સહજ આકર્ષણ અને મદમસ્ત પ્રેમને મુક્ત મને સનાતન ભવ્યતા ભારતની સંસ્કૃતિએ આપી છે. કામસૂત્રના દેશમાં પ્રેમનો વિરોધ જે ઠોબારાઠીકરાં કરે છે, એ ભારતનો વિરોધ કરે છે એની એને ખબર પણ નથી એવા તો એ અરસિક અડબંગો હોય છે. મને તો આનંદ છે કે ડોબાડબલાને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ લાગે છે, એ લવ એન્ડ ઇરોટિકા બાબતે હું પ્રાચીન ભારતથી પ્રભાવિત થયો ને એટલે જીવનનો રસ પ્રસનનતાપૂર્વક માણી શક્યો ! આમાં જેને અપચો થઈ જાય એણે કૉમેન્ટ કરવામાં આંગળા દુઃખાડવાને બદલે ભારતના સંસ્કૃત ગ્રંથોના વસંતના માદક વર્ણનો વાંચવા સમય આપવો. 😉 🥰 #love #spring #india #valantinesweek
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રેમમાં પ્રપોઝ કરવામાં કેવી કળા જોઈએ ? માણો આ વીડિયોમાં એના ઇનોવેટિવ આઈડિયાઝ ! ❤️ 🌹💞
#love #romance #valentinesday #propose #expression #creativedesign -
jay vasavada JV
@jayvasavada
કોપનહેગન બાદ હાર્દિકભાઈ સાથે ઓસ્લોમાં પણ ગુજરાતી ઉત્સવ પણ સુંદર રહ્યો. ફરી એક વાર નોર્વે પ્રિય બાપુની કથા બાદ આવવાનું થયું. સ્ટેશન પર ગયા વર્ષે પતિ અનિલભાઈ ફેન હોય ને મળેલા મિતલબહેનની મુલાકાતનો સિલસિલો સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રેરિત વિચાર વાવેતર સુધી જય પટેલના પ્રયાસો સાથે એમના સાથીઓ થકી પહોંચ્યો. એક રેકોર્ડ સર્જ્યો સેકેન્ડેવિયન દેશોના હાર્ડ વિન્ટરમાં ગુજરાતી લેક્ચરના પ્રોગ્રામનો. ઉનાળા ઉપરાંત શિયાળામાં પણ આવા સફળ કાર્યક્રમ થાય એની પહેલ પરદેશમાં કરી.. હવે કદાચ બીજા પણ એ માર્ગે હવે આગળ વધી શકે. અગાઉ વિડિયો મૂકેલો એ ડેનમાર્કની માફક નોર્વેજીયન એનઆરજીઓએ પણ સરસ રિસ્પોન્સ આપ્યો. લો જુઓ ઝલક. #oslo #gujarati #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આનંદો, વાસંતી વેલેન્ટાઈનના અનોખા સંગીતમય વધામણાં લઈને જય વસાવડા સાથે ચૈતાલી છાયા રાજકોટમાં વહાવશે "પ્રેમરસ" અગાઉ ના સાંભળી હોય એવી પ્રેમ ઉપરની અવનવી વાતો ને જાણીતા સાથે ગુજરાતી હિન્દી બધા જ અનોખા નવા ગીતો ! ગુજરાતમાંથી ઇન્ટરનેશનલ સ્ટાર્સને ટક્કર આપી શકે એવો વોઇસ અને એની સાથે પ્રેમ તત્વની ઓળખ આપતી રિલેશનની જીવનમાં કામ લાગતી રંગબેરંગી વાતોની ચોઇસ. ખીલશે અને ખુલશે fusionनामा નું પહેલું ગુલાબી અવતરણ. આવો છો ને ? ઘેર બેઠા ટિકિટ બુકિંગ માટે સંપર્ક કરો :
9586796282 ❤️🌹
#love #vasant #romance #valentinesweek #valentinesday #music #thoughts #relationshipThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આનંદો, વાસંતી વેલેન્ટાઈનના અનોખા સંગીતમય વધામણાં લઈને જય વસાવડા સાથે ચૈતાલી છાયા રાજકોટમાં વહાવશે "પ્રેમરસ" અગાઉ ના સાંભળી હોય એવી પ્રેમ ઉપરની અવનવી વાતો ને જાણીતા સાથે ગુજરાતી હિન્દી બધા જ અનોખા નવા ગીતો ! ગુજરાતમાંથી ઇન્ટરનેશનલ સ્ટાર્સને ટક્કર આપી શકે એવો વોઇસ અને એની સાથે પ્રેમ તત્વની ઓળખ આપતી રિલેશનની જીવનમાં કામ લાગતી રંગબેરંગી વાતોની ચોઇસ. ખીલશે અને ખુલશે fusionनामा નું પહેલું ગુલાબી અવતરણ. આવો છો ને ? ઘેર બેઠા ટિકિટ બુકિંગ માટે સંપર્ક કરો :
9586796282 ❤️🌹
#love #vasant #romance #valentinesweek #valentinesday #music #thoughts #relationshipThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
લખી બોલીને શું થાય ? આવું એ લોકો કહેતા હોય છે જેમના લખવાબોલવામાં કશી ભલીવાર હોતી નથી. ઈતિહાસમાં પહેલી વાર ડેનમાર્ક ખાતે શિયાળામાં કોઈ ભાષાનું દોઢ કલાકનું વ્યાખ્યાન થયું. જેનો જશ પ્રિય હાર્દિકભાઈના પ્રયાસોથી ગુજરાતીને મળ્યો. વિપુલભાઈએ જહેમતથી ત્યાં નવી પેઢીને પણ એકઠી કરેલી. વિચાર અને વ્હાલના વાવેતરના કેવા વૈશ્વિક મીઠાં ફળ મળે, એની ડાયરેક્ટ દિલ સે નીકળેલી આ લાગણીઓ જુઓ. એટલી જ સરસ રીતે ડેનમાર્ક ખાતે ભારતના રાજદૂત ને ઠંડી ઉડાડી દે એવા હૂંફાળા માનવી મનીષ પ્રતાપ સર જોડે થોડીક આપણા સાહિત્યની વાત કરી તો એમને કેવી સ્પર્શી ગઈ એની પણ નાનકડી ઝલક જુઓ ❤️ આવો જ અભૂતપૂર્વ અનુભવ નોર્વે ખાતે થયો. આ છે આજની જનરેશન સાથે કનેક્ટ થાય એવા ઓરિજીનલ ગ્લોબલ કોમ્યુનિકેશનનું બળ જે મારામાં ઇંધણ પુરે છે આગળની યાત્રાનું ! 😊 #denmatk #impact #motivation #gujarati #jv #youth #liteerature
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ખરા સનાતન સંતત્વમાં તો વસંતત્વ હતું ! જે જીવન માણી ના શકે એમને એ જીવતાં મરેલા જાણવા ! રસ છે તો બધું સરસ છે. સંસાર છોડવા કરતા કોઈ ઉત્તમ રસિકતામાં ખોવાઈ જવામાં લિજ્જત છે !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ડેનમાર્કમાં કોપનહેગન ખાતે ભારતના રાજદૂત મનીષ પ્રતાપ સાથે "નમસ્તે કોપનહેગન' ના હૂંફાળા મિત્રો આત્મીય વિપુલભાઈ, ઉમેશભાઈ અને મમતાજી સંગ વિશેષ મુલાકાત કરી. એમને આવતીકાલે બપોર બાદના સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રેરિત કાર્યક્રમ "ગુજરાતી એટલે ઉત્સવ" માં આવવા માટે સહર્ષ નિમંત્રણ પાઠવ્યું. 40 કિમી દૂર આવેલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટના હેમલેટ નાટકથી વિખ્યાત એવા કોર્નબોર્ગ કિલ્લાથી સીધો જ ત્યાં પહોંચેલો. આપણા ભારત, જગત, ભાષાઓ, સાહિત્ય, નવી પેઢી, ગુજરાત, કચ્છ વગેરે અંગે કોફીની ચુસ્કીઓ સાથે સરસ ઊંડાણમાં ચર્ચા થઈ. હાર્દિકભાઈ, સંજયભાઈ વગેરે મિત્રો પણ ખાસ રાતના પહોંચશે,એમનો ને એમની સદા સમાજહિતકારી પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો. આપણી એમ્બેસીની મુલાકાત કરીને આનંદ થયો. યુવા એમ્બેસેડર સાથે વાતો કરવાની મજા પડી. અને હવે પહોંચ્યો અહીંની આલીશાન લાયબ્રેરીમાં ખોવાઈ જવા ! 😊🇮🇳
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
જ્યાં ભય છે, ત્યાં ભગવાન નથી ! અનુકૂળતા હોય તો કુંભ મેળામાં હું પણ જાઉં, જઈશ પણ ખરો કદાચ બાળક જેવા કુતૂહલથી એક સંસારની અદભુત વિરલ ભારતીય ઘટના નિહાળવા ! જેમ આકાશ દર્શન કરવા ને દરિયાના પેટાળની સફર ખેડવાની, વિવિધ કળા અને સઘળું સૌંદર્ય માણવાની ને પરમાત્માની પ્રકૃતિ તથા આત્માની સર્જકતા નિહાળવા બધે જાઉં એમ. પણ એને ઘકક્કમુક્કી કરીને મોક્ષનો વિઝા અને બીજાનું ધ્યાન રાખ્યા વિના સ્વાર્થથી આગળ જવા પાપ ધોવાનો પાસપોર્ટ બનાવી લેવા જેટલો ક્ષુદ્ર ચિદાનંદ રૂપં શિવોહમ્ શિવોહમ્ ગાતો સનાતન ધર્મ નથી એ સમજીને. જ્યાં સુંદરતા અને સ્વચ્છતા નથી ત્યાં પવિત્રતા અને પ્રેમના પ્રાગટ્યની જગ્યા નથી રહેતી. અને એ જ ચૈતન્યના દ્વાર છે. આટલું સમજાય તો ટ્રાફિક ને એક્સિડન્ટ આપણે ત્યાં આમ પણ ઘટે. ધારયતે ઇતિ ધર્મ એટલે ધર્મ પહેલા તો સ્વ અનુશાસન છે, પછી ભજન કીર્તન વિધિવિધાન છે ! 🙏🏼
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
JSK ❤️
TV13 Gujarati
@tv13gujarati
યુએસના FBI ચીફ કાશ પટેલે માત-પિતાને ખાસ રીતે 'જય શ્રી કૃષ્ણ' કહીને સ્વાગત કર્યું
Video Source : Social Media / X
#usa #america #fbichief #kashpatel #jaishreekrishna #donaldtrump #viralvideo #tv13gujarati -
jay vasavada JV
@jayvasavada
ભારત મૂળભુત રીતે એક ભીડ છે, ધનના નામે, ધર્મના નામે, ધંધાના નામે બીજાને કચડવા દોટ મુકતી ભીડ ! એને ટીમ કે સીસ્ટમ થકી જાગૃત નાગરિક બનાવવાનો પ્રયાસ કરતા કોઈ પણ ગાંધીને સુવડાવી દેવા કાં ગાળ મળે, કાં ગોળી ! #gandhi #india
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
It's a small world ! Different background, same emotions can set humanity in motion and if one bridge is music, another one is food ! On this table at NOMA yesterday for almost 6 hours we dined and enjoyed together ❤️ myself from India seating with ppl coming from Netherlands, Usa, Russia, Greece, UK, Belgium... And what an amazing conversation we have lasted for almost 6 hours ! Micheal Jackson, democracy, history, hollywood, education, kids, languages, culture, travel, literature besides gastronomy! With Warmth of a nice company one can pass through 2° c temprature 😊 such an invisible design to meet and seat with unknown people from different places and eventually like an icecream with bright light of connection, unfamiliarity melts to hearty laugh and joyful sharing. God bless them all and stay happy dear #noma diners. 🥰
#jvmoments -
jay vasavada JV
@jayvasavada
પ્રજાસત્તાક ભારત 75 વર્ષનું થાય ત્યારે આપણે હજારો વર્ષો પહેલાના કૃષ્ણના વારસામાંથી કઇ અદભુત વાત શીખો શકીએ ? જુઓ વીડિયો. #krishna #republicday #india 🇮🇳
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તમે આઝાદ હોઈ શકો છો, પણ એકદમ એકલા જીવો છો એ ભ્રમ છે ! #teamwork #gratitude
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સનાતન ધર્મમાં સૌથી મોટો ખલનાયક કોણ ?
-
jay vasavada JV
@jayvasavada
રામ ||
*વિચાર વધામણા: સુરત*
*"રૂમી"ના Rain Drops !*
આકર્ષક વળતર
ઓટોગ્રાફ ફોટોગ્રાફ.
તારીખ : 18 જાન્યુઆરી, 2025, શનિવાર.
સમય : સાંજે 6.30 થી 9pm.
સ્થળ : સાયન્સ સેન્ટર ઓડિટોરિયમ, સુરત.
સ્નેહસંદેશ : આદરણીય શ્રી સી. આર. પાટિલ સાહેબ ( કેન્દ્રીય જળશક્તિ મંત્રી, પ્રદેશ અધ્યક્ષ: ગુજરાત ભાજપ )
સ્નેહસંવાદ : જય વસાવડા
સુભાષ ભટ્ટ
સ્નેહસારથી : ડૉ. દીપક રાજ્યગુરુ
એન્ટ્રી ફ્રી * ઓપન ફોર ઓલ
સુરત ખાતે નવભારતના પુસ્તક મેળામાં ચિંતક સુભાષ ભટ્ટના 15 વર્ષના તપ બાદ તૈયાર થયેલી કિતાબ "રૂમી"ના વધામણાં અને જય વસાવડાની સ્વજનોએ ઝીલેલી સ્વર્ણિમ જીવનગાથા "રેઈન ડ્રોપ્સ"નો રાજીપો.This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ શનિવારે સાંજે સુરતમાં નવભારત પુસ્તક મેળામાં ગમતા મિત્રોની સંગતમાં કરીશું વાત વિચાર ને વ્હાલની રંગત... વિગતો કાર્ડમાં. ઓપન ફોર ઓલ. કોઈ પાસની જરૂર નથી. અને હા, ત્યાં ઓટોગ્રાફ ફોટોગ્રાફ ડિસ્કાઉન્ટ બધું જ ઉપલબ્ધ હશે. બસ પ્રતીક્ષા રહેશે ભાવકોની. 😊
-
jay vasavada JV
@jayvasavada
પતંગ અને પવન : એક સનાતન પ્રેમકથા ! ❤️😍💘🪁#love #society #daughter #feelings #makarsankranti
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Makar sankranti with some movie titles. #makarsankranti2025 #fun
Thread. (1/17 )Post not available here, view on X
jay vasavada JV
@jayvasavada
Makar sankranti with some movie titles. #makarsankranti2025 #fun
Thread. (3/17 )
jay vasavada JV
@jayvasavada
Makar sankranti with some movie titles. #makarsankranti2025 #fun
Thread. (4/17)Post not available here, view on X
jay vasavada JV
@jayvasavada
Bonus ! Makar sankranti with some movie titles. #makarsankranti2025 #fun
Thread. (18/17+1)
jay vasavada JV
@jayvasavada
From readers ❤️ ( 17+1+3 ) Makar sankranti with some movie titles. #makarsankranti2025 #fun
-
jay vasavada JV
@jayvasavada
ગઈ કાલે જ જેમનો જન્મદિન ગયો એવા સ્વામી વિવેકાનંદ ના આગઝરતા આધુનિક વિચારો જો આજે રજૂ થયા હોત તો વાંચ્યા વગર જ વખાણ કરતા ને સમજ્યા વગર જ ટીકા કરતા ધર્મઝનૂની ટોળાં એમને ટ્રોલ કરતા હોત ! થોડા સેમ્પલ આ રહ્યા. હજુ વધુ પછી ક્યારેક ! #vivekananda #bharat
-
jay vasavada JV
@jayvasavada
મહેનત પાછળ કામ કરતો હાથ હોય છે ને કિસ્મત પાછળ આરામ કરતી હથેળી ! સતત નવીન રહેવા માટે આ એક શબ્દ યાદ રાખો !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મહેનત પાછળ કામ કરતો હાથ હોય છે ને કિસ્મત પાછળ આરામ કરતી હથેળી ! સતત નવીન રહેવા માટે આ એક શબ્દ યાદ રાખો !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ન્યાય, નીતિ, નિયમથી ઘડાયેલી સદાચારની આચારસંહિતા ભારતમાં સંસ્કૃત ભાષામાં ધર્મ કહેવાતો. વખત જતાં એ ભક્તિ ને પૂજાની એક વ્યવસ્થા, કોઈ ગુરૂ, સ્થળ, પ્રાર્થના, પુસ્તક કે રિવાજોની શ્રદ્ધા વ્યક્ત કરતી સીસ્ટમ બની ગઈ જેમાં રિચ્યુઅલ યાને કર્મકાંડની સામૂહિક પરંપરાનું મહત્વ સ્પિરિચ્યુઅલ યાને આત્મા પરમાત્માની અસલી એકાંત ચૈતન્યધારા કરતા વધી ગયું !
-
jay vasavada JV
@jayvasavada
શાળાઓ બંધ થાય તો પણ શિક્ષણ બંધ ના થાય !
( Btw, જ્યોર્જ મેન્ડલ slip of mind છે, જોન મેન્ડલ જોઈએ 🙏🏼 ) #classroom #teaching #education #vacation #reading # activities #practicalThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સજજ નાગરિકો હોય ત્યાં નિખાલસ અભિપ્રાય દેવાની મજા છે. કારણ કે એ ગપ્પાનાના નામે સચ્ચાઈને વખોડતા નથી, અલગ પસંદ હોવા બદલ કે પરફોર્મન્સની ટીકા બદલ કે હળવી રમૂજ બદલ કે અંગત ઓળખ બદલ કે વૈજ્ઞાનિક આધુનિક અભિગમ બદલ કોઈને કરડતા નથી ! લોકશાહી ( democracy ) અને લોકતાંત્રિક મૂલ્યો ( democratic values ) વચ્ચે શું ફરક છે ?
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
તમને ખબર છે અમિતાભ બચ્ચન જ્યાં ભાદુરીને પહેલી વાર ડેટ પર ક્યાં લઈ ગયેલ ? જહાંગીર આર્ટ ગેલેરી ! વિચારવલોણાંના અવનવા અડ્ડા જેવા નવા જ વિષય પર અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરમાં મારી સ્પીચ સાંભળવા પ્રચંડ જનમેદની એકઠી થયેલી. આ લેક્ચર હવે આવી ગયું છે પ્લેનેટજેવી પર. જુઓ એની ઝલક.
-
jay vasavada JV
@jayvasavada
તમને ખબર છે અમિતાભ બચ્ચન જ્યાં ભાદુરીને પહેલી વાર ડેટ પર ક્યાં લઈ ગયેલ ? જહાંગીર આર્ટ ગેલેરી ! વિચારવલોણાંના અવનવા અડ્ડા જેવા નવા જ વિષય પર અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરમાં મારી સ્પીચ સાંભળવા પ્રચંડ જનમેદની એકઠી થયેલી. આ લેક્ચર હવે આવી ગયું છે પ્લેનેટજેવી પર. જુઓ એની ઝલક.
-
jay vasavada JV
@jayvasavada
પેટમાં ગેસ થાય ને ભાર લાગે એમ વધુ પડતા વિચારવાયુનું પણ વજન લાગે ! પ્રિય બાપુની રાજી રહેવા માટેની માર્મિક ટકોર ! #moraribapu
-
jay vasavada JV
@jayvasavada
હેરી પોટરના જાદૂનું આ રહસ્ય જાણો છો ?
આખો સરસ વાતો સમજાવતો વિડિયો માણવા કોઈ પણ બ્રાઉઝરમાં સર્ચ કરો : planetjv
#harrypotterThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કલાસ્મૃતિ માટે એક જોરદાર સંવાદ કરેલો, "અભિવ્યક્તિની આઝાદી" ઉપર. આખો અઢી કલાકનો વિડિયો તો planetjv પર જોવા સમજવા જેવો છે જ. પણ આ દોઢ મિનિટની વાત સમજાય તો પણ ઘણું ઓનલાઇન દોઢડહાપણ ઓછું થાય !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નવા વર્ષને Happy ખરેખર બનાવવું હોય તો આ સમજી લેજો !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Welcome New Calender ✨
-
jay vasavada JV
@jayvasavada
સમય બાબતે આ કદી વિચાર્યું છે ? #31stdecember
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કળા - સર્જકતા અનુભવ પહેલા છે, સમજણ પછી છે ! ખબર ન પડે તો પણ ધુબાકા મારો દેશ પરદેશની ફિલ્મો, સંગીત, ચિત્રો, વાનગીઓ વગેરેમાં. ધીરે ધીરે એ જ તમને શીખવી દેશે એના રહસ્યો !
-
jay vasavada JV
@jayvasavada
સફળ સંતાનો ઉછેરવા માટે આ એક લીટી પેરન્ટ્સે યાદ રાખવા જેવી છે.
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ત્રાસવાદ, શિથિલ રાજકીય પક્કડ, વડાપ્રધાનપદ પર વ્યક્તિગત પ્રભાવના અભાવ અને ભ્રષ્ટાચારના મુદ્દે મનમોહનસિંહની આકરી ટીકાઓ મેં કરેલી છે. જો કે, ભ્રષ્ટાચારના મામલે તો આ દેશમાં મુરલીધર મોહનને પણ ઢીઠ થયેલા ગાંઠે એમ નથી એ વાસ્તવિકતા સમજાય ગઈ છે. ટીકાઓ મૌન રહીને સરદારજી સાંભળી શકતા અને જોક માટે કે સાચા આધુનિક અને નાગરિકહિતમાં અપાતા અભિપ્રાય માટે પાછળ પડી જાય એવા અભણ મવાલી ટોળાં - એ તજજ્ઞની લોકપ્રિયતાના અભાવે અને ધાર્મિકતા બાબતે સહનશીલ જૂની પેઢીના ગાંધીજન ( હા, આર્થિક ઉદારીકરણના જશ છતાં મૂળ એ સમાજવાદી અર્થશાસ્ત્રના જીવ ) હોઈને એમને માટે નહોતા. પણ રિઝર્વ બેંક થી યુજીસી સંભાળી ચૂકેલા વિદ્વાન અને સૌજન્યશીલ રાજપુરુષનું એક યોગદાન મારી પેઢીના ઇન્ડિયન મિડલ ક્લાસ માટે રહ્યું કે માટે ભાગે એમની પહેલી ગાડી, પહેલી વિદેશયાત્રા કે પહેલી હવાઈ સફર, પહેલું લેપટોપ, મલ્ટીપ્લેક્સ થી મોલ સુધીની તેજી બધું એમના કાળમાં થયું. આજે તો એ અર્થનીતિના પાયા પર ચણતરકામ ચાલે છે. ઉદારીકરણ સ્વ. નરસિંહરાવની દેન હતી જે મનમોહનસિંહને સક્રિય રાજકારણમાં એમની વિદ્વત્તા સાથે વફાદારીનો ગુણ જોઈ લઈ આવ્યા. એને લીધે એમને સોનિયા ગાંધીના ભરોસા સાથે વડાપ્રધાનપદ મળ્યું. એને લીધે એ કાયમ ઓછાયામાં થયા પક્ષના. પણ દેશે એક જાહેરજીવનમાં સક્ષમ કહી શકાય એવા દુર્લભ economy expert ને હંમેશ માટે ગુમાવ્યા. આવા વિચક્ષણ લોકો રાજકારણમાં આવતા નથી ને આવે તો લાંબુ ટકતા નથી. એટલે દિવંગત ને અંજલિ આપતી વખતે આવા વડીલોનું હયાત હોવું એનું મૂલ્ય પણ આપણા દેશવાસીઓ સમજે તો ઘણું ! શાંત ને સરળ રહીને વિદાયવેળાએ મતદારોની સીધી ચૂંટણી ના જીતીએ તો પણ અંતે આદર મળી શકે છે એની મિસાલ મનમોહનસિંહ આપતા ગયા ! #manmohansingh 🙏🏼🇮🇳
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Last salute to rare scholarly leader in indian politics and an expert economist #manmohansingh
Narendra Modi
@narendramodi
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.
-
jay vasavada JV
@jayvasavada
પરદેશી સોશ્યલ નેટવર્ક ને ઇન્ટરનેટ અપનાવી લેવું છે મફતમાં. પણ જરાક ક્રિસ્મસ ડેકોરેશન કે સાન્તાક્લોઝની મોજ દેખાય ત્યાં કેટલાક બુધ્ધિબુઠ્ઠા ઘોઘાઘોચૂંઓની ખાલી ખોપરીમાં સણકા ઉપડે છે. અમેરિકા જેવા દેશો તો ટિકીટ બહાર પાડે છે દિવાળી ઉપર છતાં ગોખેલા ગપ્પા ઠોક્યાં કરશે કે બીજાઓ આપણો તહેવાર ના ઉજવે તો આપણે કેમ ઉજવવો. તુલસી વિવાહ ક્યારે આવે એની તિથિ ખબર ન હોય એવા લોટાલખોટા જેમની સવાર જ ખ્રિસ્તી પાદરીના કેલેન્ડરની તારીખ સાથે પડે છે, એ એકદમ ધુપ્પલ જેવા ગપ્પા ઠોકશે તુલસીપ્રેમના ! ને આમ તો મોકો મળે તો ભણવાના નામે પણ વંડી ઠેકીને પરદેશ જતા રહેશે એટલો તો મોહ હોય છે ફોરેનનો. નાતાલ તો ચર્ચ પણ જેમણે સ્થાપ્યું નહોતું એવા પ્રેમપુરુષ ઇસુનો jnmdin છે ને એનો સંદેશ તો ભલાઈ, માનવતા અને ઉદારદિલ થવાનો છે. એમાં શું આટલી મનોરોગી એલર્જી ? આટલા બધા સમયથી એક જલસા તરીકે કિસ્મસ નોર્મલ ભારતીયો ઉજવે છે કારણ કે જીવનમાં આનંદ માટે, શણગાર માટે, બાળકોની ગમ્મત માટે કોઈ બહાનું જોઈએ. એમાં કંઈ ખ્રિસ્તી ધર્મપરિવર્તન કોઈ કરાવી નથી નાખતું. લઘુતાગ્રંથિ ને મિથ્યાભિમાનથી પીડાતા લુખ્ખેશ લપોડશંખો કીપેડ લઈને કકળાટ કર્યા કરે તો તો ભલે ધાર્મિક જડતાના અતિરેકમાં એ ટુચ્ચા સડતા. આપણે મેરી ભી ક્રિસ્મસ ને તેરી ભી ક્રિસ્મસ ! 😁🥳❄️🎉🎄🎆🎈🧑🏼🎄 ~ જય વસાવડા #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમદાવાદમાં Collab નો ઇયર એન્ડ જલસો ! જય વસાવડા સહિત અનેક લેખકોના બધા પુસ્તકો પર 25% નું તગડું ડિસ્કાઉન્ટ. ઉપરાંત પેન, રમકડાં, સ્ટેશનરી પણ વળતર સાથે. ઝટ લાભ લો 31 ડિસેમ્બર સુધીમાં !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
RIP pseudo secularism.
Manasi Subramaniam
@sorcerical
‘Language is courage: the ability to conceive a thought, to speak it, and by doing so to make it true.’
At long last. @SalmanRushdie’s The Satanic Verses is allowed to be sold in India after a 36-year ban. Here it is at Bahrisons Bookstore in New Delhi.
📸: @Bahrisons_books -
jay vasavada JV
@jayvasavada
India has lost her diamond discovery today ! Veteran filmmaker shyam benegal passed away at the age of 90 and left us with legacy of quality films from. Ankur to Mandi, Trikal to kalyug, zubeda to sardari begam, Nishant to Bhumika, bose to making of Mahatma, jhonoon to manthan and many more besides the epic series discovery of india. 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કારીગરોને સાચવવા કેવી રીતે ? સાંભળો દિગ્ગજ ઉદ્યોગપતિ અને હીરાની જેમ માણસની પરખ કરતા ગોવિંદકાકા ધોળકિયા ( shree SRK exports , Surat, MP rajyasabha) ની અનુભવવાણી .. કાકા સાથે સ્વામી માધવપ્રિયદાસજી અને જય વસાવડાના સંવાદનો આખો રસપ્રદ વિડિયો જોવા સર્ચ કરો planetjv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બારડોલીના બાએ તૈયાર કરેલી બાળાઓ જ્યારે પ્રિય બાપુનું સ્વાગત આ ગુંજનથી કરે ત્યારે દિલમાં દીવો જ પ્રગટે ને ! ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
માણસ આમ મૂળભુત રીતે એકલો જ આવ્યો છે ને એકલો જ જવાનો છે. પણ મમ્મી પપ્પા ના હોય ને સંસાર વસાવ્યો ના હોય ત્યારે એની અનુભૂતિ એ વહેલી કરી શકે છે. Rain Drops પુસ્તક મેં ગાંઠનું ગોપીચંદન કરીને આટલી ભવ્ય રીતે બનાવ્યું અને જેમણે યોગદાન કર્યું એમને ભેટ આપવાનું ને અન્ય કોઈને લેવાનું હોય તો તગડા 40% ડિસ્કાઉન્ટ સાથે મૂક્યું એ હજુ અમુક બુદ્ધિબુઠ્ઠાઓને ગળે નથી ઉતરતું કારણ કે એમનો મેન્ટલ સોફ્ટવેર જ સોદાબાજીનો છે ને એમ જ બીજાને ખુદના ભોગે કશું આપતા કે કોઈ મોજને તબિયતથી ઉજવતા એ કદી પોતે શીખ્યા જ નથી.
પણ આ અમદાવાદના લેકચરમાં પ્રિય બાપુની હાજરીમાં જે ટૂંકમાં કહ્યું ( આખો વિડિયો planetjv પર ) એનો સાર જ એ છે કે એક વ્યક્તિ જેની પાસે આર્થિક રીતે આરંભે કશું જ ન હોય, ઊલટું દેવું હોય. પણ સરસ ઘડતર જીવ રેડી મા બાપ કરે એના જોરે સારા માણસો મળતા જાય યાત્રામાં તો એક સુખની સફર ખેડી શકે છે. તમારા સ્વભાવની મીઠાશ જેન્યુઇન ને ગમતા કામ પાછળની નિષ્ઠાથી કેળવાયેલી આવડત અને મહેનત મજબૂત એકધારી હોય તો એના પડઘા પડે જ છે. એક સમાજના ચોકઠાંમાં મિસફિટ એવા જય વસાવડા અમુક ને ભલે ના ગમે કે ઇરીટેટિંગ લાગે, પણ લોકપ્રિય કે સફળ જેવા લેબલ લાગે એ માટે માર્ગમાં મળેલા #jvlovers નું મૂલ્ય જેવુંતેવું નથી. એમના ઋણસ્વીકારનો આ જલસો છે.
આ મહિનાના અંત સાથે એની જન્મદિને શરૂ થયેલી સ્કીમનો પણ અંત આવી જશે. લેવું હોય તો લિંક આ રહી. ના લો, તો પણ જોજો જરૂર. વખોડવા કરતા વ્હાલ કરવાવાળા થોકબંધ મળે છે, એના પાને પાને મેઘધનુષી પુરાવા મળી જશે !
navbharatonline.com/authors/jay-vasavada/rain-drops.html
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ચાહ રહી, વાહ રહી, ઉસ્તાદ ના રહ્યા ! RIP #zakirhussain
-
jay vasavada JV
@jayvasavada
આજે સરદારનો એવો નિર્વાણદિન જે સરદાર@150 ના ગાળામાં આવે છે. ત્યારે સ્મરણ કરીએ એમના કડક પણ રમૂજી વ્યંગનું અને કર્તા કરતા કર્મ પર કેન્દ્રિત અભિગમનું ! #sardarpatel #gandhi
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ખામીઓ માટે બેશક આલોચના કરી શકાય કે સાવચેત થી શકાય પણ દરેક વાતમાં ટેકનોલોજી કે ફોન જેવી નવી સુવિધાઓને દોષ દેવા જેવા જડસુ જુનવાણી થવાની જરૂર નથી. યાદ રાખો કુદરતનો કાનૂન છે : સતત ઉત્ક્રાંતિ. અપગ્રેડ ના થાય એ આપોઆપ ડાઉન થઈ જાય !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઓશો 600 જેટલા પુસ્તકો થાય એટલું બોલ્યા. અને કેવી અદભુત રેન્જ. કેટકેટલા વિષયોને વિજ્ઞાનથી વેદ સુધી અવનવી વિગતો, ટૂચકાઓ, કાવ્યો સાથે મૌલિક ન્યાય આપે ! પણ મારી નાનકડી પણ ઝીણી નજરે ઓશો મૂળભૂત પાંચ જ વિષય પર બોલ્યા છે. કએ પંચામૃત ક્ર્યું? જુઓ આ રીલ... #jv #osho #birthday
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Yeah.
Alok Tiwari
@aloktiwariup43
We demand justice for #atulsubhash, as countless similar cases against men remain unnoticed, highlighting the alarming rise in such incidents and the delays in the Indian judiciary system.
#justiceforatulsubhash -
jay vasavada JV
@jayvasavada
જીવનમાં આગળ વધવા લાલ પાટિયાંવાળી બસ થાવું !
-
jay vasavada JV
@jayvasavada
4 કિલો જેટલું વજન ધરાવતું Rain Drops પુસ્તક ખરેખર તો ગુજરાતી ભાષાનું ગ્લોબલ સન્માન છે. એક સાવ સામાન્ય સ્થિતિથી પ્રેમાળ માતાપિતા સંતાનનો મુક્તિ, મસ્તી અને મેધા સાથે ઉછેર કરે તો એના તેજમાં કેટલા બધાની લાગણીનો ભેજ ભીંજવતો હોય એનો સબૂત છે. એટલે જ નસો તોડીને પહોંચી ના વળાય ને લખનાર તમને તો મફત આપવાની નેમ છતાં બેનમૂન રંગીન સજાવટ સાથે મોટી સાઉઝના આર્ટ પેપરમાં તૈયાર કરાવ્યું. કારણ કે જગત આખામાં કોઈ લેખકની ગોલ્ડન જયુબિલી માટે આવા ઉમળકાથી આટલા બધા વૈવિધ્યસભર સ્વજનો - ચાહકોએ લખ્યું નથી. શુભેરછા સંદેશ તો ઓછા છે, અસલી વ્યક્તિત્વની પહેચાન કરાવતા લેખો ઝાઝા છે. આ પુસ્તક પુરાવો છે કે સ્વભાવની સારપ રાખો ને મિજાજમાં મક્કમ રહો, રસિક રંગીન રહીને અને અભ્યાસ પ્રવાસનું તપ કરીને નીતિથી કંઇક ઉપયોગી થવાની કોશિશ કરો તો ધાર્યા બહાર અનેક લોકો તમને કેટકેટલી રીતે પ્રેમ કરે, તમારી છાપ કેટલા હૃદયો પર કાયમી રહે. એટલે આ મારો નહિ, પણ સહુએ મારા પર વરસાવેલા વ્હાલનો ઉત્સવ છે. આવી અનોખી યાત્રા કરો તો કાંટા કરતા સુગંધિત કોમળ ફૂલો અનેકગણા વધારે મળે એ વાત ઘાટી થઈને ઘંટારવ બને એ બતાવવા આવું સજાવ્યું છે. લખ્યું છે એમાંથી લગભગ અડધાને તો પહોંચાડ્યું છે. બાકીના ને યથાસમય મળતું જશે. કાલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરમાં સાંજે આવીશ ત્યારે પણ સાઈન કરી દઈશ લેક્ચર પછી ( હોલ A ) બાકીના ખરીદવા ઈચ્છતા હોય એમના માટે લિંક આ રહી :
navbharatonline.com/authors/jay-vasavada/rain-drops.html
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવો મળીએ. એક સરસ ઉપયોગી વિષય પર વાત કરવાનો છું અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેરમાં. હોલ A, રિવરફ્રન્ટ. 8 ડિસેમ્બર રવિવારે સાંજે 5 વાગે. અને પછી નવભારતના સ્ટોલ નંબર 43માં થોડી વાર બૂક સાઈન માટે હોઈશ. #jv
-
jay vasavada JV
@jayvasavada
રાજકોટ પ્રિય મોરારિબાપુની માનસ સદભાવના રામકથાનો લાભ સમાજસેવા માટે શ્રમ કરતા વિજયભાઈ ડોબરિયા અને એમની ટીમને તો મળ્યો. પણ મારા માટે પ્રિય બાપુએ વ્યાસપીઠ પરથી પપ્પા વિશેની જે સાહેદી પૂરી, એ ફળશ્રુતિ. સાંભળો આ વિડીયોમાં.
મને યાદ છે, પપ્પા બીમાર હતા ને હું સતત એમની જોડે ખડે પગે અડીખમ હતો પણ ડૂબતું જહાજ જોઈને જે અજંપો હતો, એ પ્રિય બાપુએ પપ્પાના અવસાન બાદ ખબર પૂછવા કોલ કર્યો ત્યારે ઠલવાઈ ગયો ને હું પપ્પાને રામનામી ઓઢાડી વિદાય આપી એમ કહેતા એમાં રોઈ પડેલો. બાપુ પણ સંવેદનાનો સાગર. ફોન પર ગળગળા થઈ ગયેલા. એમણે એટલું જ કહ્યું હું આવું છું.
મને તો પછી ખબર પડી કે બાપુએ ભંડારો કરેલો કોઈ સાધુ માટે થાય એમ પોતાના તરફથી મારા પપ્પાના નામે. અને એની પ્રસાદીના લાડુનો ડબરો લઈ એ પોતે ઘેર આવ્યા ! હું નીચે ગયો. લિફ્ટમાં જેન્તીભાઇ ચાંદ્રા જોડે બાપુ ને હું હતા. મેં કહ્યું કે બાપુ મમ્મી અને હવે પપ્પા પણ ગયા. બાપુએ પ્રેમથી એટલું જ કહ્યું " હું બેઠો છું ને".
મારા માટે જ નહિ, એમને ચાહતા તમામ પારવેડાંના બાપ છે આ બાપુ. કલ્યાણ માટેનું એમનું વાત્સલ્ય માનવતા માટે છે. ઉપર આવી એ સીધા પપ્પાના ઓરડામાં ગયેલા.થોડી વાર ખાલી પથારી પાસે મૌન ઊભા રહ્યા. પછી મારા ખભે હાથ મૂકીને એટલું જ બોલ્યા કે "મા-બાપની આમ પ્રેમથી સેવા કરવી એ આકરી કસોટી છે. આ પણ એક તપ છે. ભલે બીજી પૂજા ના કરી હોય, આ તપ કર્યું છે તમે!"
હજુ પણ બાપુ આ જ સંદેશ આપે છે. હા, મારા મા બાપનો બિનશરતી અને કોઈ બંધન કે અપેક્ષા વિનાનો સહજ સ્નેહ જ એટલો હતો કે એમના માટે તો સ્વયંભૂ થઈ જાય મારાથી, એ બધું ઓછું જ પડે. પણ ત્યારે ય વિડિયો એટલે મૂકતો કે કોઈને દિલમાં રામ વસે. આજે પણ આ એટલે જ મુકું છું.
જય સિયારામ. #moraribapu #parents #માબાપ #વૃદ્ધ
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
મેં પૂછ્યું કે 'શું નડે છે - રાહુ?'
તો મા'રાજ ક્યે : "તને નડતા તારા બાહુ, ......
માણસને તું ઓળખ્યા વિના
બાથમાં ભરી લઇ કહેતો કે - હું તને ચાહું !"
(રમેશ પારેખ) -
jay vasavada JV
@jayvasavada
ચાલો, આજે આ અગત્યના સંદેશમાં સહયોગ આપીને થોડા અંધારા ઉલેચવામાં મદદ કરીને અજવાળાને આવકાર આપીએ... જુઓ આ વીડિયો..
સંપર્ક : 8980939394 ( સંદીપ રામી )
#internationaldayofpersonswithdisabilities #blind #પ્રજ્ઞાચક્ષુThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
વીસ સેકન્ડમાં પ્રેમ બાબતે એક જોરદાર વાત ! 💘
-
jay vasavada JV
@jayvasavada
" જયભાઈ, આ તો મહેફીલ થઈ ગઈ !"
પ્રિય મોરારિબાપુ હસતા હસતા કાયમ કહે કે ગાંધીબાપુ સ્વાદમુક્તિની વાત કરે તો આપણે સ્વાર્થમુક્તિ કરવી પણ સ્વાદનો રસ તો માણવો. હું ગોંડલમાં મોટો થયો હોઈ મને ત્યાંના ફાફડા દાઢે વળગેલા. ગોંડલ બાપુની કથા હતી ત્યારે નાનો મનોરથ કે બધાને ત્યાં લાઇવ ફાફડા જલેબી ખવડાવીએ જે જલારામબાપાના સદાવ્રતી વીરપુરના ઉતારે સાકાર થયેલો. રાજકોટની માનસ સદભાવના રામકથામાં વૃક્ષો ને વૃદ્ધો વિશે અદભુત વાતો કરતા અચાનક બાપુએ વ્હાલથી મને પોકારીને કહ્યું કે "ઘેર ગંગાજળમાં બનેલા ગાંઠિયા ને ચા પીવા આવું અનુકૂળતાએ"...
આ l તો હરખના હીંચકા ! અતિવ્યસ્ત કાર્યક્રમ છતાં પ્રિય બાપુ સામે ચાલી ઘેર પધાર્યા. જોડે અમારા વ્હાલા સદા સંગાથી રૂપેશભાઈ, સંગીતની દુનિયાના નિલેશભાઈ, સતત હૂંફ આપતા નીરજભાઈ ચાંદ્રા, લંડનના લોર્ડ ડોલરભાઈ, આત્મીય મહેન્દ્રભાઈ, પ્યારા ભરતભાઈ અને અન્ય મિત્રો. અગાઉ એમણે કોલ કરેલો એટલે ગોંડલથી સ્વ. ધીરુભાઈ કંદોઈ ( કોલેજ ચોક )નો પરિવાર ગંગાજળમાં લાઇવ ગાંઠિયા ને જલેબી બનાવવા હાજર. અમારા જય કેટરિંગના ભાવેશભાઈને ચાનું સોંપ્યું ને આશુતોષ આઈસ્ક્રીમવાળા ગંગાજળ/ગાયના દૂધનો આઈસ્ક્રીમ લઈ પહોંચ્યા. મિત્રો, સ્નેહીઓ ને બાપુના ફ્લાવર્સ માટે ગરમાગરમ નાસ્તો. મામી તો હોય જ. મિત્રો પરિવારજનો પણ બધા દોડીને આવ્યા. થયું કે રાજકોટના આંગણે બાપુની રામકથા છે તો આપણે નાનકડી ઘરમેળે ઊજવણી કરીએ.
સ્વજનો તો છલકાયા ને સાંઈરામ તો નીચે બેસી ગયા, સુરતથી કાનજીભાઈને મિત્રો પહોંચ્યા ખાસ. નડિયાદથી હસિતભાઈ આવ્યા. બીજા બધા નામો દિલમાં છે એવા પણ હાજર. પણ નીચે બાપુને બધા જોઈ શકે એ માટે હિંડોળો રાખ્યો ત્યાં તો પ્રિય કંઠકલાધર ઓસમાણ મીર અને એમના તેજસ્વી ચિરંજીવી આમિર મીરે સહજ એમ જ કોઈ તૈયારી કે માઇક વિના રમઝટ બોલાવી દીધી ! જોરદાર જમાવટ , જાનદાર જલસો. રિમઝિમ ક્રિએશન્સની બધી બુકના ડિઝાઇનર દોસ્ત ગિરીશ ચૌહાણે પ્રિય બાપુનું રંગીનસંગીન ચિત્ર દોર્યું કે એમને ભેટ ધર્યું. ( સદાય નેપથ્યમાં રહેતા નિલેશભાઈ ઝડપી લે આવી પળો !) પ્રજ્ઞાચક્ષુ ચાહકો પણ આવેલા. અમારી ઢીંગલી પ્રથા પણ ત્યારે જ 9 મહિનાની થઈ. પ્રસન્ન થઈને બાપુએ સ્મિત કર્યું... બસ એમની અમીદૃષ્ટિનો રસ એ તો આપણે માટે જીવતરનો કસ !
ઓસમાણ મીર ને પ્રિય મોરારિબાપુ લાડથી આસમાન કહે. પણ એના હોનહાર ચિરંજીવી આમિર મીર પણ ગાયકીની બારિકીમાં અમીર નીવડીને આસમાનમાં ઉજાસ ફેલાવી રહ્યા છે ! આ સરળ અને વિનમ્ર બાપ દીકરા કાલે ઘેર હંમેશ મુજબ ભાવથી આવ્યા. પ્રિય બાપુ માટે ખાસ ગોંડલથી બોલાવીને ગરમ ફાફડા જલેબી મરચાં ચા આઈસ્ક્રીમ નું હરખથી નોતરું હતું. બાપુ રાજકોટ રામકથા કરવા આવે તો એમને ગમતો સ્વાદ એ જેમને ગમતા હોય એ બધા જ સાગમટે માણે એવી નેમ. અગવડો તો ઘણી. મારો તો નાનકડો ફ્લેટ. નીરજભાઈ ને રૂપેશભાઈએ બાપુના નાસ્તા બાદ નીચે પાર્કિંગમાં બેસવાનું સૂચન કર્યું. પણ ચાહકો સ્વજનોની દર્શન માટે ભીડ વધતી જ ગઈ ! છતાં સાગરપેટા અમારા બાપુ ધૈર્ય, ઔદાર્ય, માધુર્ય સાથે થોડું બેઠા ને બાપ દીકરાએ ગાયું તો તો જાણે આંગણે કલ્પવૃક્ષ રોપાયું ! પ્રિય મોરારિબાપુનાં પ્રિયચરણ અમારે આંગણે અને ઓસમાણભાઇ તથા આમિર મીર બાપબેટાની સહજ ભાવથી જુગલબંધી એમની સ્વરપૂજા જાણે !
આમ જ એમની કૃપા વરસતી રહે એનો સ્વાદ તો ફાફડા મરચાં જલેબી ચા આઈસ્ક્રીમ થી પણ વધુ કોઠો ટાઢો કરે કાયમ માટે. આ બાપુ બોલ્યા એ આરંભે પહેલી લીટી લખી એ વાક્ય સાથેના સ્મિતનો સ્વાદ રહી જશે કાયમ યાદ !
જય સિયારામ 🙏🏼
~ *જય વસાવડા* #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સનાતન સનાતન બધા સમજ્યા વગર પણ જોશમાં કરે છે, હોશમાં આવો તો એનું ખરું ત્રિભુવન તો આ ત્રણ ચરણમાં છે ! 🥰 #sanatan #bharat #india #culture #religion #dharma ( આખો વિડિયો જોવા સર્ચ કરો : planetjv )
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ભેંસની જેમ તમાકુ ભચડતા, દૂધના મીઠા માવા મૂકી પ્લાસ્ટિકમાં ગંધાતા માવા ચોળતા, ગીતા-હનુમાન ચાલીસાના ગુટકા મૂકીને કેન્સરના દમવાળા ગુટકા ચાવ્યા કરતા ટોબેકોટોપરાવ માટે ત્રણ શબ્દો જોડીને ઉતારેલો ઇન્સ્ટન્ટ ચાબખો 😉😜🤪😂🤣 #fun
-
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ 12 વર્ષ બાદ રાજકોટના આંગણે #ramkatha કરવા આવ્યા છે ત્યારે ટૂંકમાં મારી નજરે એમની અનોખી વ્યાસપીઠનું પંચામૃત ફકત 90 સેકન્ડની મર્યાદામાં. જગત આખામાં સિંહાસનો બહુ હશે, પણ વ્યાસપીઠ માત્ર એક ભારત દેશ પાસે છે. અને એમાં પણ મોરારિ બાપુની વ્યાસપીઠ એકમેવ અનન્ય અજોડ છે, કારણ કે એ કેવળ વ્યાસપીઠ નથી... સત્ય, પ્રેમ, કરુણાની સનાતન મંગલ વિદ્યાપીઠ છે. ભારતની સર્વસ્વીકારક સર્વસુધારક સર્વઉદ્ધારક સ્નેહસંસ્કૃતિનો શિવપ્રાણ છે, અવનવા અભૂતપૂર્વ પ્રયોગોનો યોગ છે ! ❤️🙏🏼 જય સિયારામ.
~ જય વસાવડા #jv
#moraribapu #india #humanity
#This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રાજકોટના આંગણે પ્રિય મોરારિબાપુની સદભાવના રામકથા ! 23 નવેમ્બર શનિવારે સાંજે 4 વાગે શુભારંભ અને પછી 24 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રોજ સવારે 10 વાગ્યાથી બપોર સુધી.
બાપુ તો વર્ષોથી કોઈ કથામાં કશું લેતા નથી. હા, માનવમહેરામણ ઉમટી પડતો હોઈને આયોજન માટે ખર્ચ થાય એ સ્વાભાવિક છે. પણ વિજયભાઈ ડોબરિયા અને એમની ટીમ જે પ્રચંડ પરિશ્રમ કરે છે વૃક્ષો અને વૃદ્ધો માટે, એમાં બાપુ જરૂર એમનો સારો સેવાસંકલ્પ વિરાટ બની વિસ્તરે એ માટે આપવા અને સાત્વિક દાનની પ્રેરણા આપવા આવ્યા છે. એમની દરેક રામકથાની માફક અહીં પણ સર્વે ભાવિકો માટે કથા બાદ સહજ નિ:શુલ્ક પ્રસાદની વ્યવસ્થા તો છે જ. હું બાપુની કથાઓમાં યથાશક્તિ સમય મળ્યે જતો હોઉં છું. આ આયોજન મહાબલિ સ્તરનું છે રાજકોટમાં આવો ઉમંગ અભૂતપૂર્વ છે, જેમાં આયોજન સાથે જોડાયેલા મિત્રો પ્રેમભર્યા સ્વાગતનો રંગ પૂરે છે. જાણે આ વર્ષે વરસાદમાં ખોવાયેલો શ્યામનો મેળો હવે રામના ગાન માટે ભરાવાનો છે, જેમાં સત્ય,પ્રેમ, કરૂણાની અમીધારા વરસવાની છે. ♥️🙏🏼❤️
બસ, પધારો અમારા રંગીલા રાજકોટમાં, કોઈ સારી સાચી સદભાવના સાથે માણસ જોડાય એવું માનસ કેળવવા માટે... જય સિયારામ. 🪷
~ જય વસાવડા #jv #moraribapu #ramkarha #rajkot #sadbhavna #વૃક્ષ #વૃદ્ધાશ્રમThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જીવનમાં આગળ વધવાની એક અગત્યની ગુરુચાવી !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
હું થોડા દિવસો અગાઉ સ્ટોકહોમ એરપોર્ટ પર હતો ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સાહેબનો કોલ આવ્યો. સાહજિક રીતે જ એમણે પૂછ્યું "તમારું પુસ્તક આવી ગયું, એ જાણ્યું. ક્યાંથી મળે?" મેં કહ્યું કે "સાહેબ, આપની તો શુભેચ્છા પણ રેઈન ડ્રોપ્સમાં મોખરે છે જ. પણ રૂબરૂ દેવા આવવાનો વિચાર છે, એમ જ મોકલી દેવામાં અવિવેક લાગે." પાટિલસાહેબે તરત જ કઈ તારીખે સુરત છો એમ પૂછ્યું. લગ્નપ્રસંગે 17 તારીખે આવવાનો એમ કહેતા કહ્યું. "જરૂર ત્યારે મળીએ."
આ 17 નવેમ્બરના રવિવારે કોલ કર્યો, તો તરત એમણે જ ઉપાડ્યો. એમને એક વાગે એરપોર્ટ પહોંચવાનું હતું, પણ એ પહેલા આવી જવાનું કહ્યું. હું પહોંચ્યો. એમની ઓફિસ તો આમ પણ iso standard માટે વિખ્યાત છે. નવું હાઈ ટેક અને સોહામણું વર્ઝન જોવા મળ્યું. કેટલાય સામાન્ય અરજદારો ત્યાં આવે પોતાના પ્રશ્નોને લઈને. નજર સામે ફટાફટ એનો નિકાલ થતો જોયો. દૂરથી આવેલાને ચા જ નહી, નાસ્તો કે ભોજન પણ. હું પહોંચ્યો ત્યારે સાહેબ પોતે જમતા હતા. પણ જમતા જમતા ફોન લઈ મને ઉપરના માળે બોલાવી લીધો. એમની ચેમ્બરમાં સન્માનપૂર્વક બેસાડ્યો ત્યારે એકલો જ હતો. સામે ગુજરાતનો વિશાળ નકશો ને દરેક વિસ્તારના ધારાસભ્યોના ફોટા !
સાહેબ સાથે ત્યારે બેઠેલા સુરતના પૂર્વ મેયર અને ઘણા કાર્યક્રમોમાં સાથે સરસ વાતો કરી છે એવા નિરંજનભાઈ ઝાંઝમેરા હતા. પોતે અચ્છા વાચક. મને ભાવથી એ લેવા આવ્યા. પાટિલસાહેબ ખૂબ ઉમળકાથી મળ્યા. મને તરત સોફા પર બાજુમાં બેસાડ્યો. પુસ્તક સાથે ફોટો પડાવ્યો એ ગણતરીની મિનિટોમાં ફ્રેમ કરી ભેટ આપ્યો ! દળદાર ગ્રંથ એમણે રસથી જોયો. પીએને બોલાવી પોતે વાંચી શકે એમ રાખવાની સૂચના આપી. અન્ય ઘણા એમને મળવા આવતા હતા. મેં કહ્યું કે હું રજા લઉ તો પણ હસીને હાથ પકડી બેસાડી દીધો ને કશુંક લેવા કહ્યું.
બ્લેક કોફીની ચૂસ્કી સાથે એમણે ત્યાં બેઠેલા અન્ય આગેવાનોને ભાવથી મારો પરિચય કરાવ્યો. અમારી ઓળખ વર્ષોથી રાજકારણની નહી. શબ્દ અને સાહિત્યની. મારા પ્રવચનો અને લેખો થકી એમને જૂનો પરિચય. બીજાને પણ સાંભળવા નિખાલસતાથી કહે. પાટિલસાહેબ સાહિત્યરસિક. મારી ઘેર પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદની પ્રથમ રાજકોટ મુલાકાતમાં અન્યત્ર મોડું થયું તો ભોજન ટાળીને ખાસ ઘેર આવેલા. ત્યારે પણ મારી લાયબ્રેરી રસપૂર્વક નિહાળેલી અને પપ્પાના ખબર પૂછેલા. આ વખતે પણ અમારે નગીનદાસ સંઘવીની વાતો થઈ. એમને ગમતા લેખકો હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની કૃતિઓ અને એના વર્ણનો બાબતે વાત થઈ.
ત્યાં ઉપસ્થિત સુરતના ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય સંગીતાબહેનને મારો પરિચય આપતાં પાટિલસાહેબ ખડખડાટ હસતા કહે, "આ જય વસાવડા વાતો બહુ રસિક કરે છે, નખશિખ નાયિકાઓના વર્ણન કરે છે. પણ મારી ફરિયાદ છે કે પરણતા નથી !" આવા સરસ હળવા મૂડમાં પણ વેઇટ લોસ બાબતે એમના પરીચિત ડોક્ટરસાહેબની વાતો પર્સનલ કન્સર્ન રાખીને કરી.
Rain Drops માં આવા અઢળક અંગત સ્નેહની વર્ષા છે, એટલે જ એના ભાવની ભીનાશથી એ વધુ ચમકે છે, કેવળ કલરફૂલ આર્ટ પેપરથી નહિ ! હું પોસ્ટ મુકું એ પહેલા તો ત્વરિત નિર્ણયમાં માનતા સાહેબે જ સોશ્યલ મીડિયામાં આ ફોટો ખુદ શેર કરી દીધેલો ગઈ કાલે ! Thanks for such honor @CRPaatil sir.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
આ દેવ દિવાળીએ ગંગાકિનારેથી સીધા અમદાવાદ આવેલા પ્રિય બાપુના શુદ્ધ હાથે સુભાષ ભટ્ટના “રૂમી” અને જય વસાવડાના “રેઈન ડ્રોપ્સ” પુસ્તકનું નેહલ ગઢવીના સંચાલન સાથે નવભારત પરિવાર દ્વારા “પ્રેમાર્પણ” થયું હતું એનો હરખ.
ઉમળકાનો ઉત્સવ. સ્વજનો સાથે.
આ રહ્યો યજમાન કોલેબ પરિવારે તૈયાર કરાવેલો ઝળહળ ઝલક આપતો પૂરો વિડિયો. ગમે તો શેર કરો. એક અણમોલ સંભારણું મારા અનેક વ્હાલા સ્વજનોના સંગાથમાં બાપુએ આંખોથી, શબ્દોથી, સ્મિતથી રૂમાની રેઈનમાં તરબોળ કર્યા અને સેંકડોની સંખ્યામાં લગ્નગાળા ને વેકેશનમાં છેલ્લા દિવસોમાં માત્ર સોશ્યલ મીડિયા પોસ્ટથી ઉમટી પડેલા વ્હાલા વ્હાલીઓએ પ્રેમથી તરબતર કર્યા એનું ! ❤️
#jv #moraribapu #rumi #raindrops #subhashbhatt #collab #gujarati #booksThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Yeah.
Horace Dodd
@horacedodd
we will never see anything like the “3 Mike’s”, Tyson, Jordan, Jackson…ever again.
-
jay vasavada JV
@jayvasavada
આવો રસ પડે તો...
youtu.be/em3KXm83kP4 -
jay vasavada JV
@jayvasavada
આ જુઓ વિડીયોમાં ટુરિસ્ટ સ્પોટ પરની યુરોપિયન ચોખ્ખાઈ... નાગરિક શિસ્ત અને શાસનનું અનુશાસન બયાન કરતી ! આપણે ફોરેનથી સોફ્ટ ડ્રીંકસ ને ફાસ્ટ ફૂડ અપનાવવા છે, પણ સમયપાલન અને સ્વચ્છતા નહિ ! સ્ક્રીન પર દેખાતું અંગ પ્રદર્શન ગંદુ લાગે છે, પણ નજર સામે દેખાતી ગંદકી ખટકતી નથી ! 🤔 #clean #green #environment #india #europe #pollution #desipline
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિબાપુ • સુભાષ ભટ્ટ • જય વસાવડા • નેહલ ગઢવી
"વિચાર વધામણાં" : "રૂમી"ના Rain Drops.
કોઇ એન્ટ્રી પાસ કે એન્ટ્રી ફી નથી, રજીસ્ટ્રેશન નથી. અને ક્યાંય આ કાર્યક્રમનું ઓનલાઈન લાઇવ પ્રસારણ પણ નથી. બસ, રૂબરૂ તમામ રસિકજનોનું હાર્દિક સ્વાગત છે. આવો પરિવાર મિત્રો સહિત જલસો કરીએ.
સ્થળ: પંડિત દીનદયાળ હોલ, બોડકદેવ, રાજપથ ક્લબ પાસે, અમદાવાદ.
સમય: સાંજે 7 થી 9
તારીખ : 15 નવેમ્બર, 2024, શુક્રવાર...
#moraribapu #rumi #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
*બરફની વચ્ચે હેતની હૂંફ : ફિનલેન્ડમાં જય વસાવડાના ગુજરાતી પ્રવચન ને હકડેઠઠ ચાહકોનો વન્સ મોર !*
ફિનલેન્ડ ગુજરાતી સમાજે 3 નવેમ્બરના રોજ દિવાળી સ્નેહ મિલન ગોઠવ્યું. પણ એની વાત કરતા પહેલા ફ્લેશબેક: સૌરાષ્ટ્ર ટ્રસ્ટ (જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર, વ્યાપાર) ના મેનેજિંગ ટ્રસ્ટી ને પરમ મિત્ર તથા ઉમદા માનવી એવા હાર્દિક મામણિયાનો એક નવતર વિચાર. પરદેશમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના જતન માટે "ગુજરાતી એટલે ઉત્સવ" કાર્યક્રમ કરીએ. કોઈની ટીકા વિના આધુનિક રીતે ગુજરાતી માટે પ્રીતિ નવી પેઢીમાં જગાડવાની એમની નેમ. એમાં જોડાયા ટ્રસ્ટીમિત્ર, મોજીલા માણસ સંજય એંકરવાલા. ક્ચ્છ ટુરિઝમનું પ્રમોશન પણ મોશનમાં. દર વર્ષે પ્રકાશનોની જાહેરાતની આવક પણ ટ્રસ્ટ પરનો ભરોસો સમજી દસેક કરોડનું દાન આપતા હાર્દિકભાઈ દ્રઢનિશ્ચયી. ફટાફટ અમલ એમનો સ્વભાવ. એટલે પહેલો પ્રોગ્રામ પેરિસમાં નક્કી થયો. હાર્દિકભાઈએ મને એમાં મુખ્ય વક્તવ્ય માટે કહ્યું.🙏🏼
થોડા મહિના પહેલા જ પ્રિય મોરારિબાપુની કથામાં હું નોર્વે ગયેલો. વળતા સ્વભાવવશ હેલસિન્કી રોકાયેલો. એમાં ત્યાંનો એક વિડિયો અપલોડ કરેલો એ જોઈ ત્યાં રહેતા ને મારા જૂના ભાવક કૃતાર્થ વસાવડાએ મારો સંપર્ક કર્યો ને છેલ્લે જતો હતો ત્યારે અમે મળ્યા. બહુ મજાના જ્ઞાની ને વ્યવસ્થિત યુવાન. પેરિસ જવાનું હતું તો એ વીક એન્ડમાં કૃતાર્થભાઈનો પણ સ્વાભાવિક ઉત્સાહ હતો સ્વાગતનો અને હાર્દિકભાઈએ તરત હા પાડી. હું તુલસીપત્ર જેવો નિમિત્તમાત્ર પણ એક ડિવાઈન ડિઝાઇન રચાઈ ગઈ ! બાપુની કથાથી ફિનલેન્ડમાં કડકડતી માઈનસ ડિગ્રી ઠંડીમાં દિવાળીની જાહેર આતશબાજીના સાક્ષી બનવાની !😍
ફિનલેન્ડ ગુજરાતી સમાજની આતિથ્ય યાદગાર રહ્યું. બધા યુવાન મિત્રો. કૃતાર્થભાઈ જોડે કુશ, ચિરાગ, ડેનિશ અને જય એરપોર્ટ પર હોંશે હોંશે મળ્યા. સરસ હોટલ. ઉત્તમ આયોજન. પ્રોપર ઓડિટોરિયમમાં પૂરા સન્માન સાથે ગુજરાતી હોવાનો ઉત્સવ મનાવાયો. હું તો માબાપના આશીર્વાદથી ચિક્કાર ફર્યો છું. દેશ પરદેશમા અઢળક કાર્યક્રમો કર્યા ને જોયા છે, પણ બહારના કલાકારો વિના જાતે જ તૈયાર કરેલો ફિનલેન્ડ ગુજરાતી સમાજનો કલ્ચરલ કાર્યક્રમ તો બીજા માટે મિસાલ બની શકે એટલો અફલાતૂન ! 👌🏼
બે કલાકના એ પ્રોગ્રામ બાદ પણ સવા કલાક સુધી મને ધોધમાર સ્નોફોલની જેમ વરસવાની મજા આવી. ને હોલ ફૂલ હોઇ ઉભા ઉભા પણ મજા માણતા 450+ ના ઓડિયન્સે એવો તો ઉષ્માભર્યો રિસ્પોન્સ આપ્યો કે સ્વયંભૂ સ્ટેન્ડિંગ ઓવેશન તો ખરું જ, પણ તાળીઓ સીટીઓ સાથે પ્રવચનમાં વન્સ મોર ! ફરી આવવાના વચન સાથે પુરી કલાક હતા મોઢે બધાનો ઉમળકો ઝીલતા ફોટા પડાવ્યા અને નૂતન વિક્રમ સંવત જાણે મરક મરક હસી પડયું હોય એવા સુગંધી સ્મરણો જુઓ છેક છેલ્લે સુધી અહીં. ❤️
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
લાભ પાંચમને શુભ પાંચમ કેવી રીતે બનાવી શકાય ? નાનકડી પણ ખુશી માટે અગત્યની વાત. ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
બાળપણની દિવાળીની સ્મૃતિસફરની બે રીલ છેલ્લા બે દિવસમાં મૂકી. ના જોઈ હોય તો જોજો. આજે ભાગ ત્રીજો અને છેલ્લો. #diwali #nostalgia
-
jay vasavada JV
@jayvasavada
કેવું હતું બચપણની દિવાળીનું ગળપણ ? કાઠિયાવાડના નાના ગામમાં મધ્યમવર્ગના પરિવારો કેમ દિવાળી ઉજવતા ? ત્રણ ભાગમાં વહેંચાયેલા સ્મરણ રીલનો ગઈ કાલે ભાગ પહેલો મૂકેલો. આજે ભાગ બીજો. #diwali #nostalgia
-
jay vasavada JV
@jayvasavada
કેવું હતું બચપણની દિવાળીનું ગળપણ ? કાઠિયાવાડના નાના ગામમાં મધ્યમવર્ગના પરિવારો કેમ દિવાળી ઉજવતા ? ત્રણ ભાગમાં વહેંચાયેલા સ્મરણ રીલનો આજે ભાગ પહેલો. #diwali #nostalgia
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
શા માટે મોટા ભાગના પ્રાચીન ઉત્સવો 5 દિવસના હોય છે ? નવા વર્ષની શરૂઆત કરીએ આ આસાન છતાં રસપ્રદ એવા પ્રકૃતિના વિજ્ઞાનની સંસ્કૃતિ પર અસર સમજાવતા જ્ઞાનથી. નૂતન વર્ષાભિનંદન ✨❤️🎉 #festival #diwali #egypt #pagan #culture #sun #moon #year #calander
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
HNY ✨
-
jay vasavada JV
@jayvasavada
આવો મળીએ, આજે સાંજે પેરિસમાં....
-
jay vasavada JV
@jayvasavada
આ આખો વિડિયો તો ચાર વર્ષ પહેલાં બનાવેલો. બહુ જ રસપ્રદ છે કે કેમ ધોકો દિવાળી બાદ અવારનવાર આવે ને પડતર દિવસ કઈ રીતે આપણા મહાન વારસાનું મહિમાગાન કરે છે ? સનાતનના નામે અભિમાન જ કર્યા કરનારાને આપણું જ આવું અદભુત જ્ઞાન હોતું નથી. પંચાંગ એટલે શું ? સમજો આ રીલમાં અને પછી છેલ્લે આપેલો QR કોડ સ્કેન કરીને સાંસ્કૃતિક તહેવારોનું અનોખું વૈજ્ઞાનિક રહસ્ય જાણો રસાળ અને સરળ ભાષામાં એ આખો વિડિયો જોઈને. #festival #ઇન્ડિયા #science #astronomy #earth #sun #calander #diwali
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દિવાળીની શુભ સાંજે નવા વિક્રમ સંવતમાં એક સરસ કાર્યક્રમ અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર અને કોલાબ ના સહયોગથી યોજાવા જઈ રહ્યો છે, એમાં બરાબર 15 દિવસ પછીની સાંજે બધા રસિકજનોને હાર્દિક આમંત્રણ. બંને ફોટામાં પથરાયેલા કાર્ડમાં વિગતો છે. એન્ટ્રી ઓપન ફોર ઓલ ને ફ્રી છે. પ્રિય મોરારિબાપુની હુંફાળી હાજરીમાં સુભાષ ભટ્ટ અને જય વસાવડા ને વાત કરવા મળશે એનો જ અપાર આનંદ. પધારો એક સાંજ શિયાળામાં વિચારના તાપણે, પ્રેમની વર્ષામાં તરબતર થવા... ♥️
-
jay vasavada JV
@jayvasavada
લક્ષ્મી વિના તો આ સંસાર જ ના હોત ! સહુને દિવાળી શુભ મહાલક્ષ્મી મળે એ મંગળ કામના ❤️ #diwali #lakshmi
-
jay vasavada JV
@jayvasavada
બોલો આપણા કાલિકા માતાજી અને વિશ્વ વિખ્યાત રોક બેન્ડ રોલિંગ સ્ટોન વચ્ચે શું કમાલ કળાત્મક કનેક્શન છે એ જાણો છો ? વધારો જ્ઞાન માત્ર દોઢ મિનીટમાં આ વીડિયો જોઇને. શુભ કાળીચૌદશ. ❤️ #kali #rollingstones #culture #art
-
jay vasavada JV
@jayvasavada
કોણ છે જય વસાવડા ?
આ સવાલનો જવાબ ઇન્ટરનેટમાં નહિ મળે, અંતરનેટમાં મળશે. ઓળખ વગર પર્સનલ થઈ જનારની ઓનલાઇન કૉમેન્ટ્સમાં નહિ મળે, કોઈના દિલને સાચુકલી સ્પર્શી ગયેલી મોમેન્ટ્સમાં મળશે.
બધા પોતાના માપે, પોતાની રીતે, પોતાના અનુભવે, પોતાના ગજાથી કોઈની વ્યાખ્યા કરતા હોય છે. પણ નિયમિત વાચન અથવા અંગત સંપર્કથી અસલ જે જય વસાવડા છે, એની પહેચાન એટલે આ "રેઈન ડ્રોપ્સ" પુસ્તક. આમાં કેટલા ય રંગબેરંગી ટુકડા દિલ ઠાલવીને રિયલ પીપલના એકઠાં થયા છે, જે એક આખા માણસની જૂઠી અફવાઓ કે મનઘડંત અનુમાનોથી આગળની સાચી ઓળખ આપે છે !
આવી ઘટના વિશ્વભરમાં અનોખી છે કે કોઈ વ્યક્તિના જીવનનું અડધી સદીએ સરવૈયું પ્રેમના સરવાળા ગુણાકાર તરીકે એવું નીકળે, કે સ્વજનોએ બર્થ ડે ગિફ્ટ તરીકે વિચારેલી એક કૃતિ કસોટીઓ બાદ વિરાટ રંગબેરંગી ગ્રંથ બનીને અવતરે ! કોઈ પણ સર્જકના 50 વર્ષ પર જગતમાં આવું પુસ્તક બન્યું નથી, જે યશ ગુજરાતી ભાષાના સર્જકને જાય છે પહેલ કરવાનો એનો હરખ છે.
યોગદાન કરનાર તમામને તો મેં ગિફ્ટ આપવાનું નક્કી કરેલું ને અન્ય ચાહકો રસ પડે તો વસાવી શકે એ માટે ખાસ નવભારતના રોનક સાથે મળીને ફ્રી કુરિયર 40% ડિસ્કાઉન્ટ સાથે યોજના મુકેલી. એમ હતું કે કોઈ કોઈ લેશે પણ નોર્મલ ગુજરાતી બૂકની એક એડીશન પૂરી થાય, એટલી રકમની rain drops લોકોએ લીધી એવો ઉમળકાભર્યો પ્રતિસાદ જોતા હવે ધનતેરસને બદલે મોજથી છેક વોલ્ડ ડિઝનીના જન્મદિન 5 ડિસેમ્બર સુધી આ ઉત્સવ ચાલુ રાખીશું. આ પુસ્તક આમ નેવરબિફોર બેસ્ટ એવર બનાવી #jvlovers સુધી પહોંચાડવાનો મનોરથ પૂરો થયો એ જ અમારી શુભ ધનતેરસ.
પસાર થઈ શકો આ પુસ્તકમાંથી તો ખરો જય જડશે અધધધ પ્રેમથી સીંચાયેલો. એના ઋણસ્વીકાર રૂપે જ એક એક પાનું દિવાળીની આતશબાજી ને ધનતેરસની રંગોળી જેવું સજાવ્યું છે.
કોઈને ઘેર બેઠા મેળવવી કે ભેટ આપવી હોય તો આ રહી લિંક. વીડિયોમાં છેડે QR કોડ પણ છે.
navbharatonline.com/authors/jay-vasavada/rain-drops.html
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આ એક વિદ્યા બધા શીખી લે તો સરસ્વતીની સાધના કહેવાય ! શુભ વાકબારસ. ❤️ #communication
-
jay vasavada JV
@jayvasavada
1દિવાળીનો ખરો ફેસ્ટિવલ સ્પિરિટ એ કે આનંદ માણવામાં કોઈ એકબીજાથી અજાણ્યું ના રહે. બધા એકબીજા સામે વગર ઓળખાણે પણ સ્મિત ફરકાવે, બીજાની ખુશીઓને ખુદનો ખજાનો સમજે 🎉🥳🤩 #diwali #help #cherryblossom #japan #joy
-
jay vasavada JV
@jayvasavada
દીકરીઓને એકલા પ્રવાસ કરતા શીખવો. ગાયની જેમ દોરે ત્યાં જાય એવું પોચું, ડરપોક, બીજા પર આધારિત અને બહારની દુનિયામાં ઝટ છેતરાઈ જાય એવું વ્યક્તિત્વ બનાવવામાં ભણતર હશે તો ય ઘડતર નહી થાય. તકલીફોનો સામનો તાકાત મજબૂત બનાવે. સિંહણની જેમ ફાડી ખાય એવું ગર્જનદાર વ્યક્તિત્વ બનાવવા માટે એને ફેમિલી ને તથાકથિત ધાર્મિકતાની વાતોમાંથી બહારનું વિશ્વદર્શન કરાવો એ ય શક્તિ પૂજા છે. ચહેરાની સાથે ચિત્તનો મેક અપ શીખવાડો સ્ત્રીઓને. #women #empowerment #travel #life #grooming #challanges
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે ગોંડલ સ્ટેટ સ્વ. મહારાજા ભગવતસિંહજીની જન્મજયંતીએ 20 વર્ષ પહેલાં દૂરદર્શન શૂટ કરેલા પ્રોગ્રામ "આસ્વાદ"ની એકસકલુઝિવ ઝલક ખાસ થોડો સમય ફાળવીને જુઓ ને બધાને એની લિંક શેર કરો એ વિનંતી છે. આજે ક્યાં છે આવા પ્રજાવત્સલ રાજવી કે આગેવાન ? ક્યાં છે આવા જીવતરમાં સંજોગોનો તાપ લાગે તો વિસામો કરાવે એવા વિચાર, કળા, આયોજન કે દૂરંદેશીના વર્ષો ટકેલા મજબૂત થાકલા? લાઇવ પુરાવા સાથે જય વસાવડાની આપણા વારસાની એક અદ્ભુત વાત ! 👌🏼 #gondal #socialservice #royal #maharaja #farmer #public #infrastructure
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આવો પધારો આજે 11 વાગે... ગાંધીનગર. ઓપન ફોર ઓલ.
-
jay vasavada JV
@jayvasavada
કેવા મિત્રોને ખોઈ નાખવા સારા ? સાંભળો જવાબ સપના સાથેના સંવાદમાં. 😊 અને હા, આપણે સામેથી કોઈના પર પર્સનલ ના થઇએ પણ કોઈ મફતિયા સીધા માત્ર કી પેડ આવી ગયું, એટલે પર્સનલ થવા જાય તો સળીના જવાબમાં સળિયો જ ફટકારી દેતા શીખવું જ જોઈએ સ્ટ્રેસ ફ્રી લાઇફ માટે 😉😎 #socialmedia #truth #courtesy
-
jay vasavada JV
@jayvasavada
મસ્તીથી જીવવાની આ છે માસ્ટર કી !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રતન તાતાનું અદભુત એક જ વાક્ય કે જે આખી જિંદગીનો નકશો કંડારી આપે છે ! #tata #motivation #life #society #humanity
-
jay vasavada JV
@jayvasavada
SRK નોલેજ ફાઉન્ડેશન અંતર્ગત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (SRKIS) દ્વારા આયોજિત પ્રસિદ્ધ આત્મકથાઓ તથા જીવનકથાઓની પ્રસ્તુતિ - *'જીવન સાંનિધ્ય'* શ્રેણીમાં
આઠમું વક્તવ્ય:
આત્મકથા: *તારક મહેતા લિખિત - "એક્શન રિપ્લે"*
વક્તા: *શ્રી જય વસાવડા*
*(લેખક, ચિંતક અને મોટિવેશનલ સ્પીકર)*
તારીખ: *સોમવાર, 21-10-2024*
સમય: *સાંજે 5:45 થી 7:30 કલાકે*
સ્થળ: *તારામોતી હોલ, MTB કોલેજ કેમ્પસ, ચોપાટી, અઠવાલાઇન્સ, સુરત ૩૯૫૦૦૧.*
કોન્ટેક્ટ નંબર: *+91 78638 31116*
આવો સુરતના મિત્રો, ઓપન ફોર ઓલ છે. ફ્રી રજિસ્ટ્રેશન માટે લિંક : forms.office.com/r/NPzd3kCAQa. -
jay vasavada JV
@jayvasavada
પપ્પા (લલિત વસાવડા) ની શારીરિક વિદાય (20 ઓક્ટોબર 2021, શરદ પૂર્ણિમાની રાત) ને 3 વર્ષ થયા. માનસિક વિદાય કદી થવાની નથી.
જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં સ્વજન ડૉ. ચિરાગ માત્રાવડિયાની દેખરેખ નીચે ICU માં રહ્યા ત્યારે ત્યાં અમુક સિસ્ટર્સને મોટી ઉંમરે ખડે પગે બધું મૂકીને દીકરાની લાગણી જોઇને પણ નવાઈ લાગતી. શરીર થાકતું હતું, પીડા અનેકવિધ હતી ને પડકારો પણ ઘણા હતા. પણ એ સ્વજનોની હૂંફ દવાથી વધુ ઝંખતા. રાઉન્ડ ધ કલોક હું એમની પાસે રહેવા પ્રયત્ન કરતો. સૂવામાં હોઉં ત્યારે મામી રહેતા. આઇસીયુમાં એમનો હાથ પકડી કલાકો ને દિવસો કાઢ્યા ને ઘેર લઈ આવી સેવા કરી શક્યા એનો અનહદ આનંદ. પણ ધાર્યા વર્ષો છતાં એમને વધુ મળ્યા નહિ એનો અનહદ વિષાદ.
પપ્પાને મમ્મીની વહેલી વિદાય બાદ બાદ બીજું જીવન પાસેથી અપેક્ષિત નહોતું. છતાં જીવવું હતું. કારણ કે, મને એ જોઈતા હતા ને મારે ખાતર એ શાંતિથી સહયોગ આપી બધા દર્દો અને ઝઝૂમતા હતા. મોટી ઉંમર અને માંદગીથી થાકીને એ કકળાટ કે ઉંહકારા કે ફરિયાદો નહોતા કરતાં પણ ટીવી પર નવી ફિલ્મ માણવાનો કે પરદેશથી હું ખાસ લાવું એ નવી મીઠાઈ ખાવાનો પણ ઉત્સાહ જાળવતા. અને એ જીવનના સ્વીકાર-હકારના ઉમંગરંગ એમના મનમાંથી કદી ઓછા ના થયા. ભત્રીજી પ્રથાને રમતી જોઈ એના દાદુ કેવા ગેલ કરત એની કલ્પના અમે હજુ કરીએ છીએ.
પપ્પા કોઈ મોટી મૂડી મિલકત ના આપતા ગયા. પણ એમનો વારસો મળ્યો એ સર્જકતાનો, આઝાદીનો અને ખાસ તો અહીં રજૂ થયો છે જીવનરસનો.
ઘણી બધી લાંબી ક્લિપ્સ મેં શૂટ કરેલી એમની હોસ્પિટલમાં આઇસીયુના બિછાનેથી ભરપૂર તકલીફો છતાં મસ્ત મિજાજની. આ માત્ર એક ઝલક છે. ત્યાં નમ્રતા, ગુંજન જેવા સિસ્ટર્સ એમની દેખરેખ રાખતી. (ગુંજનના સ્મરણો રેઇન ડ્રોપ્સમાં લીધા છે) એમાં ગુલશન નામની એક નર્સ હલકથી એમની સાથે ગીતો ગાઈ લાડ કરતી. પપ્પા પણ ગાવાનો પ્રયાસ કરતા ક્ષીણ શક્તિ થતી હોવા છતાં એની જોડે. આઇસીયુના મશીનના હોરર અવાજો વચ્ચે આ અમારું નાનકડું હેવન હતું. જુઓ આ જલસો ને જોસ્સો પથારીમાં પણ જીવનરસ પીવાનો. આ છે એમનો વ્હાલભર્યો વારસો.
બૂઢાપા બીમારીમાં ચીડિયા તથા જિદ્દી થવાને બદલે સહજ થઈને પ્રિય બાપુ કાયમ કહે એ સાત્વિક પ્રસન્નતાની ખોજ છેલ્લા શ્વાસ સુધી ટમટમતી જ્યોતિમાં પણ રાખવી, એમ યાદ કરીશ પપ્પા હું તમને. ઇક પ્યાર કા નગ્મા હૈ.... જિંદગી ઔર કુછ ભી નહીં તેરી મેરી (ઔર મમ્મી કી) કહાની હૈ!
બધી મોજ ને રોજિંદી ઘટમાળ વચ્ચે મિસ યુ પપ્પા. કાશ તમે રેઇન ડ્રોપ્સના પાના ફેરવી પ્રેમમાં પલળ્યા હોત તો! ❤️
~ *જય વસાવડા* #jv #papa #life #love -
jay vasavada JV
@jayvasavada
ટ્રોલિયાનો શિકાર કરવાનો રજવાડી શોખ પૂરેપૂરો મને ખરો ને પાછા સામે ચાલીને જોખાવા આવે ય ખરા. 😉 મારું નિરીક્ષણ છે કે જેમ જેની પાસે ફિલ્મો જોવાના ફદિયાં જ નથી હોતા એ સિનેમા બોયકોટના બાંગા માર્યા કરે છે. એમ જે પુસ્તકો ખરીદતા કે વાંચતા વસાવતા નથી એમને જ પુસ્તક વિશે બબૂચક વિવેચક થઈ ઊલટીઓ કરવી હોય છે ! 😜 હમણાં મારા એક લાઈવમાં આવો ટપોરી હડફેટે ચડેલો તો તાબડતોબ એવોઇડ કરવાને બદલે એના જૂઠ માટે ઊંચકાવ્યો એની ઝલક જુઓ 🤣
પુસ્તકો ગુજરાતીમાં ઓછા વેંચાય છે, પણ #jvlovers ના પ્રેમ થકી મારા ટાઇટલ 35000, 20000, 15000 નકલો બાકાયદા વેંચાય છે. પણ એમાં મારી અંગત કમાણી ઓછી હોય છે. એનું કારણ છે, રિમઝિમ ક્રિએશન્સની પ્રીમિયમ પ્રોડક્શન એન્ડ ડિઝાઇન કવોલિટી. પુસ્તકોની સાઈઝ મોટી ને પણ વધુ હોય છતાં નોર્મલ બૂક નાની સાઈઝની ઓછા પાનાંમાં મળે એની સરખામણીએ ઓછો ભાવ હોય. લેખક પ્રકાશકે તો કિંમતના કુલ 40% માં જ તમામ ખર્ચ સહિત રમવાનું હોય. આમ છતાં ઓલરેડી વાજબી કિંમતના પુસ્તકો વધુ ઓછી કિંમતે કોઈ ને કોઈ અવસરે મળે વાચકોને એની ફિકર હું મારા ખુદના પૈસા રોકીને કરું ને સદનસીબે નવભારતના રોનકનો મને એમાં કાયમ સહયોગ મળે. ❤️
રેઈન ડ્રોપ્સ તો છપાઈ ગયા પછી પણ 4 પાના ઉમેરવા પડ્યા એમ 820 મોટી સાઈઝના ઓલ કલર આર્ટ પેપર પર એકસકલુઝીવ ડિઝાઇન સાથેની બુક છે, જેમાં વિશ્વમાં પ્રથમ વાર. જી હા વિશમાં પ્રથમ વાર એવું છે કે ટોચના સેલિબ્રિટીઝથી સહજ રીડરબિરાદર સુધીના 740 વ્યકિતઓએ એમને ગમતા લેખક વક્તા પર દિલ ઠાલવીને અંતરંગ કિસ્સા સાથે લખ્યું હોય ! જેને હજારો તસવીરોથી સજાવીને મૂકવામાં આખું એક વર્ષ નીકળી ગયું. વધુ વિગતે એની વાતો લખીશું. પણ આ પ્રકારનું આ અભૂતપૂર્વ પુસ્તક છે, આમ તો રાબેતા મુજબ આપણા માટે પણ ચીલો ચાતરતું.
ગયા દશેરાએ જાહેરમાં કહેલું કે જેમનું એમાં યોગદાન છે, એમને નકલ હું ભેટ આપીશ. લાગણી સામે લાગણી જ હોય. માંગણી નહિ. પણ વિરાટ કદ ને દળદાર વજનને લીધે તાત્કાલિક બધે કુરિયર કરવું મારા માટે શક્ય નથી એટલે એ બધાને અનુકૂળતા મુજબ પહોંચતું જશે. બીજા કોઈને લેવું હોય તો દિવાળી સુધીની ઓફર અગાઉ અહીં મૂકેલું એમ છે જ. ફરી એક ને રિમાઇન્ડર આપીશ. આ અદભૂત "ગ્રંથ" 5100 ની કિંમતમાં ફલેટ 40% ડિસ્કાઉન્ટ સાથે 3060 માં ઘેર બેઠા એ પણ કોઈ કુરિયર ચાર્જ વિના મળી શકશે. વિડિયો મસ્તી માટે છે, પણ આ પુસ્તક ધારો પણ પસ્તી ના થાય એવું છે. એ મેળવવા માટેની લિંક આ રહી.
navbharatonline.com/authors/jay-vasavada/rain-drops.html
Ronak ShahThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કચ્છ (સામખિયાળી) ના રાજેશ શાહનો લગભગ 20 વર્ષ પહેલા મને એક જૈન મહારાજસાહેબના કાર્યક્રમમાં રાધનપ્પુર આવવા માટે કોલ આવ્યો. કાર્યક્રમ તો સરસ રહ્યો ને હું એ એ આચાર્ય ભગવંતે ઇન્સ્ટન્ટ વિષય આપીને કરેલી કસોટીમાં પૂરો પાસ પણ થયો, પણ એમાંથી મોટી મૂડી મને સાંપડી રજુભાઈની અતૂટ મૈત્રીની. દસમા પછી કામે લાગી ગયેલ સેલ્ફ મેઇડ યુવાને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સૂત્રોની પહેલા પોતાની સ્વદેશી ઉત્પાદનોની ફેકટરી everyday herbalbeautycareના નામે ગાંધીચીંધ્યા માર્ગે શરૂ કરી. ઉત્તમ ગુણવત્તા ને આકર્ષક પેકેજીંગ સાથે અનેક ગ્રામીણ શ્રમજીવીઓ અને મહિલાઓને પગભર કરે એવી રોજગારી આપી. એ સૂકા રોટલાના પડ પેકિંગમાં બનાવે કે જોતાવેંત ઇન્ફિનિટી સ્ટોન લાગે એવો રંગબેરંગી ઓર્ગેનિક સાબુ બનાવે, મને તો મોકલે જ. ઘેર આવવા જવાનો સંબંધ. ભેજું એનું આઇડિયાની ખાણ.ક્યારેક વ્યવહારની કોઈ વાતમાં હું એની સલાહ લઉં. પોતાના વતન પાસ ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ને શાળાના સંચાલનમાં સક્રિય રહે અને અવનવા વકતાઓના કાર્યક્રમ ગોઠવે. નેહલ બહેનને મારા કહેવા મુજબ પહેલી વાર કચ્છમાં મંચ પર લઈ જનાર પણ આ જ. એમનું રોડ પરનું ગાંધી જૈન ભોજનાલય અમારા ગોપાલની કચ્છ જાય તો જમવાનું કાયમની સરનામું એવું સાત્વિક ભોજન સસ્તા દરે. શુદ્ધ ભારતીય વસ્તુઓને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની બનાવી નવી પેઢીને સ્વદેશી cool લાગે એવું કામ કરી બતાવવાની એની કાયમી હોંશ.
તો હમણાં જ મેં મારી બૂક રેઇન ડ્રોપ્સ એમને મોકલી લેખ જોઈને એમનો, તો વળતી ભેટો આવી એમની દિવાળી પર. એકબીજાને ખોલ્યા વગર પાસ કરવા પડે એવા ટિપિકલ કોડિયાં કે ડ્રાયફ્રુટસ ચોકલેટ્સના ભરાવા કરતા સાવ અલગ, આકર્ષક અને ઉપયોગી. ફેસ પેક, હેર ઓઈલ, શેમ્પૂ, સાબુ બધું જ ગુજરાતમાં બનેલું પણ ટોચની બ્રાન્ડસને ટક્કર આપે એવું. મારો રસ જોઈને એમણે ડિઝાઇન કરેલા અવનવા બોક્સ પણ મોકલ્યા. પૂછપરછ કરી તો ખબર પડી કે દિવાળી પર આપવા જેવા ઇનોવેટિવ કોસ્મેટિક્સના ત્રણ રેન્જ 750, 1300 અને 2150માં 6 અલગ અલગ ડિઝાઇન સાથે બોક્સ બનાવ્યા છે. પોલ્યુશન ફ્રી નિર્માણ અને એમાંથી ગ્રામીણ શ્રમજીવીઓના ઘરમાં પણ સ્વમાનની આવકના દીવા પ્રગટે ને ખાવાનું તેલ પણ ના ખૂટે એવો સારો વિચાર. મને તો બહુ જ ગમ્યું એટલે આ રીલ દોડાદોડી બીજા કાર્યક્રમોની ચાલતી હતી એમાં ખાસ સમય ફાળવીને બનાવી. આ ભેટો મંગાવી વહેંચવા જેવી છે. કવોલિટી સામે કલદાર પણ વ્યાજબી છે ને અલગ પડવાની સાથે સમાજસેવા પણ છે. ખાદી ઇન્ડિયા બ્રાન્ડ સાથે એવરીડેહર્બલકેરની સાઈટ તો છે જ. વધુ વિગતો વીડિયોમાં પણ જોવા મળશે અને ફટાફટ વધુ સંખ્યામાં ગમતા બોક્સમાં મંગાવવા માટે સંપર્ક કરવાનો નંબર આ રહ્યો : ધ્રુવ 9537010921
~ જય વસાવડા #jv
Rajesh KubadiyaThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રાચીનતાને જ સતત પોંખ્યા કરશું તો નવીનતા નહિ આવે ! બિઝનેસ હોય કે સ્પોર્ટ્સ, સાયન્સ હોય કે પોલિટિકસ, કળા હોય કે કરિઅર.... સફળતા માટે આ આદત સમાજે પાડવી પડશે.
-
jay vasavada JV
@jayvasavada
પ્રતિમા નહિ, પ્રતિભા બનાવો ! #ratantata
-
jay vasavada JV
@jayvasavada
પ્રતિમા નહિ, પ્રતિભા બનાવો ! #ratantata
-
jay vasavada JV reposted
Kunal Rajput
@moistlinguist
Talking Hinduism, Culture, Philosophy and More Ft. @JayVasavadaOriginalP... youtu.be/6JsE8HB9sS8 via @YouTube
@jayvasavada -
jay vasavada JV
@jayvasavada
ફાલતુ સલાહો મફતમાં આપનારાઓનો તો રાફડો ફાટ્યો છે, યાદી કરો તો ડબલ સેંચ્યુરી પાક્કી. ક્યારેક લખીશું લેખ. અત્યારે સાંભળો સપના સાથે સંવાદમાં આ બે'ક 😀 માન આપવા માટે સરસ મજાનું કાનામાતર વગરનું ટૂંકું નામ "જય" હોવા છતાં "ભાઈ" કહે ત્યાં સુધી સુંદરીઓમાં પ્રેમ ક્યાંથી પ્રગટે હેં? 😜😁 સલમાન પણ આમ જ બાકી છે, ભાઈ જ કહે બધા 😉🤣🤣🤣
-
jay vasavada JV
@jayvasavada
આસપાસ રાવણો બહુ વધી ગયા હોય તો.... એનો મુકાબલો કરવા બાળબ્રહ્મચારી સંસારવિરોધી યોગીઓ નહિ, પ્રેમપરાક્રમી યુગલો વધારો ! 😍 જય શ્રી રામ અને જય સિયારામ વચ્ચે શું ફરક છે ને આપણો સનાતન વારસો શું સંકેત આપે છે ? 😎 #love #krishna #ram #radha #seeta #vrundavan
-
jay vasavada JV
@jayvasavada
આજકાલ કેટલાક ખોચરાખટારા નવરાત્રિમાં મસ્ત તૈયાર થયેલી છોકરીઓના ફોટા મૂકીને વાત તો સાચી છે કહી તાલિબાનની ઓલાદ ને ઈરાની મુલ્લાઓને જેહાદ જેવા લવારા યુવતીઓની ફેશન કે બેક્લેસ ચોલી કે કલિવેજ પર કરવાનો વિકૃત આનંદ ઓનલાઇન લેતા હોય છે. સૌંદર્યના વખાણ કરી શકે એવી સાહિત્યિક સમજણ સાથે એમને પાંચસો પ્રકાશવર્ષનું અંતર હોય છે અને ભારતની સંસ્કૃતિના ભ્યાસ બાબતે તદ્દન ઠોઠડાઠોબારા હોય છે આવા નકલો ભગતડાઓ માત્ર મવાલીગીરી ઠીઠિયાઠોરી કરતા હોય છે. બીજાને વાસના વાસના કહીને વખોડતા ફરે છે, પણ એમને સ્ત્રીની મોજીલી આઝાદી પર સંવિધાન વિરોધી ખડ્ડુસ ખોડ કાઢીને વાઇરલ થવાની વાસના હોય છે. એમાં હાય હાય ગંદુ છી છી અરરર કૉમેન્ટ્સ કરતા મચ્છરમૂત્રો પોતે નાયગ્રાના ધોધ જેટલી લાળ ટપકાવતા સુંદર છોકરીઓની કમનીય કાયા જોઈ ત્યાં ઉભરાઈ પડે છે મોટી પવિત્રતાની પીપુડી વગાડતા હોય છે. આવા જ પછી બળાત્કારી આવા સ્ત્રી પર સડેલી ટીકા કરનારા ટપોરીઓમાંથી જ બળાત્કારીઓ પેદા થાય છે ઘણાખરા ! બરસાતી મેઢકોના ડિજિટલ ઢગરે કચકચાવીને શબ્દલાત ઠોકતો લેખ આજે સ્પેક્ટ્રોમીટરમાં લખ્યો છે. પણ બાપગોતર આ જીવાતજમાત વાંચે તો ને કશું ! એની વે, એટલે જ એક વાર લેખ લખીને જે ઉઘાડેછોગ ચેલેન્જ આપી હતી, ને એકે મર્યાદાની કાણ માંડી કકળાટ કરનાર એકે માઈના લાલ કે લાલીએ નક્કર સાબિતી આપી ન્હોતી. રિસર્ચ બેઝડ ઓફિશ્યલ ફેકટસ અને ધારી લીધેલી માન્યતાઓ પર ઘડી કાઢેલા કહેતો'તો કહેતી'તી ટાઇપ કૂથલીનો ભેદ ઘણા સનસનાટીભૂખ્ખડ પારખે એટલું એનું ભેજું વિકસીત હોતું નથી. અક્કલનો છાંટો હોય તો ગુજરાતને ને ગુજરાતણો ને બદનામ કરતા વેખલાવેડા આમ ગુજરાતીઓ જ કરીને ધજાગરા ના કરતા હોત. મૂળ તો રૂપાળી કે આકર્ષક કે ઘાટીલી સ્ત્રી પોતાને નથી મળતી એટલે એને કેરેક્ટરલેસ ચીતરી ખણખોદ કરવાની જૂની ને જાણીતી મેલી મેલ માનસિકતા છે આ. જેમાં કેટલીક બાળડોશી સ્ત્રીઓ પણ એ જ કારણથી જોડાય છે કે એમને પોતાની જાત ઓન અરીસામાં જોવી નથી ગમતી.ત્રેવડ હોય તો ઉઠાવી લો આ વીડિયોમાં અપાયેલી ચેલેન્જ. બાકી રમવું ના હોય તો રંગરંગીન જીવવાને બદલે ઠાઠડી પકડીને ઠરી ગયેલી રૂદાલી ના બનો ! આમ જ ચાલ્યું તો સનાતનના નામે લાલકેસરી બુરખા બહાર પાડશે આવા ફેક ન્યુઝ ફેંકતા ફાંકાઠોક ગોબરગમારો ! 😜😝🤪😆😂 ~ જય વસાવડા #jv #navratri #mindset #freedom #fun #woman #beauty #attraction
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
planetjv અને newspremi પર ગયા જન્મદિને @hisaurabhshah સૌરભભાઈએ મેરેથોન એવો સાત કલાકનો ઇન્ટરવ્યૂ લીધેલો એ છે. એમના એક સવાલનો સહજ આપેલો જવાબ હજુ 5000 વર્ષ સુધી તો જૂનો થાય એમ નથી 😉 પણ વધુ એક દશેરાના જન્મદિને વાત તો એ જ કે સોગઠાં ગોઠવનાર તો ક્યાંક હશે ગેબમાં આપણી બાજીના, આપણે તો બસ એવી કોઈ ફિકર વિના જે ખેલ રચાય એ રમવાની મજા લેવાની. 😁 એમાં સથવારા માટે #jvlovers ને ઝાઝેરા બૂચકારા 🥰
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
અમિતાભે સિનેમા થકી આપણને આનંદની ક્ષણો આપી છે, થોડા સમય માટે આપણા દુઃખો ભૂલાવી દીધા છે... સાંભળો અહીં એક મિનીટમાં રજુ થઈ એથી પણ વિશેષ વાતો પૂરી એક કલાક માટે. સર્ચ કરો planetjv અને જુઓ જય વસાવડાનો લેટેસ્ટ બચ્ચન સ્પેશ્યલ વિડિયો જેમાં ખુદ એ આવીને સવાલોના જવાબો આપે છે ! #amitabh #bachchan #cinema #india
-
jay vasavada JV
@jayvasavada
આ રવિવાર 13 ઓકટોબરે સવારે વડોદરા સયાજીનગર ગૃહ ખાતે સવારે 11.30 વાગે જયેશ ઠક્કર દ્વારા એક અનોખી પ્રેરણાંજલિ સદગત રતન ટાટા ને ! શીખવા સમજવા અને જીવનમાં ઉતારવા જેવી, વેપારથી સંસાર બધે જ ઉપયોગી થાય તેવી... ભારતના ગૌરવ સમી ટાટા વિરાસતની મૂલ્યવાન વાતો કરશે જય વસાવડા. ઓપન ફોર ઓલ. જરૂર પધારો.
-
jay vasavada JV
@jayvasavada
शहंशाह जहां खड़े हो जाते है, वहीं दरबार लग जाता है ! हम जहां खड़े होते है, लाइन वहीं से शुरू होती है ! આવા મોટીવેશનલ ડાયલોગ્સ અમિતાભ બચ્ચન સ્ક્રીન પર એમના ઘેઘૂર અવાજમાં ડિલિવર કરે ત્યારે રુંવાડા ઊભા થઈ જાય. પણ એમની life માંથી ઘણા લેસન આપણે પછડાટ ખાધી હોય કે હતાશ થયા હોઈએ ત્યારે light બને એમ છે. આખા ભારતમાં નેવરબિફોર રીતે એમનો જન્મદિન સુરતમાં એમના જબ્બર ફેન સુનિલ શહે ઉજવેલો મારા એક અનોખા અંદરના આત્મવિશ્વાસને જગાડી દેતા પ્રવચન સાથે. બચ્ચનના આજના જન્મદિને આ એકસ્કલુઝિવ ફૂલ સ્પીચ વિડિયો સ્પેશ્યલી બપોરે 2 વાગે લોન્ચ થશે planetjv.net યુટ્યુબ ચેનલ પર. જુઓ, ને અમિતાભ જેવા લડવૈયા બનીને સંજોગો સામે ફાઇટ કરતા શીખો 😎❤️ HBD Big B #amitabh #bachchan #superstar #motivation #life #reality #bollywood
-
jay vasavada JV
@jayvasavada
જગતના રત્નો (gems) એના પર પ્રકાશ પડે ત્યારે ચમકતા હોય છે. ભારતના આ "રતન" (TATA) ના પ્રકાશમાં આખો દેશ ચમકતો હતો ! #jv NCPA અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ લઈ જવાયો એની સલામીની ઝલક સાથે એમનામાંથી કેળવવા જેવા મહત્વના બે સદગુણ સાંભળો.
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
નરસિંહ મહેતા તો મહાન ભક્ત શિરોમણિ હોવાની સાથે અદભુત કવિ... એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા જેવો ધર્મના ગોરખધંધા પર રેશનલ કટાક્ષ કરે ને જૂજવા રૂપે અનંત ભાસે જેવો આઈન્સ્ટાઈનની સદીઓ પહેલા શક્તિસંચયનો વૈજ્ઞાનિક નિયમ પણ આપે. એમના વૈષ્ણવજન જેવા તત્વ ચિંતનના પદો પચાસેક જેટલા હશે, પણ રાસની શૃંગારિક રચનાઓ સાતસોથી વધુ ! જૂનાગઢના ડૉ.ઉર્વીશ વસાવડાએ તાજો સંગ્રહ પણ બહાર પાડ્યો છે. મારા JSK પુસ્તકમાં વર્ષો પહેલાનો લેખ છે. આજે જે સ્ત્રીઓના સૌંદર્યની જે ફેશન ભક્તિના નામે વખોડવામાં આવે છે, કે અંગપ્રદર્શનની કાગારોળ વસૂકી ગયેલા વૃદ્ધ બીમાર દિમાગો કરે છે - એનું તો જાહેર સેલિબ્રેશન એ ભારતનો મૂળ વારસો છે, પ્રાચીન શિલ્પોથી સંસ્કૃતના સાહિત્ય સુધી. એવું કશું ના વાંચનાર ભયભીત ભાડભૂંજાઓ કહે છે કે "બધું થોડું જૂના મુજબ જીવાય" તો તમે પહેલા સંસ્કૃતિના નામે નવી પેઢી બગડી ગઈ છે" વાળા ચીપિયા પછાડવા બંધ કરો. એને આધુનિક સમયમાં દેશ બંધારણ ને કાયદા મુજબ ચાલે, વ્યક્તિગત માન્યતાઓ પર નહિ એ શીખો. બંધારણ નક્કી કરે શું બિભત્સ ને શું ખોટું એ, તમારા સંકુચિત સડિયલ રૂઢિચુસ્ત તાલિબાની અભિગમ નહી. યુવક યુવતીઓ નાચીને આનંદ કરે એમાં પોતે ઘેર ભક્તિ કરવાને ટીકા કરવા દૂરબીન લઈ ડોળા ફાડી જોતા કરનારા જ મોટા બિભત્સ હોય છે અંદરખાનેથી ! ~ જય વસાવડા #jv #navratri #raas #fashion #beauty #narsinh #artraction
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કોણ છે એ ભણેલા અભણ ઘેલચંદ્રો કે સંસ્કૃતિના નામે આજની સ્ત્રીઓની ફેશનને કે નર નારીના નૃત્ય, મિલન, રોમાન્સ, ડાન્સને વખોડે છે ? જેમને સ્વયં શિવ અને કૃષ્ણનો સાક્ષાત્કાર હોવાનું મનાય એ વિભૂતિ પણ 500 વર્ષ પહેલાં કેવું રસિક રંગીન Red Hot વર્ણન કરે છે રાસરમણીનું ♥️💃🏼એની છાલકમાં જરાક તરબોળ થાવ આ વિડિયો જોઈને. 🥰 વિચાર કરો કે આવા મસ્ત મુક્ત સર્જકતા ને સૌંદર્યથી ફાટફાટ થતા વારસામાં ક્યાંથી આવી ગયા છે મર્યાદાના મોરલ પોલીસ થતા તાલિબાની ગમારગડબાઓ! 😆
-
jay vasavada JV
@jayvasavada
કાંતિ અશોકે 'લોહી ભીની ચૂંદડી' ગુજરાતી ફિલ્મ માટે '80ના દાયકામાં લખેલું ગીત કહે છે 'આગળ હાલું તો મારી લટ છૂટી જાય, પાછળ હાલું તો મારી કસ તૂટી જાય' ! 😘 સદીઓથી ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં ચણિયા ચોળી જેવો રમણીની નમણી નાભિદર્શન કરાવતો કસદાર શૃંગારિક પોશાક સાવ સહજ છે ઉત્સવોમાં ને તો પણ પહેલાની કેવી મર્યાદા હતી એવું બુદ્ધિબુઠ્ઠાઓ કહ્યા કરે છે ! 😁 ગુજરાતી ફિલ્મોમાં તો નવરાત્રિમાં ચણિયાચોળીની આટલી બધી કાયમી ધૂમ હોવા છતાં એ શબ્દો કેમ આવ્યા કે એની શરૂઆત ક્યારે થઈ એવી બાબતોની જિજ્ઞાસા બહુ બધું ભણીને ચપડ ચપડ અંગ્રેજી બોલતી ચપળ નવી પેઢીને પણ થતી નથી ! 😝 દક્ષિણ ભારતમાં તો કુમારિકા કન્યા બને એમાં એણે ટુ પીસ ચણિયાચોળી પરિધાન કરવાની રહેતી. કલ્હણની કૃતિ 'રાજતરંગિણી'માં દક્ષિણથી કાશ્મીર પહોંચેલી ચોલીનું વર્ણન છે. પુરાતન સંસ્કૃતમાં વધુ સ્પષ્ટ વ્યાખ્યા કરતા જેને 'સ્તનપટ્ટ' કહેવાતું એવું ઓઢણી જેવું વસ્ત્ર ચોલી સ્વરૃપે પછી સિવાઈને આવ્યું! (દુપટ્ટા પણ એના મેળમાં હશે? બે પયોધરને ઢાંકે તે? બાકી એ ય વસ્ત્ર તો એક જ છે ને!) 😍 આપણા જ સાંસ્કૃતિક વારસાની રસિકતા સમજી એનો અભ્યાસ કરવાની આપણને ટેવ નથી ને ઠાલું અભિમાન લીધા કરવું છે. 🤔 જાણો સુડોળ સુંદરીઓની કમનીય કાયા પર શોભતા આ બેઉ કામણગારા રંગીન વસ્ત્રોના શબ્દો વિશે દોઢ મિનીટમાં. 😊 ~ જય વસાવડા #jv #navratri #raas #chaniyacholi #ethnic #fashion
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મન મક્કમ તો તન તોફાની ! ઉંમર ને નંબરવાળી વાતો જૂની થઈ. ઊર્જા શરીરની ઘટી શકે, ઉત્સાહ મનનો ના ઘટે એટલે જવાની. માણવું તો પણ દિલ ખોલીને મસ્તીથી. છોડવું તો પછી સંકલ્પબળ મજબૂત કરીને એકઝાટકે. પ્રેમધોધ માટે #jvlovers નો આભાર દિલ સે. ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
આજે મળીએ યુટ્યુબ પર વાતો કરવા. બપોરે 2.30 કલાકે
-
jay vasavada JV
@jayvasavada
Rain Drops.
આ પુસ્તક મારા માટે કે. આસિફની મુઘલ એ આઝમ જેવો પ્રોજેક્ટ બની ગયું. જીવનનું સૌથી મોટું ને સૌથી મોંઘુ પુસ્તક. પણ આખું એક વરસ થયે માંડ પૂરું થઈ શક્યું. છેક છેલ્લે સુધી કેવી કસોટીઓ આવી એનો તો એક લેખ થઈ શકે, લોહી સિંચાઇ ગયું સમયની સાથે એમાં શાહીની માફક. પણ અંતે મોરપીંછની કૃપાથી મેઘધનુષ સાકાર થયું ખરું...
Rain Drops: જય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....
પહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 725થી વધુ વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના હૂંફાળા સ્નેહાશીષ, અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો અને ...
બચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...
સવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 816 એકએક અલગ અલગ ડિઝાઇનની આકર્ષક સજાવટવાળા મલ્ટીકેલર પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..
JV ના જન્મદિન 6 ઓકટોબરથી ધનતેરસ 29 ઓકટોબર 2024 સુધી ભારતભરમાં ફ્રી કુરિયર સાથે 40% નું અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટ. 5100 ને બદલે 3060 રૂપિયામાં ઘેર બેઠા...
આ કોઈ સ્કીમ નથી કમાવા માટે. પુસ્તક મેગેઝીન કરતા પણ સાઈઝમાં મોટું છે. પોણા ચાર કિલો વજન ! ખર્ચાળ પ્રોજેક્ટ. હું તો બધા એમાં પ્રદાન કરનાર સ્વજનોને અનુકૂળતા મુજબ ગિફ્ટ દેવાનો છું. બાકી પ્રોડક્શન જોશો તો ખ્યાલ આવશે કે વિતરણ માટે અનિવાર્ય કમિશન સિવાય શક્ય એટલું અત્યાર સુધી મળેલા પ્રેમને સાટે સીધું ફલેટ ડિસ્કાઉન્ટ રૂડા રીડરબિરાદરો માટે મૂક્યું છે. એ ખરું કે આ never before કિતાબ છે. આત્મકથા વિના પ્રેમથી બીજાઓએ લખી દીધેલી મારી સાચી જીવનકથા છે. કોરા શુભેચ્છાસંદેશ નથી. કોઈ લેખકનું જગતમાં સુવર્ણ જયંતિ પર આવું પુસ્તક નથી બન્યું એની ગેરંટી સ્વયં Rain Drops છે. દશેરા પછી જોઈને ચૂકાદો આપજો. ખરીદવું બધા માટે શક્ય ન બને એ સમજું છું. પણ આ યાત્રામાં ભાગ લેતા #jvlovers નો પ્રેમ ઋણી રાખશે.
વધુ પછી. પ્રિ ઓર્ડર લિંક આ રહી.
navbharatonline.com/authors/jay-vasavada/rain-drops.html
❤️🙏🏼
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
1જે લોકો ભૂતકાળમાં જ જીવ્યા કરે એ નામ મુજબ ભૂત થઈ જાય. those who constantly live in past became ghosts! લોકો અર્વાચીન ગરબાનો એકનો એક ખોટો વિરોધ કરે એ સાંભળતા મને ચાર દસકા થઈ ગયા. રાસ કોઈ શાસ્ત્રોક્ત વિધિ નથી. એ પોતે જ એક ફેરફાર તરીકે આવ્યો છે માતાજીના પર્વપૂજામાં. તો એમાં લોકો સમય જતાં વધુ પરિવર્તન લઈ આવે એમાં શું નવાઈ ? રાસ એટલે જ ફોક ડાન્સ નું એક રૂપ. જે આમ તો કૃષ્ણ સાથે જોડાયેલ છે. ને રોમેન્ટિક જ છે. અને જે દેશમાં નટરાજ તરીકે મહાદેવ પૂજાય ત્યાં ડાન્સ ની એલર્જી તો ગજબ કહેવાય ! મૂળ તો જુવાન છોકરા છોકરીઓ મસ્તીથી નાચે ત્યાં જનમઘરડા લોકોને આંતરડામાં આંટીઓ પડે છે ! મર્યાદા ને ફિલ્મ ગીતોના નામે વખોડ્યા કરે છે પણ એમ તો માઇક્રોફોનથી સિંથેસાઇઝર સુધીનું વેસ્ટર્ન છે ને ડિજિટલ બેનરથી પાસ પ્રિન્ટિંગ સુધીની ટેકનોલોજી પણ બહારથી આવેલી છે. સિલાઈ મશીન જ સિંગરનું શોધેલું છે જેના વિના કપડાં તૈયાર ના થાય. હવે ધાર્મિક નિયમોના અતિરેકને લીધે મોટા ભાગના ભારતીય પર્વોનો ચાર્મ જ ઘટતો જાય છે , માત્ર સંકરાત ને નવરાત્રિ જ યૌવનમાં આકર્ષણ ઊભું કરે છે કારણ કે એમાં ધર્મ ઓછો ને મજા ઝાઝી છે. હવે એમાં તો દોઢ થઈને આડખીલી ના કરો. આમે આરાધના કરનારા એવા કેવા જેના ધ્યાન બીજાઓ શું આનંદ કરે એમાં જ ગયા કરે ? 😉 ~ જય વસાવડા #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગરબો, ગરબી અને રાસમાં શું તફાવત ? પ્રાચીન સંસ્કૃત ગ્રંથના રાસનો ક્યો પ્રકાર આધુનિકમાં આધુનિક ગણાય એનો છે જે સુધી તો હજુ બોલ્ડ ગણાતી નવી પેઢી પહોંચી પણ નથી ને છતાં સંસ્કૃતિના નામે સોગિયાંઓ નાચતા જવાન છોકરાછોકરીઓ સામે સૂગ રાખે છે ? 😉 જાણો આ વીડિયોમાં... #navratri #garbo #garbi #raas
-
jay vasavada JV
@jayvasavada
4 ઓકટોબરે અમદાવાદમાં કલાસ્મૃતિના આંગણે રાસોત્સવ... વિગતો આ રહી ફ્રી પાસ માટે.
-
jay vasavada JV
@jayvasavada
ગરબો શબ્દ ક્યાંથી આવ્યો એની વાત તો અગાઉ પણ કરી છે. પણ ગરબામાં દીવાની જ્યોત કંઈ બાબતનું પ્રતીક હોય શકે ? હિન્ટ : ૯ માસ અને ૯ દિવસનો સબંધ પણ છે. સાંભળો વીડિયોમાં... શુભ નવરાત્રિ #navratri #garbo
-
jay vasavada JV
@jayvasavada
ગાંધીબાપુના આ પણ દેહાંત બાદ દેશને ગૌરવ અપાવતા વિશ્વવિક્રમ વિશે જાણો ને ન્યુયોર્ક લંડનના શિલ્પોની એકસકલુઝિવ ઝલક માણો ! #gandhi #newyork #unitednations #london #westminsterabbey
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
લેફ્ટનન્ટ જનરલ એલ.પી.સેન ભારતીય સેનાના પ્રથમ ફૌજી જેમના આઝાદી બાદ સંસ્મરણો પ્રસિદ્ધ થયા છે. એ પુસ્તક વાંચવા જેવું છે. પાકિસ્તાન સમર્થિત રઝાકારો કાશ્મીરમાં ચડી આવેલા એ મોરચો કેવી રીતે ટાંચા સંસાધનો છતાં બાહોશી અને બહાદૂરીથી આપણા જવાનોએ સાચવેલો એની દિલધડક દાસ્તાન એમાં સવિસ્તર છે. એ સમયે કર્નલ સેન 1947ની કટોકટીભરી સ્થિતિમાં શ્રીનગર જતા પહેલા બ્રિગેડીઅર થાપર જોડે સેક્રેટરિએટમાં દિલ્હી ગયા ત્યારે ત્યાં ગાંધીજી હતા. સેન લખે છે કે ગાંધીજીએ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે એની ઝીણી ઝીણી વિગતો પૂછી. પછી આંખો મીંચી ગયા દુઃખથી. થોડી વારે બોલ્યા : "યુદ્ધ માનવજાત પરનો શ્રાપ છે. યુદ્ધની હિંસાથી વેદના અને વિનાશ સિવાય બીજું કશું મળતું નથી." ભારેખમ મૌન છવાઈ ગયું. સેન મૂંઝાયા. એમણે તો કાશ્મીર લશ્કરી મોરચે ફરજ પર જવાનું હતું. એમણે પૂછ્યું." બાપુ તો મારા માટે શું આજ્ઞા છે?" ગાંધીજી મર્માળુ હસ્યા."તમે તો ભારતના નિર્દોષોના જીવ બચાવવા જાવ છો. એમને પીડા ના થાય અને એમની મિલકતો સુરક્ષિત રહે એ તમારું કર્તવ્ય છે. એમાં ફત્તેહ કરવા માટે તમારી પાસે જે સાધનો ( હથિયારો, સૈનિકો ) હોય એનો બરાબર ઉપયોગ કરજો!"
ગાંધીને થોડાક ફાંકોડી ફોરવર્ડિયાવના મેસેજથી સમજી ના શકાય. એમની અહિંસા બાબતે પણ એમની સ્પષ્ટતા હતી. ક્યારે રાખવી ક્યારે ના રાખવી એની વિગતે ચર્ચા એમણે કરી છે. અત્યારે જ જોઈએ છીએ આપણી આસપાસ એમ કાયદો હાથમાં લઈ મારામારી કરવાની વૃત્તિ આપણામાં બંધારણના આટલા અનુભવ છતાં ઓછી નથી થઈ. એટલે નવા સ્વરાજમાં અહિંસા ગળથૂથીમાં પાવી એમને કાયદાના રાજ માટે અનિવાર્ય લાગેલી, ઘાતકી પાશવી ગુંડાઓ, ઇગોઇસ્ટિક આગેવાનો અને ગભરુ ડરપોક જનતાને માનસિક નિયંત્રણમાં રાખવા. પણ કાશ્મીર જેવા મોરચે નિર્દોષોના જાનમાલની ખુવારી રોકવા લશ્કરી કાર્યવાહીનું મહત્વ એ સમજતા હતા. ગાંધી વિશે અધૂરી માહિતી રાખવાથી આ બેજોડ ડોસો આખો નહી સમજાય. બહુ બધું ઝીણું કાંતીને અભ્યાસ કરવો પડે ! ભલે અમુક નથુડા ગાંડાના ગડબાગોબાને દૂઝતા હરસ થાય પણ એમ જ રાષ્ટ્રપિતા મહાત્મા નથી કહેવાયા !
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
પાર્કમાં રમવાને બદલે પાર્કિગમાં બેઠાં રહેનારને જિંદગી માણવા નથી મળતી !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
નોર્વેમાં પ્રિય મોરારિબાપુના સ્વભાવના નિકટ દર્શનના સદભાગ્યથી આ વ્યાખ્યા કરી હતી. દર્પણ સ્વાગત સહુનું કરે, પણ સંગ્રહ કોઈનો ના કરે એ બાપુમાં સાક્ષાત દેખાય છે. સહજભાવે હમણાં સ્પેનમાં બાપુએ આ વાતનું સ્મરણ કર્યું. જીવન જીવવાની આ ગુરુચાવી છે. ચળકતા રહેવું, જે જેવા છે એવું પ્રતિબિંબ એનું સહજ દેખાડવું, પણ કોઈ બંધન વિના આપણે મમત્વથી મુકત પણ રહેવું... #moraribapu
-
jay vasavada JV
@jayvasavada
કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા આઇડિયાને ખિસ્સાને પોસાય ને વપરાશમાં ફાવે, એવી પ્રોડક્ટમાં ફેરવી શકો તો એનો કારોબાર જોરદાર ચાલે !
-
jay vasavada JV
@jayvasavada
પરિવાર કોને કહેવાય ? જય વસાવડા પાસે છે ફેમિલીની આ છે એક સીધી સરળ વ્યાખ્યા...
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
પ્રેમ એટલે કથા પૂરી થઈ ગયા પછી શરૂ થતી થાક વિનાની યાત્રા ! ♥️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
સારા હોવું, સફળ હોવું, સાચા હોવું, ધનવાન હોવું, વિદ્વાન હોવું બધું બરાબર પણ આ બધા સાથે સહજ હોવું બહુ દુર્લભ થતું જાય છે. સરળ, નોર્મલ રીતે જીવન જીવવામાં બધાને જાણે કાંટા લાગે છે. સ્ટેટસ ને સન્માનના દેખાડા છૂટતા નથી. જ્યાં જાવ ત્યાં એન્ટ્રી પડવાનો રોફ ને અધ્યાત્મની વાતો કરતા પણ પોતાના દબદબાનો વટ જતો નથી મોટા ભાગના ને. કોઈ નરસિંહ મહેતા, કોઈ મોરારિબાપુ વિરલ છે, કારણ કે સાવ નજીકથી જુઓ તો પણ એ સહજ છે. બાકી તો નિયમોના ને પણ આડંબર કરનારા , વીઆઇપી હોવાના ઠાઠઠઠારા કરનારાથી જગત છલકાય છે. સંસ્કારની કસોટી છે સહજતા.
-
jay vasavada JV
@jayvasavada
આપણે આપણી સાઈઝ ને સ્કેલ જોતા, સંસ્કૃતિ ને સર્જકતા જોતા વિશ્વમાં સૌથી વધુ સમય એકધારા વિદેશી ગુલામીમાં રહ્યા અથવા સાવ વેરવિખેર રહ્યા. કારણ કે એકતા ને સંસ્કાર ને ત્યાગ ને સત્ય જેવી ઊંચી ઊંચી વાતો આપણી તાસીર નહી, પણ ઢોંગ હતો. અંદરખાનેથી વિભાજિત અને સંકુચિત થતાં ગયેલા. આજે પણ છે એમ જ્ઞાતિઓના ચોકા ને ધરમના ફાંટા. જડતા, લોભ, ટાંટિયાખેંચ, ઈર્ષા, હિંસા વધતા ગયેલા. ધાર્મિકતાના અતિરેકમાં શ્રેષ્ઠતાનું ગુમાન એવું વધ્યું કે બીજાને ધિક્કારવાનું ને એમની આવડત નજરઅંદાજ કરવાનું શરૂ થયું. એ પોલાણમાં પરદેશનું ભેલાણ થયું. એક એવા અવ્વલ ખોટાડાઓનો વર્ગ હતો જે એમ મને આપણી પાસે જ બધું હતું ને બીજા તો બધા જંગલી કે સંસ્કારહીન છે કે ચોર છે. બીજા એવા જબ્બર જૂઠાડા હતા જે માનતા કે આપણી પાસે કશું સારું છે જ નહી, જે છે એ બધું બહાર છે. સત્ય આ બે છેડાની વચ્ચે હોય એવું માનતા સમજુઓને આ બે પ્રકારના ટોળા ફાવવા જ ના દેતા. ત્રણ શબ્દો સમજી લો આ વીડિયોમાં. એ વધે તો રાજકીય કે શારીરિક નહી તો માનસિક ગુલામી કોઈને કોઈ મૂર્ખાઈની આવી જ જશે. ફોરવર્ડ થતા ફાંકા ચાટીને બેકવર્ડ થતું મગજ કદી અભ્યાસ નહિ કરી શકે. કારણ વિગ્રની વિવાદી ચર્ચા કરતી કૉમેન્ટ બાજુ કરતા નહી 😉 મારા સત્યો એનાથી ફરશે નહી ને ઊલટું જે સમજવાનું છે એની આડે પાળ ચણાઈ જશે. એ પણ એક કારણ છે આઝાદી ને પ્રગતિ ખોવાનું. ફાલતુની નકામી મફતિયા ચર્ચામાં વેડફાતો સમય 😜 ~ *જય વસાવડા* #jv #india #liberty
-
jay vasavada JV
@jayvasavada
છોડી દેવું અને છૂટી જવું વચ્ચે શો ફરક ? ધર્મથી ધંધા સુધી લાગુ પડે એવું એકદમ વાસ્તવિક સત્ય સમજો માત્ર સવા મિનિટમાં...
-
jay vasavada JV
@jayvasavada
આવી પ્રેકટિકલ અક્કલની ઉપયોગી વાતો વહેંચતો નવોનક્કોર સવાલજવાબનો વીડિયો આખો જોવા મટે યુટ્યુબ પર સર્ચ કરો : planetjv
-
jay vasavada JV
@jayvasavada
દુબઈની ફૂટડી રાજકુમારીએ હમણાં ઇન્સ્ટાગ્રામ પર પતિને તલાક આપી દીધા. પછી થોડા દિવસોમાં પરફ્યુમ લોન્ચ કર્યું ને નામ રાખ્યું : ડિવોર્સ ! 😀 મોટી મોટી સેલિબ્રિટીઝની પર્સનાલિટીને અનુરૂપ ફ્રેગરન્સ બહાર પડે એ જૂનો ધારો છે. અમિતાભ બચ્ચનથી ટેલર સ્વિફ્ટ સુધીની સુગંધો માર્કેટમાં આવી ચૂકી છે. આપણે એવી કોઈ ટોચની હસ્તી નથી. પણ તાજેતરમાં પરફયુમ નહિ મારા નામની અગરબત્તી લોન્ચ થઈ રાજકોટમાં ! નામ છે જય ફ્લોરા 😍 ને બેઝ છે આપણા મિજાજ જેવો રસિકરંગીન ગુલાબનો.🌹
આ જાહેરાત નથી. આ બહાર પાડી છે પરમ મિત્ર ધવલ જીવરાજાની DJ એ. પરિચય અમારો દોઢેક દસકા જૂનો, પણ આટલા વર્ષોમાં મેં નજીકથી જોયા હોય એમાં ભલાઈ બાબતે 100 ટકા માર્ક્સ આપવા હોય તો હું ડીજેને આપું. નખશિખ સજ્જન. પારકી છઠથીનો જાગતલ. વગર ઓળખાણે પણ ગાંઠનું ગોપીચંદન કરી હોસ્પિટલના કામે પહોંચે. અમારી જમવા જવાની ને રાત્રે ઘેર પરદેશી ફિલ્મો જોવાની કંપની. પણ પપ્પાને કોવિડ હતો ને જ્યારે ઘની વાર ડોકટરો પણ ના આવતા ત્યારે હું ને મામી રોકાયા હતા એમની જોડે એમાં રાત મધરાત ડીજે આવે. આ વીડિયો તો વહેલો તૈયાર થયો પણ આસનસોલથી આવી અચાનક ધોમધખતો તાવ શરૂ થયો તો કાલે રાતના બ્લડ ટેસ્ટ માટે એક હાકલમાં ડીજે હાજર. ખરો પરદુઃખભંજન ને શાંત જીવ. બીજાની દેવામાં નાની ઉંમરે પોતે માંદો પડી ગયો હોય. આર્થિક સ્થિતિ (જૂની પૈતૃક મિલકતોના દસ્તાવેજો સરકારમાં ગોટાળે ચડ્યા હોઇ)ના સંજોગોને લીધે બહુ ભણી ના શક્યો પણ અંગ્રેજીમાં સ્પિરિચ્યુઅલ બ્લોગ લખે ! 🙏🏼
તાજેતરમાં એના પપ્પાના અવસાન બાદ થોડા પગભર થવા એણે અગરબત્તીની દુકાન શરૂ કરી છે. ચીવટવાળો માણસ પહેલેથી. કોઈનું નુકસાન ના થાય એનું ધ્યાન રાખે. આવા ઘસાઈ છૂટતા સજ્જનો દુર્લભ છે ત્યારે ગમે તો ડીજેને સપોર્ટ કરજો ને એની અગરબત્તીની તમારી આસપાસ જાતે બળીને બીજાને સુગંધ આપવાનો સંદેશ ઝીલી સુવાસિત થજો. વિગતો વીડિયોમાં છે ને મંગાવવા માટે આ વોટસએપ નંબર પણ છે +919265528360.
ઓલ ધ બેસ્ટ ડીજે. થૅન્ક યુ ફોર જય ફ્લોરા સરપ્રાઇઝ ❤️
~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
,પૈસાનો "ઉપભોગ" ને "ઉપયોગ" નહી કરો તો.... સાંભળો ઋષિવાણી!
-
jay vasavada JV
@jayvasavada
,પૈસાનો "ઉપભોગ" ને "ઉપયોગ" નહી કરો તો.... સાંભળો ઋષિવાણી!
-
jay vasavada JV
@jayvasavada
,પૈસાનો "ઉપભોગ" ને "ઉપયોગ" નહી કરો તો.... સાંભળો ઋષિવાણી!
-
jay vasavada JV
@jayvasavada
नरेंद्र मोदी की शिखर तक की सफर का एक राज़ हर किसी के लिए प्रेरणात्मक हो सकता है। वो है wide vision & think big ! जब गुजरात के मुख्यमंत्री थे तो वाइब्रंट समिट में उन्होंने दूसरे राज्यों को नही, मगर दूसरे देशों को बुलाया। उनके साथ ऐसे कई नेता थे जो एक ज़माने में बहुत लोकप्रिय थे, जिन के प्रवचन में भी भीड़ का सैलाब दिखाई देता था। लेकिन वो सिर्फ संस्कृति और हिंदुत्व जैसे मसलों में छोटी सोच के साथ उलझे रहे और नई पीढ़ी के परिवर्तन को भांप नहीं सके। मोदीसाहब उसी वक्त ग्लोबल होते गए और नई टेक्नोलॉजी या डिजिटल सोश्यल मीडिया का महत्व परख के उसमें भी छा गए। आज कुछ नाम उनकी ही पार्टीमें उनके विकल्प के तौर पे आते है तो सोचना पडता है के ये इंसान पुतिन या बिल गेट्स या शाहरुख खान के साथ बैठा हो तो क्या बात करेगा ? नरेंद्र मोदी की उम्र बढ़ती है लेकिन अपग्रेड इतना रहते है कि लेटेस्ट jargon यानि शब्दावलि भी उनको मालूम रहती है और 74 साल में भी दिमाग से आज की पीढ़ी कि चीजें सीख लेते है ! बढ़ती उम्र को घटाने का यह भी ऊर्जावान तरीका है। हमारे प्रधानमंत्री @narendramodi को जन्मदिन की दिल से बधाईयां 🎉✨🥳 #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
नरेंद्र मोदी की शिखर तक की सफर का एक राज़ हर किसी के लिए प्रेरणात्मक हो सकता है। वो है wide vision & think big ! जब गुजरात के मुख्यमंत्री थे तो वाइब्रंट समिट में उन्होंने दूसरे राज्यों को नही, मगर दूसरे देशों को बुलाया। उनके साथ ऐसे कई नेता थे जो एक ज़माने में बहुत लोकप्रिय थे, जिन के प्रवचन में भी भीड़ का सैलाब दिखाई देता था। लेकिन वो सिर्फ संस्कृति और हिंदुत्व जैसे मसलों में छोटी सोच के साथ उलझे रहे और नई पीढ़ी के परिवर्तन को भांप नहीं सके। मोदीसाहब उसी वक्त ग्लोबल होते गए और नई टेक्नोलॉजी या डिजिटल सोश्यल मीडिया का महत्व परख के उसमें भी छा गए। आज कुछ नाम उनकी ही पार्टीमें उनके विकल्प के तौर पे आते है तो सोचना पडता है के ये इंसान पुतिन या बिल गेट्स या शाहरुख खान के साथ बैठा हो तो क्या बात करेगा ? नरेंद्र मोदी की उम्र बढ़ती है लेकिन अपग्रेड इतना रहते है कि लेटेस्ट jargon यानि शब्दावलि भी उनको मालूम रहती है और 74 साल में भी दिमाग से आज की पीढ़ी कि चीजें सीख लेते है ! बढ़ती उम्र को घटाने का यह भी ऊर्जावान तरीका है। हमारे प्रधानमंत्री @narendramodi को जन्मदिन की दिल से बधाईयां 🎉✨🥳 #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવાય છે ? મોર્યા નો અર્થ શું ? જાણો માત્ર દોઢ મિનિટમાં!
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
( અંગત સંબંધોમાં ) જતું કરે એનું કાંઈ નથી જાતું... જગમાં રહી જાય છે એની વાતું ! 💕
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મેન્ટલ સ્ટ્રેસના મુકાબલા માટે આ સિમ્પલ EVM ફોર્મ્યુલા સમજો...
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ઠેર ઠેરથી બળાત્કારના ગંદાગોબરા સમાચાર આવતા હોય ત્યારે આ વાંચીને સ્વબચાવમાં નારીશક્તિની મિસાલ બનનાર નર્સને સલામ. દુર્ભાગ્યે બધાને આવો મોકો નથી મળતો. પણ મળે ત્યારે આવી સ્થિતિમાં વીરત્વ બતાવવું એ જેવુતેવું કામ નથી. ખૌફ બનવો જોઈએ વિકૃત હેવાનો ઉપર.. 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
હેલો અમદાવાદ, અમારા કલાસ્મૃતિના આંગણે એટલે ઇસ્કોન ચાર રસ્તા પાસે મળીએ છીએ આ રવિવારે સવારે. કોઈ પણ આવી શકે, ગમે તેટલા આવી શકે. સાંભળે, મળે અને સવાલો પણ પૂછી શકે. તેજસ્વી તુષાર દવે સાથે જય વસાવડાનો freedom of expression બાબતે જમાવટભર્યો ફાયરબ્રાન્ડ સંવાદ..કોઈ ફી નથી, ફ્રી રજિસ્ટ્રેશન માટે QR કોડ કાર્ડમાં છે. આવવાના હો તો ઝટપટ કરાવી લો.
-
jay vasavada JV
@jayvasavada
આવા હોય અસ્સલ ગીર ગાયના ઘીની ધાર થાય થાળીમાં એવા ઘેર જ મામીએ બનાવેલા લચપચતા ગોળના ચૂરમાના લાડુ ! એ ય ને પાણી પીને પુષ્ટ થયેલા બંસી ઘઉંના ભાખરીનુમાં મૂઠિયાં મોણ દઈને શેક્યા હોય ને શેરડીની વાડમાંથી આવેલો દેશી ડબ્બાનો તાજો ગોળ ઘીમાં હલાવીને પાઈ કરી હોય ચોકલેટની ચાચી જેવી ને એમાં ઈરાની કેસર, અફઘાની બદામ, શ્રીલંકન જાયફળ ને ભેળવીને... કોરામોરા ખસખસ ને જાકારો દઈને..હથેળીના સંપુટ દઈને હસ્તરેખામાં ઘીની નહેર બને એમ ઉનાઉના વાળો... પછી ચકચકિત થયેલા ચમકીલા સોનેરી કથ્થાઈ ઝાંય પાડતા કરકરા છતાં મુલાયમ એવા દળદાર દમદાર ગોળમટોળ લાડવા ફકફળતી તુવેરદાળ ને ટાઢીબોળ મોળી છાશ સાથે ઓહિંયા કરો, તો ઘેનમાં આ ટાઇપ કરતા કરતા મોબાઈલ હાથમાંથી સરકી જાય... હાઆઆઆ. #jv 🤎💛
-
jay vasavada JV
@jayvasavada
Intresting.
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
કદાવર કંઠ ધરાવતા કલાકારની વિદાય !
જેમ્સ અર્લ જોન્સ.
એકટિંગની દુનિયામાં અલ્ટીમેટ એવા અભિનેતા ગઈ કાલે 93 વર્ષની ઉમ્મરે ભરપૂર જીવીને વિદાય થઈ ગયા. આ અલ્ટીમેટ એ અભિપ્રાય નથી. એ EGOT હતા. યાને ટીવી જગતમાં સર્વશ્રેષ્ઠ એમી, સંગીતમાં સર્વશ્રેષ્ઠ ગ્રેમી, ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ ઓસ્કાર ને બ્રોડ વે નાટકમાં સર્વશ્રેષ્ઠ ટોની તમામ ચારે એવોર્ડ એમણે અંકે કરેલા. એક સમયે સિડની પોઇટર બાદ ઓસ્કારમાં નોમિનેટ થયેલા જગતના બીજા જ બ્લેક એક્ટર હતા. પર્સનાલિટી પડછંદ. પણ ખરી કમાલ હતી એમના ગળામાં... વોકલ કોડ્સ બુલંદ !
ભારતમાં જેમ ઓથોરિટી બતાવતો પ્રભાવશાળી અવાજ જોઈએ તો બચ્ચન ને યાદ કરવા પડે. એ સિવાય રઝા મુરાદ કે સુરેશ ઓબેરોયની કંઠ ઘેઘુર ખરા. પણ આરોહ અવરોહનો પ્રભાવ એમાં નહી, જે અમરીશ પુરી કે હર્ષ છાયામાં હોય. એમ જગતમાં પ્રચંડ સત્તાવાહી અવાજની જરૂર પડે એટલે જેમ્સ અર્લ જોન્સ સિવાય આરો ઓવારો નહી ! સ્ટાર વોરાના ડાર્થ વેડરના hissing યાને ફૂસફૂસાતા ને પછી ગરજતા અવાજની નકલ તો અમિતાભે પણ કરેલી ( શહેનશાહ યાદ કરો ) જેમ્સ અર્લ જોન્સે છાકો પાડી દીધેલો ફકત વોઇસ એક્ટિંગથી. વર્ષો બાદ 1994 માં એનિમેટેડ અને હમણાં કોવિડ પહેલા આવેલી લાઈવ એક્શન લાયન કિંગ બેઉ ફિલ્મોમાં વત્સલ છતાં ધરખમ બાપ સિંહસમ્રાટ મુફાસાનો અવાજ પણ જેમ્સ અર્લ જોન્સનો.
અવાજમાં લાગણી ને પ્રભાવ બેઉ તો હોય. પણ પહાડોની ગુફામાંથી ગુંજતા આવતા હોય એવા ડીપ બેરિટોનની એમની ગિફ્ટ જેમ્સભાઈએ સુપેરે દીપાવી હતી. ચૂંબકની જેમ એમનો ઘેરો ગહેરો અવાજ જાદુઈ આર કરતો હતો. નવી પેઢીમાં એ ગિફ્ટ ઇદરીસ આલ્બા પાસે છે. બ્લેક વોકલ કોડ્સના કાંસાદાર કામણ સામે ભલભલા અવાજો આમે તીણા લાગે. જેમ્સ અર્લ જોન્સ એમાં શિરમોર શિખર. એમનો અવાજ એટલે બસ, એનથી ઉપર કશું નહિ.
જો કે અચ્છા અભિનેતા. અવાજ જેવો જ મજબૂત ને વિશાળ બાંધો. રમતિયાળ સ્મિત. કમિંગ ટુ અમેરિકા ના અગાઉના ના હમણાંના બેઉ ભાગમાં એડી મર્ફીના પિતા આફ્રિકન કિંગ બનેલા. આર્નોલ્ડની કોનન સિરીઝમાં જાદુગર વિલન બનેલા. એમના બાંધા ને અવાજને લીધે સામાન્ય રોલમાં એ શોભે નહી, મહારાજા જ લાગે. પણ છતાં કરતા. પહેલા લગ્ન લાંબા ના ચાલ્યા પણ પોતાનાથી ખાસ્સી નાની ઉંમરની ને એ પણ વ્હાઈટ અભિનેત્રી સેસિલિયા હાર્ટ સાથે કરેલા શ્વેત શ્યામ મિલનના લગ્ન સંતાનો સહિત દાયકાઓ ચાલ્યા. કેન્સરમાં પહેલા પત્ની ગઈ ને હવે જૈફ ઉંમરે પતિ.
પણ આ અવાજ કે મઢાઈ ગયો છે રેકોર્ડિંગ થકી એ કદી મરી ના શકે એવો છે. ઉપર બેઠેલા ઈશ્વરની આકાશવાણી અંગ્રેજીમાં થાય તો એનો અવાજ કેવો હોય ? કદાચ જેમ્સ અર્લ જોન્સ જેવો હોય ! ( ને હિન્દીમાં થાય તો અમિતાભ જેવો ! )
EGOT પ્રાપ્ત કરેલા ને લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઓસ્કાર જીતેલા જેમ્સ અર્લ જોન્સની સ્વરપેટી આઈન્સ્ટાઈનના બ્રેઈનની જેમ સાચવી રાખવા જેવી ખરી ! આખરી સલામ.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
મારે તો મારા પુસ્તકોનો ખજાનો સરસ ગોઠવાયેલો રહે એ માટે ખાસ પ્લાન કરી સારી એવી જમીન પર અલગ જ મકાન બનાવવાની વર્ષોથી જરૂરિયાત છે. પણ હું એ માટે ધીમે ધીમે જીવન માણવા સાથે જરાય સમાધાન વિના ભેગું કરવા પ્રયત્ન કરું છું. છતાં પ્રલોભનોમાં લપેટાતો નથી. બે ત્રણ ઉદાહરણ અનેકમાંથી. એક વાર આજ કાલ બહુ ચાલી નીકળ્યું છે જે એક પ્રકારની નેટવર્ક માર્કેટિંગ સ્કીમ છે એવા આલ્કલાઈન વોટર પ્યુરિફાયરની એક જાણીતી બ્રાન્ડ માટે સેમિનાર કરવાનો મને સુરતના એક ભાઈનો કોલ આવ્યો. લાખો રૂપિયા એકઝાટકે કમાવાની પ્રોફેશનલ ઑફર. પણ મેં સ્પષ્ટ કહ્યું કે આ દાવાઓ સાયન્ટિફિક નથી. સ્યુડો સાયન્સ છે. પરદેશના નામો ને અગડમ બગડમ દાવાઓ વાંચીને લોકો અંજાઈ જાય. હું ત્યાં ફરું છું. જાપાન હોય કે અમેરિકા. સાયન્સના મેગેઝીનો ને રિસર્ચ નિયમિત વાંચું છું. ખોટા ગપ્પા હું નહી મારું. મારી ક્રેડિટના જોરે આરોગ્ય બાબતે મૂર્ખ નહી બનાવું ગ્રાહકોને. સોરી. એવી રીતે તો ફિલ્મોના રિવ્યૂ પણ નથી લખતો હું. ગમે તો ભરપૂર વખાણ, ના ગમે તો ટીકા કે મૌન. મારી મરજી. ખૂબ આગ્રહ ને ખાસ્સી લલચામણી ઑફર છતાં વાત ખોટી હોઈને ના સ્વીકારી. પછી એનું પ્રમોશન કરતા એક સંસારત્યાગી મહાત્માને જોયા ! જેને લોકો પવિત્ર માને પાછા ને મને વિલાસી ગણે અમુક ! એવું જ એક મોટું સંમેલન. પ્રવચન માટે રેગ્યુલરથી ડબલ પુરસ્કાર. પણ મારે એમાં સ્ટેજ પર લવ મેરેજના વિરૂદ્ધ બોલવાનું. ઘસીને ના પાડી કે હું આવી દકિયાનુસી સોચનો સુગાળવો પ્રચાર નહિ કરું. હું ખુદ પ્રેમલગ્નનું સંતાન છું. ને મને એમાં ખોટું નથી લાગતું. જીવનસાથી યોગ્ય પસંદ કેમ કરવો એની જરૂર વાત કરું. પણ તમે મારી મોઢે પ્રેમલગ્ન ના જ કરવા શિખામણો ના બોલાવી શકો. હું નહી કરું. ભલે પૈસા પ્રસિદ્ધિ ઓછા મળે. આમ જ એક વાર હું એક પુસ્તકમાંથી એક પ્રકરણ કાઢી આવૃત્તિ છાપું તો બલ્ક ઓર્ડર હતો. મેં કહ્યું કે નવું બનાવી દઉં પણ બહાર પડેલાના લેખો તમને ના ગમે એટલે કાઢી ના નાખું. આ બધા પણ નાના પરાક્રમો છે, જે હું જ નહી દરેક મૂલ્યનિષ્ઠ લોકો કરે. એ માટે સહન કરે. ગુમાવે. પણ અડગ રહે. અને કોઈ કરે ના કરે, અંતરાત્મા રાજી રહે એટલે ઘણું ! પણ કસોટી તો નકારમાં છે ચરિત્રની ! ~ *જય વસાવડા* #jv
-
jay vasavada JV
@jayvasavada
હા, ઉપાડો લીધો છે આ વાયડા wokeડા બોતડાવે. પૃથ્વી પર સ્ત્રી પુરુષના નેચરલ નોર્મલ સહજ આકર્ષણ કે શણગાર કે દેહ જેવું કશું બચશે જ નહી આવા ભવાડાછાપ ભૂંડાઓ કુદરતની રચનામાં થતી ભૂલને પણ નકલી માનવતાના નામે ફૂલ બનાવવા જશે તો. આ તો જોકે ફૂલ નહી પણ કૂંડુ છે 😜કોમલાંગી નહિ પણ મર્દાનગી છે. 😉 કર્વ્ઝ વિનાનો કબાટ લાગે છે, 😝 પણ કહેવાતા આધુનિક બબૂચકો કહે એટલે આપણે આવા ખપાટિયાને અલ્જરિયન ખાતૂન માની લેવાની બોલો 🤪🤯🤣 હયદ છે.
Star Girl
@StarGirlonFire7
They want you to believe this dude is a woman!
#imanekhelif -
jay vasavada JV
@jayvasavada
દેશની ઘણી બધી સમસ્યાઓનો આ એક સરળ ને સચોટ ઉકેલ છે, પણ એનો અમલ નથી થતો કારણ કે...
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રાજકોટમાં અંતે વરસાદી ભીનાશ બાદ તડકો નીકળ્યો છે ને ભલે આઠમનો મેળો ના થયો, અમારો મેળો થવાનો છે અને હું ને દેવકી ઉત્પલની સાથે ધરમના આયોજનમાં એમાં ધોધમાર વરસવાના છીએ. એમાં વાતોથી ! તો ઘરની બહાર નીકળી એક સરસ સમય વીતાવવાનો મોકો છે. આ વિડીયોમાં વિગતે વાત છે એમ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ તમે વિધાતાના વ્હાલા ને લકના લાડકા ના હો, તો જીવનમાં શું કરવાનું ? કર્મ ને કિસ્મતનું બેલેન્સ કેવી રીતે કરવું ? આવા અગત્યના સવાલોના નિખાલસ વાસ્તવિક જવાબોની ચર્ચા કરવા હું ને આર જે દેવકી મળીશું રાજકોટમાં આ શનિવાર તા. 31 ઓગસ્ટે રાત્રે 8.30 કલાકે પ્રમુખસ્વામી હોલમાં. જામનગરના સુપરહિટ શો બાદ પહેલી વાર "નિયતિ" ધ ડેસ્તીની ટોક શોની ચોપાટ મંડાશે રાજકોટમાં ! જીવનના કેટલાક ગેબી અનુભવોના રહસ્યો પણ છતાં કરીશું ને ને સવાલોના જવાબો પણ આપીશું. ટિકિટ બુકિંગ માટે જસ્ટ જુઓ એનું પોસ્ટર સ્ટોરીમાં કે વીડિયોમાં અંતે... કે કોલ કરો : 8866247282. #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કૃષ્ણકૃપા કે ભારતના ભવ્યાતિભવ્ય નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં આત્મીય ધનરજભાઈ નથવાણીના સ્નેહ નોતરે કૃષ્ણ પરનું રંગારંગ મ્યુઝિકલ "રાજાધિરાજ" જન્માષ્ટમીએ જ મુંબઈ જોવાનું થયું. ખૂબ બધા મિત્રો ને ચાહકો મળ્યા. પ્રિય પરિમલભાઈ @mpparimal પણ મીઠો આવકારો આપવા ઉપસ્થિત હતા. મિત્રો વિરલ રાચ્છ ને પાર્થિવ ગોહિલ ક્રિએટિવ ડાયરેકટર છે એમાં. વિરલ તો દરવાજે ખાસ લેવા આવ્યો ને અમને સ્પેશ્યલ સીટસ સુધી મૂકી ગયો. સેન્સર બોર્ડના ચીફ ને કવિ લેખક પ્રસૂન જોશીથી લઈને સુરતના લવજીભાઈ બાદશાહ સુધીના અનેક સુહ્યદોનો મેળાવડો. આઠમના સ્પેશ્યલ સરપ્રાઇઝ રૂપે છેલ્લે સચિન જીગર પણ પાર્થિવ ગોહિલ જોડે લાઈવ હતા એમાં મટકીફોડ માટે. કાનુડાના જન્મદિનની સાંજની એ ફૂલગુલાબી સુંગંધ તો આજીવન શ્વાસમાં મહોરશે. બ્રોડ વે સ્કેલ પર આલીશાન પ્રોડક્શન કવોલિટી સાથે પ્રોડ્યુસ થયેલો ને અમિતાભ બચ્ચનના અવાજમાં ઊઘડતો આ સંગીનૃત્યનાટિકા શો નાટક કે કૃષ્ણગીતો કે કૃષ્ણકથા કે કૃષ્ણચિંતનથી અલગ છે. રાજાધિરાજ તો બસ કૃષ્ણભક્તિ અને કૃષ્ણપ્રીતિનો ભવ્ય રંગારંગ ઉત્સવ છે. ગ્રાન્ડ થિયેટરમાં ગ્રાન્ડ સેલિબ્રેશન. પુષ્ટિમાર્ગ અને પૂર્ણ પુરુષોત્તમની યાત્રાછાલકની પુષ્પપાલક શુદ્ધ હિન્દીમાં ને વચ્ચે ગુજરાતી પણ. બીજું બધું ભૂલીને મોરપીંછના બધા રંગોની છોળ લહેરાવતા ડિજિટલ બેકગ્રાઉન્ડ ને બેનમૂન કોરિયોગ્રાફી સાથે લાજવાબ કોસ્ચ્યુમ્સનો એક અભૂતપૂર્વ અનુભવ છે ભારતમાં. રસભર્યા રાધા મોહનના માધુર્યથી મદમસ્ત અનેરી આઠમ રહી મારી. ધન્ય હો ધનરાજભાઈ અને ભૂમિબહેન આ ઉત્સાહભર્યા ઉત્સવ માટે. નીતાબહેન અને મુકેશભાઈનું રિલાયન્સ છે તો આવા ધરખમ ભારતીય જલસા હવે આપણે સ્વદેશમાં માણી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ ❤️🙏🏼 ~ જય વસાવડા #jv
-
jay vasavada JV
@jayvasavada
આકરો બફારો માંડ ગયો, પીવાનું પાણી નવું આવ્યું. પણ સૌરાષ્ટ્રની સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ. મજા કરનારા તો ઠીક, મોબાઈલ મચડી ખાશે. પણ બિચારા સેંકડો નાના માણસો જે તહેવારના ધંધાની આશ લગાવી પેટિયું રળવાની રાહ જોતા હોય એમના માટે દુઃખ થાય. કોઈક પાથરણાં પર ગોઠવેલા રમકડાં લે ત્યારે એમના છોકરાં ખીચડી ભેગા થતા હોય. કરજ કરીને ખાણીપીણીની સામગ્રી એકઠી કરી હોય સ્ટોલ માટે એ ફેંકી દેવી પડે. નાની નાની ચીજો વેંચવા માટે ભરી હોય એના રૂપિયા પૂરના પાણી પેઠે વહી જાય પણ આવકનું ધોવાણ થઈ જતા દેવું ચડી જાય. ભારતમાં કેટલાય શ્રમજીવી લોકો ચોરીગુનાખોરી વિના જેમતેમ બે છેડા ભેગા કરી જીવે એમને માટે મેળો કે ઉત્સવ પર્વ એ માત્ર મનોરંજન કે ભક્તિ નથી. તહેવાર એક તક હોય છે. બે ટંકના રોટલા રળવાની. વરસાદ વધુ પડતો વરસે ત્યારે બીજી બધી હાલાકી દેખાય પણ આવા ડૂસકાં ય ડૂબી જાય. પછી કોઈ આપઘાત કે બીમારી કે અધૂરા ભણતર કે હાડમારી રૂપે કેટલાય નાના કહેવાતા માણસોના જીવતરમાં એનો ચૂવાક થતો રહે ! વર્ષોથી માંડ ટકેલું વૃક્ષ જેમ ધરાશાયી થાય તોફાનમાં ત્યારે એના પર ઉજ્જડ થયેલા માળાઓમાં થીજી ગયેલા ટહૂકાઓની શોકસભા કોઈ ભરતું નથી. બસ ઘણી વેદનાઓ એમ જ રૂંધાઇ જતી હોય છે, છાતીમાં આંસુ તરીકે ટપક્યાં વિના ! સાબદા બનતા તંત્રની નીચે રહી જાય છે એક બોગદું. કરમની કઠણાઈનું પોલાણ ! કાદવ તો તડકે સૂકાઈ જાય, પણ જીવનના સંઘર્ષ લપસણા જ રહેતા હોય છે.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
-
jay vasavada JV
@jayvasavada
લાલાનું સ્વરૂપ એટલે બાળપણના ભોળપણનું ગળપણ. નિર્દોષ નટખટ નંદકિશોર એટલે માસૂમિયતનો મહોત્સવ. Celebration of Pure Innocence ❤️ જે બચ્ચું છે, એ જ ભગવાન માટે સચ્ચું છે ! તો એ તમને બધાને ગોકળ આઠમના વ્હાલા વધામણા કહે અમારો લાડવા જેવો લાડકો કાનુડો એવી ભત્રીજી ચિ. પ્રથા... 🎈🎉🎊🎀😍🥰 #jv
-
jay vasavada JV
@jayvasavada
અમારા ગામનો એક મરિયલ માંકડો પોતે ડોળચા જેવું ડાલું ડેસ્કટોપ વાપરી ખેંગારના જમાનાના સોફ્ટવેર સાથે ભેજાફોડી કરતો માવો મસળતા પાનના ગલ્લે ટ્વીટર જોઈને ચરક્તો હોય કે એલાન માસ્ક ( ઇલોન મસ્ક બોલતા ય એને આવડતું નથી ! ) ને ધંધો કરતા નો આવડે. લો બોલો ! એને ખબર જ નથી કે એકસ સિવાય પણ ટેસ્લા તો છે જ. પણ સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી ને પાછા લાવવા માટે ડ્રેગન કેપ્સ્યુલની ચર્ચા ચાલે છે એ મસ્કનું છે. દુનિયામાંથી વાઇફાઇ ની જફા ને રોમિંગ ખર્ચ મિટાવી દેતો સ્ટારલિંક સેટેલાઇટ નેટ પ્રોજેક્ટ મસ્કનો છે. ન્યુરાલિંકથી લકવાગ્રસ્તને ચાલતા ને આંધળાને દેખતા કરવાનો પ્રોજેક્ટ મસ્કનો છે. બુલેટ ટ્રેનના બાપ જેવા હાઇપરલૂપનો પ્રોજેક્ટ મસ્કનો છે. કહેનારા તો એને બિટકોઇનનો છૂપો જનક પણ કહે છે. પણ છાણના છીપા જેવા ગલીમાં ગોબર ચૂંથતા થૂંકયા કરશે આપણે ત્યાં અભિપ્રાય કે ઈવડા ઇ ને ધંધો કરતા ના આવડે ! 😉😜😂🤣
#પુલાવબિરિયાનીદહીંભાતભાતકેલોગ -
jay vasavada JV
@jayvasavada
Superb thread.
James Lucas
@JamesLucasIT
Thread of crazy painting details 🧵
1. It's all in the eyes -
jay vasavada JV
@jayvasavada
Yes. Always.
Narendra Modi
@narendramodi
Poland greatly reveres Jam Saheb Digvijaysinhji Ranjitsinhji Jadeja. In this article, Shri @SujanChinoy writes about this strong connect between Poland and Nawanagar. www.hindustantimes.com/opinion/remembering-the-dobry-maha…
-
jay vasavada JV
@jayvasavada
What goes around... Hehe.
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
Lolz
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
Coz of goalkeeper shreejesh and captain harmanprit we won olympic bronze again in hockey after loosing in semis at last moment. Congratulations team india 🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
આ છે સાચી "મનુ" સ્મૃતિ ! જય હો ! 🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
અંતે કોઈ વયોવૃદ્ધ જેવી ધીઇઇ...... મીઈઈઈ ગતિએ અમેરિકાના ભૂલકણા રાષ્ટ્રપતિ બાઈડનબાપા કેટલાય ધક્કા બધાએ માર્યા, ત્યારે માંડ ચૂંટણીમાંથી આજે હટી ગયા. આમ તો વન વે દોડતો ફિટ એન્ડ ફાઈન હણહણાટી કરતા અને લીલાલહેર કરતા પળવારમાં ઘાત જાય એવા ગોડના ય લાડકડા ટ્રમ્પકાકાનો અશ્વમેધ રોકવો હવે અઘરો પડે. પણ કોઈ તેજતર્રાર યુવા ચહેરાને ડેમોક્રેટ્સ ચાન્સ આપે તો સારું. 😜😝
-
jay vasavada JV
@jayvasavada
ઉત્તર ધ્રુવના સીમાડે આવેલા નયનરમ્ય દેશ નોર્વેના ટ્રોમ્સો શહેર કે જ્યાં પ્રિય બાપુની સુંદર કથા ચાલી રહી છે ત્યાં નંબર વન આકર્ષણ હોય તો એ છે કેબલ કારથી નગર અને ટાપુ પર ઝળુંબતા પહાડ પર જવાનું. ગઈ કાલે રાત્રે અહીં સરસ હવામાન હતું. ઠંડીમીઠી હવા અને સતત સાથ આપતો, અત્યારે મધરાતે પણ ના ઢળતો ચમકતો સૂરજ. બધા ઉપર કાફે આસપાસ જતા હતા પણ હું એકલો આગળ ગયો ટ્રેકિંગ કરતો. અને એમ જ કુદરતના બેનમૂન લાજવાબ નજારા ખુલતા ગયા. પ્રકૃતિના શાંત એકાંત નિર્જન ખોળે પ્રકાશ, પહાડ, પાણી અને હરિયાળી એકસાથે ! જુઓ પૂરા 75 ફોટામાં એની ઝલક ફેસબૂકના મારા વેરીફાઇડ પ્રોફાઈલમાં છે જ. પણ આ એકસલુઝિવ રીલ અહીં. 😍 છેલ્લે 12 વાગે રાતના એકલો ઉતર્યો ત્યારે કેબલ વાળા ભાઈએ કહ્યું કે આ સમરની બેસ્ટ નાઈટ આજની હતી. આ પાવન કરતો આહ્લાદક અનુભવ કલાકો સુધી મેં તો શ્વાસમાં ભર્યો. શ્વાસ લેવાનું ભૂલાઈ જાય એવી અનુભૂતિ હતી. ખુશખુશાલ થઈ જવાયું. ❤️
~ *જય વસાવડા* #jvclick #norwayThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
એક નજરમાં આ પોલખોલ કહી દીધું હતું. ટેમ્પરરી ટર્મિનલને ઈન્ટરનેશનલ કહી દેવાયો પણ નવો બને છે એ પણ ડોમેસ્ટિક જ રહેવાનો છે ! તો પછી આટલા ખર્ચ કરી, નાના શહેરથી 31 કિમી દૂર રાજકોટની નહી પણ ચોટીલાની ભાગોળે કોઈ અલાયદા રોડ વિના હેરાનગતિ કરીને, કિંમતી ઇંધણ બાળીને જવું પડે એમ આ બનાવવાની જરૂર શું હતી જ્યારે ઓલરેડી ફંકશનલ ડોમેસ્ટિક એરપોર્ટ તો હતું જ ! એનું રિનોવેશન કર્યું હોત તો ? કોક પૂછો પોતાના ખિસ્સાના પૈસે બન્યું હોય એમ સપના દેખાડીને સાચી ફરિયાદ સામે બનાવટી બચાવ કરવા વીડિયો બનાવવા નીકળી પડેલાઓનો ખુલાસો. 😜 ટ્રોલિયાટપોરીઓની તો જનહિત માટે બોલવાની ત્રેવડ હોતી નથી 😀 #jv
-
jay vasavada JV
@jayvasavada
જીતનો જલસો... 🥳 જય જય જય જય હે ટીમ ઈંડિયા અને જીવનનું લેસન પાકું થયું આ ફાઈનલથી કે જેમાં ટેલન્ટ હોય એ ફિલ્ડમાં જો ટકી રહો મજબૂત મનોબળ અને પ્રચંડ પરિશ્રમ સાથે તો કોઈ કસોટી આકરી ભલે લાગે, આખરી નથી હોતી. વિજયની વરમાળા માટેની નવી તક મળવાની જ છે. પ્રેમ હોય કે ગેમ, હાર કો દિલ પે મત લે યાર, નઇ જીત કર રહી હોગી તુમ્હારા ઇન્તેઝાર ❤️ જય જય જય જય હે ટીમ ઈંડિયા, જેમ આ વર્લ્ડ કપ ફાઇનલમાં બધા એક ટીમ બની કોઈને કોઈ યોગદાન આપવા રમ્યા એમ જ દેશ એક ટીમ બની જાય ભેદ ભૂલીને ભાવથી, તો આપણે ઘણી બાબતોમાં વર્લ્ડ ચેમ્પિયન જ બની શકીશું 😎 રોહિત વિરાટ યાને રોકો ને કોઈ રોકી ના શકે. સેલ્યુટ માનભરી વિદાય ને. યાદ રખેગા યે દિન હિન્દુસ્તાન.
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
યુગાંત ! 🙏🏼 Farewell sir.
Bhupendra Patel
@Bhupendrapbjp
મારા કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથનજી તા. ૩૦ મી જૂન ૨૦૨૪થી સ્વેચ્છાએ કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા હતા.
૨૦૧૩માં અધિક મુખ્ય સચિવ તરીકે સનદી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે એક દાયકાથી પણ વધુ સમય સુધી મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવા-યોગદાન આપ્યું છે.
તેમની વહીવટી કુશળતા, પ્રજાના પ્રશ્નોના નિવારણની આગવી સૂઝ અને કુનેહપૂર્ણ કાર્યશૈલી તેમના સમગ્ર સેવાકાળ દરમિયાન આગવું પાસું બની રહી હતી.
શ્રી કૈલાસનાથનજીને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય નિવૃત્ત જીવન માટે મારી શુભેચ્છાઓ. -
jay vasavada JV
@jayvasavada
આવા ચાંપલા ચિબાવલા snob રિવ્યૂ રાઈટરો ને લીધે જ અંગ્રેજીના દંભી રિવ્યુઝની દુકાનોને તાળા લાગી ગયા. સારું થયું રોહિત શેટ્ટીએ મોઢે ચોપડાવી દીધું 😄
Hardik Rajgor
@Hardism
My favourite Film Companion moment.
-
jay vasavada JV
@jayvasavada
18મી લોકસભાના પરિણામો બાબતે તુલાધાર સત્ય કહેતું મારું એનાલિસિસ...
www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-09-jun… -
jay vasavada JV
@jayvasavada
Yeah.
-
jay vasavada JV
@jayvasavada
Ditto ! 👌🏼
Prashant Kishor
@PrashantKishor
अगली बार चुनाव और राजनीति की बात हो तो अपना क़ीमती वक़्त ख़ाली बैठे फ़र्ज़ी पत्रकार, बड़बोले नेताओं और Social Media के स्वयंभू विशेषज्ञों की फ़िज़ूल की बातों और विश्लेषण पर बर्बाद मत करिए।🙏🏼🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
સાવ સાચી વાત છે આ.
Zee 24 Kalak
@Zee24Kalak
"જો લોકો વીડિયો ઉતારતા ના રહ્યા હોત અને મદદ કરી હોત તો ઘણા જીવ બચી ગયા હોત": ઘટનામાં બચી જનાર દક્ષ કુંજડિયા
#rajkottrpgamezone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #gujarat #zee24kalak -
jay vasavada JV
@jayvasavada
રાજકોટ જેવી કરપીણ ઘટના આપણા ભ્રષ્ટાચાર, ભૂલકણાપણું અને ભવિષ્યને બદલે ભૂતકાળપ્રેમ જેવા આસુરી લક્ષણો બાબતે અનેક વાર મે પોકારી પોકારીને કહ્યું લખ્યું છે, એનો કરુણ રિમાઇન્ડર આપે છે. ટ્રાફિક હોય કે ટેકસ, આપણી બટકણી લાગણી જ્ઞાતિ કે ધર્મ કોમના મુદ્દે જ દુભાશે, જીવલેણ ગણાય એવા રિયલ ઇસ્યુઝ સાઈડ લાઇન થતા રહેશે ને એટલે જ નેતાઓ કે તંત્ર એને મહત્વ જ નહી આપે. સ્ત્રી પુરુષનો પ્રેમ વલ્ગર લાગશે, પણ રખડતા ઢોરકૂતરા કે રસ્તાના ખાડા જેવી ડઝનબંધ બાબત આપણને અશ્લીલ નહિ લાગે ! આપણા ટોળા રોષમાં માત્ર અહંકાર માટે આંદોલન કરશે, સલામતીના નિયમોના પાલન માટે નહી ! કાલ્પનિક ફિલ્મોમાં કાવતરું જોનાર ગાંડિયાઓને નિર્દોષોના વારંવાર ભોગ લેતા કાળમુખી તંત્રની અવ્યવસ્થા બાબતે કશું ફીલ નહી કરે ! શાસનની શિથિલતા સામે નાગરિક હિતમાં અવાજ ઉઠાવનારને સવાલો કરશે પણ ખરા ગુનેગાર એવા લોકલ લુખ્ખાઓ સામે આંખમાં આંખ નાખી અવાજ ઉઠવવા એકઠા નહી થાય ! કોરોનાની કઠણાઈ પણ બધા તરત વિસારે પાડી ખોવાઈ ગયા મોબાઈલ મનોરંજન પાછળ... સમાચારોની સનસનાટી બીજે વળી ગઈ ત્યારે. બધે રૂપિયા ઘરભેગા કરીને તકલાદી કામ ઝીંકી દેતા સેટિંગની મિલીભગત ચાલે ત્યાં લાચારી, આંસુ ને હતાશા જ વધશે પ્રજા પાસે. આમાં સાચા ને સંવેદનશીલ હોવું, આધુનિક વૈજ્ઞાનિક રસિક આખાબોલા હોવું તો જાણે અપરાધ છે ! વાંક ફરવા જનાર નાગરિકોનો નીકળશે પણ ગરિયા ફેરવી જનાર દાધારંગા ભારાડીઓ ખુલ્લા ફરી ને વધુ જોખમી દુર્ઘટના સર્જશે ! 🙏🏼 ~ *જય વસાવડા* #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ગુજરાતમાં વધુ એક એવી દુર્ઘટના જ્યા મધ્યમ કે ગરીબ વર્ગના લોકો બે ઘડીની મોજ માટે ગયા હોય અને મોત લઈને આવે ! બધે કારણ એ જ કે મળતિયાઓને જ ફરી ફરી કોન્ટ્રાક્ટ મળે, તંત્રવાહકો ને નેતાઓ અધિકારીઓ કોઈ જવાબદારી સમજવાને બદલે આંખ આડા કાન કરી ભ્રષ્ટાચાર ચલાવે ને ભોગ બને નાગરિકો, જેની સંખ્યા ભારતમાં આમે બહુ બધી ને પાછા મોટા ભાગના સહનશીલ. કોવિડ જેવો કાળ પણ સાચી ફરિયાદનો સામૂહિક અવાજ ઉઠાવવાને બદલે ચૂપ રહે, ભૂલી જાય કે ઉપર બેઠેલાઓને સામે ઝૂકીને એમને જ મોટા કરે. પાછા કહેવા આવે કે તમે કેમ અવાજ નથી ઉઠાવતા. સુરતના તક્ષશિલાકાંડ હોય, મોરબીની માનવસર્જિત બિલકુલ નહિ એવી ઝૂલતા પુલની દુર્ઘટના હોય કે વડોદરાના હરણીમાં ડૂબી ગયેલા માસૂમોની ચીસો હોય .. દરેક વખતે દિલ દુખ્યું છે એટલું જ નહી. કોવિડ હોય,મજૂરોનું માઇગ્રેશન હોય , વીજળી કે રોડના ખાડાની સમસ્યા હોય, અખડતા ઢોર કે અકસ્માત આડેધડ ઉતાવળે શરૂ કરાયેલ એરપોર્ટ હોય... હું એકમાત્ર, રીપિટ એકમાત્ર મેઈનસ્ટ્રીમ ગુજરાતી લેખક છું જે આના પર લખતો બોલતો હોય કોઈને કેવું લાગશે એવી પ્રવા વિના. પણ આપણા ટોળા તો માત્ર જ્ઞાતિ, ધર્મ કે કળાના મુદ્દે લાગણી દુભાવી રસ્તા પર આવશે. નાગરિક હિત ખાતર વાત કરનાર તો ટ્રોલિયા ટપોરી ગેંગના નિશાન પર હોય, જે ભગત મંડળી ને લીધે જનતાની હાલાકીનો અવાજ સાચો ટોચ પર જતો નથી. આજે રાજકોટમાં ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અને 25 કેટલા મૃતદેહો ઓળખી ન શકાય એવી હાલતમાં મળ્યા ને બાકી તો હજુ ચાલુ છે. નબળી ગુણવત્તાના પતરા ઓગળી જતા કોઈ બહાર ના આવી શક્યું ને બાળકો સહિત બિચારા ભડથું થઈ ગયા એવા પ્રાથમિક અહેવાલો છે. સ્વજનો સિવાય ફરી બધા બઘું ભૂલી જશે. ડિજિટલ હેડલાઇન મેનેજમેન્ટ સિવાય સમજ માટે કશું નહિ કરનારા કોઈક સાચું કહે એને બોલતી બંધ કરાવવા મનફાવે એમ પાછળ પડીને ટ્રોલ કરશે. પણ વારંવાર જે જીવથી જાય છે ને બાળકો હોમાઈ જાય છે વગર વાંકે મોટાઓની કટકી ખાયકીમાં એનું શું. આપણી પાસે આવી ઘટનાની અલાયદી હેલ્પલાઇન પણ નથી. પત્રકાર મિત્રોએ પોલીસના વ્યક્તિગત નંબર આપ્યા છે એ શેર કરું છું. હોસ્પિટલ પોલીસ ચોકી 0281 2447294
સિવિલ હોસ્પિટલ 0281 2471118 ફોન :+917698983267(PI zankat)+919978913796( ACP V G patel )
ગેમ ઝોન ફાયર દુર્ઘટના સંદર્ભે પુછપરછ માટે
ફોન : 73833 13325 (PI Dhaval Haripara)
997840 8304 (ACP Radhika Bharai)
ઉપરવાળામાં ન્યાય ને સંવેદના બચ્યા હોય તો મૃતકોમાં આત્માને શાંતિ આપે એ ઔપચારિકતા. પણ બે - જવાબદાર નાલાયક ભ્રષ્ટાચારી ને સેફ્ટીની કોઈ સાયન્ટીફિક સમજ વિના તોડબાજી કર્યા કરતા કહેવાતા આગેવાનો અધિકારીઓને આજીવન ઘોર અશાંતિ આપે. ~ જય વસાવડા #jvThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ડિઝાઇનર મિત્રો માટે ખાસ...
-
jay vasavada JV
@jayvasavada
બેહદ ખૂબસૂરત ગોલશિફતેહ ફરહાની ઈરાનમાં જન્મીને મોટી થઈને હવે ફ્રાન્સમાં રહેતી લાજવાબ અભિનેત્રી છે. એશિયન ના હોત તો ઓસ્કાર મળી ચૂક્યો હોત એવી. બોલ્ડ, બેબાક, બિન્દાસ. "તહેરાનના કસાઈ" નામથી ઓળખતા ને ઈરાનમાં ભવિષ્યના સુપ્રીમ લીડર થવાનું નિશ્ચિત હતું એવા સ્ત્રીસ્વાતંત્ર્ય ઘોર વિરોધી અને જડસુ ઈસ્લામિક મુલ્લાશાહીના સિમ્બોલ જેવા પ્રમુખ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું, એમાં હજુ સુધી કોઈ કાવતરાંની વિગત નથી આવી. અચાનક થયેલું ખરાબ હવામાન કારણ છે. માસૂમ દીકરીઓ સામે નજીવા અપરાધ બદલ પોતાને ચોક વચ્ચે લટકાવી દેવા કે કલાકારો / ખેલાડીઓ ને મોતની અમાનુષી ને અન્યાયી સજા કરવી એ ઈરાનના સરકારી કરતૂતમાં વડા રઇસીની રજામંદી રહેતી. એમનો કઠોર આજ્ઞાને લીધે ફરજિયાત હિજાબ સામે આંદોલન કરતી ઈરાનની 400 થી વધુ નિર્દોષ મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવાઈ ને સેંકડો હજુ જેલમાં છે, એવા રિપોર્ટસ છે. ખાલી સેક્સી તસવીરો જોઈને જ છાજિયાં લેવા લાગતી પોદળાપંચાતટોળીને એ ખબર જ નહિ હોય કે ઈરાની મહિલાઓની એટ્રોસિટી બાબતે મેઈન સ્ટ્રીમ ગુજરાતી કોલમમાં પહેલો ને કદાચ એકમાત્ર રોકડો વિરોધનો અવાજ ઉઠાવતો લેખ મેં લખેલો. ( નવરાત્રિ, 2022 ). આવી માનસિકતા અહીં ધર્મના નામે જોઈતી નથી એટલે જ એવા ફોલ્ડરોને હું એકલે હાથે રમકાવું છું. એની વે, ખરેખર વિપ્લવી મિજાજની ગોલ્શિફતેહ ફરહાનીએ ક્રિએટિવ આર્ટના માધ્યમે એવો સોલિડ ફટકો માર્યો છે કે વાહ ને આહ નીકળી જાય ને એણે લખ્યું એમ નો કૉમેન્ટ્સ જ લખવાનું રહે. કારણ કે આખા ચિત્રની કાતિલ તીવ્રતા આ બધા લખાણમાં મંદ થઈ જાય. પણ હવેની વિડિયોચાટણ પરજા આગળપાછળના સંદર્ભો સમજે એટલા ઇન્ટરનેશલ ન્યુઝ વાંચતી ના હોય તો એમના ખાતર આટલું લખ્યું. કકળતી આંતરડીનો ખૌફ તો અલ્લાહનો નેક ઈમાન છે, બુલંદ ઇન્સાફ છે. પણ મુલ્લાઓ એ સત્તામાં આવી ભૂલી જાય છે. તુલસી હાય ગરીબ કી, કભી ન ખાલી જાય.. મૂએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય ! બરાબર જુઓ ને સમજો ને ચિત્તમાં ઉતારો આ ચિત્ર.
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
મારો મત, મારો વટ્ટ ❤️🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
કાયમ માટે ક્રિસ્ટલ કલિયર સ્ટેન્ડ. કુલ 8 ભાગમાં પોસ્ટ છે. 1/8.
Post not available here, view on X
jay vasavada JV
@jayvasavada
6/8
jay vasavada JV
@jayvasavada
7/8
jay vasavada JV
@jayvasavada
8/8
jay vasavada JV
@jayvasavada
7/8
-
jay vasavada JV
@jayvasavada
કોંગ્રેસ ગાંધીપરિવાર વિના એક ના રહે ને છૂટી પડી જાય એવું એક સિનિયર નેતા સમજાવતા હતા. ચાલો, બરાબર પણ તો કેમ પ્રિયંકા ગાંધી જે ત્યાં અન્યોની સાપેક્ષમાં સૌથી વધુ પબ્લિક કનેક્ટ ધરાવે છે એમને હજુ લોકસભામાં પણ મોકલાતા નથી ? આમ જ ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને આગળ કરવામાં વર્ષોનું મોડું કરી નાખ્યું ને સંભવિત લાભ ગુમાવી દીધા ! આ તો તમારા આશાસ્પદ બોલરને મેચ હારી જાવ ત્યાં સુધી એકે ઓવર ના આપવી એવું કેવું ? 😜
-
jay vasavada JV
@jayvasavada
વાહ ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી ભરતભાઈની સુંદર વાત. ❤️
Bharat Pandya
@bharatpandyabjp
ગુજરાત સ્થાપના દિવસની હ્યદયપૂર્વક શુભેચ્છાઓ...
હા, હું “ગુજરાતી” છું.
ભરત પંડયા -
jay vasavada JV
@jayvasavada
ફૂટબોલ અને ગુજરાતમાં ? જી હા. જો આવતીકાલના જગતને ભારતમાં રસ લેતું કરવું હોય તો એનો એક રસ્તો છે ફૂટબોલમાં ઝળકવું ! અનેક સ્વદેશી સુનીલ છેત્રી 2.0 પેદા કરવા ! મૈદાન કે ઝૂંડ જેવી ફિલ્મોને બદલે અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. ભાવિ ચેમ્પિયન્સના વાવેતર કરતો ફૂટબોલનો ફેન્ટાસ્ટિક મહામુકાબલો! વર્ષોથી મારા પારિવારિક સ્વજન, મિત્ર, માર્ગદર્શક એવા પરિમલભાઈ નથવાણીની આગેવાનીમાં અમદાવાદ કાંકરિયા ખાતે 1 થી 12 મે. Red fm ના મિત્રો ને અનેક મહાજનો એની સાથે સંકળાઇને એક નવતર પહેલ કરી રહ્યા છીએ કે આપણી આઝાદીની શતાબ્દીટાણે આપણે ફિફાના કિલ્લા પર વિજયવાવટો ફરકાવી બેઠા હોઈએ. તો ચાલો, જોશ વધારીએ બધાનું ને હોશ ઉડાવી દઈએ દુનિયાના કે પેલે કે મેરાડોના તો અમારી આટલી વસતિમાં પેદા થતા જ હોય... હવે એમને માટે તક ઊભી થઈ છે હીર બતાવવાની ને જલવાફરોશ થવાની... ⚽⚽⚽ ~ જય વસાવડા #jv
@mpparimal @RJdevakiThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
I don't understand this cry about saffroism in DD logo. There must be fellow citizens like me who remember that during 1980's DoorDarshan have logo with satyam, Shivam, sundaram and when it starts ( not 24 hrs telecasting in every centres then ) all stripes come in round ( very basic animation ) with classical.signature tune in ornage color only. This was during Rajiv Gandhi's tenure when Ramayan and Mahabharat were on air.
jay vasavada JV
@jayvasavada
Evidance. Shammi narang reading news at that time.
-
jay vasavada JV
@jayvasavada
આશુતોષ રાણા અમિતાભ બચ્ચનની જેમ જ હિન્દી ભાષા માટે પણ ગમી જાય ને ઉત્તમોત્તમ અદાકારી લટકામાં આવે એવા કલાકાર. NSD આર્ટિસ્ટ, આજે પણ મોટી મોટી ફિલ્મોમાં સક્રિય, સાહિત્યની ઊંડી સૂઝ અને શબ્દોની પરખ. પ્રેમથી લઈને પરિવાર સુધી એક ઉમદા ઇન્સાન. એમના પુસ્તકો વાંચવા જેવા. એમના પ્રવચનો સાંભળવા જેવા. પઠન તો લાજવાબ.
22 વર્ષે એ તખ્તા પર પાછા ફર્યા છે "હમારે રામ" નાટક સાથે. દિલ્હીમાં એના સફળ શોઝ બાદ મુંબઈના હાઉસફૂલ શોમાં હમણાં એ નાટક જોયું. શિવભક્ત આશુતોષ એમાં ખલનાયક દશાનનનું પાત્ર ભજવે છે. એટલું પ્રચંડ પરફોર્મન્સ રાવણ તરીકે એમણે આપ્યું છે કે અરવિંદ ત્રિવેદીને બાદ કરતા આ અત્યાર સુધીમાં અભિનયથી સાકાર થયેલો શ્રેષ્ઠ રાવણ છે. તખ્તો ભરી દે એવું એમનું વ્યક્તિત્વ. અવાજ અને આંખની કાબેલિયત. શુદ્ધ હિન્દીમાં પડઘાતા સંવાદો સાથે પડછંદ પ્રભાવ. લોકો એમને માટે તરબોળ હતા રીતસર !
નાટક રામાયણની લોકપ્રિય ભાવનાને ન્યાય કરે છે. સાવ આદિપુરુષ જેવું નથી. રામાયણની અમુક દંતકથા અહીં સુપેરે સાકાર થઈ છે. નલકુબેર રંભા હોય કે રાવણ રામેશ્વરમની પૂજા કરાવવા જાય એ હોય. કૈલાસ ખેરે ગાયેલું "મહાદેવ સાધક દશાનન દશાનન" સોંગ તો રૂવાંડા ઊભા કરી દે એવું બન્યું છે. આમ તો જાણીતી રામકથાની જ વાતો છે. ક્યાંક હિન્દીમાં તરકશ જેવો શબ્દ આવે એવું બધું ખૂંચે ! ( શુદ્ધ શબ્દ તૂણીર હોવો જોઈએ ) પણ આશુતોષ રાણાને નજીકથી અભિનય કરતા જોવામાં બધું વસૂલ છે. હજુ મુંબઈમાં શોઝ છે આ વીક એન્ડમાં. કોઈને જોવાનું મન હોય તો.
બેક સ્ટેજમાં અમે એમને મળવા ગયા ત્યારે એમના વિવેક ને સ્નેહ ને લીધે કદાવર છે એટલા જ દિલાવર છે, એનો અહેસાસ થયો. તરત બીજો શો એમનો હોવા છતાં ભાવથી વાત કરીને સંસ્કારનો પરિચય આપ્યો. સન્માન આપે, સાહિત્યની સૂઝ દેખાય વાણી વ્યવહારમાં. થોડા સમય પહેલા પ્રિય મોરારિબાપુને એમનું પુસ્તક અને પઠન ગમ્યું ને એમણે કોલ કરી ખાસ વાત કરેલી એ ઘટના યાદ કરાવતા એમને એ બધું યાદ હતું. બાપુને ખૂબ ભાવથી એમણે યાદ કર્યા. આમે એ નાટકના અંતે સંબોધનમાં બોલેલા કે "જય સિયારામ" ( સીતાનું નામ પહેલા ) બોલજો બધા.
"મુજ ( રાવણ ) મેં કો જ્ઞાન કા અહંકાર થા, ઉન ( રામ ) મેં અહંકાર કા જ્ઞાન થા" જેવા સંવાદો આશુતોષ રાણા બોલે એટલે લાગે કે એમણે જાણે લખ્યા હોય ! કારણ કે કવિતાઓ, નિબંધો, વાર્તાઓ ઉપરાંત એમણે "રામરાજ્ય"નામનું સુંદર પુસ્તક પણ હિન્દીમાં લખ્યું છે. પુરસ્કૃત છે સાહિત્ય માટે પણ અભિનયની જેમ. રામનવમીએ આવા અદભુત સર્જક આત્માને આનંદવંદન. ❤️🙏🏼#aashutoshranaa
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
This is absolutely ridiculous by @Bose @BoseService. Who charge enormous amount for their systems and gives pathartic reply even after 4 days of booking a service and coustomer is agree to pay for visit that they are "looking for an expert" ! Wow, what the hell. Why even you people are running a service center if you don't have experts with you. Just shut it down then. And what about customer's valuable time ? You people don't even bother to conact me on number or email given that you are not honoring the time booked for service. Are we slave of your whims and inability and third class management with poor communication ? Is it clear discrimination by town or race or ethnicity ? Why should anyone purchase any heftily priced product of bose then ? When my Sony TV has stopped working due to voltage fluctuations immediately @SonyTV has visited and even replaced it without a charge. And look at you ! Are you people "Bose" or simply think yourself irresponsible arrongant "boss" ?
-
jay vasavada JV
@jayvasavada
શુભ હોળી ઉત્સવ...
www.instagram.com/reel/C48b58iMqkZ/ -
jay vasavada JV
@jayvasavada
💦 day
-
jay vasavada JV
@jayvasavada
અમદાવાદ, ઓપન ફોર ઓલ. આજે સાંજે વેલકમ..
-
jay vasavada JV
@jayvasavada
અહોભાગ્ય અને આનંદ 🙏🏼❤️
Bharat Pandya
@bharatpandyabjp
શ્રી પરશોત્તમભાઈ રુપાલાજીની “ સાગર પરીક્રમા” અંગેની બુક લોંચનાં કાર્યક્રમમાં સ્ટેજ પર સાથે બેઠેલા પ્રસિધ્ધ લેખકશ્રી જયભાઈએ આપેલ ભોજનનાં આમંત્રણને કારણે તેમનાં ઘરે જવાનું થયું.
જયભાઈનો
પ્રેમનો આવકારો અને
પુસ્તકો-પ્રસંગોનાં હોંકારાએ
નિરાંત-આનંદનો હાશકારો અનુભવ્યો. -
jay vasavada JV
@jayvasavada
So simple, yet so rare !
Prof. Feynman
@ProfFeynman
Einstein's works revolved around three rules which apply to all science, problems, and times:
• Out of clutter, find simplicity;
• From discord make harmony; and
• In the middle of difficulty lies opportunity.
Happy Birthday to Albert Einstein! -
jay vasavada JV
@jayvasavada
વ્યક્તિગત સંપર્કથી વેરિફાઈ કરેલો જેન્યુઇન કેસ છે. શિશુનો જીવ બચાવવા યથાશક્તિ મદદ માટે વિનંતી. 🙏🏼
ketto.org/s?id=rm-899859 -
jay vasavada JV
@jayvasavada
Perfectly observed. +1
Neeraj Badhwar
@nirajbadhwar
मोदी जी को लाइव सुनना
किसी भी बड़े कलाकार या अच्छे वक्ता को स्क्रीन पर देखने में एक चीज़ जो आप तक नहीं पहुंच पाती है वो है उसका Aura या तेज़। और तेज़ को आप तभी महसूस कर सकते हैं जब आप उन्हें आप लाइव सुनें, या देखें। जब आप उस जगह पर मौजूद हों जहां वो शख्स आपके सामने बात कर रहा है। बतौर वक्ता नरेंद्र मोदी जी को तीन-चार मौकों पर पहले चुनावी रैलियों में सुन चुका था मगर इन रैलियों में भीड़ और शोरगुल इतना होता है कि उस हंगामे के बीच उस शख्स की आवाज़ तो आप तक पहुंच जाती है मगर वो शख्स आप तक नहीं पहुंच पाता या आप ही उस तक नहीं पहुंच पाते।
आज दिल्ली के भारत मंडपम में देश के पहले #creators Award का कार्यक्रम था। मुझे भी इस कार्यक्रम का गवाह बनने का मौका मिला। और एक तरह से ये पहला अवसर था जब बड़ी तसल्ली से मोदी जी की शख्सियत को ऑब्ज़र्व कर पाया।
तकरीबन दो ढाई हज़ार लोग Auditorium में थे या उससे भी ज़्यादा। एक दर्जन से ज़्यादा कैटेगरी में लोगों को अवॉर्ड दिए गए। इस दौरान एक के बाद श्रेणी में लोग अपने अवॉर्ड लेने आ रहे थे। मोदी जी हर किसी से एक से दो मिनट तक बात कर रहे थे। अवॉर्ड सेरेमनी ख़त्म होने के बाद मोदी जी ने 45 मिनट तक अपनी बात रखी। इस दौरान मैंने जो-जो नोट किया वो कुछ ऐसा है।
-जब भी लोग अच्छा वक्ता का ज़िक्र करते हैं तो ये बताया जाता है कि उसकी भाषा कितनी Polished हो, उसका वाक्य विन्यास कितना परफेक्ट हो, वो हर दूसरी पंक्ति में किसी बड़े आदमी को कोट करता हो या हर दूसरी बात में वो कोई आंकड़ा गिनाए। अगर आप में सम्प्रेषण के ये सारे गुण हैं तो हो सकता है कि आप अच्छे वक्ता कहलाएं मगर ये अच्छा या आदर्श वक्ता जनता से कनेक्ट भी करे, ये बिल्कुल ज़रूरी नहीं है। कई बार आदर्श वक्ता लोगों को परफॉर्मर लगता है। और जिस वक्ता नेता परफॉर्मर लगे जनता को वो अपने बीच का नहीं लगता। वो उनके लिए दूसरी दुनिया का हो जाता है। कई बार बहुत लच्छेदार तरीके से कही गई बात सामने वाले को उसके छोटेपन का अहसास करवा देती है। और कोई भी इंसान जो आपको छोटेपन का अहसास करवाए आप उसकी प्रतिभा का रूतबा तो स्वीकार कर सकते हैं मगर उसे भी दिल भी दे बैठें, ये कतई ज़रूरी नहीं।
बतौर वक्त मोदी जी की सबसे बड़ी ताकत ये है कि वो अपने भाषण में कभी भी शास्त्रीय होने की कोशिश नहीं करते। वो जो उदाहरण देते हैं वो उनकी निजी ज़िंदगी से निकले होते हैं। वो आम लोगों जैसी जो हिंदी बोलते हैं। वो संवेदना के जिस स्तर पर जाकर मुद्दे उठाते हैं वो वही इंसान उठा सकता है जिसने जीवन को बेहद करीब से देखा है। और ऐसा बोलने के लिए, उस महीन संवेदना को बयां करने के लिए दुनिया के किसी थिएटर में रिहर्सल नहीं करवाई जा सकती। इसीलिए उनकी बातें जनता को इमोशनल करने के लिए किसी चालाक स्क्रिप्ट राइटर के डायलॉग की तरह जानबूझकर ठूंसी हुई नहीं लगती।
क्रिएटर्स अवॉर्ड Distribution के दौरान उन्होंने हर विजेता से दो से तीन मिनट बात की। हर किसी की श्रेणी अलग-अलग थी। मगर शायद ही कोई श्रेणी ऐसी हो, या ऐसा विषय हो जिससे जुड़ा उनका निजी अनुभव न हो. या उस विषय से जुड़ा कोई सुझाव उनके पास न हो।
कुछ लोग इस बात पर ऐतराज़ करते हैं कि मोदी जी टेलीप्रॉम्पटर यूज़ क्यों करते हैं, क्या उनके पास इतनी समझ नहीं कि वो बिना देखें भाषण दे पाएं? वो टेलिप्रॉम्टर से कब और क्यों बोलते हैं ये अलग चर्चा का विषय है। लेकिन इस तरह के लाइव कार्यक्रम में विषयों को लेकर उनकी गहराई, विजेताओं से बात करते हुए उनकी हाज़िर जवाबी देखना ये बताता है कि वो वहां कैसे पहुंचे हैं जहां आज वो हैं। अगर आपमें सहज बुद्धि नहीं है, आपका ज्ञान किताबी है, ज़िंदगी को लेकर आपका अनुभव हवाई है तो Public Interaction में आप एक्सपोज़ हो जाएँगे। और ऐसे मौकों पर अगर आप समां बांध दें, तो इस आलोचना में भी कोई दम नहीं रह जाता कि आप फलां मौके पर टेलीप्रॉम्पटर देखकर क्यों बोले थें। क्योंकि तब तक आप अपनी बौद्धिक क्षमता का लोहा कई बार मनवा चुके होते हैं।
एक बात मैं यहां खासतौर पर अंडरलाइन कर दूं कि आप किसी भी आदमी को पसंद करें या न करें, आप उसकी राजनीति से सहमत हों या असहमत…मगर जीवन के छात्र होने के नाते हर वैचारिक आदमी का ये फर्ज़ है कि जो भी इंसान, विचार या बिज़नेस कामयाब है, वो वक्त निकालकर ये ज़रूर समझे कि वो कामयाब क्यों है। बाज़ार में कोई नई कंपनी आकर पुरानी कंपनी को टक्कर देने लगे या उससे आगे निकल जाए, तो पुरानी कंपनी उसे सिर्फ गाली देकर मुक्ति नहीं पा लेती। वो बिज़नेस करने के उसके तरीके समझती है। नई कंपनी क्या अलग कर रही है वो ये जानने की कोशिश करती है। -
jay vasavada JV
@jayvasavada
પ્રિય મોરારિ બાપુને મહાશિવરાત્રિના એમના જન્મદિનના ચરણસ્પર્શ... 🙏🏼❤️ એમનું હોવું એ જ સનાતન ઉત્સવ છે. એમની સાથે રહેવું એ નૂતન અસ્તિત્વ છે. બાપુની ઉંમર વધતી હોય એવું તો એમના નિરંતર કથાપ્રવાસો જોતા ના લાગે, પણ વિસ્તરતા બ્રહ્માંડની જેમ એમનું અંતર નિત્ય વિશાળ ને વિશાળ થયા જ કરે છે. ગિરનારની લાલ ઢોરીએ કૈલાસ બિરાજે છે આજની રાત્રે ! સમદરપેટા અને ગગનચુંબી એવા આ બાપની હૂંફાળી ને હેતાળ આંગળી પકડીને ચાલતા ભૂલકાં તરીકે એટલું જ કહેવાનું કે - અબજોમાં એક છે આ સત્ય, પ્રેમ, કરુણાના સાધુ... એમને તો "આપ કો હમારી ઉમર લગ જાયે" સિવાય બીજું તો શું આપું ?...
કેરળની રામકથામાં એમની બાબતે થોડી સહજ વાતો કરેલી એ આજના અવસરે જોવા માટે કરો ક્લિક planetjv.net.
જય સિયારામ. ❤️🙏🏼
~ જય વસાવડા #jv -
jay vasavada JV
@jayvasavada
શિવ અને શક્તિનો સંયોગ : મહાશિવરાત્રિ અને મહિલા દિન તો સુંદર સમન્વય છે, શિવ અને શક્તિનો! મહાદેવ પતિ તરીકે શ્રેષ્ઠ છે. સ્ત્રીને, પત્નીને સમજે, એની સ્વતંત્રતાને આડે ના આવે પણ પરિવાર સાચવે અને યુગલ સ્વરૂપે સાથે હરે ફરે અને નાચે પણ ખરા ! શારીરિક રીતે મજબૂત અને વાતચીતમાં સમજદાર કલ્યાણમિત્ર બનીને રહે. પ્રભાવથી પ્રિયાને બાંધી ના રાખે, પણ પ્રેમમાં સતત સંગાથી બનીને સ્નેહથી સંવાદ કરતા રહે. શૃંગાર હોય કે વીર રસ, એવર ડિપેન્ડેબલ મેન. કામદેવને અનંગ બનાવે ને ખુદ નટરાજ બનીને કળા દર્શાવે ! લવ તો કરે જ, પણ કમિટમેન્ટ એક તપસ્વીની નિષ્ઠાથી સદા નિભાવે. ક્રોધ કારણ વગર તો કરે નહિ ને કરે એ પણ કાયમી ના હોય ઝટ ખીજમાંથી ખુશી તરફ જતા રહે. દેખાવ કે જરૂરિયાતની બાબતમાં સહજ અને અલગારી પુરુષ. નારીને મનગમતું કરવા માટે તેજોમય ઉર્જા આપે એ શિવત્વ! પ્રિય મોરારિબાપુના જન્મદિને જરૂર સાંભળો આ આગવો સુંદર શંકર વિચાર... કરો મહિલા દિને મહાદેવના પ્રાચીન છતાં આઘુનિક પૌરુષનો સાક્ષાત્કાર... #jv ❤️🙏🏼❤️ #happywomensday2024 #mahashivaratri #love #marraige
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Kudos to anant Ambani for noble thoughts and divine deeds. 🙏🏼
Kapil Mishra
@KapilMishra_IND
अनुकरणीय कार्य अनंत अंबानी द्वारा
#anantambani -
jay vasavada JV
@jayvasavada
અમીન સયાની એક ઉદાહરણ હતા કે અવાજમાં મીઠાશ અને દિમાગમાં અભ્યાસ રાખો તો માતૃભાષામાં વાત કરીને પણ સુપરસ્ટાર થઈ શકાય ! 54000 રેડિયો કાર્યક્રમો, 19000 જિંગલ્સ કરનાર ને 70 વર્ષની કારકિર્દી સાથે 91 વર્ષનું આયુષ્ય ભોગવી ભારતની વિવિધતામાં એકતાની વાતોનો વારસો સિનેમા અને ગીતોને ધર્મ માની જીવી જનાર ( ગાંધીવાદી વિચારનો પરિવાર. પત્ની કાશ્મીરી પંડિત, હિન્દુ મુસ્લિમ વિવાહ છતાં વિવાદ વિનાનું લાંબુ મધુર દાંપત્ય ) અમીન સયાની આત્મકથા લખતા હતા એ કદાચ અધૂરી રહી ગઈ, પણ આજે એમની વિદાય છતાં એમની જીવનકથા અમર રહેશે. મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ ની પંક્તિ સાર્થક કરનાર સિતારો ખરી પડ્યો ! 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
WTF ? 😜😂😂😂 I mean seriously? 😝🤣🤣🤣🤣 Animal kingdom must be ROFL to see that so called fanatic humans are no longer having brains 😉
-
jay vasavada JV
@jayvasavada
It's good to have some deserving Bharat Ratnas this time. But all are from politics. In my view Bharat Ratna for Legend Amitabh Bachchan @SrBachchan is long due. And looking to his age and health, sooner is better. Also M. S. Dhoni @msdhoni deserves that as Sachin is already there. Also, if not kishor Kumar and mohd. Rafi now, Aasha Bhosle as Lata mangeshkar is there.
-
jay vasavada JV
@jayvasavada
This is really shockingly insane. Celebrities, especially Politicians who are not at top layer of security have to worry a lot of its will become trend. May be some personal vendetta.
Ashish Singh
@AshishSinghKiJi
Second political shooting in a week. Mauris Naronha fired at former corporator Abhishek, son of Shiv Sena (UBT) leader Vinod Ghosalkar. Then Mauris also committed suicide by shooting himself.
Does Maharashtra want to become Bihar? It's difficult.. -
jay vasavada JV
@jayvasavada
11 તારીખે સાંજે અચાનક ડેટા ઓવરલોડ થઈ જતા મોબાઈલ કોમામાં સરકી ગયો. ત્યારે જામનગર કાર્યક્રમ પતાવી બીજે દિવસે એક જૂના ફોનમાં સીમ નાખી 12 તારીખે અમદાવાદ પુસ્તકમેળામાં પહોંચ્યો. બીજે દિવસે 13 તારીખે સવારે ગુતાલ, સાંજે ગુજરાત સમાચારમાં સ્વ. શાંતિભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે મિલન ને ત્યાંથી એરપોર્ટ જઇ પૂનાની ફલાઇટ. આ બધા વચ્ચે મહિનાઓ જૂનું પ્રોમિસ પાળવાનું હતું જાણીતા ને ટૂંકા ગાળામાં ગુજરાતના માનીતા બની ગયેલા પત્રકાર દેવાંશી જોશીને મુલાકાત આપવાની હતી.
ટોટલ સવા કલાક જેવો સમય એ માટે માંડ વધેલો. દેવાંશીબહેન ઘણા સમયથી કહેતા. અમારે કોઈ બીજો ખાસ પરિચય નહિ, મળવાનું દિવાળી પર એમના વતનમાં એક પ્રોગ્રામમાં બોલવા ગયો ત્યારે સ્ટેજ પર થયેલું. ઇન્ટરવ્યૂ માટે વાત એ પહેલાની ચાલે. એમનું નિર્ભીક ને સંતુલિત પત્રકારત્વ ગમે યદાકદા જોયું હોય એમાં છાપ છૂટી ગયેલી. એટલે તરત હા પાડેલી.
આ ભૂમિકાનું કારણ એટલું જ કે આ મુલાકાત સિંગલ ટેકમાં નોન સ્ટોપ કોઈ પૂર્વતૈયારી વિના, એકે સવાલની આગોતરી ચર્ચા વિના થઈ છે. મારી તો મોટા ભાગની બાબતે સ્ટેન્ડની કલેરિટી હોય છે એટલે તરત નિખાલસ જવાબ આપતો ગયો. દેવાંશીબહેન સ્મિત કરતા શાંતિથી સાંભળે ને હળવેકથી બીજું કંઇક પૂછે. બહુ મજા આવી. હજુ લંબાયું હોત તો સારું એવું મને લાગ્યું. પણ મારે જ ભાગવાનું હતું રીતસર.
ફીડબેક તો નાયગ્રાના ધોધ જેવા વરસ્યા છે. ઘણા કહે કે અમસ્તું શરૂ કર્યું ને એકી બેઠકે પૂરું થઈ ગયું. જોયું કે ટેકનિકલ ક્વોલિટી પણ સુપર્બ છે. મેં તો હંમેશ મુજબ સીધા દિલથી કોઇ ફિલ્ટર વિનાના જવાબ આપ્યા છે. ઘણી વાત એક દસકાથી રાખેલા ટ્રોલિયાટપોરીઓ બાબતના અભિગમની થઈ. આ બાબતે ભાષા કે કડકાઈ બાબતે અચરજ અનુભવતા જેન્યુઈન જીવોને અમુક વિગતે ખુલાસા આમાંથી મળશે કદાચ. જુઓ ત્યારે.... ☺️
~ *જય વસાવડા* #jv
www.facebook.com/share/p/Cw6ULcEB8gPtNZ5g/ -
jay vasavada JV
@jayvasavada
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામરાજ્યનું ગાંધીજીનું અર્થઘટન યાદ કરેલું. ગાંધીને મારવાના પ્રયાસ માત્ર ભાગલા આધારિત નહોતા, અગાઉ 6 વખત થઇ ચૂકેલા. ભારતના ભાગલા ગાંધીએ નહિ, પરિસ્થિતિને પ્રેક્ટિકલ રીતે ઓળખી શકતા વિચક્ષણ સરદાર પટેલે નેહરુ જોડે પહેલા સ્વીકારેલા. ગાંધી તો ગોળમેજી પરિષદ વખતે બંધારણ મુજબ ચાલતું સમાન હકવાળું અખંડ ભારત માંગવામાં અડીખમ રહેનાર એકમાત્ર પ્રતિનિધિ હતા. ગાંધીજીએ વિદ્વાન એવા ડૉ. આંબેડકર સાહેબની અલગ મતદાર મંડળની માંગ પડતી મુકાવી હતી. નહિ તો મત અને બેઠકોમાં પણ વિભાજન હોત. ગાંધીજીને હિન્દુ મુસ્લિમ સમસ્યા અને અવિશ્વાસનો આગોતરો અંદાજ હતો એટલે ગીતાનો સંસ્કૃતમાંથી અનુવાદ કરનારા અને રામનામ લેનારા સનાતની હિન્દુ ગાંધીએ એમની રીતે થોડું ઝૂકીને સુમેળના પ્રયાસો ચાલુ રાખેલા. એમના છેલ્લા ઉપવાસ પાકિસ્તાનને 55 કરોડ આપવા મટે નહોતા. માત્ર રમખાણો અટકાવવા કોમી એખલાસ માટે હતા. ભારતને આઝાદી ગાંધીને લીધે નહિ પણ સુભાષચંદ્ર બોઝને લીધે મળી છે એવું તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન આજીવન કદી બોલ્યા જ નથી. આ નર્યું ધુપ્પલ છે. નાવિકોનો બળવો થયો ત્યારે બ્રિટિશરો સામે આઝાદ હિંદ ફોજ હરી ગયેલી. એમના કેદ પકડાયેલા સૈનિકોનો કેસ નેહરુના કહેવાથી ગુજરાતી ભુલાભાઈ દેસાઈ લડેલા અને સૈનિકો સાથે સંપર્કમાં સ્વરાજ માટે સરદાર પટેલ હતા,જેમને દેશસેવામાં લઇ આવનાર પણ ગાંધી જ હતા ! અરે, ભગતસિંહની ફાંસી પછી પણ એમના પિતા ગાંધીના અનુયાયી રહેલા. ગાંધી ભૂલલ્પ્રૂફ ભગવાન નથી. એમની સાથે અસહમત થવાનો અધિકાર પણ એ જ આપીને ગયા છે. એમને ખૂબ આદર આપી ઓશોએ પ્રબુદ્ધ ટીકા પણ કરી જ છે. પણ સુભાષબાબુએ જેમને 1944માં કોંગ્રેસ ને દેશ છોડ્યા પછી પણ રાષ્ટ્રપિતા કહ્યા હતા, એ ગાંધીને શેતાન ઠેરવવા અભણોના ફોરવર્ડ થતા ગપ્પાઠોક મેસેજીઝ અને વાહિયાત વિડિયોઝના કારખાના ચાલે છે. ગોડસેની ઓળખ માત્ર ગાંધીના ખૂનીની છે. એ સિવાય દેશ માટે એણે કશું કર્યું નથી, ને મતભેદ બદલ મોત વ્યાજબી ઠેરવો તો ત્રાસવાદ શું કૉમેન્ટમાં અસહમત ઠનારાની હત્યાઓ કાનૂની ઠેરવવી પડે એટલે નથુડા ગાંડાના પૂજકોએ પણ વડીલોને ગાળો કાઢી જીવતા રહેવા ગાંધીનો અભિગમ સ્વીકારવો પડે. એવા ડિજિટલ દેશભક્તો કદી પ્રમાણભૂત ઇતિહાસના અભ્યાસ માટે ગાંધીના દસ પુસ્તકો પણ વાંચતા નથી. ભારતની આજે પણ ગ્લોબલ ઓળખ ગાંધી છે. વેદિયા ને વાયડા ગાંધીવાદીઓને લીધે એમનું નામ વધુ ખરડાયું છે. પણ કોઈકને માપી લેવા હોય તો એના ગાંધી પરના અભિપ્રાયથી ખબર પડે કે એની સમજ ને વાચનનું સ્તર શું છે. ગાંધી નિર્વાણ દિને આઝાદ થયા પછીનું ભારત સાચવે એવી ટીમ ઊભી કરનાર નીતિવાન મહાત્માને વંદન.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
સ્વરાજ્યને રામરાજ્યમાં ફેરવવું હોય તો આપણી નાગરિક તરીકેની જવાબદારી વધી જાય છે. બીજું કશું નહિ તો શબરીના એંઠા બોર ખાતા રામની જેમ ભેદ છોડી ભાવથી એક બનીએ. બજરંગબલિ જેટલા રાષ્ટ્રને સમર્પિત અને પ્રામાણિક બનીએ. સીતાજીને સહન કરવું પડ્યું એવા સ્ત્રીઓ પરની જબરદસ્તી કે કૂથલી છોડીએ, જટાયુની જેમ ક્યાંય અન્યાય કે અસત્યથી ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવીએ અને સરકારની સહાય વિના પણ કમ સે કમ 4 બાબતોમાં તો આપણે જ સુધારો કરી શકીએ એમ છીએ. કંઈ 4 બાબતો ? જુઓ વિડિયો ધ્યાનથી. Happy Republic Day. 🇮🇳
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
જય સિયારામ
Shashi Tharoor
@ShashiTharoor
सियावर रामचंद्र की जय 🙏
-
jay vasavada JV
@jayvasavada
કેમ શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ અને શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે ? સહેલાઈથી સમજાય એવી સનાતન મૂલ્યોની સમજ.
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મોદી હૈ, તો મંદિર હૈ ! આજના મારા સ્પેક્ટ્રોમીટર ( રવિપૂર્તિ, ગુજરાત સમાચાર ) માં તો વિગતે વાત કરી જ છે આ બાબતે. ગોધરામાં અયોધ્યાના ગુજરાતી કારસેવકોને ક્રૂર રીતે સળગાવી દેવાયા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીયતિ અયોઘ્યા સાથે જોડાયેલી છે. આજે એમણે અસંભવને સભવ કર્યું છે. એ પણ ઘર્ષણ વિના, પ્રભાવ થકી. બલિદાનો ને પ્રયાસો તો સેંકડો વર્ષોના છે રામજન્મભૂમિ માટે. પણ અયોધ્યાની કે કાયાપલટ થઇ અને ભવ્ય રામમંદિર માટે સંઘર્ષને બદલે સંવાદનો જે માહોલ બન્યો એનો જશ હું તો એકલપંડે મોદીસાહેબને આપીશ. નહિ તો જૂનવાણી વાતો કરનારા ઉગ્ર આગેવાનો અને શાસ્ત્રોના વાદ વિવાદમાંથી કદી ઊંચા ના આવનાર આધુનિકતાવિરોધી રૂઢિચુસ્ત ધર્મગુરુઓ નવા વિભાજનો ઊભા કરત! આજે નેગેટીવિટીને બદલે ભારતીય સંસ્કૃતિ અને રામ માટે જે પોઝિટિવ વાતાવરણ બન્યું છે, ને નવી પેઢી પણ એક ઉત્સવની માફક એમાં ઉત્સાહથી જોડાઈ છે, એ ચમત્કાર નરેન્દ્ર મોદીનો છે. તમને ગમે કે ના ગમે આ દેખીતું સત્ય છે. એમણે આ નિમિત્તે મંદિરો સ્વચ્છ કરવાની પહેલ શરૂ કરી, એ વિચાર તો દેશના આચારમાં મૂકવા જેવો છે. જય વસાવડાના જય સિયારામ 🙏🏼❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મેક્સિકો જેવા ક્રાઇમ માટે કુખ્યાત દેશમાં પણ હું થોડા મહિના પહેલા ગયેલો ત્યારે વિશાળ કોતરમાં રહેલા પાણીમાં ધુબાકા મારવા બધા જતા હતા. મારે પાણીમાં જવું નહોતું. માત્ર ફોટા લેવા હતા. તો પણ નિયમ મુજબ મને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યું. અંદર ઉતરવાના પગથિયાં પર જ જે પ્રવાસીઓ લાઇફ જેકેટ નહોતા પહેરતા એમને રોકી દેવામાં આવતા. આપણે ત્યાં લોકોને કાર્ટૂન કે ફિલ્મમાં ધાર્મિક લાગણી દુભાઈ જાય તો હો હા કરી એને બંધ કરાવવા કે માફી મંગાવવા માટે કાયદા હાથમાં લઇ બોયકોટ કે ધમકી આપવા સુધીની લુખ્ખાઓ જેવી દાદાગીરી સૂઝે છે. પણ કાયદો પળાવવા માટે કે તંત્રના જીવલેણ ભ્રષ્ટાચાર ને બેદરકારી માટે કોઈ લાગણી દુભાતી નથી. સુરતની આગ, મોરબીના પુલ કે વડોદરાની હોડીમાં આગાઉ ચેતવણી છતાં નિયમોનો ભંગ કરી દેવામાં આવ્યો. કોઈ ફિલ્મ ઉતરાવી લેનાર કે ચિત્ર પ્રતિબંધિત કરનાર ટોળા આ મામલે કદી નહિ દેખાય કારણ કે નિયમનું પાલન કરતા એ પણ શીખ્યા જ નથી. માસૂમ જીવન આમ અકસ્માતે મૂરઝાઇ જાય ત્યારે ખીલ્યા પહેલા બગીચો ઉજ્જડ થાય, એવી કાંટાળી વેદના થાય. પણ ભૂલકણી પ્રજા આ બધું યાદ રાખીને એના જવાબ ને હિસાબ નહી માંગે ત્યાં સુધી ભગવાન ભરોસે જીવવાનું છે, રખડતા ઢોરકૂતરાઓથી આડેધડ ભટકાતા વાહનો સુધી, સડકના ખાડાથી હવા, પાણી,ખોરાકના પ્રદૂષણ સુધી જીવ બચાવતા બચાવતા રોજ ! 😢 ~ જય વસાવડા #jv
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
મુંબઈથી ગુજરાત આવતા મુસાફરોના પતંગ વાસી ઉતરાણે અત્યારે મજબૂત હરીફાઈના આ હવે એકહથ્થુ મોનોપોલી ભોગવતી @indigo એ હવામાંથી જ કાપી નાખ્યાં છે ! ગાઈ કાલ બાદ ફરી આજે આખા દિવસની રાજકોટની ફ્લાઇટસ બોર્ડિંગ આપી, લગેજ ચેક ઇન કરી પછી કેન્સલ કરી નાખી ! હવામાનને લીધે દિલ્હીથી અટવાયેલ ફલાઇટસ એક કારણ સમાચારમાં છે, પણ એરપોર્ટ પર કોઈ કારણસહિતના ખુલાસા ન અપાયા કે અન્ય સુવિધાઓ અપાઈ ! આવા સંજોગોમાં હોટલ કે નાસ્તાની જોગવાઇ તો ઠીક કોઈ જવાબદાર વ્યક્તિ પણ માર્ગદર્શન દેવા હાજર નહોતી. વિકલ્પે અમદાવાદ વડોદરા પણ ફલાઇટ ફૂલ કે ડિલે કે કેન્સલ છે. એક બે નહિ પાંચ સાત કલાક મોડી પડી ! રડયા ખડ્યા વિકલ્પોમાં પણ ભાવ આસમાને છે. ટ્રેનમાં પણ આ ધસારાને લીધે બધું ઓલમોસ્ટ પેક છે ! ને આવી ઉઘાડેછોગ નફ્ફટાઇ બદલ કોઈ માફી કે વિશેષ વળતર પણ નથી ! સામાન્ય રીતે સમયપાલનમાં ચુસ્ત ઇન્ડિગોમાં એકસાથે અચાનક આટલી ફલાઇટો ચેક ઇન કર્યા પછી પણ સીધી કેન્સલ થાય એવી અંધાધૂંધી પહેલી વાર જોઈ. સવારે યોગ્ય રીતે જ જવાબ અને સુવિધાઓના અભાવે ફરિયાદો કરતા પહેલેથી મોમાંગ્યા પૈસા આપ્યા બાદ ગ્રાહકોના રોષનો ત્યાં ઝડપેલો આજ સવારના ઉકળાટનો ફર્સ્ટ હેન્ડવિડિયો આ રહ્યો !
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Remember, I was the only among the so called popular figures, who had a clear cut stand on this matter. Glad that today the supreme court supported the same sanity and ordered all accused to be put behind the bars again. In PROVEN crime of vilolent rape, it should be the 'stand'.
jay vasavada JV
@jayvasavada
No convicted rape & murder criminals should get away from punishment they lawfully got and its shameless stupidity to pardon them politically - without victim's wish - also endorse them! Insensitive. For for any religion, caste or region - its simple principle. #bilkisbanocase
-
jay vasavada JV
@jayvasavada
કેવળ કૃપા ❤️🙏🏼
Bharat Pandya
@bharatpandyabjp
પૂજય મોરારીબાપુ (સણોસરા-ભાવનગર ) રામકથામાં પ્રસિધ્ધ લેખક જય વસાવડા માટે શું બોલ્યાં ??!!
દિને દિને નવમ્ નવમ્ ……
@MorariBapu_
@SANGEETNIDUNIYA
@jayvasavada -
jay vasavada JV
@jayvasavada
HNY ✨
-
jay vasavada JV
@jayvasavada
Write your experience of 2023 in one word.
Write your expectation of 2024 in one word.
Mine-
2023 : fabulous
2024 : joyful -
jay vasavada JV
@jayvasavada
એ બાયધા.... 🤣🤣🤣
NDTV
@ndtv
Punches, chairs, and a table used during a 'wrestling match' at Uttar Pradesh municipal meet.
Read here: www.ndtv.com/india-news/viral-video-akhilesh-yadav-jibe-a… -
jay vasavada JV
@jayvasavada
Just WOW ! ❤️
Historic Vids
@historyinmemes
In 2008, Yasushi Takahashi abandoned his girlfriend and quit his job to go on a 6-month journey throughout Japan, aiming to create a grand marriage proposal. Armed with a GPS, Yasushi traveled 7,163 km, predominantly on foot but occasionally utilizing a car, ferry, and bicycle.
Upon his return, he transferred the data to Google Maps, revealing the outcome as the words "marry me." This achievement has earned him a certification from Guinness World Records as the largest GPS drawing globally. -
jay vasavada JV
@jayvasavada
❤️
Abhishek Jain
@cinemanabhishek
This picture with we all together is only clicked to announce the opening of @gujlitfest and invite you all for the same.
@jayvasavada @sheela2010 @shyamparekh -
jay vasavada JV
@jayvasavada
આવતીકાલે ગુજરાત યુનિ..અમદાવાદ ખાતે દસમાં #glf ખાતે મારા બે રસપ્રદ સેશન્સ. વિગતો ફોટામાં નોંધી લેજો... એન્ટ્રી ફ્રી.
-
jay vasavada JV
@jayvasavada
ये दुनिया... इक दुल्हन... दुल्हन के माथे की बिंदिया... वतन मेरा इंडिया... I ❤️ my India 🇮🇳
MyGovIndia
@mygovindia
From reaching the South Pole of Moon to claiming the title of the world's fastest-growing economy, here are 10 moments that showcased India's prowess in 2023.
Cheers to India's resounding crescendo in 2023
#newindia -
jay vasavada JV
@jayvasavada
I wonder, why can't we have the latest photo of our most wanted fugitive sheltered in Pakistan - Dawood Ibrahim Kaskar ? Every time it's the same decades old photos in all the media. At least we can ask AI to make him naturally old so recognisable now.
-
jay vasavada JV
@jayvasavada
बस, इसलिए राजनीति के समझ होने के बावजूद सही मायनो में अच्छे और ईमानदार लोग इसमें आना नहीं चाहते। यहां पे धडल्ले से जूठ बोलना, राम नाम या गोड नाम या अल्लाह नाम या कोई भी लोगो पे जादू करने वाला पवित्र नाम जपना, और पराया माल अपना यही तो राष्ट्रीय फितरत है हर पार्टी की। और नेताओं को क्यूं सब दोष दे ? जनता भी सामने से मूर्ख बनने के लिए कतार लगा लगा कर पॉलिटिक्स और रिलिजियन में निठल्ले लोगों को बड़ा पावरफुल और धनवान बना देती है। जो बिना किसी स्वार्थ से सच बोलता है उसको परेशान करती है और जो निरा दंभी है, उसके ऐसे असत्य पर भरोसा करती है ! तुम खोट गिनो, ये सब किसम किसम के गिरगिट ऐसी दोगलेपन से नोट और वोट गिनेंगे ! कुछ सुर्खियों में आयेंगे, कुछ छूट भी जायेंगे। और लोग सब भूल जायेंगे अपनी अपनी कमाई के चक्कर में! पहले भी कई ऐसे आए, आगे भी आयेंगे। पक्ष या जाति या धर्म या प्रांत या भाषा या नाम की पहचान बदलती रहेंगी, मगर ये "खाना खज़ाना" बंध नहि होगा ! हम चीज़ बड़ी है भ्रष्ट भ्रष्ट 😛
-
jay vasavada JV
@jayvasavada
Great achievement of India and especially Gujarat. Clearly this credit goes to PM @narendramodi who started global packaging of Colorfully rich Gujarati Heritage in a modern way, on a grand scale with the #vibrantgujarat campaign many years ago. Proud to be a Gujarati Garba lover with this authentic international recognition ! ❤️ Also this is fantastic tribute to Gujarati Girls as well. Celebration of feminine force till eternity! 😍
ગુજરાતી ગરબાનો યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે માનવજાતના મહાન વારસામાં સમાવેશ ! આનંદો 🥰🌟✨ અને ગરવી ગુજરાતણોની પણ આ એક યશની ફરફરતી ધજા છે ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી સંસ્કૃતિને આધુનિક સ્વરૂપમાં રસપ્રદ રીતે વૈશ્વિક સ્તરે રજૂ કરવાનું જે વાવેતર કરેલું, એના જ આ કેસર કેરી જેવા મધમીઠા ફળ છે. જય માતાજી ! જય જય ગરવી ગુજરાત.
G Kishan Reddy
@kishanreddybjp
Congratulations India 🇮🇳
A moment of profound national pride as 'Garba of Gujarat' is inscribed in UNESCO's Representative List of Intangible Cultural Heritage (ICH) of Humanity. This marks the 15th ICH element from India to achieve this prestigious recognition.
Garba, a tradition symbolizing celebration, devotion, gender inclusivity, and social equality, transcends geographical boundaries.
This listing is testimony to the tireless efforts of this government under the leadership of Hon’ble PM Shri @narendramodi to showcase our rich culture, traditions & heritage to the world.
#garbagoesglobal
AC: @ATAzaadThis media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Incredible !
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
Animal could be smashing hit on the opening collection itself. What a buzz in youth !
-
jay vasavada JV
@jayvasavada
Does the censor board in democratic India have C for "certification" or C for "cutting" like some orthodox religious puritan autocratic nation ? All they have to decide is the suitable age advice for the film. And then let the ticket pay the audience and creative filmmakers decide abt the content unless it's a threat to national security. A few morons sitting in a chamber can't decide about the sentiments of a billion people. Let the education take over to have maturity and sensibility. Don't be a strict daddy mummy of an "adult" audience.Even after ex I & B minister late Arun Jaitley worked hard to change such bogus british led norms, sadly nothing has been changed in the era of the free Internet. It sucks. Always.
-
jay vasavada JV
@jayvasavada
આજે રાત્રે વડોદરા, પ્રિય સુભાષભાઈ સાથે ડો. ભેસાણીયાસાહેબની નિશ્રામાં... ઓપન ફોર ઓલ. એન્ટ્રી ફ્રી. મિત્રો પરિવાર સહિત મોસ્ટ વેલકમ. 😊
-
jay vasavada JV
@jayvasavada
પ્રવાસને લીધે ઉજાગરાથી થાકેલી આંખે પણ આપણી આંખો ખોલતી આ વાત. બધાને આટલા સારા પરફોર્મન્સ પછી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ બધી રીતે પરફેક્ટ દેખાવ કરી વધુ એક વાર હરાવ્યા એનો વિષાદ હોય જ. પણ એટલે હવે સતત દુઃખી કે ક્રોધિત થઈને બળાપા કાઢવાને બદલે ને અંદરોઅંદર હુંસાતુંસી કરવાને બદલે એ ફ્રસ્ટ્રેશન ને ફન માની હસી કાઢવાનું હોય. મોટા પરાજય હમેશા ભવિષ્યમાં મોટા પરાક્રમ માટે પ્રેરણા બને છે. પણ જો એમાંથી ભૂલ કબૂલ કરીને બોધપાઠ શીખીએ તો. આમાં આશ્વાસન નહિ અભ્યાસનો અભિગમ જોઈએ. આપણે એક દસકાથી મોટી ટ્રોફીના મહામુકાબલામાં ચોક કરી જઈએ છીએ. માત્ર એક ખરાબ દિવસ એવા પલાયન ના ચાલે. જો વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો હવે એનો ઉકેલ શોધવો પડે. મોટી પરીક્ષા માત્ર સફળતા જ નથી માપતી, મનોબળ પણ માપે છે. ઓસ્ટ્રેલિયામાં ખેલાડીઓ ફરતા રહે છે, પણ તાલીમ એવી છે કે એ લોકો આપણી જેમ હારમાં તરત હતાશ થતા નથી ને જીતમાં બહુ હરખાઈ જતા નથી. આ છે અન્ડરપ્રેશર કામિયાબીનું સિક્રેટ.
માનસિક સ્થિરતા ને આવડતનું આયોજન. જે ક્રિકેટને ઉન્માદક દેશભક્તિ સાથે જોડયા વિના પણ દેશ મારે વારંવાર કપ વટથી જીતી બતાવે છે. આપણે સતત નંબર વન હોય ને મહાન ખેલાડીઓ હોય તો આ ધાક કાયમી ઊભી નથી કરી શકતા. કારણ કે આપણે લાગણીમાં ને સરવાળે દબાણમાં સરી પડીએ છીએ ને ઠંડા કલેજે મોટી ચેલેન્જ લેતા નથી. આમાં વાત શારીરિક ક્રિકેટ કરતા વધુ માનસિક મજબૂતાઇની છે. લોખંડી લશ્કરી જ્ઞાનતંતુઓ વિકસાવવાની છે. ક્રિકેટ જ નહિ, કોઈ પણ બાબતે સમસ્યા કે ખામીઓ બાબતે સાચું કહેનારાને ગાળો આપવાથી સ્થિતિ ફરશે નહિ, આ સત્ય સ્વીકારીને પરિવર્તન કરવાથી દેશનું નામ રોશન થશે. ભારતે આ વખતે સરસ રમત બતાવી છેક સુધી, એ માટે તિરંગી સલામ. પણ બધા અંગો સાજા હોય ને બ્રેઈન કે હાર્ટ બંધ પડે તો સાજુંતાજું શરીર ફસડાઈ પડે છે. આ માટે તરંગી વૃત્તિ મૂકી આવતીકાલની જીતની તૈયારી આજે કરવી પડે. ખર દૂષણ કબંધ મારીને સંતોષ ના મનાય, આખરી સંગ્રામમાં રાવણ વધ કરનાર રામ બની પૂજાય. જય હિન્દ. જય હિન્દ કી ક્રિકેટ સેના. ❤️🇮🇳This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
ક્રિકેટ વિશ્વકપ 2023નો આપણા માટે સાર...🙄
-
jay vasavada JV
@jayvasavada
😓😪
-
jay vasavada JV
@jayvasavada
ઇતને બાજુ ઇતને સર ગિન લે રે ઓસ્ટ્રેલિયા ધ્યાન સે... જિતેંગે હમ હર બાઝી, જો ખેલે એક દેશ બન કર જી જાન સે... ( મૈં આઝાદ હૂં નું ગીત ફેરફાર સાથે ) 😎😍 all the best dear India 🇮🇳🏆🏏
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
કુદરતનો કાનૂન...
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Hahahahaha
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
This in form, rock solid, unbeatable, talent meets experience meets youth energy, batting blast to bowling bravado - is rare heights for our Indian cricket team and hard to repeat in near future. So this is the best chance to win the world cup like ace lions, champions of champions. We definitely deserve it. Its Invincible India in one day cricket right now. ❤️
-
jay vasavada JV
@jayvasavada
નવા વર્ષે યાદ કરો આપણી પાસે પડેલી આ અણમોલ મધુરી ભેટ ને ! કઈ ? જુઓ આ નૂતનવર્ષાભિનંદન વિડિયો ✨🥰💫
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
🌹નૂતન વર્ષાભિનંદન 🪷
-
jay vasavada JV
@jayvasavada
સનાતનની મોટી મોટી ને ઘણી વાર અભ્યાસ વગરની ખોટી ખોટી વાહવાહી કરનારાઓને અદભુત એવા ભારતીય પંચાંગ બાબતે આ રસપ્રદ અને વૈજ્ઞાનિક વાતો ખબર છે ? જુઓ આ વીડિયો...
youtu.be/n9spXkUh71g -
jay vasavada JV
@jayvasavada
ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીની રીલ વિડિયો શુભકામનાઓ અહીં એકસાથે. 😀🥳 🪔 Happy Diwali ✨🌟💫🪷
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
દશેરાએ મારી ગોલ્ડન જ્યુબિલી બર્થ ડે નિમિત્તે મામીએ એક અનોખી ભેટ આપવાનું નક્કી કરેલું જે સરપ્રાઇઝ 6 ઓકટોબર તારીખ મુજબના જન્મદિને મને ખબર પડી. એ છે અત્યારે જેનું શીર્ષક અપાયું છે એ Rain Drops. જેમાં મારા વિશે સેલિબ્રિટી થી સામાન્ય ગણાતા અવનવા લોકો - પણ મારા માટે તો બધા જ અસાધારણ એવા સ્પેશ્યલ #jvlovers નો પ્રેમ ઠલવાયો છે. વડાપ્રધાનથી શરૂ કરી વહાલાવહાલીઓ સુધીના અને સંતોથી શરૂ કરી સ્વજનો સુધીના લેખો ને સંદેશા એમાં ઉમળકાભેર આખું મેઘધનુષ રચે છે.
મૂળ આ વિચાર અમારા ફેમિલી ડોક્ટર ને ડીઅર ફ્રેન્ડ ચિરાગ માત્રાવડિયાને ત્યાં એક પુસ્તક જોઈ મામીને આવ્યો. એમાં કુદરતી ચિરાગના પપ્પા ડૉ. માત્રાવડિયા સાહેબ, અમારો પરિવાર ગણાય એવા ગેલેક્સી સિનેમાવાળા રશ્મિભાઈ અને પ્રોફેસર ડૉ. બીનાબહેન જોડે મળીને એ લોકોએ મારા પર એક કોફી ટેબલ બુક પ્લાન કરી. ને મામીને એમાં સાથે જોડ્યા. મામીએ પેરેલલ હું વિદેશ ફરતો હતો ત્યારે એમની રીતે સંપર્ક કરી અઢળક લેખો એમનો વિષય નહિ, તો પણ ખંતથી એકઠા કર્યા.
કોફી ટેબલ બુકની ગિફ્ટ સાથે આ લેખો પણ મને ભેટ કરાયા. એ જોઈ નક્કી કર્યું કે આ બીજું પુસ્તક આપણાં પ્રેમીઓનું છે, તો દરેકના હાથમાં મળે એમ છપાવવું. મેં નક્કી કર્યું કે જેમણે એમાં લખ્યું હોય એમને એક નકલ ભેટ આપવી. પણ કેટલાક નામો રહી ગયેલા, મામી ને મિત્રોને ખ્યાલ ના હોય તો મેં એમને કહ્યું. એમાંના અમુકે બીજાને કહ્યું... અને દશેરાએ બધાને આપવા ધારેલી બુકમાં 600 જેટલા નામો થઈ ગયા ને બુક અધધધ હજારેક પાનાએ પહોંચવા આવી !
મૂળે જ મને રંગો પસંદ એટલે આ બધાને ફ્રી દેવા પણ કલરફૂલ ક્વોલિટી પ્રોડક્શન jsk, પ્રેમરંગ, જયત્વ, ખાતા રહે મેરા દિલ જેવું નક્કી કરી ડિઝાઇનર દોસ્ત ગિરીશ ચૌહાણની મદદ લીધી. કલર પ્રિન્ટ, આર્ટ પેપર, મેગેઝીન સાઈઝ, હાર્ડ બાઉન્ડ, અનેક અવનવી અંગત ખજાનાની તસવીરો ને લોકોએ અંતરંગ વાતો સાથે ધોધમાર ઠલવેલો પ્રેમ.
દશેરાએ પહોંચી ના વળાય એવું લાગતાં એનું કવર પ્રિય મોરારિબાપુ જન્મદિને આવ્યા ત્યારે લોંચ કર્યું ને દિવાળીએ આવશે એના વધામણા આપ્યા. પણ અમુક લેખો અગાઉ કમ્પોઝ થયેલા એમાં મને ભૂલ દેખાતા ફરી કરવા માટે જાતે ઝુકાવ્યું. વળી ફોટો ને લે આઉટ પણ એકલપંડે કરાવું..એકધારું મચી પડ્યો પણ આ મહાગ્રંથ બનેલ દળદાર પુસ્તકનું કામ હજુ પૂરું નથી થયું. એ માટે આપ બધાની ક્ષમા. વાયદો નિભાવી ના શકાયો.
પણ કરવું તો બેસ્ટ કરવું. નવભારતના રોનક શાહે નક્કી કર્યું કે ભલે મોંઘુ ને મોટું પુસ્તક બને. આ ગુજરાતી ભાષામાં ને કદાચ કોઈ પણ ભાષામાં નેવરબિફોર પ્રેમગ્રંથ રચાયો છે. કોઈ લેખકની જીવતેજીવ સુવર્ણજયંતી અવસરે. તો એને લોકો સુધી લઈ જવું. ખરીદે નહિ તો જુએ, કારણ કે આ સન્માન સર્જકતાનું છે. એટલે મોટી ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં રિલીઝ ડેટ ફરે એમ કામ લંબાયું છે. હવેથી એક સપ્તાહ રાજકોટમાં રજા છે. પછી એક સપ્તાહ હું પ્રવાસમાં છું. એટલે અધૂરું કામ ડિસેમ્બર સુધી જશે. ક્યારે આવશે ? યથાશક્તિ વહેલા. પણ નિશ્ચિત નહિ. જે થશે એમાં દિલથી બધાએ લખ્યું છે, તો દિલથી જ શણગાર સજાવી મૂકીશ. ધીરજ રાખજો, એક અભૂતપૂર્વ ઘટનાના સાક્ષી બનીશું આપણે. પ્રિય બાપુના આશીર્વાદ છે પછી પ્રસન્નતા મળશે એનો ભરોસો છે.
તો નવા વિક્રમ સંવતમાં આવશે આ વરસાદ વ્હાલનો. એકલે હાથે પહોંચાયું નહિ પૂરા પ્રયાસો છતાં પરિણામમાં બાંધછોડ ન્હોતી કરવી એ સ્વભાવને લીધે. તો સોરી. મુઘલ એ આઝમ થશે કે મેરા નામ જોકર એ તો સમય કહેશે. પણ મારા માટે તો આ ચિરંજીવ ખજાનો ઓલરેડી છે જ. ❤️
દીપોત્સવી પર્વની શુભેચ્છા. 🙏🏼
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
પ્રિય જગદીશભાઈના નોતરે આજે સુરતમાં મસ્ત મિત્રો સાથે વાતોની મહેફીલ. કોઈ એન્ટ્રી ફી નથી. પહોંચી જજો. ફ્રી રજી્સ્ટ્રેશન માટે લિંક forms.gle/8tYPCLeAA9xXQb7g8. બાકી સમયસર પહોંચી સ્પોટ કરાવી લેજો.
-
jay vasavada JV
@jayvasavada
લોકપ્રિય અને સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી અંગત રીતે ગમે છે, રાજકારણને બાજુએ રાખીને એક વ્યક્તિ તરીકે પણ - એ વાત કદી છુપાવી નથી. અઠંગ વાચનપ્રેમી મોદીસાહેબ ઉત્તમ સાહિત્યના ઉપાસક ને સરસ્વતીના સાધક છે. ભારતની ભૂમિએ જોયેલા સનાતન શ્રેષ્ઠ વક્તાઓ પૈકીના એક છે એ બાબતે કોઈ ના ન પાડી શકે. હા, મારા લેખન પ્રવચનના સ્ટેન્ડ કે એનાલીસિસ કાયમ મારા પોતીકા રહ્યા છે કાયમ, પણ કોઈ સ્વાર્થ કે ગણતરીઓ ખાતર નહિ, ઇન્ટેગ્રિટીના ભોગે નહિ. નિખાલસ નક્કર સત્યશોધક ને અલગારી આધુનિક મસ્તમોજીલા તરીકે જેવો છું એવો જ દેખાયો છું. સમજદાર, અનુભવી, પરિપકવ, ઘડાયેલા અને સારસ્વત મહાનુભવો એ સમજી શકે છે.
દશેરાના જન્મદિન નિમિત્તે એક વિશેષ પુસ્તક Rain Drops તૈયાર થયું, અને મારા મમ્મી પપ્પાના સ્થાને એવા પ્રિય બાપુના હસ્તે એનું કવર લોન્ચ કર્યું, સાતસોએક પાનાંમાં ચારસોથી વધુ લેખ / સંદેશ ધરાવતું રંગીન સુશોભિત પુસ્તક થયું છે. જે દિવાળી પર તો સહુના હાથમાં હશે. એની વાતો વિગતે પછી કરીશું. પણ સાહેબના સહજ સ્નેહની વાતનો હરખ કરી લઉં. મામીના ઇજનનો પ્રતિસાદ પાડવામાં કેટલાક જાણીતા નામોના ઠાગાઠૈયા હતા એ પછી જાણ્યું ને અમુક અનુભવો મને પણ થયા. હોય એ તો. પણ સાહેબનો આ સુંદર આશીર્વચન જેવો સંદેશ એમની અપાર વ્યસ્તતા વચ્ચે તરત જ સામેથી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એક કોલ બાદ ગણતરીના કલાકોમાં આવી ગયો. ડિજિટલ બાદ પત્રરૂપે ઘેર પણ.
એમના ઝડપી વહીવટની કુશળતા અને અંતરના આશિષ તો ખરા જ. પણ સાથે ટૂંકમાં લખાયેલા એ આશીર્વાદ વાંચો. એમાં ફક્ત ફકત સરકારી ફોર્માલીટી પણ નથી. બહુ ઓછાં પણ સટીક શબ્દોમાં મારા આખા વ્યક્તિત્વ ને જીવનસફરનું એવી ખૂબીથી એમણે નિરૂપણ કર્યું છે, જે હું ખુદ ના કરી શકું ! એકએક વાક્ય કસાયેલું ને મરમી છે. મારા જીવન ને સર્જનનું આવા લોકલાડીલા પારખુ ગુણીજન દ્વારા આવું અભિવાદન એ મારા માટે ચિરંજીવ સ્મરણનું આભૂષણ રહેશે. આવા અણમોલ અને અદભૂત આશિષ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો નતમસ્તકે આભાર. શરદ પૂનમે પપ્પાની તિથિ છે ત્યારે આ શેર કરું છું કારણ કે 2010માં રાજકોટ ખાતે મને સન્માનિત કરતી વખતે પ્રોટોકોલ તોડીને ઉપર બોલાવેલા પપ્પાને સાહેબે કહેલું " તમારું આ ચીંથરે વીંટયુ રતન હવે દુનિયાભરમાં રોશન થશે !" આ યાત્રામાં આત્મીય અને આદરણીય @narendramodi ના એ શુભેચ્છક શબ્દોનું પણ બળ ભળ્યું છે. 🙏🏼❤️😊
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
અનહદ ગદગદ. ગોલ્ડન જયુબિલી તિથિ મુજબની વિજયાદશમીએ મમ્મી પપ્પા નથી, પણ પ્રિય બાપુ પધાર્યા એનો હોંશીલો હરખ... મિત્રો, પરિવાર, આ સફરના સાથીઓ અને રીડરલિસનર #jvlovers માં ના મોટા ભાગના સુધી હું પહોંચી શક્યો ને પ્રતિસાદ આપી એમાંના મોટા ભાગના આવ્યા અને એમને ઘેર ખાતા એવા અમને ભાવતા ભોજનિયાં જમાડી શક્યો એનો અપાર આનંદ. વધુ તસવીરો ને વાતો, સુખદ સ્મરણો વિગતે. સહુ સ્વજનોનો નતમસ્તકે આભાર. જય સિયારામ. ❤️🙏🏼 #jv
-
jay vasavada JV
@jayvasavada
બરાબર બે વર્ષ પહેલા 20 ઓકટોબરે લગભગ આ જ સમયે પપ્પા કાયમ માટે વિદાય લઈ ગયા. દેહાંત શબ્દ આપણા વારસાની ખૂબી છે. દેહનો અંત થાય છે. વ્યક્તિના સ્મરણોનો નહિ.
પાછલી ઉંમરે પાર્કિન્સન્સ ને અન્ય તકલીફોને લીધે અમે એમને કોળિયા ભરાવી રોજ જમાડીએ , એ જોઈ ઘણાને અચરજ થતું ને ખૂબ માનથી જોતા કે કેવી સેવા / કાળજી થાય છે વડીલોની.
પણ પપ્પાએ લગ્ન એટલે મોડા કરેલા કે મેં કદી નથી જોયા એવા મારા દાદીને પેરેલીસિસ હતું ને એમને માટે એ રસોઈ બનાવી એમની જોડે રહી જમાડતા. જે પ્રેમનું વળતર ઈશ્વરે એમને એમના અંતિમ વર્ષોમાં એવી જ દરકાર રાખતા મામીના રુપે આપ્યું. પણ એ જ પપ્પા હું ઘેર ભણતો ને મમ્મી બીજા કામમાં હોય ત્યારે ખજૂરવાળું દૂધ સવારમાં મને કૂણા તડકે બેસાડી, એમને અવનવી વાર્તાઓ કહેતા ખવડાવતા પીવડાવતા. હું વળી દોડાદોડ કરું તો જરાય અકળાયા વિના વાટકી ને ચમચી લઈ મારી પાછળ પાછળ દોડે એ ધૂંધળી સ્મૃતિ મને યાદ છે.
કોઈ ખીજ નહિ. નર્યો નીતરતો સ્નેહ. વાતો જ એવી મજાની કરે કે એ સાંભળવા બેસી જવાનું મન થાય. આવા છોકરું સાચવવા ખવડાવવાના કામ માત્ર મમ્મીએ જ કરવા એવી ટિપિકલ સ્વદેશી જોહુકમી પણ નહિ. એમની નોકરી પહેલા વહેલા ઊઠી બધો સમય મને આપી દે. સવારે ઉઠીને વાર્તા કે સમાચાર વાંચવાની ટેવ એમને લીધે પડતી ગઈ.
આ મમ્મીએ સાદો ક્લિક કેમેરા હતો એમાં લીધેલી બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં હું તો મસ્ત ક્લિયર ઝીલાયો છું. મને કેમેરાની ગતાગમ નહોતી એટલે નેચરલ પણ. પણ પપ્પા આઉટ ઓફ ફોકસ છે. સાઈડમાં. એક ઓરડાના ભાડાની ઘરની અગાસી ને જૂનો પાટલો બ્લેક એન્ડ વ્હાઈટ લાઇટમાં ઢંકાઈ જાય છે એમ જ.
આવા લવિંગ કેરિંગ એન્ડ બાળકના આનંદ, અભ્યાસ ને અનુભવ સિવાય ફ્રીડમ બાબતે ઝીરો ડિમાન્ડિંગ એવા મમ્મી પપ્પાઓ આમ જ પોતાના ભાગનું તેજ એના એના સંતાનને આપી દેતા હોય છે. ખુદ નેપથ્ય યાને બેકસ્ટેજમાં ઊભા રહી થોડું હરખાય ને ઝાઝું તો ધ્યાન રાખતા હોય છે બાળકનું.
આમ મોટો કરેલો મને. મેં એમને વ્હાલ કરીને કે વૃદ્ધાવસ્થામાં ચમચીઓ એમના મોઢે પહોંચે એની સતત ખેવના ને ચિંતા કરીને કોઈ નવી નવાઈ ન્હોતી કરી. આવા રોજ કોળિયા એમણે ભરાવેલા બચપણમાં એ ભૂલ્યો નહોતો. બસ, એટલું જ.
સપના ને સ્મરણો સિવાય એમની સાથે કોઈ મુલાકાત નથી. હવે ફોરનના ખજૂર ને દૂધ ઉત્તમોત્તમ હોય ને બોર્નવિટાના ફેન્સી ડબ્બા હોય. પણ એ બાપ નથી ઘરમાં જેની આંખો સતત મને શોધતી રહેતી.
~ *જય વસાવડા* #jv -
jay vasavada JV
@jayvasavada
Happiest birthday dear sir राष्ट्रपुत्र @SrBachchan and thanks sunil shah for a wonderful program yesterday to celebrate an ultimate icon. After 1 hour lecture of mine on him, it's heavenly feeling to communicate with the legend himself ! Just a small glimpse from a long memorable night. ❤️ आप को हमारी उमर लग जाए प्रिय बच्चनसाहब। जन्मदिन पे अभिनंदन वंदन 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
એવોર્ડ બાબતે મારો આ જવાબ કાયમી ધોરણે લાગતા અને વળગતાઓએ યાદ રાખવો 😀
jay vasavada JV
@jayvasavada
મારો ફંડા બહુ સિમ્પલ છે. કોઈ એવોર્ડ મારો કોઈ ટાર્ગેટ જ નથી. હું એ બાબતે નિ: સ્પૃહ છું. ઘરમાં memento રાખવાની પણ જગ્યા નથી. પણ પ્રેમથી કોઈ સન્માન કરે તો એને હડે હડે કરી ભડકી નહિ જવાનું. વાચકો , મા બાપ ને ભાષા ને જશ છે કહી અનુકૂળતા હોય તો વિવેકથી સ્વીકારવું. એ કદર છે, લાગણી છે. પણ એ મારું જીવન નથી. એ માટે હું મારી અભિવ્યક્તિના સોદા ના કરી શકું. એટલે ના એની ભૂખ રાખવી. ના સામેથી માંગવા. ના આડકતરી રીતે પણ કોઈને એ માટે કહેવું. આવે તો વેલકમ ના આવે તો ભીડ કમ. કારણ કે એવી મહત્વાકાંક્ષા નથી. એક ઉદાહરણ. અમદાવાદમાં એક સંસ્થાએ મને બીજા ચૌદેક વ્યક્તિ સાથે એક સન્માન માટે બોલાવ્યો. હું ત્યારે અમદાવાદ હતો તો મેં હા પાડી પણ શર્ટ મૂકી કે હું અડધી કલાક આવીશ. પછી માટે નાઈટ શોમાં એક હોલીવુડ ફિલ્મ જોવા જવાનું છે. જે થીયેટરમાં જોવાનો મારો છેલ્લો ચાન્સ છે. ફિલ્મ ની ટિકિટ બૂક કરાવી હું સમયસર ગયો. પણ ત્યાં વરુણ ધવનની ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું. પછી બીજા ભાષણો શરૂ થયા. 30 ને બદલે 50 મિનિટની ધીરજ ને બે રિમાઇન્ડર બાદ પણ એવોર્ડ માટે કાર્યક્રમ શરૂ ન થતા હું તો શાંતિથી ઊભો થઈ નીકળી ગયો. પાર્કિગ જતો હતો ત્યાં આયોજકો દોડતા આવ્યા. પણ મેં કહ્યું કે હું પ્રેમથી આવ્યો. તમને બે વાર કહ્યું. પણ તમારે બીજી વાતો પ્રાયોરિટી હતી. તો માટે તો ફિલ્મ અહીં જોવી એ મુખ્ય પ્રાથમિકતા છે. એવોર્ડ ખાતર હું એ નહિ ગુમાવું ને નીકળી ગયો. એક લોકપ્રિય ips અધિકારી સાક્ષી છે આખી ઘટનાના. પદ્મ પુરસ્કારની વાતો કરવાવાળા RTI કરે. મારી કદી કોઈ અરજી નહિ મળે એ માટે પણ. કદર કરવી હોય એ કરે. ના કરવી હોય તો વાચકોનો પ્રેમ ને બીજા આનંદોમાં જીવન સભર છે 🙏🏼😊
-
jay vasavada JV
@jayvasavada
6 ઓકટોબર મારા અને વિનોદ ખન્નાના જન્મદિને શરૂ થયેલી સૌરભ શાહે (@hisaurabhshah ) લીધેલી જય વસાવડાની મેરેથોન મુલાકાતનો રેખાના જન્મદિને અને અમિતાભના જન્મદિનની પૂર્વસંધ્યાએ અંતિમ એપિસોડ. યુટ્યુબ પર newspremi અને planetjv ચેનલ પર એકસાથે આજે રાત્રે 9 વાગે. આ પ્રોમોમાં જોવા મળે એનાથી ઘણુ વિશેષ છે એમાં. એકદમ ઈમોશનલ. હાર્ટ ટુ હાર્ટ. સૌરભભાઇએ મને કોલ કરી કહ્યું હતું કે કોઈ ફિલ્મની જેમ આ આખરી એપિસોડ કલાઈમેક્સની હાઈટ પર પહોંચ્યો છે. થોડી ખાસ તસવીરો પણ હશે એમાં. તો ચૂકતા નહિ આ જોવાનું. અસત્યોમાંથી સત્ય તરફ જવું હોય મારા વિશે તો આ મુલાકાતમાં પાંચે એપિસોડમાં દિલ ખોલીને મૂક્યું છે. અને પાંચમા એપિસોડમાં એના જખમની થોડી સફર પણ કરાવી છે. એકલતા અને પ્રેમની પણ વાત કરી છે. જોજો આજે રાત્રે 9. કોઈ પણ બ્રાઉઝર કે યુટ્યુબમાં ટાઇપ કરો : planetjv.net
~ જય વસાવડા #jvPost not available here, view on X
jay vasavada JV
@jayvasavada
મારો ફંડા બહુ સિમ્પલ છે. કોઈ એવોર્ડ મારો કોઈ ટાર્ગેટ જ નથી. હું એ બાબતે નિ: સ્પૃહ છું. ઘરમાં memento રાખવાની પણ જગ્યા નથી. પણ પ્રેમથી કોઈ સન્માન કરે તો એને હડે હડે કરી ભડકી નહિ જવાનું. વાચકો , મા બાપ ને ભાષા ને જશ છે કહી અનુકૂળતા હોય તો વિવેકથી સ્વીકારવું. એ કદર છે, લાગણી છે. પણ એ મારું જીવન નથી. એ માટે હું મારી અભિવ્યક્તિના સોદા ના કરી શકું. એટલે ના એની ભૂખ રાખવી. ના સામેથી માંગવા. ના આડકતરી રીતે પણ કોઈને એ માટે કહેવું. આવે તો વેલકમ ના આવે તો ભીડ કમ. કારણ કે એવી મહત્વાકાંક્ષા નથી. એક ઉદાહરણ. અમદાવાદમાં એક સંસ્થાએ મને બીજા ચૌદેક વ્યક્તિ સાથે એક સન્માન માટે બોલાવ્યો. હું ત્યારે અમદાવાદ હતો તો મેં હા પાડી પણ શર્ટ મૂકી કે હું અડધી કલાક આવીશ. પછી માટે નાઈટ શોમાં એક હોલીવુડ ફિલ્મ જોવા જવાનું છે. જે થીયેટરમાં જોવાનો મારો છેલ્લો ચાન્સ છે. ફિલ્મ ની ટિકિટ બૂક કરાવી હું સમયસર ગયો. પણ ત્યાં વરુણ ધવનની ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું. પછી બીજા ભાષણો શરૂ થયા. 30 ને બદલે 50 મિનિટની ધીરજ ને બે રિમાઇન્ડર બાદ પણ એવોર્ડ માટે કાર્યક્રમ શરૂ ન થતા હું તો શાંતિથી ઊભો થઈ નીકળી ગયો. પાર્કિગ જતો હતો ત્યાં આયોજકો દોડતા આવ્યા. પણ મેં કહ્યું કે હું પ્રેમથી આવ્યો. તમને બે વાર કહ્યું. પણ તમારે બીજી વાતો પ્રાયોરિટી હતી. તો માટે તો ફિલ્મ અહીં જોવી એ મુખ્ય પ્રાથમિકતા છે. એવોર્ડ ખાતર હું એ નહિ ગુમાવું ને નીકળી ગયો. એક લોકપ્રિય ips અધિકારી સાક્ષી છે આખી ઘટનાના. પદ્મ પુરસ્કારની વાતો કરવાવાળા RTI કરે. મારી કદી કોઈ અરજી નહિ મળે એ માટે પણ. કદર કરવી હોય એ કરે. ના કરવી હોય તો વાચકોનો પ્રેમ ને બીજા આનંદોમાં જીવન સભર છે 🙏🏼😊
-
jay vasavada JV
@jayvasavada
Point.
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
સૌરભ શાહે ( @hisaurabhshah ) ગયે મહિને એમની ઘેર મેરેથોન આઠેક કલાક વાતો કરી... ઈન્ટરવ્યુ કરતા વિશેષ આ તો ગોઠડી હતી. પહેલા બે એપિસોડમાં અડધી જિંદગી આવી ગઈ. બચપણનો સંઘર્ષ, આર્થિક તંગી, ઘેર ભણવાનું, મા બાપનું ઘડતર, વાચનનો અને બચ્ચનને લીધે સિનેમાનો શોખ, ટીનએજમાં પ્રવેશ, વિજાતીય આકર્ષણ, શૃંગારરસ, પરીક્ષાનો ધક્કો, કોલેજમાં મળેલા ઓલિયા ઉદ્ધારકો અને નવો દૌર, નવા સપના અને અધ્યાપક પ્રિન્સિપાલ તરીકે પહેલી નોકરી... બધું સોશ્યલ મીડિયા મોબાઈલયુગ પહેલા... આમાં અમે ચર્ચા કરી છે ફિલ્મોની, આવતીકાલના ત્રાસવાદના આજે બીજ રોપતા ટ્રોલિયા ટપોરીઓ અને એમના સાઇબર બૂલીઇંગ બાબતના મારા સ્ટેન્ડ પાછળની ફિતરતની, સિનેમાની મારી દિલચસ્પીની... આમાં સૌરભભાઈના પણ થોડા ઇનપુટ્સ છે સાથે... જરૂર જોજો આગલા એપિસોડ પણ newspremi અને planetjv બેઉ યુટ્યુબ ચેનલ પર છે. આ પણ 9 વાગે આજ રાત્રે આવી જશે. ઘણું નવું જાણવા મળશે જો સળંગ જોશો તો ને અસલી જય ઓળખાશે થોડી ગેરસમજોની પેલે પાર...
કોઈ પણ બ્રાઉઝર કે યુટ્યુબ પર જોવા માટે ટાઇપ કરો : planetjv.net
~ જય વસાવડા -
jay vasavada JV
@jayvasavada
ગઈ કાલે સૌરભ શાહ ( @hisaurabhshah )સાથેની મેરેથોન મુલાકાતનો પ્રથમ ભાગ જેમણે જોયો, એ એમાં તલ્લીન થઈ ગયા એવા ઘણા પ્રતિભાવો મળ્યા. જીવનના આરંભે અચાનક બેઠેલી ગરીબાઈ ને તકલીફોના સંઘર્ષ સાથે મા બાપના અનોખા વ્હાલની વાતો હતી એમાં. ઘેર ભણવા ઉપરાંત વિજાતીય આકર્ષણની અનુભૂતિઓની પણ. યુટ્યુબ પર છે જ જોવા માટે હજુ પણ. આજના બીજા ભાગમાં આ સફર આગળ વધશે. જ્યારે સોશ્યલ નેટવર્ક નહોતું ને મમ્મી જીવતા ત્યારે પણ વટભેર ઘરનું નામ ઇરોટિકા છડેચોક રાખેલું એવી નફ્કરાઈ, રસિકતા ને જવાનીના ભણતર તથા ઘડતરના દૌરની. Newspremi અને planetjv યુટ્યુબ ચેનલ પર એક સાથે. રાત્રે 9 વાગે. જૉવા માટે Just click or type in browser: planetjv.net
-
jay vasavada JV
@jayvasavada
સદાય સ્નેહ માટે અંતરથી આભાર સાહેબ ❤️🙏🏼
Bharat Pandya
@bharatpandyabjp
બિનદાસ્ત કલમી, તડનેફડ વક્તા, સંબંધોનું રખોપું કરનાર, ભોજન રસિક, પ્રવાસ પ્રેમી,અને અનેક લોકોના જીવનમાં સ્નેહ અને સાહસ,
ઉત્સાહ અને ઉજાસ લાવનાર
શ્રી જયભાઈ વસાવડાને
એકાવનમાં જન્મદિન નિમિત્તે હ્યદયપૂર્વકની શુભેચ્છાઓ..
@jayvasavada -
jay vasavada JV
@jayvasavada
જન્મદિન મારા માટે તો દશેરાની તિથિ. પણ સોશ્યલ નેટવર્ક માટે તારીખ. વર્ષોથી એક શિરસ્તો રાખ્યો એમાં વ્હાલા રીડરબિરાદર #jvlovers ને કોઈને કોઈ રીતે પાર્ટી આપતા રહેવાનો. એક વાર કોવિડ વખતે 40% ડિસ્કાઉન્ટમાં આખો સેટ એક દિવસ પૂરતો રાખેલો ને નવભારતની સાઈટ ક્રેશ થઈ ગયેલી !
આ વખતે ગત વર્ષે આવતાવેંત બેસ્ટ સેલર નીવડેલા બે પુસ્તકો "લાઇફલાઇન" અને "પ્રેમરંગ" જેની સંયુક્ત કિંમત 1020 થાય એ માત્ર 750માં એક સાથે ઘેર બેઠા મેળવવાની Life is Love ઑફર છે અત્યારથી કાલ 6 ઓકટોબરના બર્થ ડેના રાતના 12 સુધી. આ કોઈ વેંચાણ વધારવાની સ્કીમ નથી ને પુસ્તકો તો આમે વેંચાતા રહે છે. આ તો સેલિબ્રેશન ઑફર છે એટલે માત્ર 30 કલાક પૂરતી જ છે. કોઈને ગમ્યા હોય ને ગિફ્ટ આપવા પણ કામ લાગે તહેવારોમાં એટલે.
લાભ લેવા માટે લિંક : navbharatonline.com/authors/jay-vasavada/love-is-life.html
બાકી તો in Life , Love you Hamesha. Thanks. ❤️ #jv50 -
jay vasavada JV
@jayvasavada
જેબ્બાત
Ram Ahir PI
@RJRam_Ahir
એણે કીધું કે હવે તું સાવ બદલાઈ ગયો!
મેં કહ્યું કે આજીવન તો મૂર્ખ શી રીતે રહું.
#goodmorning
#જય_શ્રી_કૃષ્ણ -
jay vasavada JV
@jayvasavada
*આવતી કાલે રાત્રે ૯ વાગે : સૌરભ શાહ*
આવી મેરેથોન મુલાકાત તમે ક્યારેય જોઈ નથી. આવતી કાલે, શુક્રવાર ૬ઠ્ઠી ઑકક્ટેબરના રોજ રાત્રે ૯ના ટકોરે યુટ્યુબ પર પ્રીમિયર થશે *જય વસાવડા સાથે સૌરભ શાહનો સંવાદ: 1*
જય વસાવડા નવી પેઢીના ખૂબ લોકપ્રિય લેખક છે, અતિ ચુંબકીય વ્યાખ્યાનો આપે છે, જગતપ્રવાસી છે અને મારા મિત્ર છે, ઘણા સારા મિત્ર છે, વર્ષો જૂના મિત્ર છે.
જય વસાવડાના અનેક વિચારો સાથે હું સહમત નથી, મારા અનેક વિચારો સાથે તેઓ સહમત નથી. આમ છતાં અમે અમારી વચ્ચેના ડિફરન્સીસને વચ્ચે લાવ્યા વિના કલાકો સુધી નિરાંતે વાતચીત કરી શકીએ છીએ- એકબીજા પ્રત્યેનો આદર અકબંધ રાખીને આ વિશાળ-હર્યાભર્યા જગતની અનેક અલકમલકની વાતો કરી શકીએ છીએ.
જય વસાવડાના અનેક ટીકાકારો છે, મારા પણ. હોવાના જ. ગાંધીજી, મોદીજી કે રજનીશજી સહિત ભારતની અને દુનિયાની અનેક હસ્તીઓ પર પથરા ફેંકનારાઓ ઘણા છે. તો ગુજરાતની અમારા જેવી- એમના રજકણ સમી- વ્યક્તિઓ ટ્રોલ થવાની જ. કશો વાંધો નથી.
જય વસાવડા આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. ૧૯૭૩ની દશેરાએ એમનો જન્મ. અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૬ઠ્ઠી ઑક્ટોબરે એમનો બર્થ ડે ઉજવાય. આ શુભ પ્રસંગને ઉજવવા મુંબઈમાં મારા ઘરે અમે કલાકો સુધી વાતો કરી.
યાદ રાખો આ દીર્ઘ મુલાકાતનો પહેલો ભાગ ૬ઠ્ઠી ઑક્ટોબરે રાત્રે ૯ વાગે YouTube પર રિલીઝ થશે. Newspremi ની અને planetjvની યુટયુબ ચેનલ પર.
~ સૌરભ શાહ
પ્રિય સૌરભભાઈએ મહિનાઓ પહેલા આ ઈચ્છા સામે ચાલીને કહી હતી. હું જેમને વાંચીને મોટો જ ના થયો હોઉં પણ ઘડાયો પણ હોઉં એવા લેખકોમાં એક આગળ પડતું નામ સૌરભ શાહ @hisaurabhshah. એ મુંબઇ મિડ ડેના તંત્રી હતા ત્યારે વાચક તરીકે મારી પાસે લખાવી મને પાર્ટીમાં બોલાવેલો! ગોંડલના ને રાજકોટના ઘેર પણ આવી ગયા છે હેતાળ હૂંફ લઈને. અમારા બેઉની વિચારધારા અલગ, પણ અમે એકમેકની લગોલગ. હું એમને અત્યંત આદર આપું, એ મને ભરપૂર સ્નેહ આપે. છેલ્લી વિદેશ યાત્રા પહેલા મુંબઈ એમની ઘેર કલાકો થયેલી નોન સ્ટોપ વાતો પછી પણ એમ થાય કે હજુ બેસીએ... તમને આ ગમશે તો હજુ વધુ સંવાદ કરવા બેસીશું. પણ અત્યારે આ દીર્ઘ કલાકોમાં હૈયું ઠાલવી જે વાતો કરી છે એ પાંચ ભાગમાં જયના તારીખ મુજબના જન્મદિન 6 ઓકટોબરથી શરૂ થઈ અમિતાભનો જન્મદિન આવે ત્યાં સુધી રોજ એકએક ભાગ તરીકે આવશે. પ્રથમ ભાગ આવતીકાલ 6 ઓકટોબરે. મારા વિશે ગેરસમજ ધરાવતા હોય કે ચાહત છલકાવતા હોય - તમામને મારી ભીતરની અસલ દુનિયામાં ડોકિયું કરવા જડે, એવી આ નિખાલસ મુલાકાત છે. સૌરભ શાહ સામે ના બેઠા હોત તો આમાંની અમુક વાતો ક્યારેય ખોલી ના હોત. 6 oct. રાતના 9થી. જુઓ newspremi સાથોસાથ યુટ્યુબ પર આ સરનામે
planetjv.net
~ જય વસાવડા
#jv50 -
jay vasavada JV
@jayvasavada
Perfect.
Sam Khan
@samkhanco
The only real failure is failing to learn from failure.
-
jay vasavada JV
@jayvasavada
Always.
Prof. Feynman
@ProfFeynman
Education should encourage students to embrace failure as a valuable teacher, promoting resilience, adaptability, and the courage to take risks.
-
jay vasavada JV
@jayvasavada
This is a small clip, carrying a big heart. Smile and steps for only known Indian face to him. He is rudy, my guide for a solo hiking trail to machu picchu at #peru. He is fun loving descendent of inca tribe in peru. He knows three things about India: Himalaya, Namste and... yes @iamsrk ! #shahrukhkhan ! Who is truly a global brand ambassador and national asset of India towards the world ! I remember in 2006 i was in #germany for the exchange program of #rotary as an author. For more than a month i had to stay with local german people at their home. An amazing experience. In the Hassen region, I visited a local radio station where a beautiful RJ Stephany was delivering some musical program. When she came to know that i am from India - she screamed with joy... " oh india... the land of shah rukh khan ! Oh my crush darling shahrukh ! " and even performed a few iconic steps but there were no camera phones back then to capture it. But i captured Rudy's excitement. Long live dear SRK. You are beyond a movie star, reaching millions of heart abroad being an identity, a sole face of India that is Bharat ! Proud of you. ❤️🇮🇳🙏🏼 ~ Jay Vasavada
-
jay vasavada JV
@jayvasavada
વાહ.
Ram Ahir PI
@RJRam_Ahir
ઉકળ્યા વગર અત્યારના પાણીને વરાળ થઈ જવુ છે,
કામ કરવા છે કંસના અને લોકોને શ્રીકૃષ્ણ થઈ જવુ છે.
#goodmorning
#જય_શ્રી_કૃષ્ણ -
jay vasavada JV
@jayvasavada
Game maker to game changer !
-
jay vasavada JV
@jayvasavada
2018 માં આ અનોખો કાર્યક્રમ રાજકોટમાં થયેલો. પ્રિય બાપુ ને આત્મીય બાપાનું સાંનિધ્ય એમાં થોડી આચમની ભરવાનો આનંદ. જોવો હોય વિડિયો તો કરો ક્લિક.
youtu.be/vVEP-fkO_N0 -
jay vasavada JV
@jayvasavada
Nice !
Narendra Modi
@narendramodi
Gandhi Ji’s thoughts strike a chord with people all around the world!
Do hear this soulful rendition of “Vaishnava Jana To” sung by CassMae, whom I had recently mentioned during #mannkibaat. She has shared it on her Instagram page. -
jay vasavada JV
@jayvasavada
જેને ઓનલાઇન બે પાંચ લાઈક મળે એમાં તો પોતાનું રજવાડું બની ગયું હોય એવો વહેમ રાખનારા ફોતરાછોતરાંમગતરાચપતરાઓને ગાંધીને ગાળો આપવામાં ગુટકા ખાવા જેવી કિક ભલે આવતી. હકીકત એ છે કે ગોળમેજી પરિષદમાં કોઈને આખું ભારત જોઈતું નહોતું. દસ્તાવેજી નોંધ છે બધાને પોતાના જ્ઞાતિ કે ધર્મ કે સંસ્કૃતિ મુજબના નાના નાના આઝાદ પ્રદેશો જોઈતા હતા. માત્ર ગાંધી જ એક રાષ્ટ્ર માંગવા બાબતે મક્કમ અને અડગ રહ્યા. ને એમની નામરજી છતાં ભાગલા પડ્યા પછી પણ આજે જે ભારત છે એ બચાવી શક્ય ને યોગ્ય માણસો એકઠા કરેલા હોય બનાવી પણ શક્યા. સરદાર હોય કે શાસ્ત્રી, ગાંધીને લીધે દેશની લડતમાં આવ્યા હતા. બારડોલીથી હેપી બર્થ ડે બાપુ. ❤️
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
This.
This what i call true representative of sanstani hindu. Who helps poor in depaor without fear, who don't seek an opportunity in someone's crisis. Who genuinely stood for ghastly crime against girls. Who didn't do things for recognition but out of intuition of humanity.
All egoistically rigid "key pad keedaz" must learn a bit from a pious Hindu poojari , citizen of Bharat. To become someone like him and not that zombie railway constable who killed innocent people without reason except hatred 🙏🏼
www.livehindustan.com/madhya-pradesh/story-priest-rahul-s… -
jay vasavada JV
@jayvasavada
Congratulations @dineshdasa1 for new responsibility at UPSC. Your landmark work at GPSC truly appreciated and many more milestones to come. Happy for the aspiring youth when you are helming their career shape up.
-
jay vasavada JV
@jayvasavada
Pathetic @airindia flight if you are doomed to take a non stop flight from or to new york from / to mumbai / delhi. Not cleaned, garbage in feet and nobody cares. In almost 15 hrs non stop flight almost all screens are not working. And it's not a temporary technological failure. Passengers who travel regularly complained that it is always like this everyday. Just sit with dirt for more than a half day with zero entertainment and below average food / drinks without much options. @TataCompanies has acquired it but i guess management is yet to get full hold of operations. Thank god the engines are checked and not knocked off like the in flight screens. Strange that people are so shy to raise a complaint after spending full money and getting such visibly poor treatment, In long international flights !
-
jay vasavada JV
@jayvasavada
એડવેન્ચરનો આનંદ...
www.instagram.com/reel/CxmmFYtspBn/ -
jay vasavada JV
@jayvasavada
As far as I understand, Indian constitution clearly states "India that is Bharat". After debate at that time, both names were approved officially, and considered equal. So any of it can be used anytime. It's a matter of choice and situation. India is the name given by greeks and other foreigners in ancient time, due to Indus (sindhu) valley civilization and not by people who wanted to make us slave. It has its own charm as it's been used for a long time. Bharat is our glorious heritage. Derived primarily from Bharat, son of Shakuntla ( daughter of Vishvamitra - Menka ) and Dushyant. So celebrates liberal attitude towards love marriage and beautiful as original sanskrut meaning is related to knowledge seeking. We are both. Like kurti with jeans. Like a sandwich with buttermilk. Like tabla with guitar. The Fusion Power. 🇮🇳
-
jay vasavada JV
@jayvasavada
This.
After 75 years of murder.
Gandhi above all.
The Father.
The Mahatma.
Period.
#g20india2023 #g20summitdelhi
#gandhijeetegodsehara
#mahatmagandhi 😎
#modi loves #gandhi ❤️ -
jay vasavada JV
@jayvasavada
Even though G20 is an event that happens every year in one of the member countries, India that is Bharat has got much more attention than others. Colourful and grand presentation and skilful strategy to put forward our business interests. @narendramodi has the excellent ability to package such mighty huge scale events with a magical charm. No one can deny that. With his "parasmani" touch he can add an aura to any agenda or event and makes it special for people beyond concerned who's who. Often proven charisma. No doubt about it.
-
jay vasavada JV
@jayvasavada
JSK ❤️
-
jay vasavada JV
@jayvasavada
ફકત સાળંગપુરના ભીંતચિત્રો ઉતારી લેવાથી અમુકની ભીતરના કુત્સિત ચિત્રો નહિ બદલાય. મૂળ બદલાવની જરૂર ત્યાં છે. પોતાની આસ્થા મુજબ કોઈ પણ ને ભગવાન માનવાની સ્વાધીનતા તો ભારતના વારસામાં લોકશાહીના જન્મ પહેલાની છે. નદી કે વૃક્ષ ને પણ. પણ એમાં સદીઓથી પ્રાચીન વારસો સર્વોપરી છે એનો કોઈ નાસ્તિક પણ ઇન્કાર કરી શકે નહિ. સાંસ્કૃતિક ઇતિહાસ છે આખો.
શિવ, માતાજી, રામ, કૃષ્ણ, હનુમાનજી, લક્ષ્મી નારાયણ, સરસ્વતી વગેરે ઈશ્વરના ચરિત્રોની પૂજન પ્રાચીન છે. વિશ્વભરમાં ભારતના ધર્મની વાત નીકળે ત્યારે તટસ્થ અભ્યાસુઓ પુસ્તકમાં કે મ્યુઝિયમમાં એમના નામ કે શિલ્પ કે ચિત્રો આવે છે. આપણા તહેવારો કે લોક સંસ્કૃતિ એમની આસપાસ છે. ભારતના જૂના સંસ્કૃત ગ્રંથોમાં એમની સ્તુતિ છે.
સદીઓ પહેલાં આ ધરતી પર બૌદ્ધ કે જૈન જેવા ધર્મો વિકસ્યા કે પાછળથી શીખ ધર્મ આવ્યો એમાં ભગવાનની અલગ વિભાવના આવી પણ કોઈએ પોતાના આસ્થકેન્દ્રોમાં મૂળ ભારતીય ભગવાનો ને નીચા બતાવ્યા હોવાનું જાણ્યું નથી. તમને એમની પૂજા કે ભક્તિ ના ફાવે તો એમનાથી દૂર રહો. સિમ્પલ. તમને જે યોગ્ય લાગે એમની આરાધના કરો. એમના વિરાટ પૂતળાં બનાવો. પણ લોકોને આકર્ષવા ઉપયોગ સનાતન વારસાનો કરવો ને પછી સતત એમની ઠેકડી ઉડે, એમના કરતા પોતાના માંડ અઢીસો વર્ષ જૂના મહાપુરુષ એવા મહાન હોય કે એમની સે આ મૂળ ભારતીય ભગવાનો વામણા લાગે એવી કથાઓ, ચિત્રણ કે વિચારોનો ફેલાવો યોગ્ય નથી. ભારત પર અન્ય ધર્મો કે વિદેશીઓએ શાસન કર્યું એમાં પણ આવું નથી થયું ! મુસ્લિમ ઈન્ડોનેશિયામાં રામ હોય, બૌદ્ધ થાઇલેન્ડમાં હનુમાન હોય ને ખ્રિસ્તી બ્રિટન અમેરિકામાં હિન્દુ દેવતાઓ હોય પણ અહીં એ જાણે કોઈ લોકપ્રિય સંપ્રદાયમાં સેકન્ડરી સિટીઝન ગણાય એ દુઃખ ને રોષ સાચા અભ્યાસુ સનાતનપ્રેનીઓમાં વધુ છે. બંને પક્ષના ઉદાર ને સમજદાર આગેવાનોએ ઉકેલ એનો લાવવો પડશે નહિ તો ભવિષ્યની પેઢીઓ ને કંઇક જુદો વારસો ભારતના નામે મળશે.
અને ગુમાની અહંકારમાં સહજ સનાતની શ્રદ્ધાને પોતાથી નીચી કે ગંદી ગણવાની ચિત્તવૃત્તિ પણ બદલવી જોઈએ. મૂળ સનાતન દર્શનમાં રસિક્તાનો આધ્યાત્મિકતાના નામે કોઈ તિરસ્કાર નથી. કળા કે સૌંદર્યનો સ્વીકાર છે. સ્ત્રીઓને સાધુતાથી અસ્પૃશ્યની જેમ દૂર રાખવાની માત્ર પુરુષકેન્દ્રી વાત નથી. મૂળ છે તો શાખા છે. અને દાદા સંતાનો સામે નતમસ્તક થાય એવું ઠસાવવામાં ઔચિત્ય નથી. ભારતના ખરા સાધુની મૂળ વ્યથા આ હોય છે, પણ એ માથાકૂટમાં માણસ જ નથી. જો સનાતન દેવી દેવતાઓની શૈલી સ્થાપત્યમાં હોય, જો એમના સ્થાપન થતા હોય તો એમનાથી ઊંચું બીજું કશું ના હોય ને હોય તો પછી એ પંથ અલગ ગણાય. ઘણા સંતો એમાં પણ વિચારશીલ છે, આદરપાત્ર છે. માટે પણ આ ખરી મડાગાંઠ છે, જેનો ઉકેલ આવે એ માટે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ઈચ્છાશક્તિ જોઈએ જેનો આજે અભાવ દેખાય છે.
કુમતિ નિવાર સુમતિ કે સંગી બજરંગી ને એ માટે પ્રાર્થના.
~ જય વસાવડા -
jay vasavada JV
@jayvasavada
રક્ષાબંધન પરનો આ લેખ મારા પપ્પા બીમાર હતા ત્યારે રાતના હું ICU માં જાગતો ત્યારે લખેલો છે. આપણી આવી સરસ કથાઓ કાં તો જગત સુધી જતી નથી, અથવા અણઘડ હાથોમાં વેડફાઈ જાય છે. બાકી એક જોરદાર પિરિયડ ફિલ્મનો પ્લોટ છે આ. લો વાંચો :
www.gujaratsamachar.com/news/ravi-purti/ravi-purti-21-aug… -
jay vasavada JV
@jayvasavada
Congrats neeraj chopra for yet another never before landmark in indian sports history. This was the video from me when he won Olympic gold and it's still relevant.
youtu.be/HHShmjX6e94 -
jay vasavada JV
@jayvasavada
Chess is basically invented in India as the name of "chaturang" ( later in urdu became shatranj ) so after "Vishva nath" now we have "prgyan aanand" and that's great. What's more fascinating is the statement from the father of a rising young star, who said to control the habit of the mobile of his kid, he has enrolled him in playing chess. That's the key to stop any addiction. Invest yourself in something more interesting and eventually you'll forget the routine ! Rather than giving boring advice, try to give more interesting activities and adventure to especially young ones and they will be involved..
-
jay vasavada JV
@jayvasavada
Chandrayan 3 has got sunshine news for my beloved nation 🇮🇳Kudos to ISRO, Indian Government and always inspiring PM @narendramodi. Also salute to all visionary scientific souls of India who led us since decades to the moment of pride ! I hope the moonlight of science and knowledge will grow more and more in India where the moon is on the head of cosmic god shiva. Dance of Natraaj is the dance of the cosmos and with this historical achievement from the origin land of space science in the world, the future is bright like sun and the cosmos is infinite to adventures. 😊❤️🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
🙏🏼🇮🇳
Gujarat Information
@InfoGujarat
'મારી માટી, મારો દેશ' અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા જાણીતા લેખક શ્રી જય વસાવડા...
#marimatimarodesh 🇮🇳 -
jay vasavada JV
@jayvasavada
+1
Physics In History
@PhysInHistory
Albert Einstein on his school and Education system💡
It bored me. The teachers behaved like sergeants. I wanted to learn what I wanted to know, but they wanted me to learn for the exam. What I hated most was the competitive system there, and especially sports. Because of this, I wasn't worth anything, and several times they suggested I leave. This was a Catholic School in Munich. I felt that my thirst for knowledge was being strangled by my teachers; grades were their only measurement.
How can a teacher understand youth with such a system?
-- as mentioned in Einstein and the Poet: In Search of the Cosmic Man (1983) by William Hermanns
[Image courtesy: The Albert Einstein Archives, The Hebrew University of Jerusalem] -
jay vasavada JV
@jayvasavada
Applause the much needed and awaited judicial reforms in age old IPC by government. There are some debatable provisions and some desired to be there, but for that purpose ideally parliament is there. To discuss, amend and strengthen the proposed bill. But the desisive courage to dump 1860's age old britisher 's laws is praiseworthy. But, then why are we using victorian rules and guidelines for film censorship ? In the name of certification our censor board is cutting the scenes of movies, throwing compulsory changes to filmmakers and beeping the crucial dialogues. How can a handful of people become judges of creative liberty in democracy? In name of hurt sentiments and religious ideals we are going backwards and a committee formed under late Arun Jaitley before few years has clearly stated that cencorship laws are age old and now even in Britain its not followed, but we are keeping it to please orthodox society and play politics, hence it must be abolished and just certification of content should be there. A mature society can be developed by freedom of choice and education and must not be imposed by the Dogmatic mindset. Removal of "cutting cencer" of indian CBFC was told by prutuhviraj kapoor to vijay aanand, and recently by @vivekagnihotri who is himself a member of CBFC, yet raised voice against ban & cuts of creative content. But we are always a fearful society who don't want to be adults in real sense but just judgemental on adults.
-
jay vasavada JV
@jayvasavada
Before 1991 things from "foreign" were a precious gift. Even imported pen, tape recorder, shirt piece, watch looks magical and beyond reach for indian middle class. Who can afford them, but couldn't have them ! Reason : "licence permit raj" by Indira - Morarjibhai regime. Snuggling was in full swing and gave birth to the underworld. No new automobile, No new Tv. Some substandard brands ruled as swadesi due to lack of quality competition.
Things changed when destiny offered prime ministership to neglected narasimharao, who bought sincere economists on board and India entered the race for LPG - liberalisation, privatisation and globalisation. Suddenly we have access to the world and the satellite digital era gives wings to indian youth and the economy grows leaps and bounds. We are having fruits of it till today.
But, suddenly some policy decisions in financial matters indicate templates of S. Gurumurthy 's vision of the economy nowadays. First, on officially earned white credit card money transactions abroad imposed with huge 20% tax. Decisions then kept pending but not revoked. Similarly, shadow of ban on single personal laptops etc from abroad is coming soon. In name of national peode or security people dont bother for long term impact of such decisions. And paying megnonimus indirect taxes, eventually getting roads with numerous potholes in each monsoon.
It's good to have our own products flourishing and keeping money in check, but its better to have a check of global comepetitive strength and freedom to spend hard earned money, which is eventually motivation to earn them.
We had already entered into crony capitalism by our own private players who have just profit motive only and field like education or health deteriorated because of corporatisation without fear of quality control. Now such slow reversing of economic reforms will hit further blows.
Like great soldiers, nation also need great producers of wealth. Wirh web of taxes and chopping of free will of spending eventually either such talents will run away more or try to find short cuts or worse case will loose motivation to earn more.
Not applicable to all, one can say. But you need only one Einstein to give an edge to the nation, and Germany's loss was Usa's pride.
Remember this. -
jay vasavada JV
@jayvasavada
આ ખુમાર હજુ ઓસર્યો નથી... કહેવાય છે કે કિશનમુરારિ નો વૈકુંઠમાં રાસ જોતા તલ્લીન નરસિંહ મહેતાના હાથમાં મશાલ હતી ને હાથ બળવા લાગ્યો તો પણ એમને ખબર ન પડી. વર્ણન મૂળ તો ભાવસમાધિનું છે. હસતા ને નાચતા સદગુરુ તો સ્વયં ગિરનારી નરસિંહ સ્વરૂપ છે, પણ સહજ આનંદના રાસમાં ગઈ કાલે અભૂતપૂર્વ દ્વાદશ માનસ જ્યોર્તિલિંગ કથાના સમાપનમાં લાખેણા યજમાન રૂપેશભાઈ સાથે ફુદરડી ફરતો હતો એવામાં પ્રિય બાપુએ હેતથી હાથ પકડી નચાવ્યો એ નવ સેકન્ડમાં તો જાણે નવ નોરતા પૂરા થયા હોય એવી હરખની હેલી ચડી કે એનો કેફ હજુ ઓસર્યો નથી. કેવળ એમનો પ્રેમ ને કૃપા... બાકી આપણને તો આમે ય નાચતા આવડે નહિ, પણ બાપુના રામરસથી માંહ્યલો નાચી ઊઠ્યો રોમેરોમ... ❤️🙏🥰
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
Wow ❤️
Physics In History
@PhysInHistory
Richard Feynman's love for Drawing 🎨
I wanted very much to learn to draw, for a reason that I kept to myself:
I wanted to convey an emotion I have about the beauty of the world. It’s difficult to describe because it’s an emotion. It’s analogous to the feeling one has in religion that has to do with a god that controls everything in the universe: there’s a generality aspect that you feel when you think about how things that appear so different and behave so differently are all run ‘behind the scenes’ by the same organization, the same physical laws. It’s an appreciation of the mathematical beauty of nature, of how she works inside; a realization that the phenomena we see result from the complexity of the inner workings between atoms; a feeling of how dramatic and wonderful it is. It’s a feeling of awe — of scientific awe — which I felt could be communicated through a drawing to someone who had also had that emotion. I could remind him, for a moment, of this feeling about the glories of the universe.
-- as mentioned in his autobiography 'Surely You're Joking, Mr. Feynman!: Adventures of a Curious Character'
[Picture: Feynman's original drawings over his calculations sheet, ca. 1985, courtesy: Michelle Feynman] -
jay vasavada JV
@jayvasavada
Happy Friendship Day.... રીડરબિરાદર ધીરેનકુમાર રાઠોડની આ સરસ રચના... 💛
-
jay vasavada JV
@jayvasavada
રાજકોટને લાંબી પ્રતીક્ષા પછી નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવા જઈ રહ્યું છે, એ તો હરખની વાત છે. આભાર એ માટે. સૌરાષ્ટ્રને એક સમયે રેલવેમાં ઓન અન્યાય થતો ત્યારે હવે ફલાઇટ ઓપ્શન જરૂરી છે. ખાસ તો અમદાવાદની એર કનેકટીવિટી. પણ આ એરપોર્ટ હીરાસર ખાતે છે. જે ચોટીલા નજીક છે. રાજકોટ શહેરના હાર્દ સમા વિસ્તારોથી પચ્ચીએક કિમી દૂર થાય. આમ પણ આપણે ત્યાં એરપોર્ટ પર રીક્ષા ટેક્સી કાયદાની ઐસીતૈસી કરી ડામ આપે એવા તગડા ભાવ વસૂલે છે. વળી શહેરનો ટ્રાફિક ને અંતર જોતા એક કલાકની મુંબઈ કે દિલ્હી ફલાઇટ માટે એથી વધુ સમય તો એરપોર્ટ પહોંચવા કે જવામાં થાય. કારણ કે સિટી ટુ એરપોર્ટ કોઈ ખાસ એના જ માટે બનેલો રોડ નથી. વળી જે રોડ છે રેગ્યુલર, એ ખાડાખબડા ને ટ્રાફિક જમથી ભરપૂર હોય છે. પરદેશમાં પણ શહેરથી દૂર નવા મોટા એરપોર્ટ બને છે. પણ ત્યાં તદ્દન મામુલી દરમાં શટલ બસ ઉપરાંત મેઇન સિટી સેન્ટર એરિયા સાથે જોડતી ટ્રેન હોય છે, જેથી ટ્રાફિક વિના ફટાફટ આવ - જા થઈ શકે. સુવિધાને બદલે હાલાકી વધે એ અગાઉ આ મુદ્દે પ્રજાલક્ષી દીર્ઘદૃષ્ટિ સાથે નક્કર ને સરળ વ્યવસ્થા કરવી ખાસ જરૂરી છે. 🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાત ને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના મંદિર બનાવીને મહાદેવનો વિરોધ કરી દેતા હોત ને શ્રીકૃષ્ણના પટરાણી રુક્મિણીને અમાન્ય ઠરાવવા બેસતા હોત 😜 પુખ્ત વયના સંતાનો મા-બાપની ખરીદેલી મિલકત નથી, એટલે સાદી વાત જડસુઓ સમજતા નથી હોતા. લવ મેરેજના નામ માત્રથી એમને એલર્જી હોય છે. પ્રાચીન ભારતમાં ક્યાંય આવી વાત નથી. બંધારણના અને આઝાદીના ઘડવૈયા તો આજના આધુનિક સમાજમાં જીવતા નહોતા. આજીવન ધોતિયું પહેરીને ફરનારા લોકોએ પણ આવા બકવાસ કાયદા બનાવ્યા નહિ કારણ કે એમના વિચારો પ્રોગ્રેસિવ હતા. કનૈયાલાલ મુનશીથી એસ. જયશંકર સુધીના લવ મેરેજ કરનારા આગેવાનો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. માત્ર મમ્મી પપ્પાના રિમોટ કંટ્રોલથી નવી પેઢી ચલાવવા જાવ તો ટેલેન્ટનું ક્રીમ તક મળે પરદેશ ભાગે ને નવા સાહસનો આઝાદ મિજાજ પ્રગટે જ નહિ. યુવાન વયે ભૂલ કરવાની પણ સ્વતંત્રતા ને જ આઝાદી કહેવાય. બાકી તો ગુલામોને પણ સોનાની સાંકળો હોય !
-
jay vasavada JV
@jayvasavada
Twitter Bird aXed ! And i am flying instead 😛
-
jay vasavada JV
@jayvasavada
will China change its belief about the course of human destiny? - Openheimer, 1965.
This post is unavailable. See it on X. -
jay vasavada JV
@jayvasavada
The horrific manipur video ( which i had seen late due to my ongoing trip to Europe America) is utterly shameful for our democracy and disgusting to the core. How one behaves with children and women is the measure of an educated civilised society. Sadly such barbaric acts are not new in our nation and in the name of caste, creed, religion etc females always molested to boost the ego of beast like men. People who easily get angry upon any movie, web content, painting, writing or modern expression in name of "maryada " will worship God Krishna who stopped Draupadi "vastraharan" but not furious over similar acts performed in today's time. Whatever your political, social, religious or ethnic ideology is - this is not acceptable in a nation governed by rule of law. No justifications can be tolerable about it. Its alarming x ray of public mindset when provoked with identity ego. Tears.
-
jay vasavada JV
@jayvasavada
Proud to be associated with GS since last 29 years. Though i am a freelance columnist, I never felt like leaving this lovely association and never felt so comfortable in other set ups so far.
Gujarat Samachar
@gujratsamachar
ગુજરાત સમાચાર વડાપ્રધાન મોદી માટે સમાચાર અને માહિતીનો પ્રથમ સ્ત્રોત, UAE મુલાકાતની તસવીર વાયરલ
@narendramodi @PMOIndia #uaevisit #pmmodi #narendramodi @gujratsamachar #gujaratnewspaper -
jay vasavada JV
@jayvasavada
ભાયડો ! દરેક અર્થમાં ખરો ભાયડો !
McCool
@McCoolMichelleL
🤣except it was real…..but just a big, beautiful nurse shark…not that my sweet @undertaker knew that when he came out! #myprotector 😍 @SKWrestling_
-
jay vasavada JV
@jayvasavada
આ જે કોઈ હોય એક નંબરનો ખોટાડો છે. આ કવિતા @ghazalsamrat અંકિત ત્રિવેદીની જ છે. દાયકાઓ પહેલા તો મારા લેખમાં મેં ટાંકી છે ને મારા પુસ્તકમાં પણ છે. ઘેર હોત તો ફોટા મૂકી દેત એના. અરે આ વર્ષો પહેલા કમ્પોઝ પણ થઈ ચૂકી છે ને 2013 માં tahuko.com પર પણ હતી. થોડુંક હોમવર્ક કરે એને પુરાવા ઓનલાઇન જ મળી જાત. આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવો ઘાટ છે. અંકિત હું જાણું છું ત્યાં સુધી હું હાલ.અમેરિકા છું એમ વિદેશ પ્રવાસે છે. પણ પાક્કે પાયે એની લખેલી છે. કોઈ ચોરી એણે નથી કરી અને આ અત્યારનો કેવો હલકટ જમાનો છે એનો સજજડ સબૂત છે, જ્યાં કોઈ પણ બે કોડીનો સાયકો ગમે તેને માટે ગમે તે જૂઠો બકવાસ કરીને વાઇરલ કરવા લાગે છે ને કોઈની પણ પ્રતિભા કે ચારિત્ર્યને માત્ર ગપ્પા ઝીંકીને નુકસાન પહોંચાડી શકે છે ! લોકો પણ ખરાઈ કર્યા વિના કાખલીઓ કૂટવા લાગે પાછા !
-
jay vasavada JV
@jayvasavada
Yeah. Always. In #ausa
-
jay vasavada JV
@jayvasavada
🙏🏼
-
jay vasavada JV
@jayvasavada
નવી બ્લેક બ્યુટી volvo xc60 નું આગમન. મમ્મીએ ક્યારેય ઘરની ગાડી જોઈ નહિ. દરેક કારમાં જેમને પહેલા બેસાડતો એ પપ્પા પણ હવે રહ્યા નથી. પણ પ્રિય મોરારિબાપુએ પાવન કરી પ્રથમ બેસવાનો અનુગ્રહ સ્વીકારીને. પછી દિવંગત પપ્પાના જન્મદિવસ 30 જૂને જ યાદ રાખી ડિલિવરી લીધી. ગુજરાતી ભાષામાં લખીને, સમર્પણ, નિષ્ઠા, સજજતા, ગુણવત્તા ને પ્રમાણિકતાથી #jvlovers ના પ્રેમ થકી ધીરજ, હરિકૃપા અને મા-બાપના તથા સદગુરૂના આશીર્વાદ થકી આ થઈ શકે છે એનો આનંદ. ચાહે છે એ સહુ કોઈનો આ સફરના સાથી બનવા માટે આભાર. આ બધું માત્ર ને માત્ર શબ્દ અને જ્ઞાન થકી જ પોસાય છે. બસ એની અખંડ એની તપસ્યા કરવી પડે, જેમાં કોઈ શોર્ટ ક્ટ્સ નથી. 🙏🏼
This media couldn't be displayed. See it on the original post. -
jay vasavada JV
@jayvasavada
રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસમોટા ગાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે. કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી ! આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે. આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે કદાચ મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !
-
jay vasavada JV
@jayvasavada
The man. The genius.
Physics In History
@PhysInHistory
Nikola Tesla's prediction of a smartphone, Collier’s magazine interview, 1926:
"When wireless is perfectly applied the whole earth will be converted into a huge brain, which in fact it is, all things being particles of a real and rhythmic whole. We shall be able to communicate with one another instantly, irrespective of distance. Not only this, but through television and telephony we shall see and hear one another as perfectly as though we were face to face, despite intervening distances of thousands of miles; and the instruments through which we shall be able to do his will be amazingly simple compared with our present telephone. A man will be able to carry one in his vest pocket." -
jay vasavada JV
@jayvasavada
વાહ. સરસ કામગીરી.
Sanjay Koradia
@Sanjay_Koradia
ઘણા લોકોની ફરિયાદ હતી કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બપોર પછીના સમયમાં ઓ.પી.ડી વિભાગ બંધ હોય છે, ડૉક્ટર્સની ગેરહાજરી હોય છે. આજે ત્યાં સરપ્રાઈઝ ચેકીંગ માટે પહોંચ્યો અને મેં વિભાગની બેદરકારી જોઇ. જૂનિયર અને સિનિયર સ્ટાફના ભરોસે ઓ.પી.ડી. મૂકીને ડ્યૂટી મૂકીને જતાં રહેતાં ડૉક્ટર્સની ગેરરીતી ચલાવી નહીં લેવાય. ગરીબ લોકો અને પીડાતા દર્દીઓ સાથેની આ વર્તણૂક યોગ્ય નથી. આ દિશામાં યોગ્ય પગલાં જલદી લઈશું !
-
jay vasavada JV
@jayvasavada
Once efficient Terminal 2 of Mumbai airport now caught at clumsy Spider's web of straps at entry, where unnecessarily one has to be stuck in a long queue while the other side is wide open. But entry points are now stretched far away and somewhat sealed and you can't even go out once entered ! One has to walk on the road leaving footpath to even enter into it ! Clearly no airport gates are designed like this and it's ok to create this sort of twisted queue when there is huge traffic but now it's like permanent fixtures. Orginal still railings were conveniently designed with proper space for in & out given with easy movement. And airports functioned smoothly before with the same traffic before this silly mismanagement surfaced. Same strange and people's un-friendly approach at a relatively smaller Ahmedabad airport too. It's nothing but a mess no one is raising questions about and suffers.
-
jay vasavada JV
@jayvasavada
Apt case of how our system works is @IamSanjuSamson ! When you have talent, hard work & performance but still not given enough chances on right time- just because someone caught the fancy of top management in spite of all limitations! Thus, we have more NRIz & more Astrologers.😏
-
jay vasavada JV
@jayvasavada
No convicted rape & murder criminals should get away from punishment they lawfully got and its shameless stupidity to pardon them politically - without victim's wish - also endorse them! Insensitive. For for any religion, caste or region - its simple principle. #bilkisbanocase
-
jay vasavada JV
@jayvasavada
लड़कीका गला रेत देने के लिए जब कोई बदमाश दिनदहाड़े हमला करता है; तब चुप होके तमाशा देखनेवाला नपुंसक समाज जब कोई जवान मियांबीवी भी अपनी मर्जीसे सरेआम प्यारका मीठा चुम्बन करता है, तो उन्हें मारनेके लिए मर्द (?) बन जाता है! सड़ी सोचवाले जलनखोर नामर्दोकी टोली है ये, समझदार समाज नहीं!
-
Post not available here, view on X
jay vasavada JV
@jayvasavada
જી. એ ખરું. ને આજે ય કોઈ લેક્ચર કે પ્રોગ્રામ સામેથી માંગતો નથી. વધુ પૈસા ખાતર અખબારી પ્રકાશનો બદલાવતો નથી. આધુનિક વૈશ્વિક માનવીય વિચારોમાં કોઈ સમાધાન કરતો નથી. 😊 ભલે ઓછું મળે, ટીકાઓ થાય. પણ જીવવાનું ખુમારી ને ખુદ્દારીથી. ખોટા સમાધાનોની ગુલામી નહિ. 😝




































































































































































































































